Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 19
________________ અષ્ટપ્રવચનમાતાનાં પાલન રૂપ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરતા પૂર્વે જ ગૌતમે પાંચમી પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન કર્યું. તેમણે તેમના “હું” ને સહુથી પહેલા વોસિરાવી દીધો. એક સંત પોતાની કોટડીમાં બેઠા હતા. બારણું અટકાવેલું હતું. કોઇએ બહારથી બારણું ખટખટાવ્યું. સંતે અંદરથી પૂછ્યું: કોણ? બહારથી જવાબ મળ્યોઃ એ તો “હું” ! અંદર આવું? “જે હોય તે અંદર આવી શકો છો, પણ કૃપા કરીને “હુંને બહાર મૂકીને આવજો.” ગૌતમે મહાવીર પ્રભુના ધર્મપ્રાસાદમાં “હું” ને બહાર ઉતારીને પ્રવેશ કર્યો. પ્રભુનાં મંદિરમાં પ્રવેશ કરતા પૂર્વે જોડા બહાર ઉતારી દેવાય છે. “હું” ને બહાર ઉતારીને અંદર જવું-આવું સૂચના-બોર્ડ પણ મંદિરની બહાર મૂકવા જેવું ખરું. આપણા વડિલો મંદિરમાં જતા પૂર્વે માથેથી ટોપી કે પાઘડી ઉતારી દેતા. કદાચ “હું” ના પ્રતીક તરીકે જ આ પાઘડી કે ટોપી ઉતારવાનો વિધિ હશે ! આજે માથે પાઘડી કે ટોપી પહેરવાનો રિવાજ ગયો. હવે ક્યા બહાને હું નીચે ઉતરે? બાહુબલિ પણ માનકષાયથી જ અટેકલા હતા. તેમણે મમત્વ ઓગાળ્યું પણ “હું” નડી ગયો. તેમને “હું” ના હાથી પરથી ઉતારવા યુગાદિદેવે બ્રાહ્મી અને સુંદરીને મોકલી. તે જ ઘટનાનું જાણે પુનરાવર્તન થયું. ઇન્દ્રભૂતિને “હું” ના હાથી પરથી ઉતારવા બ્રાહ્મી અને સુંદરીના એકાત્મસ્વરૂપે પ્રભુ વીર પધાર્યા ! પ્રભુનું અનુપમ ૌંદર્ય એટલે સુંદરી અને પ્રભુની અતિશયિત વાણી એટલે બ્રાહ્મી ! પ્રભુનું અનુપમ સૌંદર્ય નિહાળીને અને આશ્રમધુર વાણીથી પોતાની શંકાનું નિવારણ પામીને ગૌતમના અહંને ધક્કો લાગ્યો. અહં ગબડી પડ્યો અને ગૌતમ અહંમુક્ત બન્યા. વાણીનાં માધુર્ય અને સૌમ્યતાનાં સૌંદર્ય દ્વારા જ કોઇને વિનમ્ર બનાવી શકાય-આવું રહસ્ય અહીં ઉદ્ઘાટિત થાય છે. વૈશાખ સુદ ૧૧ના દિવસે ત્રણ ઘટનાઓ ઘટી. ઇન્દ્રભૂતિ ગૌતમને મહાવીરસ્વામીનો મેળાપ થયો તે પહેલી ઘટના. પછી ગૌતમ ખોવાઇ ગયા તે બીજી - ૧૦.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94