Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭ પ્રસ્તાવના .
જીવાભિગમસૂત્રમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારેલ નથી. પરંતુ જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયનો પ્રવાહ તે કાળ છે - એવું નિરૂપણ છે. ભગવતીસૂત્રમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે પણ જણાવાયું છે.
12
પછીના પ્રકરણ-આદિ ગ્રંથોમાં ઉપરોક્ત બન્ને માન્યતાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઉભયમતનો ઉલ્લેખ કરનારા ગ્રંથોમાં તત્ત્વાર્થસૂત્ર, દ્વાત્રિંશિકા (સિદ્ધસેન દિવાકરસૂરિકૃત), વિશેષાવશ્યક ભાષ્ય, ધર્મસંગ્રહણિ (હરિભદ્રસૂરિકૃત), યોગશાસ્ત્ર, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, લોકપ્રકાશ, નયચક્રસાર અને આગમસાર (દેવચન્દ્રજીકૃત) વગેરે ગ્રંથો મુખ્ય છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનનાર વિદ્વાનોનું કહેવું છે કે - પર્યાય એ જીવ-અજીવની ક્રિયા છે. એમાં કોઈ અન્ય તત્ત્વ પ્રેરક નથી. જીવ-અજીવ આપોઆપ પર્યાયોમાં પરિણામ પામતાં રહે છે. એટલે કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ જીવ-અજીવનો પર્યાયપુંજ છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારાઓની દલીલ એ છે કે જીવ અને પુદ્ગલનો ગતિ અને સ્થિતિ કરવાનો સ્વભાવ છે. છતાં એમાં સહાયક બનતાં નિમિત્તકારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકાર્યા છે તો પર્યાયપરિણમન સ્વભાવવાળા જીવ-અજીવના પર્યાયપરિણમનમાં નિમિત્તકારણ બનતા કાળને પણ સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારવો જોઈએ.
-
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારાઓમાં પણ બે અલગ-અલગ માન્યતાઓ છે. આચાર્ય હરિભદ્રસૂરિજી વગેરે (ધર્મસંગ્રહણિમાં) જણાવે છે કે - અઢી દ્વીપમાં જ્યાં જ્યોતિપ્ચક્ર ગતિમાન છે, ત્યાં જ કાળદ્રવ્ય વર્તમાન છે.
કાળ
બીજો મત જે મોટા ભાગના દિગંબર પરંપરાના જૈન ગ્રંથોમાં જોવા મળે છે તે પ્રમાણે લોકવ્યાપી છે. પરંતુ તે સ્કંધ નહીં પણ અણુસ્વરૂપ છે. લોકાકાશના પ્રદેશ જેટલા જ કાલાણુઓ છે. કાલાણુ ગતિહીન હોય છે. તે જે તે આકાશપ્રદેશ પર સ્થિર રહે છે. એનો સ્કંધ બનતો નથી. આ કાલાણુમાં સતત પર્યાય પ્રગટ થતા રહે છે. આ પર્યાય તે જ સમય. આ સમય-પર્યાયો જીવ-અજીવના પર્યાયોનું નિમિત્તકારણ છે. એક સમય-પર્યાયમાં એક પરમાણુ એક આકાશપ્રદેશથી બીજા આકાશપ્રદેશ ઉપર અત્યંત મંદગતિથી પહોંચે છે.
શ્વેતાંબરાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ.એ પણ કાલાણુનો સ્વીકાર કરી મુખ્ય કાળ એને જ બતાવ્યો છે. સમય-આવલિકા-માસ-વર્ષ વગેરેને વ્યવહા૨ કાળ બતાવાયો છે. આ વાત જણાવતાં યોગશાસ્ત્રવૃત્તિના આંતર શ્લોકો આ પ્રમાણે છે.
लोकाकाशप्रदेशस्था भिन्ना: कालाणवस्तु
1
भावानां परिवर्ताय मुख्यः कालः स उच्यते ।। (यो . शा. १ / १६ वृ. ५२ )
-
ज्योतिःशास्त्रे यस्य मानमुच्यते समयादिकम् ।
स व्यावहारिकः कालः कालवेदिभिरामतः ।। (यो . शा. १ / १६ वृ. ५३)