Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 15
________________ નિરામય બન્યો. આ તેની એક જવલંત સિદ્ધિ હતી. જરૂર જરાય નહોતી પણ માત્ર દરદીના સંતોષ માટે એક મોટા કન્સલ્ટન્ટ પાસે તે દરદીને લઇ ગયા. દરદી નિરોગી બની ચૂક્યો હતો, દવાની જરૂર ન હતી. પણ કન્સલ્ટીંગ રૂમની વીઝીટે આવેલા પેશન્ટને પ્રીસ્ક્રીપ્સનનું એક કાગળીયું હાથમાં પકડાવવું જોઇએ તે વિધિ જાળવવા ડોક્ટરે તેને ટ્રીટમેન્ટ લખી આપી. હરતા-ફરતા નિરોગી આ દરદી(!)એ તે કોર્સ પૂરો કરે તે પહેલાં તે ટ્રીટમેન્ટના પ્રભાવે જીવન પૂર્ણ કર્યું. આ ઘટનામાં દરદી ભલે મર્યો પણ પેલા જુનીયર ડોક્ટરને ઉત્પાદનો તાવ ચડી ગયો ! તેમના ઉન્માદનો આકાર કાંઇક આવો હતોઃ મારી દવાથી બચ્યો, તેમની દવાથી મર્યો. અમારા બેમાં મોટું કોણ? હાલિકની ઘટના એકઝેટલી આવી જ હતી. પણ ત્યારે ગૌતમસ્વામી નોર્મલ હતા ! મેં ગૌતમસ્વામીને પૂછ્યું: કેવો કલીન અને માર્વેલસ તમારો સ્કોર હતો ! જેને જેને દીક્ષા આપી તે દરેકને કેવલજ્ઞાન ! પ્રભુએ હાલિકનો કેસ તમને સોંપ્યો. કેવલજ્ઞાનની વાત તો દૂર રહી, દીક્ષામાં પણ તે ન રહ્યો. તમારો રેકોર્ડ તેણે બગાડી નાંખ્યો ! એક રન માટે સેમ્યુરી ચૂકી જતા બેટ્સમેનને કેટલો વસવસો થાય ! આ પ્રસંગે તમારા મનમાં કોઇ વિકલ્પ પણ ન આવ્યો ? અને, મારા જેવાને તો સહેજે વિચાર આવે-કેસ અસાધ્ય છે તે સર્વજ્ઞ પ્રભુ જાણતા હતા છતાં પાણી વલોવવા મને કેમ મોકલ્યો? તમને આવું કાંઇ જ ન થયું ? ગૌતમસ્વામીનો જવાબ હતોઃ પાણી વલોવવાની અહીં વાત જ નહોતી, બોધિનું માખણ તો નીકળ્યું જ. ઘી તાવવાની પ્રક્રિયા ભવાન્તરમાં થશે. અને રેકોર્ડ કે સ્કોરની વાત તું કરતો હોય તો ગુરુએ કાર્ય સોંપ્યું અને મેં સહર્ષ કર્યું અને એક વાર પણ મન ન બગાડ્યું તો મારો રેકોર્ડ ક્લીન ! ગૌતમની દુનિયા જ નિરાળી છે. તેનાં ગણિત જૂદાં, તેનાં કાટલાં જૂદા. પ્રભુ સુધી પહોંચવા માટેના માર્ગનું નામ છે શ્રદ્ધા. સંશય પ્રભુથી દૂર હટવાનો ઉન્માર્ગ છે. પણ આ ગૌતમસ્વામી તો સંશયના પંથે પ્રભુ સુધી પહોંચ્યા ! અહંકાર અને અહંકારનાં કારણે પ્રભુ પ્રત્યે ઊભો થયેલો વેષ તો જીવના કેટલા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94