Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 115
________________ સત્ત્વ અને ખમીરનું આ જીવંત કાવ્ય-બસ, કબ્રસ્તાનનો મકબરો બની જશે ? ઉપાધ્યાય યશોવિજય અને વિનયવિજયજીની સમૃદ્ધ સાહિત્યસૃષ્ટિ શું જ્ઞાનભંડારનો ભાર બની જશે ? આનંદઘનજી અને દેવચંદ્રજીનો આધ્યાત્મિક શ્રુત-ખજાનો-બસ, હવે અગ્રાહ્ય અને અગમ્ય બની જશે ? ઋષભદાસના રાસડાઓ હવે કાનને પજવતો કોલાહલ બની જશે? રાસ કે ફાગુકાવ્યો પસ્તીભંડારનો માલ બની જશે ? મીરાંબાઈ અને નરસિંહ મેહતાના માર્મિક પદોની સ્થિતિ હવે મર્મ પર ઘા ઝીકનારી બની જશે? પૂજાની એ રસાળ ઢાળો કાળના ઢાળ પરથી - બસ, હવે ગબડી પડશે ? ભક્તિસભર સ્તવનો અને વૈરાગ્યપ્રેરક સક્ઝાયોનો ખજાનો હવે - બસ, પ્રાચીન અવશેષ બની જશે? નાનાલાલ અને દલપતરામનો કાવ્યકલાપ-બસ, હવે કરમાઈ જશે? કલાપીનો કેકારવ હવે વિરામ પામી જશે ? પાવૈયાને પણ પાનો ચડાવે તેવું મેઘાણીનું શૌર્યસાહિત્ય-બસ, હવે શહાદત પામી જશે? ગોવર્ધનદાસ ત્રિપાઠી મૃત્યુ પામ્યા ત્યારે સહુ કહેતા હતા : સરસ્વતીચંદ્ર જીવંત છે ત્યાં સુધી ગોવર્ધનરામ ત્રિપાઠી જીવતા છે. હવે તેમને મૃત જાહેર કરવા પડશે? ક. મા. મુનશીની ઐતિહાસિક નવલકથાઓ સ્વયં ઈતિહાસનું એક ખંડેર બની જશે? સ્નેહરશ્મિ અને સુન્દરમ્ ઉશનસ્ અને કાન્ત કલાપી અને દ્વિરેફ તે બધાય તખલ્લુસો હવે સર્વથા - બસ, ખરી પડશે ? મા! મા! મા! નથી જોવાતી આ તારી દુર્દશા ! ૧૦૬ 'ભવ્ય ભાષા મધ્ય ભાષા માતૃભાષણ

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122