Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 11
________________ - અહંકારતું ઓપરેશત - ગૌતમસ્વામી-મારું પરમ પ્રીતિપાત્ર. પહેલેથી જ તેમની ઉપર પ્રીત ઘણી. તેમનાં પાવન ચરિત્રથી હું સદા ચમત્કૃત છું. વિસ્મય અને ચમત્કૃતિની આફ્લાદક સૃષ્ટિમાં ગૌતમે મને ખૂબ રમાડ્યો છે. ગૌતમનું ચરિત્ર કોની ઉપર કામણ ન કરે ? ગૌતમ નામ હોઠે આવતા કે કાને પડતા સમગ્ર ચેતનાતંત્રમાં એક અનેરી તાજગી પ્રસરી ચૂકે. યુગોના યુગો વીતે ત્યારે જ કદાચ આવી ગૌતમ જેવી ઘટના ઘટે. કોઇ એવા અતિવિશિષ્ટ ગ્રહયોગો માટે કહેવાય છે કે કેટલાય વર્ષો પસાર થાય ત્યારે આવો ગ્રહયોગ ગગનગોચર બને. કેટલાય કાળખંડો પસાર થાય ત્યારે ગૌતમ જેવી ઘટના દેખા દે. ગઇકાલે રાત્રે ખૂબ ગોઠડીઓ કરી તેમની સાથે. કલાકો સુધી મારા સકલ અસ્તિત્વ ઉપર તેમણે કબજો જમાવી દીધો. મારા સકલ ચેતનાતંત્રને તેમણે બાનમાં લઇ લીધું. ગૌતમ એક મીસ્ટીરીયસ ઇવન્ટ છે. તમે ગમે તેટલા મથો, તેના રહસ્ય ખજાનાનાં તાળાં ખોલી જ ન શકો. તમે તેની ભવ્યતાનો ભેદ ઉકેલી જ ન શકો. એક જ જીવનમાં ક્યાંય શોધ્યા ન જડે તેવા બે અંતિમો ગૌતમનાં જીવનમાં તમને જોવા મળે. મૂર્તિમંત અહંકાર એટલે બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ અને મૂર્તિમંત વિનય એટલે ગણધર ગૌતમ ! અહંકારની ઉત્તુંગ ટોચ પરથી વિનયની ઉત્તુંગ ટોચ ઉપર ગૌતમ ક્યા રોપ-વે દ્વારા પહોંચ્યા હશે ?

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94