Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 13
________________ લોકો બનાવટી તૈયાર કરાવે તેવો આ યુગ છે. અને, ગૌતમસ્વામીના તો સાચુકલા પ્રમાણપત્રો પણ વખારમાં ધૂળ ખાતા રહ્યા. તેમને તો પ્રભુ વિરના ચરણકિંકર તરીકેનું પ્રમાણપત્ર જ કાયમ બધે ધર્યું. તે સિવાયના પ્રમાણપત્રોનો તેમણે ક્યારેય ઉપયોગ ન કર્યો. જો કે વાતેય વ્યાજબી છે. M.D. કે M.S.નું પ્રમાણપત્ર જેની પાસે હોય તેણે M.B.B.S, ઇન્ટરસાયન્સ, H.S.C. કે s.s.c.ના પ્રમાણપત્ર કોઇને બતાવવાની જરુર પણ શી હોય ! અહંકારના કાળમીંઢ પર્વતને ચૂરીને ગૌતમે તેનું બારિક ચૂર્ણ કરી નાંખ્યું અને પછી તે ચૂર્ણભૂત અહંકારની પણ દયા ન ખાધી. તેમણે એવી તો કેવી ફૂંક મારી હશે કે તે ચૂર્ણની રજ-રજ પણ અસ્તિત્વશૂન્ય બની ગઇ. કબાટમાં હેંગર ઉપર ભારેમાં ભારે વસ્ત્રોની જોડીઓની જોડીઓ લટકતી હોય...તે લટકતી જ રહે અને માલિક તેને એકવાર પણ અડે નહિ. કેવું લાગે ? ૫૦ હજાર કેવલીના ગુરુ...પ્રથમ ગણધર...દ્વાદશાંગીના રચયિતા...અનંત લબ્ધિના સ્વામી...ચાર જ્ઞાનના ધણી...! આવા તો કેટ-કેટલા ભારે વાઘા લટકતા હતા ગૌતમસ્વામીનાં કબાટમાં ! પણ, બિચ્ચારા એ વાઘા ! તેમણે ક્યારેય તેમને ઓઢ્યા જ નહિ ! મારાથી ન રહેવાયું. મેં ગૌતમને પૂછી નાંખ્યું: આવા અને આટલા બધા કિંમતી વસ્ત્રો તમારી પાસે હતા, તમે કેમ ક્યારેય પહેર્યા નહિ ? પ્રભુ ગૌતમે આપેલો જવાબ હજુય મને રોમાંચિત કરી રહ્યો છે. મારી પાસે તે બધા વસ્ત્રો કરતાં અનેકગણું મૂલ્યવાન એક વસ્ત્ર હતું. તેના પર મને બહુ મોહ હતો. હું સતત તે અંગરખું પહેરેલું રાખતો. બીજા વાઘા પહેરવા હોય તો તે કિંમતી વસ્ત્ર ઉતારવું પડે ને ! આ મૂર્ખતા તો મને શે પરવડે ? તે કિંમતી વસ્ત્રનું નામ છે પ્રભુ વિરનું શિષ્યત્વ ! તે જાજરમાન વસ્ત્રમાં મારો જે વટ પડે તે પેલા ચીંથરાઓમાં થોડો પડે ? જે માન, મોભા અને સ્ટેટસ માટે દુનિયા મરે છે તેને ચીંથરું કહીને ગૌતમે મારી હાલત ચીંથરેહાલ કરી નાંખી ! મારી માન અને નામની ભૂખ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94