Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 117
________________ હું માત્ર એક જ કાર્ય કરી શકું..... પોસ પોસ આંસું પાડી શકું..... તે ઘટ્ટ આંસુનાં બુંદનો તારા જખમી બનેલા અંગને લેપ કરી શકું...... તે લેપ તને શાતા તો ન આપે. મરતા મરતા તારી બળતરા થોડી વધારે કે, મારી આ દયનીય દુર્દશા જોઈને મારા કાળજાના કટકા જેવો એક બાલુડો બિચ્ચારો કેટલો દુ:ખી થઈ રહ્યો છે ! તારા લાખો સંતાનો ખૂની બનીને તારા પર ત્રાટક્યા છે ત્યારે તારા દુ:ખથી દુ:ખી થતા તારા આ સંતાનના દુ:ખથી તને થતું દુ:ખ જરૂર તારા પેલા જીવલેણ જખમના દુ:ખને થોડુંક હળવું કરશે. |૧૦૮ મા...... ! હું મરું તે પહેલાં તને નહિ મરવા દેવાના શપથ લીધા છે. તેથી તારા મૃત્યુના મરસિયા ગાવા હું હાજર નહિ હો...... તેથી આજે જ ગાઈ લઉં ! પાણીને વૉટર ભરખી ગયું..... હાય માવડી ! હાય. હૂંડીને ચેક ભરખી ગયો..... હાય માવડી ! હાય. દિવાળીને ક્રિસમસ ગળી ગયું..... હાય માવડી ! હાય. કારતકને જાન્યુઆરીએ જલાવી દીધો..... હાય માવડી ! હાય. બાપાને ડેડસાહેબે દાટી દીધો..... હાય માવડી ! હાય. તિથિને તારીખે ટક્કર મારી..... હાય માવડી ! હાય. સહુનું ખાણું ગયું, સહુનું વાળુ ગયું; ડીનરની ડીશમાં એ બધું ચવાઈ ગયું.... હાય માવડી ! હાય. ‘આવો’ ગયું, ‘પધારો’ ગયું, ‘જયશ્રી કૃષ્ણ’ અને ‘જય જિનેન્દ્ર’ ગયું; હાય ને હલ્લોના હાહાકારમાં, સ્નેહભીના શબ્દોનું સંગીત ગયું. ભવ્ય ભાષા ઃ માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122