________________
અંગ્રેજી છાપું બહાર કાઢીને વાંચતા જોવા મળે છે. તેમાંથી કેટલાકને અંગ્રેજી આવડે છે માટે અંગ્રેજી છાપું વાંચે છે. કેટલાકને નથી આવડતું માટે ! પાંચ રૂપિયાના ટાઈમ્સથી ‘મોભો’ સચવાઈ જાય છે.
આજુબાજુમાં ચાર વ્યક્તિ અંગ્રેજી અખબાર વાંચતા હોય ત્યારે તેમની વચ્ચે બેસીને ગુજરાત સમાચાર કે મુંબઈ-સમાચાર વાંચનાર શરમની લાગણી અનુભવતો હોય છે. માતૃભાષા ગૌરવનો વિષય મટી શરમનો વિષય બનવા લાગ્યો છે, તે કેટલું શરમજનક! વાત તો . હજુ એથી પણ આગળ વધી રહી છે. કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષણ લઈને અંગ્રેજીમાં જ બધો વ્યવહાર કરનારા કેટલાય યુવાનો તો પોતાની ‘માતૃભાષા’ નહિ જાણવાનો જાણે ગર્વ અનુભવતા હોય તે રીતે વર્તતા હોય છે. જ્ઞાન પણ ગર્વનો વિષય ન બને તે માટે સંતો ઉપદેશ આપતા હોય છે. અજ્ઞાન પણ ગર્વનો વિષય બને ત્યાં ઈલાજ શું કરવો ? અને, આવી ગર્વની લાગણીમાં માતૃભાષામાં બોલનાર-વાત કરનાર પ્રત્યેનો છૂપો તિરસ્કાર પણ કદાચ ભળેલો હોઈ શકે !
અત્યારે સમગ્ર વિશ્વમાં સાડા ચાર કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલે છે. આ સંખ્યા કદાચ વધે નહિ તો પણ જળવાઈ રહેશે ખરી ?
ભાષકોની સંખ્યાની ગણતરીએ ગુજરાતી ભાષાનો વિશ્વમાં ૨૬મો ક્રમાંક છે. ગુજરાતી ભાષા આ ક્રમાંક ટકાવી રાખશે ખરી ?
ભારતના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સ્વામી દયાનંદ સરસ્વતીની માતૃભાષા પણ ગુજરાતી હતી. ઈશરત મનજી અને અઝીમ પ્રેમજી જેવા વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિની માતૃભાષા ગુજરાતી હતી. આવતી પેઢીના બાળકો અંગ્રેજી ભાષાના હિસ્ટ્રીના પુસ્તકમાં જ શું ગુજરાતીની આ બધી ગૌરવગાથાઓ ભણશે ?
ભવ્ય
‘ભવ્ય ભાષા : માતૃભાષા
de\ \j
૯૩