Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 13
________________ હાઉ-હાઉ કરવાનું શીખવવા માંડશું. બચ્ચાંઓ પૂર્વજન્મમાં ધોળિયા કૂતરાની યોનિમાંથી જ અહીં ટપક્યા હશે કે શું, ખબર નહિ. કેટલાક બચ્ચાંઓને ભસવામાં સારી ફાવટ આવી ગઈ. કેટલાકની હાલત સાવ કફોડી થઈ. ન પોતાનો અવાજ સરખો આવડે, ન ભસવાનો. પોતાના બચ્ચાને અસ્ખલિત ભસતું જોઈને તે પ્રાણીઓ ખૂબ લાવા માંડયાં ! અમારા બચ્ચાં કેટલા હોંશિયાર ! કેટલા બુદ્ધિશાળી ! કેટલા ચબરાક ! પરંતુ બચ્ચાં શું ભસે છે તે તેમને કાંઈ ખબર ન પડે અને તે જે કાંઈ ચીં-ચીં, કા-કા, કે મિયા-મિયા કરે તેમાં બચ્ચાંને બહુ સમજણ ન પડે. તેને કારણે તે પ્રાણીઓની બે પેઢી વચ્ચેનો સેતુ તૂટયો. માત્ર અવાજનો ભેદ ન રહ્યો, વિચારભેદ પણ ઘણો ઊભો થયો. ચકલી ચણ ચણવાની તેની પરંપરાગત આહારશૈલીનો આગ્રહ રાખે અને તેનાં બચ્ચાંનો આગ્રહ શરૂ થયો: આપણે દાણાં નહિ ચણવાના, બ્રેડ અને બિસ્કિટ ચણવાના. ચકલીને પોતાના પરંપરાગત રહેઠાણ ‘માળા’ ની મમતા ન છૂટે. ભસવા શીખેલી નવી પેઢીનો આગ્રહ થયો કે – તેવા ઘાસના માળામાં શું ગોંધાઈ રહેવાનું ? કોઈ સિમેન્ટકોન્ક્રીટના મકાનની ઓસરી કેવી સરસ લાગે ! અને બધાએ સાથે રહેવાનો આગ્રહ પણ શું કામ રાખવાનો ? જેને જ્યાં જે ઓસરીમાં જગ્યા મળે ત્યાં પડયા રહેવાનું ! તે તે પ્રાણીની પરંપરાગત જીવન-વ્યવસ્થામાં આવા તો ઘણાં ભંગાણ પડયાં. પછી તો મહોલ્લામાં એકવાર કાંઈક મોટું દંગલ થયું અને બધાએ ભેગા થઈને પેલા ધોળિયા કૂતરાને ભગાડી પણ મૂક્યો. તે ગયો પણ તેનો પ્રભાવ ન ગયો. તે ગયો પણ તેની રહેણી-કરણી જે બધાએ અપનાવેલી, તે કોઈથી ન છૂટી. તે ગયો પણ બધાનો ‘ભસવા’નો ઉત્સાહ તો દિવસે દિવસે વધવા જ લાગ્યો. પણ, ભસવાનું જેને ફાવ્યું તેને ફાવ્યું. તે બધા મોટેભાગે પોતાનો પરંપરાગત અવાજ સાવ ભૂલી ગયા અને જેમને બહુ ફાવટ ન આવી, તેમના તો બાવાના બેય બગડ્યા. રહેતું. ૪ આ રૂપકકથા સ્વયં એટલી વાચાળ છે કે, તેના વતી કાંઈ કહેવાનું બાકી નથી ભવ્ય ભાષા : માતૃભાષાPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122