Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 30
________________ વલણ માત્ર પગના બૂટ સુધી જ મર્યાદિત ન રહેતાં પત્નીની હેબીટ કે પપ્પામમ્મીની પ્રકૃતિ સુધી તેનો વ્યાપ પહોંચે છે ત્યારે છૂટાછેડા અને ઘરડાઘરના અનર્થો સર્જાય છે. અને, આ જ માનસિક વલણ ગુરુની આજ્ઞા સુધી વિસ્તરે છે ત્યારે જમાલિ-ઘટના આકાર લે છે. ગુરુની આજ્ઞા મારા માનસિક બંધારણ સાથે ફીટ થવી જોઇએ-આવા દુરાગ્રહમાંથી દ્રોહ પરિણામે અને તેવી દ્રોહબુદ્ધિમાંથી જ કુલવાલક નીપજે છે. જમાલિ કે કુલવાલકના સામે છેડે છે ગૌતમ, જે ગુરુવદન મલયનિવૃતવચનરસચંદનસ્પર્શના આફ્લાદક આલાદને નિરંતર માણી રહ્યા છે. ગૌતમના અસ્તિત્વની આબોહવા જ કાંઇ જૂદી હતી ! ભગવતી સૂત્રનું શ્રવણ કરતા ગોયમાં શબ્દ કાને પડે કે તરત સંગ્રામસોની એક સોનામહોર પોતાની કોથળીમાંથી કાઢી પોથીનું પૂજન કરતા. પેથડમંત્રી માટે પણ સાંભળ્યું છે કે સપરિવાર શ્રી ભગવતી સૂત્રનું શ્રવણ કરવા બેસે...ગોયમા શબ્દ સાંભળતાની સાથે પોતે એક સોનામહોર, માતાજી અડધી અને પત્ની પા સોનામહોર મૂકતા. ભગવતી સૂત્ર પૂર્ણ થયું ત્યારે આ પરિવારે ૬૩ હજાર સોનામહોરથી શ્રુતભક્તિ કરી લીધી ! જે ગોયમા શબ્દ સાંભળતા સંગ્રામ સોનીને, પેથડમંત્રીને અને આપણને બધાને આટલી બધી ઉલટ થઇ આવે તે ગોયમાં સંબોધન પ્રભુમુખે સાંભળતા ગૌતમસ્વામીએ કેવી આનંદાનુભૂતિ કરી હશે ! તે આનંદને તે શે જીરવી શક્યા હશે ! આ ધન્યતમ ધન્યતાની રત્નપ્રસૂતા જનની એટલે વિનમ્રતા ! અષ્ટાપદનાં શિખરે ચડ્યા તેના કરતાં પ્રભુના હોઠે ચડ્યા તેમાં ગૌતમ કાંઇ ગણી વિશેષ ધન્યતા અનુભવતા હતા ! અષ્ટાપદ ચડાવનારી લબ્ધિ કરતાં પ્રભુનાં મુખે ચડાવનારી લબ્ધિ ગૌતમને માટે કાંઇ ગણી કિંમતી હતી ! આ લબ્ધિનું નામ હતું વિનય અને સમર્પણ ! અને, પેલી ભૌતિક લબ્ધિઓ પણ આ વિનયગુણનાં જ ફરજંદ હતાં ને ! ગૌતમસ્વામીનો વિનયગુણ સાધનાકક્ષાનો નહોતો, સિદ્ધકક્ષાનો હતો. ગૌતમ વિનય ગુણના સાધક નહોતા, તેમને વિનયગુણ સિદ્ધ હતો. કોઈ પણ ગુણ બે પ્રકારનો હોય-સાધના રૂ૫ ગુણ અને સિદ્ધગુણ. તમને ક્રોધ ખૂબ સતાવે - ૨૧

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94