Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 18
________________ સૂરીશ્વરજી મ.સા. પાસે કોઇ ભૂલ બદલ તેમના એક ત્યાગી-વૈરાગી શિષ્ય પ્રાયશ્ચિત્ત માંગ્યું. સામાન્યથી પ્રાયશ્ચિત્તદાનમાં તપ-ત્યાગ આપનારા આ ગુરુદેવે આ ત્યાગરુચિ શિષ્યને મીઠાઇ વાપરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું ! સર્વ જીવોને ઉપદેશ તો હંમેશા પ્રભુ પ્રત્યે અત્યંત રાગ જોડવાનો અપાતો હોય છે. ગૌતમ એક એવા પ્રભુભક્ત હતા કે તેમને પોતાના પરનો રાગ તોડવાની ટ્રીટમેન્ટ પ્રભુએ કરવી પડી ! ગૌતમને શે ઓળખવા ! ન કળી શકાય તેવું વ્યક્તિત્વ એટલે ગૌતમ ! ગૌતમ ખરેખર એક મ્યુઝીયમ-પીસ હતા ! વનરકુલ વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલે ગૌતમ ! શાંતિનિકેતન એટલે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલું વિશ્વવિખ્યાત સંસ્કારધામએક વિદ્યાર્થી શાંતિ નિકેતનના ગુરુ દયાલ મલ્લિક પાસે ઓટોગ્રાફ લેવા ગયો. તેમણે ઓટોગ્રાફ આપતા લખ્યું. Know Thyself. પછી તે વિદ્યાર્થી ટાગોરના ઓટોગ્રાફ લેવા ગયો. ટાગોરે લખ્યું. Forget tyself. પ્રભુના પ્રથમ પરિચયમાં આત્મવિષયક સંશય દૂર થતા ગૌતમે પહેલા જાતને જાણી અને પછી તરત જાતને સદંતર વિસારી દીધી. પહેલા સ્વયંનું જ્ઞાન થયું, પછી તરત સ્વયંનું ભાન ભૂલ્યા. પહેલા “હું કોણ છું તેનો પરિચય થયો પછી તરત તેમણે “હું” નું વિસર્જન કર્યું. સમર્પણની વેદિકામાં તેમણે “હું” ને ઓગાળી નાખ્યો. તે દિવસે ગૌતમનું Major Operation થયું અને હું' નામની ગાંઠનો નિકાલ થયો. આપણે “હું” ને તો કેટલી મોટી જાગીર સમજીને બેઠા છીએ. મારું બધું લૂંટાઇ જાય તે મને મંજૂર થઇ શકે પણ મારો “હું તો અકબંધ જ રહેવો જોઇએ. તેને નાની સરખી પણ ઇજા ન થવી જોઇએ. આવા અહ-પ્રેમને વશ થઇને ક્યારેક તો આપણે “હું” ને બચાવવા આપણું સર્વસ્વ લૂંટાવવા તૈયાર થઇ જઇએ છીએ. ઘણીવાર આપણે છેતરામણો વાક્યપ્રયોગ કરીએ છીએ-મેં પ્રભુચરણે કે ગુરુચરણે સર્વસ્વનું સમર્પણ કર્યું. “હું” ને હેમખેમ રાખીને કરેલું સમર્પણ એ સર્વસ્વનું સમર્પણ ક્યાંથી બને ? અને, ખાલી “હું” ને ધરી દો પછી સર્વસ્વમાં બીજું બાકી પણ શું રહ્યું ? “હું' એ જ આપણું ખરેખરું સર્વસ્વ છે. “હું” નું સમર્પણ એ જ ખરેખરું સમર્પણ છે, જે ગૌતમે કર્યું.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94