Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ કારણ છે. જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય છે તે અકામનિજ'રાનું કારણ બનતું નથી અને જે કાઈ અનચિત અનષ્ઠાન હોય છે તેને ફળતઃ બાળ તપ કહે કે અકામ નિર્જરાનું અંગ કહે એમાં કોઈ ફેર નથી. માર્ગાનુસારી મિથ્યાત્વની બુદ્ધિને અબુદ્ધિ તરીકે અપલાપ કરી શકાતું નથી. માટે એને પણ બુદ્ધિપૂર્વક નિર્જરા સંભવે છે. ૫ મિશ્યાવીના ગુણની અનુમોદના કરવામાં પ૨પાખંડીની પ્રશંસારૂ૫ સમ્યકત્વને અતિચાર લાગશે. ઉ- માત્ર ઈતરોને માન્ય છે અગ્નિહોત્ર વગેરે અનુષ્કાને (ગુણો) છે તેને જિન પ્રણીત અનુoડાનને તુલ્ય માનવારૂપ જે મોહ (અજ્ઞાન) તેના કારણે અથવા મિયામાર્ગની અનવસ્થા ચાલે તેના કારણે જ એ અતિચાર લાગે છે, અન્યથા નહિ. જેમ પ્રમાદીઓ પ્રમાદિતાવ છેદક ધર્મથી અપ્રશંસનીય છે, સમ્યક્ત્વાદિ ધર્મથી નહિ, તેમ મિથ્યાત્વીઓ પાખંડતાવ છેદક ધર્મથી અપ્રશંસનીય છે, માર્ગાનુસારી ક્ષમાદિ ગુણોથી નહિ. . [મરીચિના વચનની વિચારણા (પૃ. ૧૯૦ થી પૃ. ૨૦૫)] પૂ. દેશવિરતિના અભિપ્રાયથી “મના” શબ્દ વાપર્યો હોવાથી એ વચન મરીચિની અપેક્ષાએ સૂત્ર હતું. કપિલને પરિવ્રાજક દર્શનમાં ધર્મની બુદ્ધિ થઈ, માટે એની અપેક્ષા એ એ ઉસૂત્ર હતું. તેથી, તેમજ મરીચિને સંસાર અસંખ્ય જ હતા તેથી નક્કી થાય છે કે એ વચન ઉસૂત્રમિક હતું. ઉ, માયાનિશ્રિત અસત્યરૂપ હાઈ એ વચન ઉસૂત્ર જ હતું. સૂત્ર—ઉત્સવની વ્યવસ્થા મૃતભાવ ભાષાની અપેક્ષાએ છે. દ્રવ્યથી સત્યત્વ કે અસત્યત્વ અકિચિકર છે. તથાવિધ સંકલેશથી અસ્પષ્ટ બલવું એ પણ ઉત્સુત્ર છે. પુ.- દુરન્ત દુઃખે કરીને જેને અંત આવે છે, એટલે કે અસંખ્યકાળ; અનંત= અંતવિનાનું એટલે કે અનંતકાળ, તેથી મરીચિના વચનને દુરંત અનંત સંસારનું કારણ માનવું શી રીતે સંગત ઠરે ?' ઉ.- દુરંત-અનંત શબ્દ અસંખ્ય-અનંતને નથી જણાવતાં, કિન્તુ અતિશયિત અનંતને જણાવે છે. માટે કોઈ અસંગતિ નથી. પૂ. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર ચૂર્ણિમાં વિપરીત પ્રરૂપણાના અધિકારમાં મરીચિનું દૃષ્ટાન્ત આપ્યું છે. સાવઘાચાર્ય વગેરેનું દૃષ્ટાન્ત નથી આપ્યું. તેના પરથી, તેમજ જે એને માટી સભા વગેરેમાં બોલવાનું ન હોવાથી તેવા સંકુલેથાદિ લેતા નથી તેવા શ્રાવકોના અધિકારમાં એ દૃષ્ટાન્ત આપ્યું છે તેના પરથી, જણ્ય છે કે અનંત સંસારના હેતુભૂત ઉત્સવથી વિલક્ષણ પ્રકારની, અસંખ્ય સંસારના હેતુભૂત વિપરીત પ્રરૂપણાને (એટલે કે ઉત્સમિશ્રનો) ત્યાં અધિકાર છે. માટે એમાં દષ્ટાન તરીકે કહેવાયેલ મરીચિવચન પણ ઉત્સમિશ્ર છે. ઉ- શ્રાવોને પણ ગુરૂપદેશાધીન રહીને સભામાં ધર્મ કથનને અધિકાર હોય છે. વળી ત્યાં તુરતાનન્તસંસારહેતુ” એવું જે કહ્યું છે તેના પરથી જણાય છે કે અનંત સંસારના હેતુભૂત ઉસૂત્રને જ ત્યાં અધિકાર છે. પૂ. તે પછી અસંખ્ય સંસારી મરીચિનું દૃષ્ટાન્ન અસંગત બની જશે. ઉ. ઉપલક્ષણ વ્યાખ્યાથી એની સંગતિ કરવી યોગ્ય છે. - [જમાલિના સંસાર ભ્રમણાની વિચારણું (પૃ, ૨૦૬ થી ૫, ૨૩૧)]. ૫. “આચાર્ય પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની અન્યથા વ્યાખ્યા કરનાર વ્યક્તિ જમાલિની જેમ અરઘટ્ટાટીયન્ટન્યાયે સંસારમાં ભમશે' આવું સૂયગડાંગનિર્યુક્તિવૃત્તિમાં કહ્યું છે. આ ન્યાય. અનંતસંસારને જણાવે છે. માટે નક્કી થાય છે કે જમાલિના ભાવો ૧૫ નથી, પણ અનંત છે. ઉ. એમાં જમાલિનું જે દષ્ટાન આપ્યું છે તેની પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી સંગતિ જાણવી. નહિતર તો અરધદ્રવટીયન્સન્યાય ચારે ગતિના ભ્રમણ ને સૂચવતો હોવાથી જમાલિનું પણ ચારે ગતિમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 552