Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 113
________________ ૧૦ મા ગુર્જરી ! કાલની કલ્પના આજનું આક્રંદ તારી મરણશય્યા કને બેસી પોસ-પોસ આંસુ સારું છું. વસ્તુમાત્રની વિનશ્વરતા જેને વિદિત હોય તેને વહાલાના વિનાશની વેળામાં વલોપાત બહુ ન હોય... પણ, કાલકૃત સહજ મૃત્યુને સમતાથી સ્વીકારવું કદાચ સરળ હશે... પરંતુ, સગા સંતાન દ્વારા પેટમાં ખંજર ભોંકાયું હોય અને કણસતી માતા છેલ્લાં ડચકાં લેતી હોય ત્યારે તેના મા-ઘેલા બીજા સંતાનને વસમું તો લાગે ! |૧૦૪ અંગ્રેજી માધ્યમની કટારી તારા પેટમાં ખોસીને તારા આ નિવૃણ સંતાનો માથે મોડર્ન અને એડવાન્સ્ડના ખિતાબ પહેરીને ફરે છે ! મધરનું મર્ડર કરનારા દીકરા પાકે તે યુગને કલિયુગ કહેવાતો હશે. પરંતુ, મધરનો મર્ડરર મોડર્ન ગણાય એ યુગને માટેનો કોઇ શબ્દ તેં મને ક્યારેય શીખવ્યો નથી. તારા હૈયાં જેવા શબ્દકોષમાં પણ તેં ક્યારેય તેવા શબ્દને સ્થાન આપ્યું નહિ. મારી વહાલી મમ્મી ! ધર્મપ્રસાદનાં પગથિયાં હું તારી આંગળી પકડીને ચડ્યો છું. સંસ્કારશાળાના ચોકમાં તેં મને કેડે તેડીને ફેરવ્યો છે ! ભવ્ય ભાષા ઃ માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122