________________
બધામૃત પડે. અફીણ એ ગાળીને પીધા પછી અમર થવાની ઈચ્છા રાખીએ તે તે કાંઈ બને? સંસાર સેવ હોય તે સંસારનું વૈતરું કરવું પડે, અને મેક્ષની દઢ ઈચ્છા હોય તે મેક્ષ માટે પુરુષાર્થ કરે પડે. જગતના અને ભગતના કે સંસારના અને મોક્ષના માર્ગ જુદા જઊલટા જ હોય છે તેથી કોઈ કાળે તેમને મેળ ખાતે નથી. જેમ એકને સંસાર વધારે હોય અને બીજાને સંસાર ટુંકે કરવો હોય તો તે બન્નેને ક્યાંથી મેળ ખાય? બન્નેનાં તડ જુદાં હોય છે, તેથી જ આપણને આ સાચા સાધુઓ ગમતા નથી. આપણને મેક્ષ જોઈતો નથી અને તેમને મેક્ષે લઈ જવા છે એટલે તે આપણે વિરોધી જણાય છે. આપણે જેવા જ ખાનદાન કુટુંબના તે ગૃહસ્થ હતા અને પૂર્વના સંસ્કારે વૈરાગ્ય ઊપજતાં તેમણે ઘર છેડી સાધુપણું લીધું, અને સાધુઓમાં પણ તે ખંભાતમાં ગાદીપતિ–આચાર્ય ગણાતા, તે છોડી દઈ ભિખારીની પેઠે પાછા ચાલી નીકળ્યા; છતાં પૂર્વના પ્રારબ્ધને લીધે લક્ષમી તેમની પાછળ ફરે છે, પુણ્યને ભગવટે તેમના નસીબમાં લખેલો તે આગળ ફરી વળે છે. આ વાત તે માત્ર તેમની દશા કંઈક બતાવવા જ કહી. તેમને કંઈ સ્વાર્થ નથી કે મારે ધર્મ ચલાવો છે કે ચેલા કરવા છે, પણ એવી લાલસાએથી તેઓ મુક્ત જ છે. એવું હોત તે ખંભાતમાં તેમના ઘણે વખતના ઓળખીતા શિષ્ય અને સાધુઓ સેવાભક્તિ કરનાર હતા, તેમને તજીને તે ચાલી નીકળતા નહીં. પણ જે જે આપણને સુખરૂપ લાગે છે તે તેમને ઝેર જેવું લાગે છે; કારણ કે ભગવાનની કૃપાદૃષ્ટિને તેમને સાક્ષાત્ અનુભવ થયો છે. તેમને સમાગમ ચેડા કાળ સુધી કરનારને પણ આ વાત તે સમજાય છે.
આવા પુરુષને સમાગમ પૂર્વનાં કોઈ પુણ્ય જાગવાથી આ ભવમાં મને મળી આવ્યું અને તેમની કંઈક ઓળખાણ થવાથી મને પણ મેક્ષ મેળવવાની ઈચ્છા થઈ છે. કેવી રીતે તેમના કહ્યા પ્રમાણે રાતદિવસ રહેવાય તેના વિચાર વારંવાર આવ્યા કરે છે અને સંસારમાંની કઈ પણ ચીજ મોક્ષને બદલે લેવાની ઈચ્છા રહી નથી. તેથી જ તમને બધાને પણું કંઈક એમ લાગ્યા કરે છે કે મેં પણ તડ બદલ્યું છે; સંસારને રસ્તે ભૂલી બીજે રસ્તે હું ધી રહ્યો છું.
ચાર-પાંચ વર્ષથી હું અગાસ જઉં છું. મધ્યસ્થ દષ્ટિથી ત્યાં જે કામ થયાં જાય છે તે જોઉં છું. તેમાં કેઈની સ્વાર્થદષ્ટિ મને જણાઈ નથી, ઊલટું જે આ ભવમાં સમજવા જોગ છે અને કરવા જોગ છે તેની જ વિચારણું અને ઉપદેશ થાય છે તથા તે પ્રમાણે વર્તન થવામાં જે જે જરૂરનું કે ગ્યા હોય તેવું વાતાવરણ ત્યાં ઉત્પન્ન થાય તેવા પ્રયત્ન ત્યાં થઈ રહ્યા છે, એમ મને લાગ્યા કર્યું છે. જે જે પુરુષ આત્મધર્મ પામ્યા છે, તેમણે જે જે કરેલું અને તે ઉપરથી આપણે જે કરવાનું છે તે ત્યાં સહજે થયા જાય છે, એ પણ અનુભવ ઉપરથી મને સમજાતું જાય છે. તે મહાપુરુષની સોબતમાં સદાય રહેવાય તે મેક્ષના માર્ગમાં આગળ વધવાનો સંભવ છે, એ નિર્ણય અંતરાત્મામાં દઢ થતું જાય છે. ઘણી વાર એમ જ થઈ આવે છે કે બધું પડી મૂકીને એ જ રસ્તે આવરદાનાં જેટલાં વર્ષ બાકી હોય તેટલાં તે જ રસ્તે ગાળવાં, પણ તેમ કરી શકાય તેવા સંજોગે નથી એમ મનમાં થઈ આવવાથી વિચાર પાછા પડી જાય છે, અને કેઈને આગળ હૃદયની આ વહાલી ઈરછાની વરાળ સરખી