Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 14
________________ સંતાડવા મેં મારા પેટને માથાથી ઢાંકી દીધું. એ ચીંથરા (?) ઓઢવા નહોતા માટે તો ગૌતમસ્વામી આનંદ શ્રાવકની પૌષધશાળાનાં પગથિયાં સડસડાટ ચડી શક્યા ! માથે ભાર ઊંચકેલો હોય તો એક દાદરો ચડતા પણ હાંફી જવાય અને હળવાફૂલ હોઇએ તો શત્રુંજય પણ સડસડાટ ચડી જવાય. માથેથી અહંકારનો અને સ્ટેટસનો સઘળો ભાર ગૌતમે ઉતારી દીધેલો હતો, માટે ગૌતમ હળવાફૂલ હતા. કેન્સરની ગાંઠનું ઓપરેશન કર્યા પછી કે કેમોની ૬-૭ સાયકલ કર્યા પછી પણ કેન્સરના સૂક્ષ્મ કોષ પણ જો જીવંત રહ્યા તો ફરી કેન્સરને ડેવલપ થતા વાર ન લાગે ! પ્રભુએ કેવું તો ઓપરેશન કર્યું ઇન્દ્રભૂતિના અહંકારનું કે અહકારનો એક સૂક્ષ્મ કોષ પણ જીવંત ન રહ્યો. નહિંતર અહંકારના કેન્સરને ડેવલપ થવાની કેટ-કેટલી સંભાવનાઓમાંથી ગૌતમ પસાર થયા ! ૩૬ હજાર (૫૦ હજાર–૧૪ હજાર)નો આંકડો જ અહંકારના અજગરને આવેશમાં લાવવા કેટલો બધો સમર્થ હતો ! પણ, અજગર તો મરી ચૂક્યો હતો અને તેનાં મડદાનો અંતિમ સંસ્કાર પણ થઇ ચૂક્યો હતો ! ગૌતમસ્વામીને મન તે ૩૬ હજારની લીડ કે ૫૦ હજારની ભીડની વેલ્યુ નીલ હતી ! અહંકાર જો મર્યો ન હોત અને કદાચ કોમામાં પણ હોત તો હાલિકના પ્રસંગમાં કોમામાંથી બહાર નીકળી, બેઠો થઇ, ધડાક કરતો ઉભો થઇ અને છલાંગ લગાવીને તે દોડવા માંડત. જેને પોતે પ્રતિબોધિત કરીને અને પ્રવૃજિત કરીને લાવ્યા તે પ્રભુ વીરને જોતાવેંત ઓધો મૂકીને ભાગ્યો ! ભલે હાલિક ગયો તો ગયો, ૫૦ હજારની શિષ્યસંખ્યા હતી, એકથી વિશેષ ફરક નહોતો પડવાનો. પણ, અહંકારને રમાડવાનો કેવો સરસ આ અવસર હતો ! જો અંદર ઊંડે ઊંડે પણ ક્યાંક ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ જીવતો હોત તો આ અવસરે અહંકારનો એક સીવીયર એટેક આવ્યા વગર ન રહેત ! એક મરવા પડેલો દર્દી એક જનરલ પ્રેકટીશનર પાસે આવ્યો. બચવાની શક્યતા જરાય વરતાતી નહોતી...પણ, આ ડોક્ટરે પૂરી કોશિશ કરી અને દરદી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94