Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 22
________________ જ્ઞાન કલ્યાણકના દિને ગેરહાજર છે. પ્રભુએ પણ જાણે ગાંઠ વાળી ! તે પણ ગૌતમસ્વામીનાં કેવલજ્ઞાનમાં ક્યાં હાજર રહ્યા ? ગૌતમસ્વામી પ્રભુ વિરના આજીવન અંતેવાસી રહ્યા અને પ્રભુ કરતાં દીર્ઘ આયુષ્યવાળા હતાં છતાં પ્રભુનાં નિર્વાણ કલ્યાણક પ્રસંગે પણ ઉપસ્થિત ન રહી શક્યા. ગૌતમની જીવનયાત્રા એટલે મોટી રહયખોજ. જે સદાય વણઉકલ્યા રહેવા જ જાણે સર્જાયેલા હોય તેવા ગંભીર અને ગહન રહસ્યોની દુનિયા એટલે ગુરુ ગૌતમનું જીવનગૃહ. તમારા વિસ્મયને ક્ષણવાર પણ ઓસરવા ન દે તે ગૌતમ પ્રભુનાં જીવન ચરિત્રની લેખિત ગેરન્ટી. ઘણીવાર વિચાર આવે કે-કેવી શરમનો અનુભવ થતો હશે ગૌતમને ! આ ટ્રેનમાં એક યુવાન બીજાં એક અજાણ્યા યુવાન પેસેન્જર સાથે જગ્યાની બાબતમાં ઝગડી પડ્યો. તે અજ્ઞાત યુવાનને આવેશમાં આવીને તેણે અપશબ્દો પણ કહ્યા. અઠવાડિયા પછી આ યુવાનની બેનનું વેવિશાળ થયું. જે અજ્ઞાત યુવાનને તેણે પુષ્કળ અપશબ્દો કહેલા, તે જ તેનો બનેવી બન્યો. જ્યારે જ્યારે બનેવીને મળે ત્યારે પેલો ટ્રેનનો પ્રસંગ તે કેવી રીતે ભૂલી શકે ? અને, તે પ્રસંગ યાદ આવ્યા પછી શરમ અને સંકોચથી તેનું મસ્તક કેવું ઝૂકી જાય ! ઇન્દ્રજાળીઓ અને ધૂતારો કહીને જેમની પુષ્કળ અવહેલના કરી, તે જ પોતાના ગુરુ બન્યા ! પરોક્ષ કરેલી હોવા છતાં આ બધી અવહેલના સર્વજ્ઞ પ્રભુને પ્રત્યક્ષ જ હોય તે જાણ્યા પછી ગૌતમનાં મસ્તકને શરમનો કેટલે બધો ભાર વહન કરવો પડ્યો હશે ! ગૌતમ વિષે જેમ જેમ વિચારું છું તેમ તેમ નવી નવી ઉàક્ષાઓ અને નવી નવી પરિકલ્પનાઓ મનમાં આકાર ધારણ કરે છે. ગૌતમ એટલે ચારે વર્ણની એકતાભૂમિ. ચારે વર્ણનું એકત્વ આપણને ગૌતમસ્વામીમાં નીરખવા મળે. મૂળ બીજ જ બ્રાહ્મણનું. અને પાંડિત્ય, વિદ્વત્તા કે જ્ઞાનના સંદર્ભમાં પણ છલોછલ બ્રહ્મત્વ તેમનામાં વિલસતું વરતાય.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94