Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar
Catalog link: https://jainqq.org/explore/006089/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માતૃભાષા 내 ક ၁ છ ઊઠ ગુજરાતી ! બોલ ગુજરાતી, ઘ પંન્યાસ મક્તિવલ્લભ વિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય ભો M 27 પંન્યાસ મુક્તિવલ્લભ વિજય • પ્રકાશક : પ્રજ્ઞા પ્રબોધ પરિવાર. શ્રી સમકિત યુવક મંડળ. રવિકુંજ, ગ્રાઉન્ડ ફ્લોર, દોલતનગર રોડ નં.-૭, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ - ૬૬. ફોન :- ૩૨૫૨૨૫૦૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાનો શશીભાઈ શ્રી સમકિત યુવક મંડળ રવિકુંજ, ગ્રાઉન્ડ ફ્લોર, દોલતનગર રોડ નં. -૭, બોરીવલી-(ઈસ્ટ) મુંબઈ - ૬૬. ફોન : ૩૨૫૨૨૫૦૯ અરિહંત કટલરી સ્ટોર, આંબા ચોકની પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧, મો. - ૯૮૨૫૧૦૫૫૨૮. કેતનભાઈ ડી. સંગોઈ ૧/૧૨,વૈભવ એપાર્ટમેન્ટ, શ્રેયસ સિનેમા લેન, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ.માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ફોન : ૯૨૨૪૬ ૪૦૦૭૦ મિલનભાઈ આનંદ ટ્રેડલિંક પ્રા.લિ., ૪૦૧, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરબ આશ્રમ સામે, પાલડી, અમદાવાદ-૬. મો.:-૯૩૭૫૦ ૩૫૦૦૦ નવભારત સાહિત્ય મંદિર, ૧૪૩, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૦૨ ફોન :- ૨૨૦૧૭૨૧૩. ફતાસાની પોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ. ફોન :- ૨૨૧૩૯૨૫૩. સુનિલભાઈ અનંતરાય વોરા. ૮/૧૫૨૮, ગોપીપુરા મેઈન રોડ, પોલીસ ચોકી સામે, સુભાષ ચોક, સુરત. ફોન :- ૨૪૧૭૭૦૬. પ્રકાશન વર્ષ - શ્રાવણ, ૨૦૬૭. મૂલ્ય - ૪૫/મુદ્રક એકતા ક્રીએશન (હીતેષભાઈ સફરી). એ-૨૦/૧૭ પાટણ જૈન મંડળ, રતન નગર, દહિંસર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૬૮. ફોન - 9930404725, 9920795799. Page #4 -------------------------------------------------------------------------- ________________ મા પાસે મોસાળનાં વર્ણન અંગ્રેજી ભાષામાં એક વરસાદી poem બહુ પ્રચલિત છે : "Rain ! Rain ! Go away. Little Johny Wants to play" વરસાદ એટલે કુદરતની કરુણા. વરસાદ એટલે જગતના તાતનું આશાકિરણ. વરસાદ એટલે સમગ્ર જીવસૃષ્ટિનું જીવનજલ. આવા ઉમદા તત્ત્વ માટે પણ આ stanza માં જાકારો અને અનાદરભાવ છતો થાય છે. નાનકડા જોનીની રમત, એ કુદરતની વરસતી કરુણા કરતાં પણ મહત્ત્વની છે એવી સ્વાર્થવૃત્તિ પણ છતી થાય છે. હવે ગુજરાતીનું આ જ સંદર્ભનું એક પદ જોઈએ ? આવ રે વરસાદ ! ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક !”. મોનસૂનના આ વેલકમ સોન્ગમાં મહેમાનના ભાવપૂર્ણ આવકાર, આદર અને આતિથ્ય ભાવનાના દર્શન થાય છે. ભાષા એ કેવળ શબ્દોનું ઉચ્ચારણ નથી, પરંતુ ભાષકની સંસ્કૃતિનું વ્યક્તીકરણ છે. ભાષાના બદલાવને એટલી સખ્તાઈથી જોવાની જરૂર છે કે જાણે થઈ રહેલું ભાષાંતર એટલે મોટા પાયે થઈ રહેલું ધર્માતરણ ! પૂ. પંન્યાસ શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા.મારા વડીલ ગુરુબંધુ છે. સાહિત્યરસ જેમની નસોમાં વહે છે તેવા સમર્થ ચિંતક અને લેખક છે. આગવું ચિંતન, મૌલિક સર્જન, રસાળ પ્રસ્તુતિ અને સર્વાગીણ કવરેજ એ લગભગ એમના દરેક લખાણની વિશેષતા રહે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અહીં તેમણે ગુજરાતી ભાષાની થઈ રહેલી અવગણના બદલ અનુભવાતી વેદનાને વાચા આપી છે. ‘મા ગુર્જરી’ નામે તેમની રચેલી કવિતા અહીં આંખો ભીંજવી દે છે. વિશેષતા એ છે લેખકની આ વેદનાના મૂળમાં કેવળ ભાષાપ્રેમ નહીં પણ ભાવનાપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, ધર્મ અને અધ્યાત્મનો પ્રેમ છતો થાય છે. અહીં કોઈ ભાષા પ્રત્યે પૂર્વગ્રહ નથી છતાં તેના ચોક્કસ પ્રકારના અસામર્થ્ય પ્રત્યે બેધડક અંગુલિનિર્દેશ છે. વૈજ્ઞાનિક સંશોધનો, મનોવૈજ્ઞાનિક તારણો, વિદ્વાનોના અવતરણોની સાથે પ્રગટતો એક તર્કપૂર્ણ, અભ્યાસપૂર્ણ મહાનિબંધ એટલે “ભવ્ય ભાષા : માતૃભાષા.” વાંચતા જણાશે કે.. ક્યાંક ભાષામાં ઝીલાતા સંસ્કારોનું પ્રતિબિંબ છે.. ક્યાંક ભાષા બદલાવાથી થનારી હાલાકીનું દર્શન છે. ક્યાંક માતૃભાષા પર વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, સાહિત્યિક અને બંધારણીય અગ્રતાની મહોરછાપ છતી થાય છે. ક્યાંક માતૃભાષા દ્વારા થઇ શકતા બૌદ્ધિક અને સર્વાંગીણ વિકાસની રોચક રજૂઆત છે અને above all, શબ્દ શબ્દ ભાષારક્ષા દ્વારા સંસ્કૃતિ અને ધર્મની સુરક્ષા અંગેની એક જાગ્રત સંતની આંતરવ્યથા અને ઊંડી ચિંતા વ્યક્ત થાય છે. પ્રસ્તુત લખાણ પ્રક્રિયાની કરુણતા એ છે કે ગુજરાતીઓ સમક્ષ ગુજરાતી ભાષાની મહત્તા દર્શાવાય છે. મા સામે મોસાળનું વર્ણન કરવા જેવું લાગશે. પણ જે દીકરી તરીકે જન્મીને રેસડિશ્યલ સ્કૂલમાં ભણી હોય, અને પછી હોસ્ટેલ લાઈફ પૂરી કરીને સીધી જ સાસરે ચાલી ગઈ હોય તેવી માતાને મોસાળનો ખરો પરિચય કરાવવો પડે. આમ આ એક સમયોચિત પગલું છે. માતૃભાષા પ્રત્યેના અભિપ્રાય અને અભિગમમાં જરૂરી ફેરફારો લાવવા દ્વારા આ લખાણની વાચાને પ્રતિવાચા આપીએ. ઘણા વિચારકો, પ્રબુદ્ધો, સક્રિય ચિંતિતોને યોગ્ય ઉપચાર માટેના અનેક ઉપાયો અહીંથી મળશે. પ્રસ્તુત પ્રકાશનને જોઈને બિછાને પડેલી મા ગુર્જરીની ભીની આંખોમાં આશાની ચમક જોવા મળશે. લેખશ્રીના અન્ય પ્રકાશન માલ્ક પ્રસ્તુત પ્રકાશનને પણ ઊંચો પ્રતિસાદ તો મળશે જ પણ મા ગુર્જરીનો ભાવ પ્રસાદ મળશે એ વધારાનો ! વિ.સં. ૨૦૬૭ પં.ઉદયવલ્લભ વિજય અષાઢ વદ ૧૦ ઘાટકોપર (નવરોજી લેન) Page #6 -------------------------------------------------------------------------- ________________ ઊઠગરાતી! બોલ ગુજરાતી. - એક કાલ્પનિક પ્રસંગ : ગુજરાતના કોઈ શહેરનો એક વિશાળ સભાખંડ ગુજરાતી શ્રોતાઓથી ખીચોખીચ ભરાયેલો હતો. આજની સભાનું બધાને ખૂબ આર્કષણ હતું, કારણકે આજે મંચ ઉપર મોટું વાગ્યુદ્ધ થવાનું હતું. આજની સભા વાદસભા હતી. બે પક્ષો વચ્ચે આજે સામસામે જોરદાર દલીલબાજી થવાની હતી. સમગ્ર સભાએ આજે નિર્ણાયક અને ન્યાયધીશની ભૂમિકા ભજવવાની હતી. આ આ વાદ બે સન્નારીઓ વચ્ચે થવાનો હતો. વાદનો વિષય હતો : “અમારા બેમાંથી કોણ મહાન ?” બન્નેનો દાવો હતો : હું મહાન. આ બે સન્નારી એટલે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા. | પહેલો વોરો અંગ્રેજી ભાષાનો હતો. તેણે પોતાના તરફેણની જોરદાર દલીલો શરૂ e હું મહાન ભાષા છું. કારણકે, હું વિશ્વભાષા છું. બધો આંતરરાષ્ટ્રીય વ્યવહાર મારા માધ્યમથી થાય છે. વિશ્વમાં કરોડો લોકો મને જાણે છે અને વાતચીતમાં મારો જ ઉપયોગ કરે છે. કપ્યુટર અને ઈન્ટરનેટ વગર આજે દુનિયા અપંગ બની જાય. તે C ઉપકરણોની હું લાડકી છું. આજે વિશ્વ વિજ્ઞાન અને વિકાસની ઘણી ક્ષિતિજો સર કરી છે. - તે બધું સમજવા સહુએ મારા શરણે આવવું જ પડે... અંગ્રેજી ભાષાના પ્રભાવશાળી વક્તવ્ય અને ધારદાર દલીલોનો અત્યંત પ્રભાવ જ સમગ્ર સભા ઉપર છવાયેલો જણાતો હતો. હવે વારો આવ્યો, ગુજરાતી ભાષાનો. તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો. મારી તરફેણની મારી પાસે પણ અઢળક દલીલો છે. પરંતુ, મારી માત્ર એક જ દલીલ અહીંની આ વાદસભામાં મને જીતાડવા સમર્થ છે. હું મહાન ભાષા છું. હું સુંદર ભાષા છું. હું શ્રેષ્ઠ ભાષા છું. હું ભવ્ય ભાષા છે. કારણકે, આ સભામાં બેઠેલા તમામની હું માતૃભાષા છું ન્યાયાધીશના સ્થાને બેઠેલી સમગ્ર સભાએ તાલીઓના ગડગડાટ સાથે, માત્ર આંગળીઓ ઊંચી કરીને નહિ, સ્વયં ઊભા થઈ જઈને.... માતૃભાષાને મહાન ભાષા અને ભવ્ય ભાષા તરીકે ઘોષિત કરી. Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ બાળકને પોતાની સગી માતા પ્રત્યે જેટલો સ્નેહ અને લાગણી હોય તેટલો સાવકી માતા પ્રત્યે ન આવે, તેવું બની શકે. પરંતુ, સાવકી માતા પ્રત્યે બાળકને એટલું બધું વહાલ ઉભરાઈ જાય કે પોતાની સગી મા અળખામણી બની જાય તેવું તો કેવી રીતે બની શકે ? માતૃભાષા ગુજરાતીની ઉપેક્ષા અને વિદેશી ભાષા અંગ્રેજી પ્રત્યેનું ગુજરાતી પ્રજાનું અત્યંત આકર્ષણ એટલે સગી માની અવગણના અને સાવકી મા પ્રત્યે લગાવ. અને, અંગ્રેજી ભાષાને સાવકી મા પણ કેવી રીતે કહી શકાય ? તે તો પરાયી મા છે, કોકની મા છે. જેની સાથે કોઈ સંબંધ ન થતો હોય તેવા અથવા મુસાફરી આદિમાં મળેલા સાવ અજાણ્યા બેન માટે ‘માસી’ કે ‘આન્ટી’ શબ્દનો પ્રયોગ થાય છે, તેવા ‘માસી’ કે ‘આન્ટી’ તેને કદાચ કહી શકાય. અંગ્રેજી ભાષા પ્રત્યે લેશમાત્ર અનાદરનો ભાવ નથી. પરંતુ, માતૃભાષા ગુજરાતી પ્રત્યે ભારોભાર આદર છે. તે આદરભાવને જ આ પુસ્તકમાં વાચા આપી છે. આખા પુસ્તકનો સાર અને સૂર એક જ છે : ભવ્ય ભાષા : માતૃ ભાષા હૃદયમાં માતૃભાષા પ્રત્યેના આદરને જગાડનાર અને વહેતો રાખનાર માતાથી માંડીને મિત્રો સુધીના તમામ પરિબળોને કૃતજ્ઞભાવે યાદ કરું છું. વર્ધમાન તપોનિધિ પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., - ગચ્છાધિપતિ આ.ભ.શ્રી જ્યઘોષસૂરીશ્વરજી મ.સા., સહજાનંદી પૂ.આ.ભ. શ્રી, ધર્મજિસૂરીશ્વર મ.સા., સૂરિમંત્ર સાધક પૂ.આ.ભ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા., ભવોદધિતારક ગુરુદેવ પૂ.આ.ભ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. આદિ પૂજ્યગુરુવર્યોને કૃતજ્ઞભાવે વંદના કરું છું. સદાના પ્રેરણા અને પ્રોત્સાહનના સમર્થ સ્રોત સમા આત્મીય ગુરુબંધુ પંન્યાસ શ્રી ઉદયવલ્લભવિજય મ.સા. તથા પંન્યાસ શ્રી હૃદયવલ્લભવિજય મ.સા. આ પુસ્તકમાં અનેક રીતે ખૂબ સહાયક બન્યા છે. પંન્યાસ શ્રી ઉદયવલ્લભજીવિજયજીએ ભલભલા શિક્ષણ-શારત્રીઓને પણ વિચારતા કરી મૂકે તેવું ‘શિક્ષણની સોનોગ્રાફી” નામનું શાનદાર અને જાનદાર પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે શિક્ષણના માધ્યમની પણ તર્કસમૃદ્ધ વિશદ અને વિસ્તૃત ચર્ચા કરી છે. પ્રસ્તુત પુસ્તકને અલંકૃત કરનારી તેમની સુંદર પ્રસ્તાવના આ પુસ્તકનું ગૌરવચિહ્ન છે. પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય કે કોઈ ભાષાનો અજાણતા પણ અપલાપ થયો હોય તો હાર્દિક ક્ષમા યાચું છું. વિ.સં. ૨૦૬૭ પં.મુકિતવલ્લભ વિજય અષાઢ વદ્દ ૧૦ ઘાટકોપર (નવરોજી લેન) Page #8 -------------------------------------------------------------------------- ________________ त्वदीयं तुभ्यं समर्पयामि પ્રેરણાના પીયૂષ પાઈને અને પ્રવજ્યાની પિપાસા પ્રગટાવીને જેઓશ્રીએ મને પ્રભુના પાવન પંથનો પથિક બનાવ્યો... ભવોદધિનારક પરમોપકારી પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજા સંયમ-જીવનના પાંચ દાયકા પરિપૂર્ણ કરી રહ્યા છે. સંયમ - સુવર્ણજયંતિ વર્ષે ગુરુદેવની કૃપાની જ નીપજ ગુરુદેવના ચરણે.. સંયમ સુવર્ણ જયંતિ વિ.સં.૨૦૧૮-૨૦૬૭. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણા સૂણી ૧. મહોલ્લાના મહેમાન. ૨. ઊંટ અંદર, આરબ બહાર. ... ૩. ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ. ૪. પારકી ભાષા સદા નિરાશા. ૫. સંસ્કૃતિનું સરનામું. ૬. પગ ઉપર પ્રહાર. ૭. માધ્યમ અને મગજનું સગપણ. ૮. ગરવી ગિરા ગુજરાતની. ૯. ગાયુગમતી ભવ | ૧૦. કાલની કલ્પના, આજનું આજંદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ મહોલ્લાના મહેમાન એક મોટકડું ગામ. ગામમાં એક વિશાળ મહોલ્લો. મહોલ્લામાં ઘણાં ઘર. દરેક ઘરના આંગણામાં એક ગમાણ. ગમાણમાં ગાય-ભેંસ-બળદ બાંધેલા રહે. મહોલ્લામાં વૃક્ષો પણ ઘણા વૃક્ષો પર પક્ષીઓનો કલરવ ખૂબ ચાલે. આ વૃક્ષો કોયલ, કાબર, ચકલી, પોપટ વગેરે પક્ષીઓની ધર્મશાળા બની ગયેલા. મકાનનાં છાપરાંઓ ઉપર કાગડાઓનું નિવાસસ્થાન. મહોલ્લાની વચ્ચે એક મોટું મંદિર. મંદિરના શિખરે મોરનાં બેસણાં. મહોલ્લામાં ધોબી પણ રહે. ધોબીના ગધેડાના હોંચીં-હોંચીમાં ઘણી વાર ચકલીઓનું ચીંચીં દબાઈ જાય. મહોલ્લામાં એક દરબાર પણ વસે. તેમની થનગનતી ઘોડી એટલે મહોલ્લાનું ઘરેણું. | મહોલ્લામાં એક દિવસ બીજા કોઈ મહોલ્લાનો ધોળિયો કૂતરો ઘુસી ગયો. આમ તો આ મહોલ્લાના કૂતરા તેને પેસવા જ ન દે! પણ, ખબર નહિ, આ ધોળિયા કૂતરાએ શું જાદુ કર્યો, તે મહોલ્લામાં ઘુસી પણ ગયો અને વસી પણ ગયો. તેણે મહોલ્લાના બીજા કૂતરાઓને બરાબર પટાવી દીધા. તે બધા તેના ચમચા બની ગયા. પછી તો મહોલ્લાના બધા પ્રાણીઓ માટે તે આદર્શ બની ગયો. તેના નાદે ચડવું તે પ્રગતિનું એક લક્ષણ બની ગયું. તેની જેમ જે ચાલે તેનો વટ પડે! તેની જેમ જે દોડે તેનો વટ પડે! તેની જેમ જે ચપચપ ખાય તેનો વટ પડે! તેની જેમ જે ભર બપોરે રસ્તા વચ્ચે Pભવ્ય ભાષા માતૃભાષા Page #11 -------------------------------------------------------------------------- ________________ લાંબા થઈને સૂઈ જાય તેનો વટ પડે ! તેની જેમ ટાંગ ઊંચી કરીને થાંભલા પર પેશાબ કરે તેનો ય વટ પડે ! માનમર્યાદા છોડીને હવે તેની જેમ બિલાડો-બિલાડી, પોપટ-મેના, મોર-ઢેલ રસ્તા વચ્ચે ગમે ત્યાં ગમે તે રીતે વર્તવા લાગ્યા. તેની જેમ કોઈને અચાનક બટકું ભરે તેનો પણ વટ પડે! પછી તો તેના નાદે અને વાદે ચડીને પોતાના ભાઈ-ભાંડુના મોંઢામાંથી ખોરાક આંચકી લેવો તે પણ પ્રગતિનું લક્ષણ બની ગયું. સહુથી મોટો ફેરફાર કાગડામાં દેખાયો. પહેલા એવું બનતું કે કોઈ કાગડો કોઈના ઘરમાંથી એક પુરી લઈને આવે તો પણ કા-કાકા કરીને આખી કાગડાની નાત ભેગી કરીને તે પુરીનું નાતજમણ કરતો. હવે આ ધોળિયા કૂતરાના અનુકરણથી પરિસ્થિતિનું શિર્ષાસન થયું. હવે કોઈ કાગડાને પુરી મળે એટલે બધા કાગડા કા-કા-કા કરતા તેના પર તૂટી પડે છે અને તે કાગડાના મોંઢામાંથી પુરી આંચકી લે છે ! મહોલ્લાના તમામ પશુ-પક્ષીઓ તેના નાદે ચડવા લાગ્યા. જે જલદી કૂતરાની રીતભાતનો સ્વીકાર ન કરી શક્યા તે પછાત ગણાવા લાગ્યા. સહુ પોતાની જાત ભૂલ્યા, સહુ પોતાની રીતભાત ભૂલ્યા, સહુ પોતાની ખાણી-પીણી ભૂલ્યા, સહુ પોતાની રહેણીકરણી ભૂલ્યા. આ ધોળિયા કૂતરાની દાદાગીરી ધીમે-ધીમે વધવા લાગી, પણ તેની દાદાગીરી આવૃત્ત હતી. તેની દાદાગીરી પણ સહુને સુંવાળી લાગવા માંડી. તેણે એકવાર તેના પટાવેલા સ્થાનિક કૂતરાઓને કહી દીધું. બધાને કહી દો - આ શું ભ ભઠ્ઠુ બોલો છો ? મારી જેમ ટીપટોપ ભસતા શીખી જાઓ. તમારા બધાના બકવાસ બંધ કરો અને મારી જેમ ભસીને ધડબડાટી બોલાવો. ભસતા શીખી જશો તો બીજા મહોલ્લામાં જવું હશે તો પણ તમને તકલીફ નહિ પડે ! આમેય આ ધોળિયા કૂતરાના ‘ભસવા’થી મહોલ્લાના બધાય પ્રાણીઓ ખૂબ અંજાઈ તો ગયા જ હતા ! ૨ હવે ભસવાના રવાડે ચડવાનું શરૂ થયું. ચકલીને ચીં – ચીં કરવામાં લઘુતા લાગવા માંડી. તે ભસવાનું શીખવા માંડી. ભવ્ય ભાષા : માતૃભાષા Page #12 -------------------------------------------------------------------------- ________________ કાગડાને કા - કા કરવામાં હવે મજા નથી આવતી. કોયલને પંચમ સૂર છેડવામાં હવે નાનપ લાગવા માંડી. કાબરને કલબલ હવે નથી ગમતું. મોરને પોતાનો ટહુકો કઠવા લાગ્યો. ભેંસને ભાંભરવામાં હવે મજા નથી આવતી. ગધેડાને ભૂંકવામાં હવે શરમ લાગવા માંડી. ઘોડાને હણહણવામાં હવે બેચેની અનુભવાય છે. કૂકડાને હવે એવી લાગણી થાય છે કે વહેલી સવારે કૂકડે કૂક કરીને હું ધ્વનિપ્રદૂષણ કરું છું, લોકોની ઊંઘ બગાડું છું, મારામાં સભ્યતા નથી. બકરીને બેં-બેં કરવામાં શોભા હણાતી લાગવા માંડી. બિલાડીને મિયાઉમિયા વિચિત્ર લાગવા માંડ્યું. બધાએ ભસવાનો પ્રયોગ શરૂ કર્યો. પણ, ગળામાં સ્વરપેટી ચકલીની, કોયલની, મોરની, ભેંસની, ગધેડાની, ઘોડાની, કૂકડાની, બકરીની કે બિલાડીની હોય તેને ભસવાનું કેમ ફાવે ? ભસવા માટે તો સ્વરપેટી કૂતરાની જોઈએ. કૂતરાની સ્વરપેટીને ભસવાનો અવાજ અનુકૂળ થાય અને આપણી સ્વરપેટીને આપણું ચીં ચીં, કા –કા, કૂકડે કૂક....કે મિયાઉં-મિયાઉં અનુકૂળ થાય, હાઉ-હાઉ અનુકૂળ ન થાય! એવો લાંબો વિચાર કોઈએ કર્યો નહિ. ધોળિયા કૂતરાથી અને તેના ભસવાથી બધાય અંજાઈ ગયેલા હતા. ફાવટ ન આવી તોય ભસવાનો પ્રયોગ ચાલુ રાખ્યો. તેમાં તકલીફ એ થઈ ગઈ કે, ભસવાનું તો પૂરું ન આવડ્યું પરંતુ, ચીંચીં, કાકા, કૂકડે કૂક, બેં-બેં, કે મિયાઉં-મિયાઉમાં પણ ભૂલ પડવા માંડી. ભસવામાં ગોથા ખાય અને પોતાના મૂળભૂત અવાજમાં પણ ગોટાળા થવા લાગ્યા. તોય ભસવાનો અભરખો વધવા જ લાગ્યો. અમને ભલે ભસવામાં તકલીફ પડે, અમારી નવી પેઢીને અમે બરાબર પાછું ભસતા શીખવાડશું - તેવા નિર્ધાર સાથે સહુએ પોત-પોતાના બચ્ચાંઓને પહેલેથી જ Pભવ્ય ભાષા માતૃભાષા ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ હાઉ-હાઉ કરવાનું શીખવવા માંડશું. બચ્ચાંઓ પૂર્વજન્મમાં ધોળિયા કૂતરાની યોનિમાંથી જ અહીં ટપક્યા હશે કે શું, ખબર નહિ. કેટલાક બચ્ચાંઓને ભસવામાં સારી ફાવટ આવી ગઈ. કેટલાકની હાલત સાવ કફોડી થઈ. ન પોતાનો અવાજ સરખો આવડે, ન ભસવાનો. પોતાના બચ્ચાને અસ્ખલિત ભસતું જોઈને તે પ્રાણીઓ ખૂબ લાવા માંડયાં ! અમારા બચ્ચાં કેટલા હોંશિયાર ! કેટલા બુદ્ધિશાળી ! કેટલા ચબરાક ! પરંતુ બચ્ચાં શું ભસે છે તે તેમને કાંઈ ખબર ન પડે અને તે જે કાંઈ ચીં-ચીં, કા-કા, કે મિયા-મિયા કરે તેમાં બચ્ચાંને બહુ સમજણ ન પડે. તેને કારણે તે પ્રાણીઓની બે પેઢી વચ્ચેનો સેતુ તૂટયો. માત્ર અવાજનો ભેદ ન રહ્યો, વિચારભેદ પણ ઘણો ઊભો થયો. ચકલી ચણ ચણવાની તેની પરંપરાગત આહારશૈલીનો આગ્રહ રાખે અને તેનાં બચ્ચાંનો આગ્રહ શરૂ થયો: આપણે દાણાં નહિ ચણવાના, બ્રેડ અને બિસ્કિટ ચણવાના. ચકલીને પોતાના પરંપરાગત રહેઠાણ ‘માળા’ ની મમતા ન છૂટે. ભસવા શીખેલી નવી પેઢીનો આગ્રહ થયો કે – તેવા ઘાસના માળામાં શું ગોંધાઈ રહેવાનું ? કોઈ સિમેન્ટકોન્ક્રીટના મકાનની ઓસરી કેવી સરસ લાગે ! અને બધાએ સાથે રહેવાનો આગ્રહ પણ શું કામ રાખવાનો ? જેને જ્યાં જે ઓસરીમાં જગ્યા મળે ત્યાં પડયા રહેવાનું ! તે તે પ્રાણીની પરંપરાગત જીવન-વ્યવસ્થામાં આવા તો ઘણાં ભંગાણ પડયાં. પછી તો મહોલ્લામાં એકવાર કાંઈક મોટું દંગલ થયું અને બધાએ ભેગા થઈને પેલા ધોળિયા કૂતરાને ભગાડી પણ મૂક્યો. તે ગયો પણ તેનો પ્રભાવ ન ગયો. તે ગયો પણ તેની રહેણી-કરણી જે બધાએ અપનાવેલી, તે કોઈથી ન છૂટી. તે ગયો પણ બધાનો ‘ભસવા’નો ઉત્સાહ તો દિવસે દિવસે વધવા જ લાગ્યો. પણ, ભસવાનું જેને ફાવ્યું તેને ફાવ્યું. તે બધા મોટેભાગે પોતાનો પરંપરાગત અવાજ સાવ ભૂલી ગયા અને જેમને બહુ ફાવટ ન આવી, તેમના તો બાવાના બેય બગડ્યા. રહેતું. ૪ આ રૂપકકથા સ્વયં એટલી વાચાળ છે કે, તેના વતી કાંઈ કહેવાનું બાકી નથી ભવ્ય ભાષા : માતૃભાષા Page #14 -------------------------------------------------------------------------- ________________ આટલી પ્રસ્તાવના કરીને વાત માંડવી છે, ભાષાની... દરેક ભાષાને પોતાની ખૂબીઓ, ખામીઓ કે ખાસિયતો હોઈ શકે. ભાષા આખરે તો મા શારદાની ભૂષા છે. દરેક ભાષાને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. દરેક ભાષાને પોતાની આગવી સુગંધ હોય છે. દરેક ભાષામાં તે તે પ્રદેશની સંસ્કૃતિ, સભ્યતા અને સામાજિક જીવનનું પ્રતિબિંબ પડતું હોય છે. કેટલીક અભિવ્યક્તિ ઉપર તો અમુકઅમુક ભાષાની ઈજારાશાહી જ હોય છે. દરેક ભાષામાં એવા અનેક શબ્દ મળી શકે, જેનો અન્ય ભાષામાં પર્યાયવાચક એક શબ્દ ન હોય. તેથી ક્યારેક તો કોઈ એક ભાષાના અમુક શબ્દનો બીજી કોઈ ભાષામાં અનુવાદ કરવો હોય તો લાંબુ વિવેચન કરવું પડે ! અંગ્રેજી ભાષા એ વિદેશી ભાષા છે. તે ભાષા ઈંગ્લેન્ડ-યુરોપની આબોહવામાં ઊછરેલી છે. તેમાં ત્યાંની સંસ્કૃતિની ગંધ છે. જે તે પ્રદેશની ધાર્મિક માન્યતાઓ, રૂઢિઓ, પ્રણાલીઓ, જીવનશૈલી, આહારશૈલી, વેષભૂષા, વ્યવહારો, સંબંધો, સભ્યતાઓ, દિનચર્યા, ઔપચારિકતા, સંવેદનાઓ, વિચારધારાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ, ઐતિહાસિક વારસો, પરંપરાગત બાબતો, ભાવનાઓ, આદર્શો, હવામાન, રાજકીય અને કાયદાકીય ઢાંચાઓ વગેરે વગેરે અનેક બાબતો ભાષા સાથે જોડાયેલી હોય છે. આ બધા પરિબળો પ્રદેશ – પ્રદેશ અલગ હોય તે સ્વાભાવિક છે. ' ખોરાકની બાબતમાં પણ પ્રદેશ, પ્રકૃતિ અને ઋતુ પ્રમાણે પરિવર્તન જરૂરી હોય છે. ખોરાકની જેમ વેષભૂષા, મકાન-રચના વગેરે જીવનની દરેક બાબત પ્રકૃતિ અને પરિસ્થિતિને અનુરૂપ જ હોવા જોઈએ. ભાષા પણ તે તે પ્રદેશની સંસ્કૃતિ અને પરિસ્થિતિ સાથે તાલમેલ સાધે તેવી હોવી જોઈએ. કોઈ પણ પ્રજાનું નાગરિકશાસ્ત્ર તેમના ઈતિહાસ, ભૂગોળ અને સમાજશાસ્ત્રથી નિરપેક્ષ ન હોવું ઘટે. પોતાના પ્રાકૃતિક અવયવોથી ટેવાયેલું અને કેળવાયેલું શરીર ઘણી વાર કૃત્રિમ અવયવો સ્વીકાર કરતું નથી. આપણું લોહી અન્ય વર્ગના લોહીને બંધબેસતું નથી થતું. તો, આ દેશની સાંસ્કૃતિક આબોહવામાં કેળવાયેલા આપણા માનસને અને આપણી જીવનધારાને વિદેશી ભાષા કેવી રીતે માફક આવી શકે? બહુ જ આસાનીથી ગળે ઊતરે તેવી આ વાત અંગ્રેજીગ્રસ્ત માનસિકતા સ્વીકારી શકે તેમ નથી. ભવ્ય ભાષા માતૃભાષા Page #15 -------------------------------------------------------------------------- ________________ ઊંટ અંદર, આરબ બહાર. સાચું અને સારું ગુજરાતી બોલી શકે તેવા ગુજરાતી કેટલા ? સાચું અને સારું અંગ્રેજી બોલી શકે તેવા પણ ગુજરાતી કેટલા ? મારું એવું અનુમાન છે કે સાચું અને સારું ગુજરાતી બોલી-લખી ન શકે તે કદાચ અંગ્રેજી ભણે કે અંગ્રેજીમાં ભણે તો પણ સાચુંસારું અંગ્રેજી પણ પ્રાયઃ બોલી-લખી ન શકે. અંગ્રેજીનું ગાંડપણ વધ્યું છે પણ શુદ્ધ અંગ્રેજી બોલનારા તો વધ્યા નહિ, શુદ્ધ ગુજરાતી બોલનારા અદશ્ય થવા લાગ્યા. આ દુર્ઘટનામાંથી એક નવી ભાષાનો પ્રસવ થયો. કેટલાક તેને ગુજરેજી કહે છે. કોઈ તેને ગુજલિશ નામ આપે છે. તેને ઈંગ્રાતી અથવા અંગ્રાતી પણ કહી શકાય. જે લોકો ગુજરાતી બોલે છે તે માતૃભાષા પ્રત્યેની ગૌરવભાવનાથી ગુજરાતી બોલે છે કે અંગ્રેજી નહિ આવડવાને કારણે ? તે કળવું અને કહેવું થોડું અઘરું છે. ખોરાકી પદાર્થમાં ભેળસેળ કરવી તે કાયદેસરનો ગુનો ગણાય છે. તો ભાષાની ભેળસેળ ભલે કાયદાની દૃષ્ટિએ અપરાધ ન ગણાતો હોય પણ, એક ગૌરવવંતી ભાષાનો અપલાપ તો જરૂર ગણાય. દરેક ભાષાને પોતાનું ગૌરવ હોય છે. તેના ગૌરવનું ખંડન કરવાનો અધિકાર કોઈને પણ કેવી રીતે હોઈ શકે ? ૬ આખા દિવસમાં તમારા કાને પડતાં ગુજરાતી વાક્યોમાંથી શુદ્ધ ગુજરાતી વાક્યો ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ કેટલાં ? અહીં ‘શુદ્ધ’ નો અર્થ બે પ્રકારે કરવાનો છે. શુદ્ધ ગુજરાતી એટલે અંગ્રેજીની ભેળસેળ વગરનું ગુજરાતી અને શુદ્ધ ગુજરાતી એટલે વ્યાકરણ-શુદ્ધ ગુજરાતી. દૈનિક વ્યવહારુ ભાષામાં કેટલા બધા અંગ્રેજી શબ્દોએ ઘુસણખોરી કરી છે, તેનો અંદાજ તે શબ્દોનો ઉપયોગ કરનારાઓને ભાગ્યે જ હશે. અને, એટલી હદે તે અંગ્રેજી શબ્દોએ પોતાનું વર્ચસ્વ ગુજરાતી માનસ પર જમાવ્યું છે કે, તે વપરાતા અંગ્રેજી શબ્દોનો ગુજરાતી પર્યાય શું થાય તે પણ લગભગ વિસરાતું જાય છે. ઘણા બધા ગુજરાતીભાષી પરિવારો મકાનમાં નથી રહેતા, બિલ્ડિંગમાં રહે છે. બિલ્ડિંગના પણ કોઈ માળ પર નહિ, ફ્લોર પર રહેતા હોય છે. તે પહેલો, બીજો, ત્રીજો કે ચોથો ફ્લોર નથી હોતો પણ 1st, 2nd, 3rd કે 4th ફ્લોર હોય છે. તે ફ્લોર પર જવા માટે દાદરો નથી હોતો, સ્ટેરકેસ હોય છે. તે ફ્લોર ઉપર પણ તેમનો નિવાસખંડ નથી હોતો, ફ્લૅટ હોય છે. તે ફ્લૅટને દરવાજો ભાગ્યે જ હોય છે, મેઈન ગેટ હોય છે. તે ફ્લૅટમાં ભોંયતળિયું નથી હોતું, ફ્લોરિંગ હોય છે. છત નથી હોતી, સીલિંગ હોય છે, દીવાલ કે ભીંત નથી હોતી, વૉલ હોય છે. રસોડું નથી હોતું, કિચન હોય છે. દીવાનખાનું નથી હોતું, ડ્રોઈંગરૂમ હોય છે. કોઠાર નથી હોતો, સ્ટોરરૂમ હોય છે. શયનખંડ નથી હોતો, બેડરૂમ હોય છે. સ્નાનખંડ કે નહાવાની ઓરડી નથી હોતી, બાથરૂમ હોય છે. જાજરૂ નથી હોતું, ટોઈલેટ હોય છે. તેમના ઘરમાં એકેય ઓરડો નથી હોતો, બધી રૂમ જ હોય છે. ઝરૂખો નથી હોતો, બાલ્કની કે ગૅલેરી હોય છે, મકાનને અગાસી કે ધાબું નથી હોતા, ટેરેસ હોય છે. બારી નથી હોતી, વિન્ડો હોય છે. બાંકડો નથી હોતો, સોફા હોય છે. તેમના ઘરમાં ઘરની દીવાલો રંગેલી નથી હોતી, પેઈન્ટ કરેલી હોય છે. તેમના ઘરમાં ફૂલદાની નથી હોતી, ફ્લાવરપોટ હોય છે. ઘરમાં કબાટ નથી હોતો, વૉર્ડરોબ કે કપબોર્ડ હોય છે. કાચનું કબાટ નથી હોતું, શૉ-કેસ હોય છે. અભરાઈ કે છાજલી નથી હોતી, સેલ્ફ હોય છે. રાચરચીલું નથી હોતું, ફર્નિચર હોય છે. બાંધકામ નથી કરતા, કન્સ્ટ્રક્શન કરે છે. તેઓ ઘરને તાળું નથી મારતા, લૉક મારે છે. ગુરખો નથી રાખતા, વૉચમેન રાખે છે. તેઓ નિવાસગૃહમાં નથી રહેતા, ઍપાર્ટમૅન્ટમાં રહે છે. મકાન માલિકીનું નથી હોતું, ઑનરશિપનું હોય છે. ભાડા પર નથી હોતું, રેન્ટ પર હોય છે. મકાનને હદ નથી હોતી, બાઉન્ડરી હોય ભવ્ય ભાષા : માતૃભાષા ७ Page #17 -------------------------------------------------------------------------- ________________ છે. તે તેનું રહેઠાણ નથી, રેસિડન્સ છે. રસોડામાં ચૂલો નથી હોતો, ગેસસ્ટવ હોય છે. થાળી નથી હોતી, ડીશ હોય છે. પવાલું નથી હોતું, ગ્લાસ હોય છે. ચમચી નથી હોતી, સ્પૂન હોય છે. આ લોકો હવે સવારનો નાસ્તો નથી કરતા, બ્રેકફાસ્ટ કરે છે, બપોરે જમતા નથી, લંચ લે છે. સાંજે વાળુ નથી કરતા, ડિનર લે છે. આ લોકો ભાત નથી ખાતા, રાઈસ ખાય છે. સફરજન નથી ખાતા, ઍપલ ખાય છે. અનાનસ નથી ખાતા, પાઈનેંપલ ખાય છે. રસ નથી પીતા, જ્યુસ પીવે છે. આ લોકો ફ્ળ જ ક્યાં ખાય છે ? તેઓ તો ફ્રૂટ ખાય છે. આ બધા ધાણી નથી ખાતા, પોપકૉર્ન ખાય છે. કચુંબર નથી ખાતા, સલાડ ખાય છે. તેઓ પીણું નથી પીતા, ડ્રિન્ક્સ પીવે છે. ઠંડું પીણું નથી પીતા, સોફ્ટ-ડ્રિન્ક પીવે છે. ભૂંગળીથી નહિ, સ્ટ્રૉંથી પીવે છે. વાનગીનો સ્વાદ નથી હોતો, ટેસ્ટ હોય છે. વાનગી સ્વાદિષ્ટ નથી હોતી, ટેસ્ટફૂલ હોય છે. શાકભાજી તાજા નથી હોતા, ફ્રેશ હોય છે. કૉફી ઠંડી નથી હોતી, કોલ્ડ હોય છે. તે કલમથી નથી લખતા, પેન-બોલપેનથી લખે છે. કાગળ પર નથી લખતા, પેપર પર લખે છે. પુસ્તક નથી વાંચતા, બુક વાંચે છે. તે કોઈને પત્ર નથી લખતા, લેટર લખે છે. પત્રને પરબીડિયામાં નથી બીડતા, એન્વલપમાં પેક કરે છે અને તે એન્વલપને તે ચોંટાડતા નથી, સ્ટિક કરે છે. તે માટે તે ગુંદરનો ઉપયોગ નથી કરતા, ગમનો ઉપયોગ કરે છે. ટપાલી નથી હોતો, પોસ્ટમેન હોય છે. કારણકે, ટપાલ નથી હોતી, પોસ્ટ હોય છે. ટપાલનું વિતરણ નથી થતું, ડિલિવરી થાય છે. આ લોકો કોઈને મળતા નથી, મિટિંગ કરે છે. કોઈને સત્કારતા નથી, વૅલકમ કરે છે. કોઈને ‘“આવજો’’ નથી કહેતા, ગુડબાય કે ‘સી યુ’ કહે છે. પ્રણામ નથી કરતા, ગુડ મૉર્નિંગ કે ગુડઈવનિંગ કરે છે. તેઓ દિલગીરી નથી વ્યક્ત કરતા, સૉરી કહે છે. આ લોકો સવારે ચાલવા નથી જતા, મૉર્નિંગ વૉક કરે છે. કસરત કે વ્યાયામ નથી કરતા, એક્સર્સાઈઝ કરે છે. યોગાસન નથી કરતા, યોગા કરે છે. અખાડામાં નથી જતા, જિમ્નેશિયમમાં જાય છે. તેઓ છાપાં કે વર્તમાનપત્ર નથી વાંચતા, ન્યૂઝપેપર વાંચે છે. સાપ્તાહિક કે માસિક જેવા કોઈ સામયિક નથી વાંચતા, મેગેઝિન વાંચે છે. ભવ્ય ભાષા : માતૃભાષા ८ Page #18 -------------------------------------------------------------------------- ________________ તેમના બાળકો ઈંગ્લિશ મીડિયમમાં જ ભણે છે. કદાચ ગુજરાતીમાં ભણતા હોય તો પણ તે ગુજરાતી માધ્યમમાં નહીં, ગુજરાતી મીડિયમમાં ભણે છે. નિશાળ કે શાળામાં નથી ભણતા, સ્કૂલમાં ભણે છે. તે પછી ઉચ્ચ અભ્યાસ નથી કરતા, ફર્ધર સ્ટડી કરે છે. તે માટે તે મહાવિદ્યાલયમાં નથી જતા, કૉલેજમાં જાય છે. સ્કુલમાં પણ પ્રવેશ નથી મેળવતા, એડમિશન મેળવે છે. સ્કૂલમાં આચાર્ય નથી હોતા, હેડમાસ્ટર કે પ્રિન્સિપાલ હોય છે. તેમને શિક્ષક નથી ભણાવતા, ટીચર ભણાવે છે. તેમને ભણવાના વિષયો નથી હોતા, સક્કેક્ટસ હોય છે. તેમને સ્કૂલમાં વચ્ચે વિશ્રાન્તિનથી મળતી, રિસેસ મળે છે. તે માટે ઘંટ નથી વાગતો, બેલ વાગે છે. તે બેલ પટાવાળો નથી વગાડતો, ખૂન વગાડે છે. સ્કૂલમાં તેમને લવાજમ ભરવાનું નથી હોતું, ફી ભરવાની હોય છે. આ ફી કાર્યાલયમાં જઈને નથી ભરવાની, ઑફિસમાં જઈને ભરવાની હોય છે. ઑફિસમાં કારકુન અને ખજાનચી નથી હોતા, ક્લાર્ક અને શિઅર હોય છે. સ્કૂલમાં પણ તેમના ધોરણ નથી હોતા, સ્ટાન્ડર્ડ હોય છે. તે સ્ટાન્ડર્ડ પણ પહેલું, બીજું, ત્રીજું...નથી હોતા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ.. વગેરે હોય છે. દરેક સ્ટાન્ડર્ડમાં વર્ગ નથી હોતા, ક્લાસ હોય છે. તે ક્લાસ પણ અ-બ-ક-ડ નથી હોતા, એ-બી-સી-ડી...હોય છે. દરેક ક્લાસમાં શિક્ષક માટે ખુરશી અને મેજ નથી હોતા, ચેર અને ટેબલ હોય છે. ભણાવવા માટે કાળુ પાટિયું નથી હોતું, બ્લેકબોર્ડ હોય છે. ભણનાર વિદ્યાર્થી નથી હોતો, ટુડન્ટ હોય છે. વિદ્યાર્થી પાટલી પર નથી બેસતા, બેન્ચ પર બેસે છે. તેમને રવિવારે નહિ સન્ડે સ્કૂલ બંધ રહે છે. સ્કૂલ બંધ રહે તે રજા નથી હોતી, હોલી-ડે હોય છે. વર્ષમાં બે સત્ર નથી હોતા, ટર્મ હોય છે. વચ્ચે વચ્ચે તેમની કસોટી નથી લેવાતી, ટેસ્ટ લેવાય છે. વર્ષના અંતે તેમની પરીક્ષા નથી લેવાતી, એક્ઝામિનેશન લેવાય છે. આ એક્ઝામિનેશન વખતે તેમને બેઠક ક્રમાંક નથી મળતો, સીટ નંબર મળે છે. એક્ઝામિનેશન માટે તેમને અરજીપત્રક ભરવાનું નથી હોતું, ફોર્મ ભરવાનું હોય છે. તેમને પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં નથી જવાનું, એકઝામિનેશન હોલમાં જવાનું હોય છે. પરીક્ષા માટે વિદ્યાર્થી તૈયારી નથી કરતા, પ્રિપરેશન કરે છે. પરીક્ષા આપતા નથી, પરીક્ષામાં અપિઅર થાય છે. રજૂઆત નથી કરતા, પ્રેઝન્ટેશન કરે છે. ત્યાં ધ્યાન રાખવા નિરીક્ષક નથી આવતા, સુપરવાઈઝર આવે છે. પરીક્ષા માટે ભવ્ય ભાષા : માતૃભાષા Page #19 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીને પ્રશ્નપત્ર નથી મળતું, ક્વેશ્ચનપેપર મળે છે. તેના જવાબ તેમને ઉત્તરપત્રમાં લખવાના નથી હોતા, આન્સરશીટ કે આન્સર-પેપરમાં લખવાના હોય છે. આન્સરશીટ ઓછી પડે તો તેમને પૂરવણી માંગવાની નથી હોતી, સપ્લિમેન્ટરી માંગવાની હોય છે. તેમના ઉત્તરપત્ર પરીક્ષક પાસે નથી જતા, એક્ઝામિનર પાસે જાય છે. તે તપાસતા નથી, ચેક કરે છે. પછી તે ગુણાંક નથી આપતા, માર્ક્સ આપે છે. પરીક્ષાનું પરિણામ નથી આવતું, રિઝલ્ટ આવે છે. વિદ્યાર્થી ઉત્તીર્ણ નથી થતો, પાસ થાય છે. તે ક્રમાંક નથી મેળવતો, રેન્ક મેળવે છે. તેના ટકા નથી ગણાતા, પર્સન્ટેજ ગણાય છે. તેને ગુણાંકપત્ર નથી મળતું, માર્કશીટ મળે છે. સ્કૂલમાં તેની પ્રગતિનો અહેવાલ નોંધવા માટે પ્રગતિપત્રક નથી હોતું, પ્રોગ્રેસ કાર્ડ હોય છે. પરીક્ષા બાદ તેને છુટ્ટીની રજાઓ નથી મળતી, વેકેશન મળે છે. સ્કૂલ તરફથી તેને પ્રમાણપત્ર નથી મળતું, સર્ટિફિકેટ મળે છે. મહાવિદ્યાલયમાં પ્રવેશ ગુણવત્તા પર નથી મળતો, મેરિટ પર મળે છે. મેરિટ ન હોય તે અનુદાન આપીને પ્રવેશ નથી મેળવતા, ડોનેશન આપીને એડમિશન મેળવે છે. પ્રવેશ મેળવવામાં અનામત હિસ્સાને કારણે તેમને તકલીફ નથી પડતી, રિઝર્વેશન ક્વોટાને કારણે તકલીફ પડે છે. શાળા કે કૉલેજના ભણતરને અંતે તેમને પદવી કે ઉપાધિ નથી મળતી, ડિગ્રી મળે છે. તે ડિગ્રી સ્નાતકની કે પારંગતની નથી હોતી, બૅચલર કે માસ્ટરની હોય છે. મહાવિદ્યાલયમાં ભણવા માટે વિવિધ પ્રવાહો નથી હોતા, સ્ટ્રીમ્સ હોય છે. તે કલા-વાણિજ્ય-વિજ્ઞાનના પ્રવાહ નથી હોતા, આર્ટકોમર્સ-સાયન્સના હોય છે. દરેક પ્રવાહમાં વિવિધ શાખાઓ નથી હોતી, બ્રાચિઝ હોય છે. વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી આગળ વધીને ઈજનેર કે તબીબ નથી બનતો, એન્જિનિયર કે ડૉકટર બને છે. ભણીગણીને દરેક જણ પોતાની કારકિર્દી નથી બનાવતા, કરિઅર બનાવે છે. તે માટે કેટલાક પરદેશ નથી જતા, અબ્રૉડ જાય છે. શાળામાં વિદ્યાર્થીઓ ગણિત નથી ભણતા, મેથેમૅટિક્સ ભણે છે. ભાષા નથી ભણતા, લેગ્યેજ ભણે છે. ઈતિહાસ નથી ભણતા, હિસ્ટ્રી ભણે છે. ભૂગોળ નથી ભણતા, જ્યોગ્રોફી ભણે છે. વિજ્ઞાન નથી ભણતા, સાયન્સ ભણે છે. નાગરિકશાસ્ત્ર નથી ભણતા, સિવિક્સ ભણે છે. સમાજશાસ્ત્ર નથી ભણતા, સોશ્યલસ્ટડી ભણે છે. ભૌતિકશાસ્ત્ર નથી ઈિમ ૧૦ ભવ્ય ભાષા : માતૃભાષા Page #20 -------------------------------------------------------------------------- ________________ ભણતા, ફિઝિક્સ ભણે છે. રસાયણશાસ્ત્ર નથી ભણતા, કૅમિસ્ટ્રી ભણે છે. ભૂમિતિ નથી ભણતા, જોમેટ્રી ભણે છે. અંકગણિત નથી ભણતા, ઍરિમેટિક ભણે છે. બીજગણિત નથી ભણતા, ઍલ્જિબ્રા ભણે છે. જીવવિજ્ઞાન નથી ભણતા, બાયૉલૉજી ભણે છે. અર્થશાસ્ત્ર નથી ભણતા, ઈકોનોમિક્સ ભણે છે. ચિત્રકામ નથી શીખતા, ડ્રોઈંગ શીખે છે. પર્યાવરણ -વિજ્ઞાન નથી ભણતા, એન્વાયરમેન્ટલ સાયન્સ ભણે છે. કેટલાક લોકો જ્યોતિષશાસ્ત્રનથી ભણતા, એસ્ટ્રોલોજી ભણે છે. હસ્તરેખાવિજ્ઞાન નથી ભણતા, પામિસ્ટ્રી ભણે છે. તત્ત્વજ્ઞાન નથી ભણતા, ફિલૉસોફી ભણે છે. સાહિત્ય નથી વાંચતા, લિટરેચર વાંચે છે. વાર્તા નથી વાંચતા, સ્ટોરી વાંચે છે. વિનોદી ટુચકા નથી વાંચતા, જૉકસ વાંચે છે. કવિતા નથી વાંચતા, પોએમ વાંચે છે. અનુક્રમણિકા નથી વાંચતા, ઈન્ડેક્સ વાંચે છે. પરિશિષ્ટ નથી વાંચતા, એપેન્ડિક્સ વાંચે છે. પૃષ્ઠ ક્રમાંક સાથે તેમને મતલબ નથી, તે પેઈજ નંબર જોઈ લે છે. પુસ્તકને મુખપૃષ્ઠ નથી હોતું, ફ્રન્ટ પેઈજ હોય છે. પુસ્તકનાં પ્રકરણ નથી હોતા, ચૅપ્ટર્સ હોય છે. દરેક ચૅપ્ટરને શીર્ષક કે મથાળું નથી હોતું, ટાઈટલ હોય છે. પુસ્તકનું મુદ્રણ નથી થતું, પ્રિન્ટિંગ થાય છે. તે પ્રકાશિત નથી થતું, પબ્લિશ થાય છે. પ્રકાશિત કરનાર પ્રકાશક નથી હોતા, પબ્લિશર હોય છે અને તે પ્રકાશન નથી કહેવાતું, પબ્લિકેશન કહેવાય છે. શાળાઓમાં શિક્ષણ નથી અપાતું, ઍજ્યુકેશન અપાય છે. સહશિક્ષણ નથી હોતું, કો-ઍજ્યુકેશન હોય છે. વિદ્યાર્થીઓની શાળામાં હાજરી નથી પુરાતી,એટેન્ડન્સ પુરાય છે. તે હાજર કે ગેરહાજર નથી હોતા, પ્રેઝન્ટ કે ઍબ્સન્ટ હોય છે. તેમને અઠવાડિયામાં સોમવાર-મંગળવાર-બુધવાર-ગુરુવાર-શુક્રવાર-શનિવાર અને રવિવાર નહિ પણ, વીકમાં મડે-ટુકડે-વેનચ્છે-થર્સડ-ફ્રાયડે-સૅટર્ડ અને સડે હોય છે. તે યોજના નથી બનાવતા, પ્રોજેક્ટ બનાવે છે. તે યોજના વિવિધલક્ષી નથી હોતી, મલ્ટિપર્પસ હોય છે. તેણે મુદ્દાસર નથી લખ્યું, ટુ ધ પૉઈન્ટ લખ્યું છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓ નથી હોતા, બૉયઝ એન્ડ ગર્લ્સ હોય છે. ગણિતમાં વિદ્યાર્થી વત્તા કરીને સરવાળો નથી કરતા, પ્લસ કરીને ઑડિશન કરે છે. ઓછા કરીને બાદબાકી નથી કરતા, માઈનસ કરીને સ ક્શન કરે છે. ગુણ્યા કરીને ભવ્ય ભાષા માતૃભાષા ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુણાકાર નથી કરતા, મલ્ટિપ્લાય કરીને મલ્ટિપ્લિકેશન કરે છે. ભાગ્યા કરીને ભાગાકાર નથી કરતા, ડિવાઈડ કરીને ડિવિઝન કરે છે. તેઓ વર્ગ નથી કરતા, સ્ક્વેર કરે છે. વર્ગમૂળ નથી કાઢતા, સ્કવેરરૂટ કાઢે છે. ઘન નથી કરતા, ક્યૂબ કરે છે. ઘનમૂળ નથી કાઢતા, ક્યૂબરૂટ કાઢે છે. ભૂમિતિમાં વર્તુળ નથી હોતું, સર્કલ હોય છે. વર્તુળને કેન્દ્ર નથી હોતું, સેન્ટર હોય છે. તેને ત્રિજ્યા નથી હોતી, રેડિઅસ હોય છે. વ્યાસ નથી હોતો, ડાયામીટર હોય છે. પરિઘ નથી હોતો, સર્કમન્સ હોય છે. ક્ષેત્રફળ નથી હોતું, એરિયા હોય છે. આકૃતિ નથી હોતી, ફિગર હોય છે. ચોરસ નથી હોતો, સ્ક્વેર હોય છે. ત્રિકોણ નથી હોતો, ટ્રાયન્ગલ હોય છે. વસ્તુ જાડી-પાતળી નથી હોતી, થિક કે થિન હોય છે. નાનું-મોટું નથી હોતું, સ્મૉલ-બિગ હોય છે. હલકું-ભારે નથી હોતું, લાઈટ-હેવી હોય છે. લંબાઈ નથી હોતી, લેન્થ હોય છે. પહોળાઈ નથી હોતી, વિડ્યું હોય છે. ઊંચાઈ નથી હોતી, હાઈટ હોય છે. વજન નથી હોતું, વેઈટ હોય છે. કદ નથી હોતું, સાઈઝ હોય છે. તેઓ અંતર નથી માપતા, ડિસ્ટેન્સ માપે છે. ઉષ્ણતામાન નથી માપતા, ટેમ્પરેચર માપે છે. નાડીના ધબકારા નથી તપાસતા, પલ્સ તપાસે છે. હૃદયના ધબકારા નથી માપતા, હાર્ટબિટ્સ માપે છે. શરીરમાં ધમની નથી હોતી, આર્ટરી હોય છે. શિરા નથી હોતી, વેન હોય છે. યકૃત કે પિત્તાશય નથી હોતું, લિવર હોય છે. ફેફસાં નથી હોતાં, લગ્સ હોય છે. મગજ નથી હોતું, બ્રેઈન હોય છે. આંત્રપુચ્છ નથી હોતું, ઍપેન્ડિક્સ હોય છે. ભણી લીધા પછી તે નોકરી માટે પ્રયત્ન નથી કરતા, સર્વિસ કે જોબ માટે પ્રયત્ન કરે છે. તે માટે તેમની મુલાકાત નથી લેવાતી, ઈન્ટર્વ્યુ લેવાય છે. તે પછી તેમની પસંદગી નથી થતી, સિલેક્શન થાય છે. નિમણૂક નથી થતી, એૉઈન્ટમેન્ટ થાય છે. પછી તે પેઢીમાં નહિ પણ કંપનીમાં, જોડાતા નથી, જૉઈન્ટ થાય છે. તેમના કામના કલાક નક્કી નથી થતા, વર્કિંગ અવર્સ નક્કી થાય છે. તેમને પગાર નથી મળતો, પે અથવા સેલરી મળે છે. તે સિવાય ખાસ ભથ્થાં તેમને નથી મળતા, સ્પેશ્યલ એલાઉન્સિસ મળે છે. નોકરીમાં તેમને ઉપરી નથી હોતા, બૉસ હોય છે. નોકરી ન ફાવે તો તે રાજીનામું નથી આપતા, રિઝાઈન કરે છે. શેઠને ન ફાવે તો શેઠ તેમને પાણીચું નથી પકડાવતા ડિસમિસ કરે છે અથવા રસ્ટિકેટ કરે છે. અમુક ઉંમરે તે નિવૃત્ત નથી થતા, રિટાયર થાય છે. ૧૨ ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ આ લોકો ધંધો નથી કરતા, બિઝનેસ કરે છે. બજારમાં નથી જતા, માર્કેટમાં જાય છે. ખરીદી નથી કરતા, પરચેઝ કરે છે. વેચાણ નથી કરતા, સેલ કરે છે. વકરો નથી કરતા, ટર્નઓવર કરે છે. તેમાં તે નફો કે નુકશાન નથી કરતા, પ્રૉફિટ કે લોસ કરે છે. તે નામું નથી લખતા, એકાઉન્ટ લખે છે. તેને માટે મુનિમજી નથી રાખતા, એકાઉન્ટન્ટ રાખે છે. તે ખાતાવહી નથી રાખતા, લેજર રાખે છે. જમા-ઉધાર નથી કરતા, ડેબિટ-ક્રેડિટ કરે છે. વર્ષને અંતે તે સરવૈયું નથી કાઢતા, બેલેન્સશીટ બનાવે છે. તેમની દુકાને ઘરાક નથી આવતા, કસ્ટમર આવે છે. તે માલ નથી વેંચતા, ગુટ્સ વેચે છે. તે રોકડેથી વેપાર નથી કરતા, કૅશથી કરે છે. તે માલનો ભાવ નથી કહેતા, પ્રાઈસ કહે છે. પૈસા લઈને તે પહોંચ કે રસીદ નથી આપતા, રિસિટ આપે છે. તે કરવેરા નથી ભરતા, ટૅક્સ ભરે છે. આવકવેરો નથી ભરતા, ઈન્કમટૅક્સ ભરે છે. વેચાણવેરો નથી ભરતા, સેલ્સટૅક્સ ભરે છે. તે સોદો નથી કરતા, ડીલ કરે છે. તે ભાગીદારીમાં ધંધો નથી કરતા, પાર્ટનરશિપમાં કરે છે. તે કરારનામું નથી કરતા, ઍગ્રીમેન્ટ કરે છે. તે બાંયધરી નથી આપતા, કમિટમેન્ટ આપે છે. તે ઉઘરાણીએ નથી જતા, કલેકશન માટે જાય છે. તે કરોડપતિ નથી બનતા, મલ્ટિમિલ્યોનર બને છે. તે દેવાળું નથી ફૂંકતા, ડિફોલ્ટર બને છે. લોકો હડતાલનથી પાડતા, સ્ટ્રાઈક પર ઊતરે છે. પરિષદો નથી ભરતા, કૉન્ફરન્સ ભરે છે. અરેજી નથી કરતા, ઍપ્લિકેશન કરે છે. ચર્ચાસત્ર નથી કરતા, સેમિનાર કરે છે. વિરોધ નથી કરતા, પ્રોટેસ્ટ કરે છે. ચર્ચા નથી કરતા, ડિસ્કસ કરે છે. સમિતિ નથી બનાવતા, કમિટી રચે છે. તેઓ ઠરાવ પસાર નથી કરતા, રિઝોલ્યુશન પાસ કરે છે. તેઓ પ્રસ્તાવ કે દરખાસ્ત નથી મૂકતા, પ્રપોઝલ મૂકે છે. તેઓ ચર્ચા કે વાદવિવાદ નથી કરતા, ડિબેટ કરે છે. તેઓ સમય પસાર નથી કરતા, ટાઈમ પાસ કરે છે. કોઈના ધંધામાં કર્મચારીઓ નથી હોતા, સ્ટાફ હોય છે. મજૂરો નથી હોતા, લેબરર્સ હોય છે. ગુમાસ્તા નથી હોતા, સર્વન્ટ હોય છે. કોઈ ઉદ્યોગ નથી ચલાવતું ઈન્ડસ્ટ્રી ચલાવે છે. તે ચલાવનાર ઉદ્યોગપતિ નથી હોતા, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય છે. તેમને કારખાનું નથી હોતું, ફેકટરી હોય છે. તેમાં ઉત્પાદન નથી થતું, પ્રોડક્શન થાય છે. ઉત્પાદન માટે કાચામાલની જરૂર નથી, રૉ મટીરિયલની જરૂર હોય છે. કારખાનામાં યંત્ર નથી ભવ્ય ભાષા માતૃભાષા ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ હોતા, મશીન હોય છે. જેનું ઉત્પાદન થાય તે માલ નથી હોતો, પ્રોડકટ હોય છે. તેનું વિતરણ નથી થતું, ડિસ્ટ્રીબ્યુશન થાય છે. માલની ઉપર બારદાન નથી હોતું, પેકિંગ હોય છે. તે માલને ખોખામાં ભરવામાં નથી આવતો, બોક્સમાં ભરવામાં આવે છે. તેને ખટારામાં ભરીને મોકલવામાં નથી આવતો, ટ્રકમાં ભરવામાં આવે છે. કેટલીક માલ રેલ મારફત મોકલવામાં નથી આવતો, ટ્રેન દ્વારા મોકલાય છે. તે માલગાડી કે ભારખાનું નથી હોતું, ગુડ્ઝ ટ્રેન હોય છે. વસ્તુ કિંમતી નથી હોતી, કૉર્લી હોય છે. માલ પહોંચાડવામાં નથી આવતો, માલની ડિલિવરી થાય છે. તેણે જથ્થામાં નહિ, બલ્કમાં માલ ખરીદ્યો કારણકે તે જથ્થાબંધ વેપારી નહિ, હોલસેલ ડીલર છે. પણ, મગનભાઈ પરચૂરણ વેપારી નહિ, રિટેલર છે. તે ખૂબ વ્યસ્ત નહિ, બિઝિ હોય છે. તેની દુકાનનું ઉદ્ઘાટન નહિ, ઓપનિંગ હતું. તે દુકાનમાં ૧૦ ટકા વળતર નહિ, ડિસ્કાઉન્ટ મળે છે. રાત્રે ૮ વાગે તે દુકાન બંધ નહિ, ક્લોઝ કરે છે. તેમને માંદગીની રજા નથી મળતી, સિકલીવ મળે છે. હક્કની રજા નથી મળતી, પી.એલ. મળે છે. તેમને નિવૃત્તિ વેતન નથી મળતું, પેન્શન મળે છે. - બાળકનો જન્મ પ્રસૂતિગૃહમાં નથી થતો, મેટરનિટીહોમમાં થાય છે. કોઈને દુઃખાવો નથી થતો, પેઈન થાય છે. તે ક્યારેય રક્ત-પરીક્ષણ કે મૂત્ર-પરીક્ષણ નથી કરાવતા, બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરાવે છે. તેમને તાવ નથી આવતો, ફીવર આવે છે. તેમને કબજિયાત નથી થતી, કૉન્સ્ટિપેશન થાય છે. તેમને ઝાડો સાફ નથી આવતો, ટુલ પાસ થાય છે. તેમને વા-છૂટ નથી થતી, ગેસ પાસ થાય છે. તેમને ઝાડા નથી થતા, ડાયેરિયા થાય છે. તે ચિકિત્સા નથી કરાવતા, ટ્રીટમેન્ટ કરાવે છે. તે માટે તે દવાખાને નથી જતા, ક્લિનિક કે ડિસ્પેન્સરી પર જાય છે. જરૂર પડે ઈસ્પિતાલમાં કે રુણાલયમાં દાખલ નથી થતા, હૉસ્પિટલમાં ઍડમિટ થાય છે. ત્યાં પરિચારિકા નથી હોતી, નર્સ હોય છે. ઉપચારથી તે સાજા નથી થતા, ક્યોર થાય છે. તે પછી તેમને ઈસ્પિતાલમાંથી રજા નથી મળતી, ડિસ્ચાર્જ મળે છે. જરૂર પડે તો તેમને પ્રાણવાયુ આપવામાં નથી આવતો, ઓક્સિજન અપાય છે. તેમને સઘન સારવાર કક્ષમાં રાખવામાં નથી આવતા, ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવે છે. તે દરદી નથી કહેવાતા, પેશન્ટ કહેવાય છે. તેમને ગોળી આપવામાં નથી આવતી, ટેબ્લેટ આપવામાં આવે છે. ભવ્ય ભાષા માતૃભાય ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ એક કે બમણું નહિ, સિંગલ કે ડબલ હોય છે. કોઈ દવા એકવાર-બેવાર કે ત્રણવાર લેવાની નથી, વન્સ-સ્વાઈસ કે ગ્રાઈસ લેવાની છે. દવાના ભાગ નથી લેવાના, ડોઝ લેવાના છે. દવાની દુકાન નથી હોતી, મેડિકલ સ્ટોર હોય છે. તાવ ઉપરાઉપરી કે વારંવાર નથી આવતો, ફ્રિક્વન્ટલી તથા ઑન એન્ડ ઓન આવે છે. તેમને મતભેદ નથી થતા, ડિપ્યુટ થાય છે. તે અદાલતમાં નથી જતા, કોર્ટમાં જાય છે. ત્યાં વકીલ નથી હોતા, લૉયર હોય છે અને ન્યાયાધીશ નથી હોતા, જજ હોય છે. ત્યાં મુકો કે ખટલો નથી ચાલતો, કેસ ચાલે છે. તેની સુનાવણી નહીં, હિઅરિંગ થાય છે. તેમાં દલીલો નથી થતી, આર્ગ્યુમેન્ટ્સ થાય છે. છેવટે ચુકાદો નથી અપાતો, જજમેન્ટ અપાય છે. આ બધા ખટલા વિભાગીય અદાલત, વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં નથી ચાલતા સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટમાં ચાલે છે. રાષ્ટ્રના વડાપ્રધાન નથી હોતા, પ્રાઈમ મિનિસ્ટર હોય છે. રાજ્યના મુખ્યપ્રધાન નથી હોતા, ચીફ મિનિસ્ટર હોય છે. રાજ્ય જ ક્યાં હોય છે? સ્ટેટ હોય છે. સરકાર રાજ્ય નથી ચલાવતી, ગવર્મેન્ટ રાજ્ય ચલાવે છે. રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યના વડા રાજ્યપાલ નથી હોતા, પણ પ્રેસિડેન્ટ અને ગર્વનર હોય છે. સરકાર રચવા માટે ચૂંટણી નથી થતી, ઈલેક્શન થાય છે. જે ચૂંટાય તે સંસદસભ્ય કે વિધાનસભ્ય નથી હોતા, પણ એમ.પી. અને એમ.એલ.એ. હોય છે. તે બધા ચૂંટાઈને સંસદમાં કે વિધાનસભામાં નથી જતા, પણ પાર્લામેન્ટ કે લેજિસ્લેટિવ ઍસેલ્ફીમાં જાય છે. તે સંસદ કે વિધાનસભાના સત્ર નથી ચાલતા, સેશન ચાલે છે. ત્યાં કાયદાના મુસદ્દા રજૂ નથી થતા, ડ્રાફટ રજૂ થાય છે. તે મુસદ્દા પસાર નથી થતા, પાસ થાય છે. પછી તે કાયદા નથી બનતા લૉ બને છે. તે કાયદામાં સુધારો નથી કરતા, એમેન્ડમેન્ટ કરે છે. તેમને કોઈ કાયદાકીય બાબત નથી હોતી, લીગલ મેટર હોય છે. તેમને કોઈ ચાય સંબદ્ધ બાબત નથી હોતી, જ્યુડિશ્યલ મેટર હોય છે. કોઈ રાજકીય બાબત નથી હોતી, પોલિટિકલ મેટર હોય છે. તેઓ રાજકારણ નથી રમતા, પોલિટિક્સ રમે છે. તેઓ વટહુકમ બહાર નથી પાડતા, ઑર્ડિનન્સ બહાર પાડે છે. તે કોઈ જાહેરનામું બહાર નથી પાડતા, નોટિફિકેશન બહાર પાડે છે. તે લોકો આયોજન નથી કરતા, પ્લાનિંગ કરે છે. તે માટે આયોજન પંચ નથી હોતું, પ્લાનિંગ Pભવ્ય ભાષા માતૃભાષા ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ કમિશન હોય છે. સંસદ કે વિધાનસભામાં અધ્યક્ષ નથી હોતા, સ્પીકર હોય છે. બધા માર્ગ કે રસ્તા ઉપર નથી ચાલતા, રોડ પર ચાલે છે. તે માર્ગ ધોરીમાર્ગ નથી હોતો, હાઈ-વે હોય છે. તે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નથી હોતો, નેશનલ હાઈ-વે હોય છે. તેની ઉપર તેઓ વાહન નથી હંકારતા, વેહિકલ ડ્રાઈવ કરે છે. હંકારનાર વાહનચાલક નથી હોતો, ડ્રાઈવર હોય છે. વાહનડાબી બાજુ નથી ચલાવવાના, લેફ્ટહેન્ડ સાઈડ ચલાવવાના છે. વાહન વેગથી નથી દોડતા, સ્પીડથી દોડે છે. વાહનને અકસ્માત નથી થતા, ઍક્સિડન્ટ થાય છે. વાહનને કાચ નથી હોતા, ગ્લાસ હોય છે. ક્યારેય વાહન વ્યવહાર ઠપ નથી થતો, ટ્રાફિક જામ થાય છે. તે રસ્તો ઓળંગતા નથી, ક્રોસ કરે છે. ગાડી નથી હોતી, કાર હોય છે. તેને પૈડાં નથી હોતા, વ્હીલ હોય છે. ફટફટિયું નથી હોતું, બાઈક કે મોટર સાઈકલ હોય છે. દ્વિચક્રી વાહન નથી હોતું, ટુ-વ્હીલર હોય છે. ચાર પૈડાંનાં વાહનો નથી હોતા, ફોર વ્હીલર હોય છે. એકમાર્ગીય રસ્તો નથી હોતો, વન-વે હોય છે. કેટલાક ટોચ પર નહિ, ટૉપ પર પહોંચે છે. કેટલાક મધ્યમાં નહિ, મિડલમાં પહોંચે છે. કેટલાક જલદી નહીં, ફાસ્ટ પહોંચે છે. કેટલાક મોડા નહીં, લેટ પહોંચે છે. કેટલાક શરૂ નથી કરતા, સ્ટાર્ટ કરે છે. પાછી નથી ફરતા, રિટર્ન થાય છે. ગાડી પાછી નથી વાળતા, રિવર્સમાં લે છે. ભાડાના વાહનનું ભાડું નથી હોતું, ફેઅર હોય છે. ગાડીમાં પોતાની બેઠકનું આરક્ષણ નથી કરાવત, રિઝર્વેશન કરાવે છે. પ્રતીક્ષાયાદીમાં તેમનું નામ નથી આવતું, વેઈટિંગ લીસ્ટમાં આવે છે. ગાડીમાં ડબા નથી હોતા, કમ્પાર્ટમેન્ટ હોય છે. ગાડીનું આગમન નથી હોતું, અરાઈવલ હોય છે. પ્રયાણ નથી હોતું, ડિપાર્ચર હોય છે. તેઓ ચાંપ નથી પાડતા, સ્વિચ ઓન કરે છે. સ્મિત નથી કરતા, સ્માઈલ કરે છે. પડદો નથી કરતા, કર્ણન કરે છે. ગાદલા પર ઓછાડ કે ચાદર નથી પાથરતા, બેડશીટ પાથરે છે. દંતમંજન નથી વાપરતા, ટુથપાવડર વાપરે છે. ખેતી નથી કરતા, ફાર્મિંગ કરે છે. તે કરનારા ખેડૂત નથી હોતા, ફાર્મર હોય છે. કોઈ ખૂન કે હત્યા નથી કરતું, મર્ડર કરે છે. કોઈ આત્મહત્યા નથી કરતું, સ્યુસાઈડ કરે છે. કોઈનો જન્મદિવસ નથી આવતો, ૧૬ - ભવ્ય ભાષા : માતૃભાષા Page #26 -------------------------------------------------------------------------- ________________ બર્થ-ડે આવે છે. કોઈ જન્મે છે જ ક્યાં ? બોર્ન થાય છે. કોઈનું મૃત્યુ નથી થતું, ડેથ થાય કોઈ કોઈને આમંત્રણ નથી આપતા, ઈન્વિટેશન આપે છે. તે માટે આમંત્રણપત્રિકા નથી લખતા, ઈન્વિટેશન કાર્ડ લખે છે. કોઈની સગાઈ નથી થતી, ઍન્ગજમૅન્ટ થાય છે. લગ્ન નથી થતા, મેરેજ થાય છે. લગ્નની વાડી નથી હોતી, મેરેજ હોલ હોય છે. છૂટાછેડા નથી થતા, ડિવોર્સ થાય છે. કોઈ ગુનો નથી કરતું, ક્રાઈમ આચરે છે. તે ગુનેગાર નથી કહેવાતો, ક્રિમિનલ કહેવાય છે. તેને કેદમાં નથી પુરાતો, જેલમાં પુરાય છે. તેને જામીન પર છોડવામાં નથી આવતો, બેલ પર છોડવામાં આવે છે. તેને દંડ નથી થતો, પેનલ્ટી થાય છે. સજા નથી થતી, પનિશમૅન્ટ થાય છે. કોઈ ખરીદી કરવા નથી નીકળતું, શૉપિંગ કરવા નીકળે છે. પાકિટ લઈને નથી જતા, વૉલેટ કે પર્સ લઈને જાય છે. વેપારી સાથે રકઝક નથી કરતા, બાર્ગેનિંગ કરે છે. લોકો બગીચામાં ફરવા નથી જતા, ગાર્ડનમાં જાય છે. ચોપાટી પર નથી જતા, બીચ પર જાય છે. સંગ્રહાલય જોવા નથી જતા, મ્યુઝિયમ જોવા જાય છે. પ્રાણીસંગ્રહાલય જોવા નથી જતા, ઝૂ જેવા જાય છે. ચલચિત્ર જોવા નથી જતા, સિનેમા-ફિલ્મ-મુવી કે પિશ્ચર જેવા જાય છે. નાટક જોવા નથી જતા, ડ્રામા જોવા જાય છે. ગુજરાતીઓ મોટેભાગે ગુજરાતી ડ્રામા જોતા હોય છે, ઇંગ્લિશ નાટક ક્યારેય નથી જોતા ! લોકો સંગીત નથી સાંભળતા, મ્યુઝિક સાંભળે છે. તેઓ ભાષણ કે વક્તવ્ય નથી આપતા, લેફ્ટર કે સ્પીચ આપે છે. તેઓ પ્રચાર નથી કરતા, પબ્લિસિટી કરે છે. જાહેરાત નથી આપતા, ઍડ્વર્ટાઈઝમૅન્ટ આપે છે. તેઓ લોકપ્રિય નથી બનતા, પૉપ્યુલર બને છે. તેમને પિતા-માતાજી કે બાપા-બા નથી હોતા, ફાધર-મધર, પપ્પા-મમ્મીકે ઠંડ-મામ હોય છે. તેમને કાકા-મામા નથી હોતા, અન્કલ હોય છે. કાકી-મામી નથી હોતા, આન્ટી હોય છે. દીકરો નથી હોતો, સન હોય છે. દીકરી નથી હોતી, ડૉટર હોય છે. ભાઈનથી હોતો, બ્રધર હોય છે. બહેન નથી હોતી, સિસ્ટર હોય છે. ભાઈઓ અને બહેનો નથી હોતા, જે એન્ડ લેડીઝ હોય છે. પુરૂષો અને સ્ત્રીઓ નથી હોતા, એલ એન્ડ ભવ્ય ભાષા: માતૃભાષા ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ફિમેલ હોય છે. લોકો બેચેન નથી થતા, નરવસ કે અપસેટ થાય છે. નિષ્ફળ નથી જતા, ફેઈલ થાય છે. તેમને તાણ નથી હોતી, સ્ટ્રેસ હોય છે. ચિંતા નથી હોતી, ટેન્શન હોય છે. તેઓ ગમગીન નથી બનતા, ડિપ્રેસ થાય છે. લોકો વીમો નથી ઉતારતા, ઈશ્યોરન્સ ઉતારે છે. તેનો વીમાનત નથી હોતો, પૉલિસી હોય છે. તે વીમો પાકતો નથી, મૅચ્યોર થાય છે. ત્યારે તેઓ તેનો દાવો નથી કરતા, ક્લેઈમ કરે છે. વીમો પાકે ત્યારે વીમાની રકમ નથી મળતી, અમાઉન્ટ મળે છે. તેઓ મંદિરમાં નથી જતા, ટેમ્પલમાં જાય છે. ભગવાનને પૂજતા નથી, ગાંડને વર્શિપ કરે છે. તેઓ પ્રાર્થના નથી કરતા, પ્રેયર કરે છે. તેમને આશીર્વાદ નથી મળતા, બ્લેસિંસ મળે છે. દુકાનના માલિક નથી હોતા, પ્રોપ્રાઈટર હોય છે. કોઈ સંસ્થામાં મંત્રી નથી હોતા, સેક્રેટરી હોય છે. ખજાનચી નથી હોતા, ટ્રેઝરર હોય છે. લોકો કપડાં દરજી પાસે નથી સીવડાવતા, ટેલર પાસે સીવડાવે છે. દરજી માપ નથી લેતા, મેઝરમેન્ટ લે છે. તૈયાર કપડાં નથી મળતા, રેડિમૅડ ગાર્મેન્ટ મળે છે. લાકડાનું કામ સુથાર પાસે નથી કરાવતા, કાર્પેન્ટર પાસે કરાવે છે. રંગવાનું કામ રંગારા નથી કરતા, પેઈન્ટર કરે છે. તે લોકો હજામની દુકાને વાળ નથી કપાવતા, હેર કટિંગ સલૂનમાં ટ્રિમિંગ કરાવે છે. માથામાં તેલ નથી નાંખતા, હેર-ઈલ નાંખે છે. દર્પણ, આયના કે અરીસામાં નથી જોતા, મિરરમાં જુએ છે. તેઓ શરીરશોભા નથી કરતા, મેકઅપ કરે છે. તે માટે સૌંદર્ય પ્રસાધનો નથી વાપરતા, કૌંસમેટિકસ વાપરે છે. અત્તર નથી છાંટતા, સેન્ટ અથવા પફ્યુમ છાટે છે. તે લોકો ઘરનો શણગાર નથી કરતા, ડેકોરેશન કરે છે. તેઓ શિસ્તનો આગ્રહ નથી રાખતા, ડિસિપ્લિનનો આગ્રહ રાખે છે. ભણવાથી જ્ઞાન નથી વધતું, નૉલેંજ વધે છે. તેઓ માહિતી ભેગી નથી કરતા, ઈન્ફર્મેશન ભેગી કરે છે. વસ્તુઓ મૂકવા તે થેલી કે પેટી નથી વાપરતા, બૅગ વાપરે છે. તેઓ સારી રીતે વર્તતા નથી, સારી રીતે બિહેવ કરે છે. તેમનું સારું વર્તન વખણાતું નથી, ગુડ કન્ડક્ટ વખણાય છે. તેમને ઈનામ નથી મળતું, પ્રાઈઝ મળે છે. તેઓ કોઈને ભેટ નથી આપતા, ગિફ્ટ કે પ્રેઝન્ટ આપે છે. તેઓ કોઈને ૧૮ આ ભવ્ય ભાષાઃ માતૃભાષા Page #28 -------------------------------------------------------------------------- ________________ આશ્વાસન નથી આપતા, કન્સોલેશન આપે છે. તેમને માટે કાંઈ ફરજિયાત નથી હોતું - કાંઈ મરજિયાત નથી હોતું, કમ્પલસરી અને વૉલન્ટરી હોય છે. તેમને કોઈ કાર્યક્રમ નથી હોતો, પ્રોગ્રામ હોય છે. સમારંભ નથી હોતો, ફંકશન હોય છે. તેમને તહેવાર કે ઉત્સવ નથી હોતા, ફેસ્ટિવલ હોય છે. તેઓ તસવીર નથી લેતા, ફોટો પાડે છે. તેમને ઓળખપત્ર નથી હોતું, આઈડેન્ટિટી કાર્ડ હોય છે. તેમને પરવાનગી નથી મળતી, પરમિશન મળે છે. પરવાનો નથી મળતો, લાઈસન્સ મળે છે. તેઓ નોંધણી નથી કરાવતા, રજિસ્ટ્રેશન કરાવે લોકો પ્રવૃત્તિ નથી કરતા, ઍક્ટિવિટી કરે છે. કામ નથી કરતા, વર્ક કરે છે. આદેશ નથી કરતા, ઑર્ડર કરે છે. માનવાનું નથી કરતા, બિલીવ કરે છે. વિશ્વાસ નથી કરતા, ટ્રસ્ટ કરે છે. છેતરપિંડી નથી કરતા, ફૉડ કરે છે. તેમને પ્રયોજન કે ઉદ્દેશ નથી હોતા, પર્પસ કે ઈન્ટેન્શન હોય છે. ધ્યેય નથી હોતું, ગોલ હોય છે. જીવન નથી હોતું, લાઈફ હોય છે. જીવનશૈલી નથી હોતી, લાઈફ-સ્ટાઈલ હોય છે. જીવનધોરણ નથી હોતું, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય છે. કારણ નથી હોતું, રીઝન હોય છે. કોઈ અધિકાર માટે નથી લડતા, રાઈટ માટે લડે છે. કોઈ ફરજ નથી બજાવતા, ડ્યુટી બજાવે છે. કોઈ જવાબદારી નથી રાખતા, રિસ્પૉન્સિબિલિટી રાખે છે. કોઈની ક્રિયા કે પ્રતિક્રિયા નથી હોતી, અંકશન અને રિએકશન હોય છે. દવાની પણ આડઅસર નથી હોતી, રિએક્શન હોય છે. કોઈ પ્રતિભાવ નથી આપતું, રિસ્પોન્સ - આપે છે. કોઈને જરૂરિયાત કે આવશ્યકતા નથી હોતી, રિક્વાયરમેન્ટ હોય છે. કાંઈ આવશ્યક નથી હોતું, નેસેસરી હોય છે. સગવડતા નથી જોઈતી, કમ્ફર્ટ જોઈએ છે. વૈભવ નથી જોઈતા, લક્ઝરી જોઈએ છે. તેમને કાંઈ અનુકૂળ નથી હોતું, કન્વીનિઅન્ટ હોય છે. કાંઈ પ્રતિકૂળ નથી હોતું, ઈન્કવીનિઅન્ટ હોય છે. લોકો પૈસાનું રોકાણ નથી કરતા, ઈન્વેસ્ટમેન્ટ કરે છે. તેમને વ્યાજ નથી મળતું, ઈન્ટરેસ્ટ મળે છે. વળતર નથી મળતું, રિટર્ન મળે છે. અનામત નથી આપતા, ડિપોઝિટ આપે છે. પૈસા ઉછીના નથી લેતા, લોન લે છે. હમાથી પૈસા નથી ભરતા, ઈન્સ્ટૉલમૅન્ટથી ભરે છે. પૈસા ચૂકવતા નથી, પેમેન્ટ કરે છે. બજારમાં દલાલ નથી હોતા. બ્રોકર હોય છે. ભવ્ય ભાષા માતૃભાષણ ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ તેમને દલાલી નથી મળતી, બ્રોકરેજ મળે છે. આડતિયા નથી હોતા, કમિશન એજન્ટ હોય છે. તેમને આડત નથી મળતી, કમિશન મળે છે. તેઓ રકમ થાપણ નથી મૂકતા, ડિપૉઝિટ કરે છે. તે બચતખાતામાં-ચાલખાતામાં અથવા મુદ્દતી અનામતખાતામાં નહિ પણ સેવિંસકરન્ટ કે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાં ભરે છે. ત્યાં સુરક્ષિત અનામત કક્ષની સુવિધા નહિ, પણ સેઈફ ડિપોઝિટ વૉલ્ટની ફેસિલિટી હોય છે. લોકો પાસે મિલ્કત નથી હોતી, ઍસેટ્સ હોય છે. દેવું નથી હોતું, લાયબિલિટિઝ હોય છે. તેઓ વાંચન નથી કરતા, રીડિંગ કરે છે. તેઓ આગેવાની નથી લેતા, લીડિંગ કરે છે. તેથી તે આગેવાન કે નેતા નથી, લીડર છે. સિનેમામાં અભિનેતા નથી હોતા, ઍક્ટરી હોય છે. રમત નથી રમતા, ગેઈમ રમે છે. ખેલાડી નથી હોતા, પ્લેયર હોય છે. રમતનું મેદાન નથી હોતું, પ્લે-ગ્રાઉન્ડ હોય છે. સભાખંડ નથી હોતો, ઑડિટોરિયમ હોય છે. મંચ નથી હોતો, સ્ટેજ કે પ્લેટફોર્મ હોય છે. વક્તા નથી હોતા, સ્પીકર હોય છે. પ્રેક્ષકગણ કે શ્રોતાગણ નથી હોતો, ઑડિયન્સ હોય છે. સભાખંડમાં પ્રવેશનો દરવાજો નથી હોતો, એન્ટ્રન્સ ગેટ હોય છે. બહાર નીકળવાનો દરવાજો નથી હોતો, ઍક્ઝિટ ગેટ હોય છે. કાપડ બજાર નથી હોતી, કલોથ માર્કેટ હોય છે. હીરા બજાર નથી હોતી, ડાયમંડ માર્કેટ હોય છે. સટ્ટાબજાર નથી હોતી, સ્ટોક માર્કેટ હોય છે. - | દિશા પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ નથી હોતી, ઈસ્ટ-વેસ્ટ-નૉર્થ-સાઉથ હોય છે. બજારમાં માંગ અને પુરવઠો નથી હોતા, ડિમાન્ડ એન્ડ સપ્લાય હોય છે. દેશનો વિકાસ નથી થતો, ડેવલપમેન્ટ થાય છે. અમેરિકા વિકસિત નહિ, ડેવલષ્ઠ ગણાય છે. ભારત વિકાસશીલનહિ, ડેવલપિંગ ગણાય છે. કોઈ શાકાહારી કે માંસાહારી નથી હોતું વેજિટેરિયન અને નોનવેજિટેરિયન હોય છે. કાંઈ મફત નથી મળતું, ફ્રિી મળે છે. રોકડા ચૂકવવા નથી પડતા, કૅશ ચૂકવાય છે. કોઈને કોઈનું આકર્ષણ નથી થતું, અટ્રેક્શન થાય છે. લગાવ નથી થતો, અટૅચમેન્ટ થાય છે. કોઈ વાંધો નથી લેતા, ઓંજેક્શન ઉઠાવે છે. વિરોધ નથી કરતા, ઓપોઝ કરે છે. અભિનંદન નથી આપતા, કૉન્ચેપ્યુલેશન આપે છે. પ્રદર્શન નથી ભરતા, ઍક્ઝિબિશન ભરે છે. ગાવાનું નથી શીખતા, સિગિંગ શીખે છે. નૃત્ય નથી શીખતા, ડાન્સિંગ શીખે છે. (૨૦) ભિવ્ય ભાષાઃ માતૃભાષા Page #30 -------------------------------------------------------------------------- ________________ ઘોડેસવારી નથી શીખતા, હોર્સ-રાઈડિંગ શીખે છે. કૂતરો નથી પાળતા, ડોગી પાળે છે. તેમને કાંઈ અઘરું નથી હોતું, હાર્ડ અથવા ટફ હોય છે. કાંઈ સહેલું નથી હોતું, ઈઝી કે સિંપલ હોય છે. કાંઈ બરછટ નથી હોતું, રફ હોય છે. કાંઈ સુંવાળું નથી હોતું, ફાઈન કે સ્મથ હોય છે. કાંઈ મીઠું નથી હોતું, સ્વીટ હોય છે. કોઈ સરસ નથી હોતું, ફાઈન કે નાઈસ હોય છે.કોઈ રૂપાળું નથી હોતું, બ્યુટિલ હોય છે. તેઓ હોંશિયાર નથી હોતા, ફ્લેવરબ્રિલ્યન્ટ કે ઈન્ટેલિજન્ટ હોય છે. કોઈ તેજસ્વી નથી હોતું, સ્માર્ટ હોય છે. કોઈ નાજુક કે પતલું નથી હોતું, સ્લિમ કે થિન હોય છે. ટૂંકો રસ્તો નથી હોતો, શૉર્ટ-કટ હોય છે. કોઈ ખાનદાન નથી હોતું, રૉયલ હોય છે. કોઈ વફાદાર નથી હોતું, લૉયલ હોય છે. કાંઈ સાચું કે ખોટું નથી હોતું, રાઈટ કે રોંગ હોય છે. કાંઈ સારું કે ખરાબ નથી હોતું, ગુડ કે બેડ હોય છે. કાંઈ ચોખ્ખું કે ગંદું નથી હોતું, કલીન કે ડર્ટી હોય છે. કોઈ માણસ સરળ નથી હોતો, સ્ટ્રેટ ફૉર્વડ હોય છે. કોઈ માણસ નિખાલસ નથી હોતો, ટ્રાન્સપરન્ટ હોય છે. કોઈ શરત નથી કરતું, કન્ડિશન કરે છે. પરિસ્થિતિ બદલાતી નથી, સિમ્યુએશન બદલાય છે. સંયોગ બદલાતા નથી, સર્કમસ્ટન્સિસ બદલાય છે. કોઈને મોભો નથી હોતો, પોઝિશન હોય છે. દરજ્જો નથી હોતો, સ્ટેટસ હોય છે. કાર્યરીતિ નથી હોતી, પરફોર્મન્સ હોય છે. સફળતા કે નિષ્ફળતા નથી મળતી, સક્સેસ કે ફેલ્યોર મળે છે. સિદ્ધિ નથી મેળવતા, ઍચિવમેન્ટ મેળવે છે. અપેક્ષા નથી રાખતા, એકસ્પેકટેશન રાખે છે. તે પૂરી નથી થતી, ફૂલફિલ થાય છે. લાગણી નથી હોતી, ફિલિંગ્સ હોય છે. વિચાર નથી હોતા, થિન્કિંગ હોય છે. પૃથક્કરણ નથી કરતા, ઍનાલિસિસ કરે છે. બુદ્ધિ તીક્ષ્ણ નથી હોતી, શાર્પ હોય છે. વસ્તુ પૂરેપૂરી કે સંપૂર્ણ નથી હોતી, પરફેક્ટ હોય છે. કોઈ આધુનિક નથી હોતું, મૉર્ડન હોય છે. આગળ વધેલું નથી હોતું, વાન્ડ હોય છે. પછાત નથી હોતું, બૅકવર્ડ હોય છે. વિચિત્ર નથી હોતું, ઓકવર્ડ હોય છે. નિષ્ઠા નથી હોતી, કમિટમેન્ટ હોય છે. કોઈ નિષ્ણાત નથી હોતું, ઍક્રસ્પર્ટ હોય છે. કોઈ નબળું નથી હોતું, વીક હોય છે. તારીખ નથી હોતી, ડેટ હોય છે. રાત નથી હોતી, નાઈટ હોય છે. સવાર નથી હોતી, મૉર્નિંગ હોય છે. સૂર્યાસ્ત નથી થતો, સન-સેટ થાય છે. અઠવાડિયું કે સપ્તાહ નથી હોતું, વીક હોય છે. મહિનો નથી હોતો, મન્થ હોય છે. વર્ષ નથી હોતું, યર હોય છે. ભવ્ય ભાષા: માતૃભાષા ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ રજતાંતિ-સુવર્ણજયંતિકે હીરક જયંતિ નથી હોતી. સિલ્વર જ્યુબિલી-ગોલ્ડન જ્યુબિલી કે ડાયમંડ જ્યુબિલી હોય છે. સદી કે શતાબ્દી નથી હોતી, સેંચુરી હોય છે. સહસ્ત્રાબ્દી નથી હોતી, મિલેનિયમ હોય છે. રંગ નથી હોતો, કલર હોય છે. તે સફેદ-કાળો-લાલ-પીળો-વાદળી-ગુલાબીરાખોડી-કેશરી કે લીલો નથી હોતો, વાઈટ-બ્લેક-રેડ-ચલ-લૂ-પિંક-એશ-ઓરેન્જ કે ગ્રીન હોય છે. નાકેથી ગંધ નથી આવતી, મેલ આવે છે. પૃથ્વી ગોળ નથી, રાઉન્ડ છે. દિવસે સૂર્યપ્રકાશ નથી આવતો, સનલાઈટ આવે છે. રાત્રે ચાંદની નથી હોતી, મૂનલાઈટ હોય છે. ઘરમાં બત્તી નથી હોતી, લાઈટ હોય છે. પંખો નથી હોતો, ફૅન હોય છે. તેમને સરનામું નથી હોતું, એડ્રેસ હોય છે. આંકડા નથી હોતા, નંબર હોય છે. શૂન્ય નથી હોતું ઝીરો હોય છે. એક-બે-ત્રણ નથી હોતું, વન-ટુ-થ્રી હોય છે. ખેલાડી ચોગ્ગો કે છગ્ગો નથી ફટકારતો, ફોર અને સિક્સર ફટકારે છે. રમતની સ્પર્ધા નથી હોતી, મૅચ કે ટૂર્નામેન્ટ હોય છે. આજે જીવનમાં સ્પર્ધાનથી વધી, કૉમ્પિટિશન વધી છે. જિંદગી ઝક્ષી નથી બની, લાઈફ ફાસ્ટ બની છે. કોઈ ધીમું નથી ચાલતું, સ્લો ચાલે છે. ઓછામાં ઓછું કે વધુમાં વધુ નથી હોતું, મિનિમમકે મૅક્સિમમ હોય છે. કાંઈ શ્રેષ્ઠ નથી હોતું, બેસ્ટ હોય છે. ગુણવત્તા અને પરિમાણ કોઈ નથી જોતું, ક્વૉલિટી અને ક્વૉન્ટિટી જુએ છે. | સામાન્ય કાંઈ નથી હોતું, બધું કોમન હોય છે. સાધારણ કાંઈ નથી હોતું, બધું જનરલ હોય છે. ખાસ કાંઈ નથી હોતું, સ્પેશિયલ હોય છે. સ્પષ્ટતા નહિ, ક્લેરિટી હોય છે. વિશેષ નહિ, સ્પેસિફિક હોય છે. ગૂંચવણ નહિ, કફ્યુઝન હોય છે. કોઈ નિર્ણય નથી કરતું, ડિસાઈડ કરે છે. ખરેખર નહિ, ડેફિનેટલી કરે છે. સલામતિનો આગ્રહ નથી હોતો, સેફ્ટીનો હોય છે. સુરક્ષાની ચિંતા નથી, સિક્યુરિટીની છે. ભાગ્ય કે નસીબ નહિ, લક ઉપર બધો આધાર હોય છે. સમાજ નહિ, સોસાયટી હોય છે. સમૂહ નહિ, ગ્રુપ હોય છે. ટોળકી નહિ, ગેંગ હોય છે. કોઈ પણ બાબત વ્યક્તિગત નહિ, ઈન્ડિવિજ્યુઅલ અને અંગત નહિ, પર્સનલ કે ૨૨ ભવ્ય ભાષા માતૃભાષા Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાઈવેટ હોય છે. યાદદાસ્ત નબળી નથી પડતી, મેમરી લોસ થાય છે. કોઈ જાડું નથી હોતું, ફેંટ હોય છે. ગોરી ચામડી નથી હોતી, ફેર સ્કિન હોય છે. લોકો સહન નથી કરતા, ટૉલરેટ કરે છે. મુશ્કેલી નથી આવતી, ડિફિકલ્ટી આવે છે. તકલીફ નથી હોતી, ટ્રબલ હોય છે. હિંમત નથી કરતા ડેરિંગ કરે છે. મુશ્કેલીનો સામનો નથી કરતા, ફેસ કરે છે. જીવનમાં સંઘર્ષો નથી આવતા, સ્ટ્રગલ્સ આવે છે. તેની સામે તમારે લડવાનું નથી, ફાઈટ આપવાની છે. તે માટે તમારામાં લડાયક મિજાજ નહિ, ફાઈટિંગ સ્પિરિટ જોઈએ. તેમાં તમારે ધીરજ નહિ, પેશન્સ ટકાવવાની છે. તમારી સામે પડકાર નથી, ચૅલેન્જ છે. તમારે સ્વીકાર નથી કરવાનો એક્સેપ્ટ કરવાનું છે. સંમતિ નથી આપવાની, કન્સેન્ટ આપવાની છે. કોઈને વૈવિધ્ય પસંદ નથી, વેરાયટી પસંદ છે. વ્યક્તિત્વનો વિકાસ નથી કરવાનો, પર્સનાલિટી ડેવલપ કરવાની છે. તે માટે લોકો ચહેરો નહિ, ફેસ વ્યવસ્થિત રાખે છે. ટેવો અને શોખ નહિ પણ હેબિટ્સ અને હૉબિઝ સારા હોવા જોઈએ. કોઈ કોઈને પ્રેમ નથી કરતું, લવ કરે છે. બાળક માતાને વહાલું નથી, ડિયર છે. કોઈને પત્ની નથી હોતી, વાઇફ હોય છે. કોઈ પ્રામાણિક નથી હોતું, ઓનેસ્ટ હોય છે, કોઈ અપ્રમાણિક નથી હોતું, ડિસોનેસ્ટ હોય છે. કાંઈ શુદ્ધ નથી હોતું, પ્યોર હોય છે. કાંઈ ભેળસેળવાળું નથી હોતું, મિસ્ડ હોય છે. કોઈ ટૂંકમિજાજ નથી હોતું, શોર્ટ ટૅમ્પ હોય છે. કેટલાક ટૂંકી દષ્ટિવાળા નથી હોતા, શોર્ટે-સાઈટેડ હોય છે. કેટલાક સંકુચિત મનવાળા નથી હોતા, નૈરોમાઈન્ડેડ હોય છે. કેટલાક તટસ્થ નથી હોતા, ન્યુટ્રલ હોય છે. કોઈને પૂર્વગ્રહ નથી હોતો, ગ્રેજ્યુડાઈસ હોય છે. કેટલાક આળસુ નહિ, લેઝી હોય છે. કેટલાક ઉદ્યમી નહિ, હાર્ડવર્કિંગ હોય છે. કેટલાક ઈર્ષાળુ નહિ, જેલસ હોય છે. કેટલાક નમ્ર નહિ, ડાઉન ટુ અર્થ હોય છે. કેટલાક વિચક્ષણ નહિ, મુડ હોય છે. કેટલાક સ્વાર્થી નહિ, સેલ્ફિશ હોય છે. કેટલાક દોઢડાહ્યા નહિ, ઑવરવાઈઝ હોય છે. કેટલાક બડાઈ નથી હાંકતા, બોર્ડિંગ કરે છે. કેટલાક નિંદા નથી કરતા, લૂઝ ટોક કરે છે. ભૂલ નથી શોધતા, ફોલ્ટ શોધે છે. કોઇ કોઇને સમાંતર નથી હોતું, પેરલલ હોય છે. કોઈ કોઈનું ઉલ્લંઘન નથી કરતું, ઓવરટેક કરે છે. કોઈ કોઈની ઉપરવટ નથી જતું, ઓવરફુલ કરે છે. ક્યાંય કોઈ પ્રતિબંધ નથી કરતું, પ્રોહિબિટ કરે છે. દબાણ નથી કરતું, પ્રેશર કરે છે. ભવ્ય ભાષા માતૃભાષા ૨૩. Page #33 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ નથી કરતું, ઇન્સિસ્ટ કરે છે. ગણના નથી કરતા, કાઉન્ટિંગ કરે છે. ગણતરી નથી માંડતા, કૈંક્યુલેશન કરે છે. લોકો પ્રયત્ન નથી કરતા, ટ્રાય કરે છે. સંતોષ કે અસંતોષ નથી થતો, સેટિફેકશન કે ડિસૅટિફેક્શન થાય છે. તેઓ મહત્વ નથી આપતા, ઈમ્પોર્ટન્સ આપે છે. જશ નથી આપતા, ક્રેડિટ આપે છે. અગ્રતા નથી આપતા, પ્રાયોરિટી આપે છે. તેમને સમૃદ્ધિ નથી વધતી, પ્રોસ્પરિટી વધે છે. ધંધામાં વૃદ્ધિ નથી કરતા, ઍસ્પાન કરે છે. તારને આગળ નથી ખેંચતા, તેનું એસ્ટેન્શન કરે છે. વિમાનમથકે હું તેમને તેડવા નહિ, રિસીવ કરવા જવાનો છું. વિમાનમથકથી વિમાન નથી ઊડતાં, એરોડ્રોમ કે ઍરપૉર્ટથી એરોપ્લેન ઊડે છે. સહારા વિમાનમથક આંતરરાષ્ટ્રીય નથી, ઇન્ટરનેશનલ છે. સેના નથી હોતી, આર્મિ હોય છે. સૈનિક નથી હોતો, સોલ્જર હોય છે. સેના સંરક્ષણ નથી કરતી, ડિફેન્સ કરે છે. સૈનિક પાસે બંદૂક નથી હોતી, ગન હોય છે. તેમાં ગોળી નથી હોતી, બુલેટ હોય છે. યુદ્ધ નથી થતું, વૉર થાય છે. હુમલા નથી થતા, અટેક થાય છે. દિવાસળીની પેટી નથી હોતી, મેચ-બોક્સ હોય છે. પ્રાઈમસ નથી હોતો, સ્ટવ હોય છે. શીશી નથી હોતી, બોટલ હોય છે. પોલાદ નથી હોતું, સ્ટીલ હોય છે. તાંબું નથી હોતું, કૉપર હોય છે. ઈંટ નથી હોતી, બ્રીક હોય છે. આ લોકો બહાર ફરવા નથી જતા, આઉટિંગ પર જાય છે. તેઓ મુસાફરી કે પ્રવાસ નથી કરતા, જર્ની કે ટ્રાવેલિંગ કરે છે. ફરવા માટે કોઈ ગિરિમથકે નથી જતું, હીલ સ્ટેશન પર જાય છે. લોકો પર્યટન પર નથી જતા, ટુર પર જાય છે. ઉજાણી કરવા નથી જતા, પિકનિક કરવા જાય છે. સૂચના નથી કરતા, સજેશન કરે છે. અંતઃસ્ફરણા નથી થતી, ઈન્ટયુશન થાય છે. અભિવ્યક્ત નથી કરતા, એક્સપ્રેસ કરે છે. સમાધાન નથી કરતા, કૉમ્પ્રોમાઇઝ કરે છે. કદર નથી કરતા, ઍપ્રિસિએટ કરે છે. નમતું નથી જોખતાં, સરન્ડર થાય છે. વધારાનું નથી હોતું, એકસ્ટ્રા હોય છે. કોઈ પણ વાક્ય નથી બોલતા, સેન્ટ્રન્સ બોલે છે. તેનો અર્થ નથી હોતો, મીનિંગ હોય છે. તે ગાડી ચૂક્તા નથી, મિસ કરે છે. પૂર્વકાળજી નથી લેતા, પ્રિકોશન લે છે. સંબંધ નથી ટકાવતા, રિલેશન ટકાવે છે. શહેરમાં નથી રહેતા, સિટીમાં રહે છે. પરામાં નથી રહેતા, સબર્બમાં રહે છે. અમુક વિસ્તારમાં નથી રહેતા, એરિયામાં રહે છે. ગામડામાં નથી રહેતા, વિલેજમાં રહે છે. ૨૪ ભવ્ય ભાષા માતૃભાષા Page #34 -------------------------------------------------------------------------- ________________ તેઓ સુખી નથી હોતા, હૈપી હોય છે. તેઓ સુખદુઃખ વહેંચતા નથી, શેઅર કરે છે. તેઓ આતુર નથી હોતા, ઈગર હોય છે. તે લોકો રાહ નથી જોતા, વેઈટ કરે છે. તેમને તક નથી મળતી, ચાન્સ કે ઓપર્ચ્યુનિટી મળે છે. કોઈ વસ્તુની અછત નથી હોતી, શોર્ટેજ હોય છે. કેટલાક લોકો વ્યાવસાયિક નથી હોતા, પ્રોફેશનલ હોય છે. ધંધાદારી નથી હોતા, કોમર્શિયલ હોય છે. કેટલુંક પ્રાકૃતિક નથી હોતું, નેચરલ હોય છે. કૃત્રિમ નથી હોતું, આર્ટિફિશ્યલ હોય છે. કોઈ બાબત સામાજિક નથી હોતી, સોશ્યલ હોય છે. કોઈ બાબત ધાર્મિક નથી હોતી, રિલિજિયસ હોય છે. તેમને સંસ્કૃતિ નહિ, કલ્ચર અને સભ્યતા નહિ, સિવિલાઈઝેશન હોય છે. તે સભ્ય નથી હોતા, મેમ્બર હોય છે. તેઓ કાંઇ ગિરવી નથી મૂકતા, મોર્ગેજ મૂકે છે. તેમનો કોઈ સુઝાવ નથી હોતા, આઇડિયા હોય છે. તેમના કોઈ આદર્શો નહિ, આઇકન હોય છે. તે ચીડાતા નથી, ઇરિટેટ થાય છે. તે ચીડવતો નથી, ટીઝ કરે છે. માહિતીના સ્રોત નથી હોતા, સોર્સ હોય છે. પાણી પ્રવાહી નથી, લિક્વિડ છે. પથ્થર નઝર નથી, સૉલિડ છે. આ તેનું વિધાન નથી, સ્ટેટમેન્ટ છે. તેમને સમસ્યા અને સમાધાન નથી હોતા, પ્રૉબ્લેમ અને સોલ્યુશન હોય છે. પ્રશ્ન અને જવાબ નથી હોતા, કવેશ્ચન એન્ડ આન્સર હોય છે. હા - ના નથી હોતા, યસ –નો હોય છે. તેમનું વલણ હકારાત્મક કે નકારાત્મક નથી હોતું, પોઝિટિવ કે નેગેટિવ હોય છે. તેઓ વિનંતી નથી કરતા, રિક્વેસ્ટ કરે છે. “મહેરબાની કરીને નહીં, પ્લીઝ. તેઓ સાદા નથી, સિમ્પલ છે કારણ કે તેમને સાદગી નહિ, સિપ્લીસિટી ગમે છે. તેઓ આભાર નથી માનતા, બૅન્કસ કહે છે. તેમને સંતાન નથી હોતા, ઈસ્યુ હોય છે. બાળકની પ્રસૂતિ નથી થતી, ડિલિવરી થાય છે. નિરીક્ષણ નથી કરતા, ઑક્ઝર્વેશન કરે છે. તે નિયમ નથી પાળતા, રુલ્સ પાળે છે. તે નિયમિત નથી, રેગ્યુલર છે. સભાગૃહ હકડેઠઠ નથી, હાઉસફુલ છે. ટોળું નથી હોતું, કાઉડ હોય છે. તે સમયસાવધ નથી, પંડ્યુઅલ છે. સરકારની કચેરી નથી હોતી, ઑક્સિ હોય છે. તેમાં વિભાગ નથી હોતા, ડિપાર્ટમેન્ટ હોય છે. તેઓ આવેદનપત્ર નથી આપતા, મેમોરેન્ડમ આપે છે. તેમના પ્રતિનિધિ નથી હોતા, રિપ્રેઝન્ટેટિવ હોય છે. તેઓ સંશોધન નથી કરતા, રિસર્ચ કરે છે. તેઓ વ્યવહારું ભવ્ય ભાષા માતૃભાષા ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ નથી હોતા, પ્રેક્ટિકલ હોય છે. તે ખરા નથી હોતા, સિન્સિઅર હોય છે. વન નથી હોતું, ફોરેસ્ટ હોય છે. મર્યાદા નથી હોતી, લિમિટ હોય છે. મર્યાદા રેખા નથી હોતી, ક્રીઝ હોય છે. તેઓ કચરાપેટી નથી રાખતા, ડસ્ટબીન રાખે છે. કાંઈ આશ્ચર્યજનક નથી હોતું, માર્જલસ હોય છે. ઊંચામાં ઊંચું કે ઉત્કૃષ્ટ નથી હોતું, હાઈએસ્ટ હોય છે. નીચામાં નીચું કે જઘન્ય નથી હોતું, લોએસ્ટ હોય છે. તેની રજૂઆત જોરદાર નહોતી, એક્સલન્ટ હતી. સદનસીબે તે આવી ગયો નહિ, ફૉર્મ્સનેટલી આવી ગયો. એકાએક કાંઈ નથી બનતું, સડનલી બને છે. હું અવશ્ય નહિ, ડેફિનેટલી આવીશ. બે વચ્ચે ફરક નથી, ડિફરન્સ છે. આ મારો અભિપ્રાય નથી, ઓપિનિયન છે. હું મુક્ત મને વાત નથી કરી શકતો, ફિલી વાત કરી શકું છું. તેમણે મને વિક્ષિમ નથી કર્યો, ડિસ્ટર્બ કર્યો છે. આ લેખનું અનુસંધાન પાછલા પાને નથી, કન્ટિન્યૂટી છે. હકીકતમાં આમ નથી, ઈફ્ટ આમ છે. તેમની પેઢી નથી, કંપની કે ફર્મ છે. તેનું સૂત્ર નહિ, સ્લોગન હોય છે. નિયમ નહિ, ફોર્મ્યુલા હોય છે. વ્યાખ્યા નહિ, ડેફિનેશન હોય છે. શબ્દકોષ નહિ, ડિકશનરી હોય છે. પ્રયોગશાળા નહિ, લૅબોરેટરી હોય છે. પુસ્તકાલય નહિ, લાયબ્રેરી હોય છે. સાર્વજનિક સ્થળ નથી હોતું, પબ્લિક પ્લેસ હોય છે. ૧૫ ઓગષ્ટ અડધી રાત્રે નહિ, ઍટ મિડનાઈટ; ભારતને નહિ, ઈન્ડિયાને સ્વતંત્રતા નહિ, ફ્રિડમ મળ્યું. તેમને છૂટ નથી મળતી, લિબર્ટી મળે છે. ૨૦૦લ્માં મંદી નહોતી, રિસેશન હતું, તેમનું વલણ કે અભિગમનહિં, ઍટિટ્યૂડ કે એપ્રોચ હોય છે. દેશમાં ક્રાન્તિનહિ, રિવોલ્યુશન આવ્યું, તપસ્વી ઉપવાસ નહિ, ફાસ્ટ કરે છે. તે થાકી નથી જતા, એકઝૉસ્ટ થાય છે. તેથી તે આરામ નથી કરતા, રેસ્ટ કરે છે. તેથી તેમની તબિયત નહિ, હેલ્થ સારી રહે છે. તેમની સમજશક્તિ નહિ, અન્ડરસ્ટેન્ડિંગ પાવર સારો છે. તેની ગ્રહણશક્તિ નહિ, ગ્રાસ્પિંગ સારું છે. તેની ક્ષમતા નહિ, કૅપેસિટી સારી છે. વાપરો અને ફેંકો ચીજ આ નથી, પણ આ“યુઝ એન્ડ થ્રો” ની ચીજ છે. તેથી તેને એક પ્રયોજ્ય નહિ, ડિસ્પોઝેબલ કહેવાય. આ વસ્તુ મૂળભૂત નથી, ઑરિજિનલ છે. તેનામાં સુધારો નહિ, ઈખુવર્મેન્ટ સારું છે. આ કાગળિયાં મંજૂર નહિ, પૂવ થયેલા છે. મેં ખરા હૃદયથી નહિ, હૉલ-હાર્ટેડલી તને સંમતિ આપી છે. થોડુંક જ કરો નહિ, પણ લેટ-ગો કરો. સિનેમાનો પ્રથમ પ્રયોગ નથી હોતો, પ્રિમિયર શો ભવ્ય ભાષાઃ માતૃભાષા ૨૬ ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તમે સીધા કે પાંસરા નહિ, ડાયરેક્ટ ઘરે આવજો. તે સૂચનાનું પાટિયું નથી, નોટીસ બોર્ડ છે. તમે આ લખી લો નહિ, નોટ ડાઉન કરી લો. તે રોજ આવ-જા નથી કરતો, ડેઈલી અપ-ડાઉન કરે છે. તે સારી રીતે ગોઠવાયેલો નથી, વેલ-સેટલ્ડ છે. તેના જીવનમાં પરિવર્તન નહિ, ટર્નિંગ આવ્યું. તેનાથી ભૂલ નહિ, મિસ્ટેક થઈ. તે છોકરો તોફાન નહિ, મિચિફ બહુ કરે છે. ખ્રિસ્તીઓની નહિ, ક્રિશ્ચિયનોની; વટાળ ઝૂંબેશ નહિ, કન્વર્ઝન મિશન જોરથી ચાલે છે. તે વટલાઈ ગયો નહિ, કન્વર્ટ થઈ ગયો. તેણે દિશા બદલી નહિ, ડાઈવર્ટ થઈ ગયો. તે આડરસ્તો નહિ, ડાઈવર્ઝન છે. વાતનો નિષ્કર્ષ નહિ, કન્ફ્યુઝન આ હતું, વાતનો સાર નહિ, સમરી આ હતી. વાતનો ભાવાર્થ નહિ, ક્રમ્સ ઓફ ધ મેટર આ હતી. તેણે ટાળ્યું નહિ, ઍવોઈડ કર્યું. તે આવેશમાં ન આવ્યો, એકસાઈટ થયો. તેણે પૂરું ન પાડયું, પ્રોવાઈડ કર્યું. તેણે ભાગલા ન પાડયા, ડિવાઈડ કર્યા. તેનો આત્મવિશ્વાસ નહિ, સેલ્ફ કોન્ફિડન્સ ઘણો છે. કુલ સંખ્યા નહિ, ટોટલ ફિંગર ગણે છે. તેમાં ફેરફાર નહિ, ચેન્જ; શક્ય નહિ, પૉસિબલ છે. બજાર સાનુકૂળ નહિ, ફેવરેબલ છે. તે લવચીક નથી, ફ્લેક્સીબલ છે. તેમને ત્યાં મહેમાન નથી આવતા, ગેસ્ટ આવે છે. દુગ્ધાલય નહિ, ડેરી હોય છે. તેમણે અમસ્તો નહિ, જસ્ટ ફોન કર્યો. તેમ કરવું તેમને માટે અનિવાર્ય નહિ, મસ્ટ હતું. તેમ તે પુરવાર કરવા નહિ, પ્રૂવ કરવા માંગતા હતા. વૈજ્ઞાનિકે નવું સંશોધન નહિ, રિસર્ચ કર્યું છે. આશરે નહિ, ઍપ્રોક્સિમેટલી કેટલા વાગે આવશે ? આ લોકો પહેરણ નથી પહેરતા, શર્ટ પહેરે છે. પાટલૂન નથી પહેરતા, પેન્ટ પહેરે છે. પેન્ટ પર પટ્ટો નથી બાંધતા, બેલ્ટ બાંધે છે. આંગળીમાં વીંટી નથી પહેરતા, રિંગ પહેરે છે. ગળામાં હાર નથી પહેરતા, નૅકલેસ પહેરે છે. કાંડે ઘડીયાળ નથી બાંધતા, રિસ્ટવોચ બાંધે છે. પગમાં પગરખાં નથી પહેરતાં, શૂઝ પહેરે છે. પગમાં મોજાં નથી પહેરતાં, સૉક્સ પહેરે છે. તેઓ સુતરાઉ નહિ, કૉટન; રેશમી નહિ, સિલ્ક; ઝાંખાં નહિ, લાઈટ કલરનાં; ઘાટ્ટાં નહિ, ડાર્ક કલરનાં; ચોકડીવાળાં નહિ, ચેક્સવાળાં લીટીવાળાં નહિ, લાઈનિંગવાળાં; ઉનનાં નહિ, વુલન કપડાં પહેરે છે. ભવ્ય ભાષા ઃ માતૃભાષા ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ આ તો મધરટંગ ગુજરાતીમાં નહિ... માતૃભાષા ગુજરાતીમાં... મોસ્ટ કૉમનલી યુઝ્ડ નહિ...સૌથી વધુ વપરાતા... ઈંગ્લિશ વર્ડ્ઝ નહિ...અંગ્રેજી શબ્દોની... લીસ્ટ નહિ... યાદી છે. આ લીસ્ટ નહિ, યાદી... હજુ વેરિમચ નહિ, ઘણી બધી...લેન્ધી નહિ, લાંબી થઈ શકે. બટ નહિ, પરંતુ... હાર્ટ નહિ, હૃદય... શૉક નહિ, ખૂબ આઘાત... અનુભવે છે, નહિ કે... ફીલ કરે છે. સો ધેટ નહિ, તેથી... હું સ્ટૉપ નથી થતો, અટકું છું. સહુને રિઅલાઈઝ નહિ, ભાન થશે કે... ઈંગ્લિશ લેન્ગ્વેજ નહિ, અંગ્રેજી ભાષાએ... આપણી લેન્ગ્વેજમાં નહિ, આપણી ભાષામાં... કેટલું બધું ટ્રેસપાર્સિંગ નહિ, અતિક્રમણ કર્યું છે ! ગ્રેજ્યુઅલી નહિ, ધીમે – ધીમે... આપણે હાઉમચ નહિ, કેટલા બધા... અંગ્રેજી શબ્દોને એડપટ નથી કર્યા, અપનાવી લીધા છે ! ઈન ધીસ વે નહિ, આ રીતે... આપણી ભાષાનો ડેડ એન્ડ નહિ, સંપૂર્ણ અંત આવી જશે ! તેનું એક્ઝિસ્ટન્સ નહિ, અસ્તિત્વ જ નહિ રહે. ભાષાના આ ટ્રેજિક એન્ડ નહિ, કરુણ અંત માટે... એક્સેપ્ટ અસ નહિ, આપણી સિવાય... રિસ્પોન્સિબલ નહિ, જવાબદાર કોણ ગણાશે ? દરેક ગુજરાતીએ સમજી રાખવું જોઈએ કે, ગુજરાતી ભાષા બોલતી વખતે જ્યારે તે બેફામ અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરે છે. ત્યારે પોતાની આ ભેળસેળવાળી ભાષા માતૃભાષા માટે ધીમા ઝેરનો એક ઘૂંટડો પુરવાર થઈ રહ્યો છે. ૨૮ ભવ્ય ભાષા : માતૃભાષા FAS Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ - “ખો - ખો” ની રમત આમ તો શુદ્ધ ભારતીય રમત છે. પણ, અંગ્રેજી ભાષાને આ રમતમાં સારી ફાવટ આવી ગઈ છે. તે ભાષાના અનેક શબ્દો ગુજરાતી ભાષાના શબ્દોને ખો આપીને તેના સ્થાન પર ચાલાકીથી ગોઠવાઈ ગયા છે. માત્ર શબ્દો જ નહિ, ક્રિયાપદો, અવ્યયો, વિશેષણો, ક્રિયાવિશેષણો, રજૂઆત-પ્રયોગો, રૂઢિપ્રયોગો અને કહેવતો... બધાને અંગ્રેજિયત આભડતી જાય છે. “ઊંટે અંદર પેસીને આરબને બહાર કાઢયો” - કહેવતનો સાક્ષાત્કાર આપણને આપણી વર્તમાન ગુજરાતી ભાષામાં દેખાય. . કેટલાય અંગ્રેજી શબ્દોએ આપણી જીભ અને કલમ ઉપર એટલો બધો અધિકાર જમાવી દીધો છે કે, તેના પર્યાયવાચી ગુજરાતી શબ્દો આપણને સાવ અજાણ્યા અને પરાયા લાગે. બજારમાં નકલી માલ પોતાનો ખૂબ પ્રભાવ જમાવી દે ત્યારે અસલી માલને પોતાની અસલિયત પુરવાર કરવી પડે, તેવી કમનસીબ હાલતમાં થોકબંધ ગુજરાતી શબ્દો મુકાઈ ગયા છે. શુદ્ધ ગુજરાતીના કટ્ટર તરફદારો પણ બટન’ શબ્દનો નિક્ષોભ ઉપયોગ કરે છે. ગુજરાતીઓ પોતાના અંગ્રેજી ‘શર્ટના ગુજરાતી ગાજ'માં અંગ્રેજી ‘બટન ભરાવીને બે ભાષાનો (અને, બે સંસ્કૃતિનો સમન્વય (કે, શંભુમેળો 3) કરે છે. બટન’ શબ્દનો ગુજરાતી પર્યાય કેટલા ગુજરાતીઓ જાણતા હશે? બોરિયું કે બુતાન’ Pભવ્ય ભાષા : માતૃભાષા ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ શબ્દ વાંચીને–સાંભળીને સાવ અજાણી વ્યક્તિને પહેલી વાર મળતા હોય તેવી લાગણી લગભગ દરેક ગુજરાતીને થશે. આપણી સ્મૃતિના પહેરણ પરથી આપણે આપણા ‘બોરિયાં’ ને અને ‘બુતાન’ને સાવ ઊખેડી નાંખ્યું છે ! અંગ્રેજીના ફિરસ્તાઓને ‘ગાજ’નો આબેહૂબ અંગ્રેજી પર્યાયવાચક શબ્દ શોધી આપવા નમ્ર અરજ. ગાજ-બટન જેવું જ એક કજોડું : કપ-રકાબી. કપ અંગ્રેજી શબ્દ છે. કપ એટલે પ્યાલો. રકાબી ગુજરાતી શબ્દ છે. તેનો અંગ્રેજી પર્યાય છે : સૉસર. કપમાં રહેલ ‘ટી’ ને રકાબીમાં કાઢો ત્યારે ‘ચા’ બની જાય ! વેર ટેબલ, રાઉન્ડ ટેબલ, ડાઈનિંગ ટેબલ, કોન્ફરન્સ ટેબલ, ઓપરેશન ટેબલ, ઓફિસ ટેબલ, રાઈટિંગ ટેબલ વગેરે શબ્દો અને તે શબ્દો દ્વારા વાચ્ય વસ્તુઓના સંપર્કમાં બધાને વારંવાર આવવાનું થતું હશે. પણ, ટેબલને ગુજરાતીમાં મેજ કહેવાય, તે બહુ ઓછાને ખબર હશે. અને, જે જાણતા હશે તેમાંથી પણ આ શબ્દનો પ્રયોગ કરનારા કેટલા ? હું પણ નહીં. કોઈની પાસે પોતાનું લખવાનું ટેબલ ન હોય તો બીજાનું વાપરે. અંગ્રેજી ભાષા કોષ્ટક કે કોઠો જણાવવા માટે પણ આ મેજ-વાચક ટેબલ’ શબ્દ વાપરે છે. હું શાળામાં ભણતો હતો ત્યારે પાઠ્યપુસ્તકમાં ગાંધીજીનો એક પાઠ આવતો હતો. તેમાં લખ્યું હતું : ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા. આ વાંચીને એક વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું : સાહેબ, ગાંધીજી કોણ હતા એ ખબર છે. ગોડસેજી કોણ હતા એ પણ ખબર છે. ગોખલેજી કોણ હતા એ પણ જાણું છું. પણ, આ ગોળમેજી કોણ છે કે જેમના નામથી આટલી મોટી પરિષદ ભરાઈ હતી? મેજનું ટેબલીકરણ એ ઘણી જૂની ઘટના છે. ૩૦ ભવ્ય ભાષા : માતૃભાષા Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુરેશ દલાલે પોતાના એક લેખમાં પ્રસંગ ટાંક્યો છે : જ્ઞાનકોષના ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈથી અમદાવાદ જઈ રહ્યો હતો. એક મિત્રએ પૂછ્યું: કેમ, અમદાવાદ ? જ્ઞાનકોષ માટે” એટલે ?” “એન્સાયકલોપીડિયા માટે.” “પહેલા જ આમ ગુજરાતીમાં બોલ્યા હોત તો..” Sezonsoles મગનભાઈ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં જ જન્મેલા અને ત્યાં જ ઊછરીને મોટા થયા. મેટ્રિક ભણીને નજીકના શહેરની કોલેજમાં સાયકલ પર આવનજાવન કરીને થોડો કૉલેજનો અભ્યાસ કર્યો. નજીકના નાના શહેરની એક ગુજરાતી શાળામાં પી.ટી.ના શિક્ષક તરીકેની નોકરી મળી. એક વર્ગના બધા વિદ્યાર્થીઓને મેદાનમાં બોલાવીને આદેશ કર્યો. બધા છોકરા હાર કરી દો.” બધા વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈ કાંઈ સમજતું નથી. ફરી શિક્ષકે મોટા અવાજે કહ્યું: “સાંભળતા નથી ? બધા છોકરા પાર કરી દો. હારહાર... હરોળ...” તો પણ કોઈ સમક્યું નહિ. શિક્ષકે પોતાના સ્મૃતિકોષમાંથી ત્રીજો શબ્દ કાઢ્યો. બધા છોકરા કતાર બનાવી દો.” એક વિદ્યાર્થીને થોડી સમજણ પડી. એટલે, શિક્ષકના વાક્યનું સરળ ગુજરાતી(!) કરીને કહ્યું : “સર કહે છે કે, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ.” testos Pભવ્ય ભાષા માતૃભાષણ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ “આ અટકણ કેમ બંધ નથી થતી ?” “મને આંત્રપુચ્છનો દુઃખાવો ઊપડ્યો છે.” “મને દાકતરે વાઢકાપની સલાહ આપી છે.” તારા પગરખાં સરખા મૂક” “તમારું નખિયું મને આપશો ?” “આ અંગૂછો બહુ બરછટ છે.” આ અંદર ઘુસી ગયેલા એકાદ અજાણી ભાષાના શબ્દને કારણે આ વાક્યો નથી સમજાતા, તેવું ઘણાને પ્રતીત થશે. હવે, આ વાક્યો વાંચો : આ સ્ટોપર કેમ બંધ નથી થતી ?” મને એપેન્ડિક્સનો દુઃખાવો ઉપડ્યો છે.” “મને ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી છે.” તારા બૂટ સરખા મૂક” “તમારું નેકટર મને આપશો ?” “આ ટૉવેલ બહુ રફ છે.” હવે પોતીકી ભાષા જેવું લાગે છે ને? એક નવાઈની વાત : અંગ્રેજીમાં બૂટ એટલે જોડાં. ગુજરાતીમાં કાનના નીચેના ભાગને બૂટ કહેવામાં આવે છે. તેથી કાન પર પહેરવાનાં ઘરેણાને બુટ્ટી કહેવાય છે. અંગ્રેજીમાં બૂટ પગમાં હોય છે, ગુજરાતીમાં કાનમાં. “ગટર’ શબ્દને આપણે એટલો બધો પોતીકો બનાવી દીધો છે કે, આપણો પોતીકો ખાળ” શબ્દ સાવ અજાણ્યો અને પરાયો બની ગયો છે. ટ્રાફિક ખૂબ જામ થઈ ગયો છે. મારું પેટ આજે એકદમ જામ થઈ ગયું છે. ગટરલાઈન જામ થઈ ગઈ છે. ૩૨ ભવ્ય ભાષા માતૃભાષા Page #42 -------------------------------------------------------------------------- ________________ જામ' શબ્દનો આટલો છૂટથી ઉપયોગ કરનારને પૂછવું છે કે, જામ અંગ્રેજી ભાષાનો શબ્દ છે કે ગુજરાતીનો કteઈચ્છ ગુજરાતી પરિવારોમાં ગુજરાતી માધ્યમમાં ભણીને સ્નાતક બનેલી મમ્મી પોતાના કોન્વેન્ટ સ્કુલમાં કે.જી.માં ભણતા બાબા કે બેબીને નવડાવતી, ખવડાવતી કે ખખડાવતી વખતે જે ભાષા વાપરે છે, તે કાંઈક આવી હોય છે : શિ, તારા લેગ્સ કેટલા ડર્ટી છે ? ક્યાં પ્લે કરી આવ્યો ? પ્લીઝ, ગો ટુ બાથરૂમ, તારા હેલ્સ અને લેગ્સ ક્લીન કરી આવ. લર્ન કરવા બેસતો નથી અને પ્લે કરવા ચાલ્યો જાય છે! આફટર સેવનડેઝ તારી એક્ઝામ છે! લર્ન કર્યા વગર એક્ઝામમાં તું શું રાઈટ કરીશ ? જો, તેં પેલી પોએટ્રી, બાય હાર્ટ કરી છે ને ? તો ચાલ, એ પોએટ્રી બોલ. ચાલ, તું ગુડ બોય છે ને ? તો, બોલ. તને ટીચરે હોમવર્કમાં આવેલું પિફ્ટર ડ્રો કરી લીધું? ચાલ, ક્વીકલી રેડી થઈ જા. નહિ તો, તારી સ્કુલબસ મિસ થઈ જશે. જો પીન્ટ, કેમ શાઉટ કરે છે ? શાઉટ નહીં કરવાનું. નહિ તો લાયન ને કહી દઈશ.” ગુજરાતી પરિવારોમાં આવા વાર્તાલાપ બહુ સુલભ છે. ઘણા બધા ગુજરાતી શબ્દો અને ક્રિયાપદોનું સ્થાન હવે અંગ્રેજી શબ્દો અને ક્રિયાપદો લેવા લાગ્યા છે. પણ, તેમાં ગુજરાતીના કરવું ક્રિયાપદનું સૌભાગ્ય ખૂબ ઊઘડી ગયું છે. રીડ કરવું. લર્ન કરવું... પ્લે કરવું... કલીન કરવું. ઓપન કરવું...શટ કરવું... શાઉિટ કરવું. આઉટ કરવું...! ભવ્ય ભાષા માતૃભાષા ૩૩. - * Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘મારી સીસ્ટર બંગાળી તરજુમો સરસ કરે છે.’’ “બંગાળી સ્વીટ્સ તો મારી ખાસ ફેવરિટ છે. પણ, આ બંગાળી તરજુમો તો મેં ક્યારેય ખાધો નથી. મેં આ વાનગીનું નામ પણ પહેલીવાર સાંભળ્યું છે.’’ ‘‘મેં પણ તરજુ મો ક્યારેય ખાધો નથી. કારણકે, તરજુમો એ કોઈ વાનગી નથી, તરજુમો એટલે ટ્રાન્સલેશન,’’ ટ્રાન્સલેશન-વાચક ગુજરાતી ‘તરજુમા’નું પણ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું પડે ત્યારે તેનો અર્થ સમજાય, એટલી હદે અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. આપણી સામે ધીસ ઈઝ ધ ચેલેન્જ. આપણે ડરી નથી જવાનું. એનિહાઉ, વી હેવ ટુ ફેસ ઈટ. માર્કેટમાં હમણાં અપ-ડાઉન ખૂબ રહે છે. તમે સર્વાઈવ થાઓ તો પણ યુ હેવ વન ધ બેટલ. સેટરડે-સન્ડે માર્કેટ ઑફ હોય, બાકી આપણે તો ઓન જ હોઈએ છીએ. ફેમિલીને સમય આપો અને રિલેશન્સ મેન્ટેઈન કરો. કોઈ ને કોઈ ફંક્શન અટેન્ડ કરવાના હોય. જુઓને, આ કમિંગ સેટરડે, મારા બ્રધર ઈન લૉની મેરેજ એનિવર્સરી છે. તેના મેરેજને ટેન ચર્સ કમ્પલિટ થયા. તમે જ કહો, પાર્ટી અટેન્ડ ન કરીએ તો ચાલે ? આવા ગુજલિશ ભાષાના વાર્તાલાપોથી હવે કાન ખૂબ ટેવાઈ ગયા છે. આવા વાર્તાલાપોમાં ગુજરાતી શબ્દોને વીણીને શોધવા પડે. Discove આજની મમ્મી તેના બાળકને વાર્તા કે કથા તો કહેતી જ નથી. કદાચ કહે તો સ્ટોરી કહે. ગુજરાતી મમ્મી તેના કોન્વેન્ટિયા બાળકને ગુજરાતીમાં સ્ટોરી આ રીતે માડે: એક વિલેજમાં એક સ્મોલ બોય હતો. તેના ડેડી ઑફ થઈ ગયા હતા. તેની મોમ બહુ પુઅર હતી. દિવાલીનો ફેસ્ટિવલ હતો. સ્ટ્રીટમાં બધા ચિલ્ડ્રન પ્લે કરતા હતા. તેમાંથી ભવ્ય ભાષા : માતૃભાષા ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ એક બોયે કહ્યું: મારી મોમ આજે શ્રીખંડ બનાવવાની છે. બીજાએ કહ્યું: મારી મોમ ફુટસલાડ બનાવશે. થર્ડ બોયે કહ્યું: મારી મમ્મી આજે પુડિંગ બનાવશે. ફોર્થ બોય ટોલ્ડઃ મારી મમ્મી આજે દૂધપાક કૂક કરશે. તે પુઅર બોય કાંઈ બોલી ન શક્યો. હી કેમ એટ હોમ અને શાઉટેડ: મોમ, મારે દૂધપાક જોઈએ. દૂધપાક બનાવી આપ. તે પુઅર મોમ કેવી રીતે બનાવી આપે ? બલ્બ, સની, મોમ-ડેડી પાસે કોઈ પણ થીન્ગની ડિમાન્ડ ન કરાય. પછી, તેની મોમ નેબર્સ પાસેથી મિલ્ક, સુગર, રાઈસ માંગી લાવી. તેમાંથી દૂધપાક કૂક ર્યો. તે દૂધપાક તેને બાઉલમાં ઈટ કરવા આપ્યો. પછી તેની મોમ સમ વર્ક માટે આઉટસાઈડ ગઈ. બાય ધ ટાઈમ, એક મોન્ક લંચ લેવા માટે નીકળેલા હતા. તે આ બોયે જોયા. તેણે મને પોતાના ઘરે ઈન્વાઈટ ક્યઅને દૂધપાક લેવા રિક્વેસ્ટ કરી. પોતાના બાઉલમાંથી ટોટલ દૂધપાક તેણે મોન્કના પોટમાં આપી દીધો. હી એન્જોય... ધીસ ગિવિંગ. બિકોઝ ઓફ ધિસ દૂધપાક-ગિવિંગ, નેકસ્ટ બર્થમાં વેરિ રિચ ફેમિલિમાં તેનો બર્થ થયો. અમે એક ઉપાશ્રયમાં ઊતરેલા હતા. ઉપાશ્રયની બાજુમાં જ એક નાનું મકાન હતું. તેમાં બધા જ ગુજરાતીનાં ઘર હતા. એકવાર રાત્રે સાડાબાર વાગે ઝઘડાનો ખૂબ અવાજ આવવાથી અમે જાગી ગયા. તે મકાનના એક ગુજરાતી ઘરમાં આ ઝઘડો ચાલતો હતો. નવાઈની (અને, દુઃખની વાત એ હતી કે, આખો ઝઘડો અંગ્રેજીમાં ચાલતો હતો. કોઈ ઝગડે તે પણ ન જ ગમે. અને, અંગ્રેજીમાં ઝગડતા હતા તે તો બિલકુલ ન ગમ્યું. ઝગડાની, ગુસ્સાની, રૂદનની, વિચારની કે કોઈપણ એવી તીવ્ર લાગણીની અભિવ્યક્તિ પણ અંગ્રેજીમાં થવા માંડે તો હવે ગુજરાતી ભાષાનું ભવિષ્ય કેટલું ગણવું? શ્ses Pભવ્ય ભાષા માતૃભાષણ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ અમારી પ્રતિક્રમણ નામની ધાર્મિક વિધિમાં ધાર્મિક સૂત્રો બોલવા હોય તો શ્રાવકે ગુરુ ભગવંતની અનુમતિ માંગવાની હોય છે અને ગુરુ ભગવંત અનુમતિ આપે એટલે ‘તહત્તિ” બોલી તે અનુમતિનો સ્વીકાર કરવાની પરંપરા છે. એક વાર પ્રતિક્રમણમાં એક કિશોરે એક સૂત્ર બોલવાની અનુમતિ માંગી. “સર, મને આદેશ આપો.” “બોલજો” કહીને અમે તેને અનુમતિ આપી. તરત સામેથી પ્રત્યુતર મળ્યો : થેન્ક યુ સર.” અંગ્રેજી ભાષાના આક્રમણથી ક્યું ક્ષેત્ર બચ્યું હશે ? તાજેતરમાં જ યુનેસ્કોએ પ્રકાશિત કરેલા એક અહેવાલમાં જણાવ્યું કે, વિશ્વમાં નાશ પામવાના આરે આવીને ઊભેલી ભાષાઓની ભૂમિમાં ભારત પ્રથમ ક્રમાંકે છે. ભારતની ૨૦૦ ભાષા મૃત્યુ તરફ ધસી રહી છે. વિશ્વમાં કુલ ૬૯૦૦ જેટલી ભાષાઓનું અસ્તિત્વ મનાય છે. તેમાંથી ૫૦ ટકા ભાષાઓ એવી છે. જેને બોલનાર કે સમજનારની સંખ્યા પૂરી દસ હજાર પણ નથી. ૨૫ ટકા ભાષા એવી છે, જેને જાણનારની સંખ્યા એક હજારથી પણ ઓછી છે. કરેમ નામની ભાષા બોલનારા માત્ર બે જ વ્યક્તિ અત્યારે જીવંત છે. તે બન્ને એકબીજાથી ૬ કિ.મી.ના અંતરે વસે છે. બન્નેને મળવાનું ભાગ્યે જ બને છે. ૨૮/૧/૨૦૧૦ના દિવસે ભારત-શાસિત આંદામાન ટાપુ ઉપર શ્રીમતિ બોવા નામની એક મહિલાનું અવસાન થયું. તેની સાથે બીજા એક અસ્તિત્વનું પણ ગોઝારું અવસાન થયું, તે હતી બો” ભાષા બો ભાષા જાણનાર-બોલનાર આ છેલ્લી વ્યક્તિ હતી. ભાષામૃત્યુની આ દુઃખદ ઘટના બની તેના ચાર જ મહિના પૂર્વે તે જ આંદામાન ટાપુ ઉપર જ બીજી એક ભાષાનું અવસાન થયું હતું - તે હતી ‘અકાકોરા ભાષા... છેલ્લાંડચકાં લઈ રહેલીકેરમ જેવી ભાષાઓ કદાચ આપણી માતૃભાષા ગુજરાતીને કહી રહી છે: અમ વીતી તુમ વીતશે, ધીરી બાપુડિયા ! ૩૬] ૩૬ ભવ્ય ભાષા માતૃભાષા Page #46 -------------------------------------------------------------------------- ________________ એક ગુજરાતી કવિની પંક્તિઓ ભાષાના સંદર્ભમાં દરેક ગુજરાતીએ ખાસ મમળાવવા જેવી છે. કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછી-ઉધાર ન કરીએ; હૈયે ઊગે એવી હૈયાની વાતને, ફૂલ જેમ ફોરમતી કરીએ ! કોયલ તો કોઈનો ટહુકો ન માગે, ને મોરલો કોઈની કેકા; માનવીનું કાળજું આ કેવું ઘડ્યું, પીડ પોતાની, પારકાં લહેકાં! રૂડારૂપાળા સઢ કો'કના શું કામના ? પોતાને તુંબડે તરીએ! ઉછી-ઉધાર ન કરીએ... “માતૃભાષા અને રાષ્ટ્રભાષા એ આપણી બે આંખો છે. તમારે જો ત્રિનેત્ર બનવું હોય તો સંસ્કૃત ભણવું પડે. પછી પણ તમે બીજી ભાષાઓના ચશ્મા પહેરી શકો. ટૂંકમાં આંખનું સ્થાન ચમા ન જ લઈ શકે. આંખ દ્વારા જે દષ્ટિ મળી છે તેમાં ઉમેરો કરવા જરૂર ચશ્મા વાપરી શકાય, પરંતુ આંખના ભોગે ચશ્માનું જતન ન કરી શકાય.” | વિનોબા ભાવેના ઉપરોક્ત વિધાનો વાંચ્યા પછી એ કબૂલાત કરવાની આપણી હિંમત ચાલશે, કે. “આપણે ગુજરાતીઓ આંખની નિકાસ કરીને ચશ્માની આયાત કરી રહ્યા છીએ ? Salle de ses ભવ્ય ભાષા માતૃભાષા Page #47 -------------------------------------------------------------------------- ________________ પારકી ભાષા સદા નિરાશા વાણી એ માનસમૃષ્ટિને વરેલું એક ઉત્તમ વરદાન છે. આ વરદાનને સફળ કરવાનું માધ્યમ ભાષા છે. વિજળીને પસાર થવા માટે તાર જોઈએ છે, વાણીને વહેવા માટે ભાષા જોઈએ છે. વર્તમાન વિશ્વ આજે પણ હજારો ભાષાઓ અને બોલીઓની ભવ્ય સમૃદ્ધિ ધરાવે છે. ભાષાજ્ઞાન પણ જ્ઞાનવિકાસનું એક મજાનું ક્ષેત્ર છે. વિવિધ ભાષાનું જ્ઞાન હોવું તે પણ વિદ્વત્તાનું પ્રતિક છે. વિવિધ ભાષા પરનું પ્રભુત્વ એ ગૌરવ અને સન્માનનો વિષય છે. અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ ખૂબ આદરપાત્ર ગણવામાં આવે છે. દોઢ વર્ષ પૂર્વે જ સ્વર્ગવાસ પામેલા વિદ્વાન જૈનમુનિરાજ પૂ. શ્રી જંબૂવિજય મ.સા. પ્રાકૃત અર્ધમાગધી, પાલિ, શૌરસેની, સંસ્કૃત, ગુજરાતી, હિંદી, મરાઠી, કચ્છી, બંગાળી, પંજાબી, નેપાળી, તિબેટિયન-ભોટ, ફ્રેન્ચ, જર્મન અને ઈટાલિયન આ ૧૬ ભાષા જાણતા હતા. દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત અનેક ભાષાઓ શીખવાનો શોખ અને ઉદ્યમ કેળવવો જોઈએ. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ જેવી આપણી પ્રાચીન અને પૌરાણિક ભાષાઓ ખાસ શીખવા જેવી છે. અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન વગેરે વિદેશી ભાષાઓ શીખવાનો ઉત્સાહ હજુ દેખાતો હોય છે. પણ, આપણી ગૌરવવંતી અને સુસમૃદ્ધ પ્રાચીન ભાષાઓ શીખવાની તત્પરતા દુર્લભ બની છે. આપણો ભવ્ય અને સમૃદ્ધ સાહિત્ય વારસો આ ભાષાઓમાં આલેખિત થયેલો છે. ભવ્ય ભાષા માતૃભાષણ ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિશ્વના કુલ ૩૫ દેશોમાં આજે પણ ૪૫૦ વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષા ભણવી ફરજિયાત છે. લંડનની ચાર શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે. અમેરિકાના ન્યૂયોર્કની અબ્રાહમ લિંકન સ્કુલમાં સંસ્કૃત અને પ્રાચીન ગણિત ભણાવવામાં આવે છે. તુર્કસ્તાન, ઈરાન, તહેરાન વગેરે મુસ્લિમ દેશોમાં પણ સંસ્કૃત અભ્યાસક્રમો ચાલે છે. ડૉ. રાધાકૃષ્ણ જ્યારે તુર્કસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંના વડાપ્રધાને સંસ્કૃત ભાષામાં વક્તવ્ય કરીને તેમનું સ્વાગત કર્યું હતું તે જ રીતે વિદેશી ભાષાઓ શીખવી તે પણ ઉત્તમ છે. અને તેમાંય જ્યારે આજે અંગ્રેજી ભાષાનું ખૂબ ચલણ હોય ત્યારે તે અવશ્ય શીખવી જોઈએ. આજે અંગ્રેજી ભાષા એ આદાન અને પ્રદાન બન્ને માટેનું પ્રબળ માધ્યમ છે. પરંતુ, ઘર બાળીને તીરથ કરવા જેવો આજે ઘાટ છે, તે ચિંતાનો વિષય છે. અજાણ્યા પ્રદેશમાં વિચરવાનું આમેય આકરું લાગે. જેટલી વતનમાં વિહરવામાં સુગમતા અને નિર્ભયતા હોય એટલી પરાયા પ્રદેશમાં તો ન જ હોય. તેમાંય જો તે પરાયો પ્રદેશ વિષમ ભૂમિવાળો, પહાડીઓ અને ટેકરીઓવાળો કે દુર્ગમ રસ્તાઓવાળો હોય તો સ્વાભાવિક રીતે તકલીફ વિશેષ પડવાની અને ભૂલા પડવાની કે પડવા-આખડવાની સંભાવનાઓ રહેવાની. અંગ્રેજી ભાષાને પણ પોતાનું એક આગવું અને નિરાળું વ્યક્તિત્વ છે. તેને પણ પોતાનું ઐશ્વર્ય અને સૌંદર્ય છે. ખૂબ સુંદર વર્ણાનુપ્રાસ-શબ્દાનુપ્રાસ, શ્લેષ વગેરે અંગ્રેજી ભાષામાં પણ થઈ શકે છે. ખૂબ આકર્ષક અને અસરકારક રજૂઆત પણ અંગ્રેજી ભાષામાં થઈ શકે છે. આ ભાષાના પ્રદેશને પોતાનો આગવો વૈભવ છે. તો સાથે કેટલીય વિષમતાઓ પણ છે. આ ભાષાને ઘણી મર્યાદાઓ પણ છે. આ વિષમતાઓ કે મર્યાદાઓ અંગ્રેજી શીખવા-બોલવાવાળાને અવરોધરૂપ બની શકે. અહીં, માતૃભાષાની અવગણના કરીને અંગ્રેજીની તરફદારી કરનારાઓને કહેવું છે કે, અંગ્રેજી ભાષા તમારે મન કદાચ સફળ હશે પણ માતૃભાષા જેવી સરળ નથી. અંગ્રેજી ભાષામાં અનિયતતા, જટિલતા વગેરે અનેક વિષમતાઓ છે. જે વાણીપ્રવાહને અલિત કરી શકે. અહીં કોઈ ભીતિ કે હાઉ પેદા કરવાની વાત નથી. પરંતુ, સરળ અને સહજ માતૃભાષા તરફ પીઠ ફેરવીને અંગ્રેજી તરફ દોડનારા સમાજનું માત્ર ધ્યાન દોરવાનો આયાસ છે. ભવ્ય ભાષા: માતૃભાષા ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ પહાડી અને ડુંગરાઓવાળા વિષમ અને દુર્ગમ દૂરના ગિરિસ્થળનો પ્રવાસ કરવા સામે કોઈ વાંધો ન હોઈ શકે, પણ જ્યારે ત્યાં નિવાસ કરવાનું ગાંડપણ ઊપડ્યું હોય ત્યારે ચેતવવાનો આ પ્રયાસ છે. ઋte le અંગ્રેજી ભાષામાં એક મોટી અગવડતા એ છે કે, તેમાં શબ્દો ખૂબ લાંબા હોય છે. ગુજરાતી શબ્દકોષમાં સરેરાશ શબ્દ ૩ થી ૪ અક્ષરનો ગણાય. છ અક્ષરનો શબ્દ શોધવો હોય તો આખો શબ્દકોષ ફેંદવો પડે. બે શબ્દોનો સમાસ થવાથી બનેલા સામાસિક શબ્દ કદાચ થોડા મોટા હોય. સ્વતંત્ર શબ્દનું કદ તો નાનું જ રહેવાનું. પરંતુ, અંગ્રેજી ભાષાની વાત જુદી છે. અંગ્રેજી શબ્દના કદની સરેરાશ ગુજરાતી કરતાં બમણાથી પણ વધારે હશે! કોઈ વસ્તુને નકામી ગણી લેવાની આદત માટે અંગ્રેજીમાં એક શબ્દ છે : ફલોસિનીનૌસિનીહિલીપિલીફિકેશન. તેનો સ્પેલિંગ ૨૯ અક્ષરનો છે : FLOCCINAUCINIHILIPILIFICATION એવો જ એક ૨૮ અક્ષરનો શબ્દ છે : ANTIDISESTABLISHMENTARIANISM એન્ટિડિસએસ્ટાબ્લિશમેન્ટારિયનીઝમ. ઈંગ્લેન્ડના દેવળના અપ-સ્થાપન (ઉત્થાપન)નો વિરોધ.. ૧૨-૧૫ અક્ષરના શબ્દો તો અંગ્રેજીમાં ભરપૂર મળે. બહુ સહજ છે કે, શબ્દનું કદ જેટલું મોટું તેટલી ભાષા વધારે કઠણ પડવાની જ. ક્યારેક કોઈક કઠીન શબ્દને યાદ રાખવા શિક્ષક યુક્તિ બતાવતા હોય છે. હત્યા-વાચક શબ્દ છે. એસસિનેશન. તેનો સ્પેલિંગ છે : Assassination. આ મોટો સ્પેલિંગ યાદ રાખવા શિક્ષક યુક્તિ બતાવે - ગધેડા પર ગધેડો. તેના પર હું અને તેના પર રાષ્ટ્ર. | News . ન્યૂઝ એટલે સમાચાર. જો કે સ્પેલિંગ નાનો છે. તેથી યાદ રાખવામાં તકલીફ ન પડે. છતાં યાદ રાખવા માટે યુક્તિ છે. ચાર દિશાના નામના પ્રથમ અક્ષરોને ortsl El. North, East, West, South. Synes omnes galegos I૪૦ | ૪૦ ભવ્ય ભાષા માતૃભાષા Page #50 -------------------------------------------------------------------------- ________________ બીજી મુશ્કેલી એ છે કે, આપણી ભાષાની જેમ શબ્દનું કોઈ નિયત બંધારણ ન હોવાથી દરેક શબ્દના સ્પેલિંગ ગોખવા પડે, યાદ રાખવા પડે. ગુજરાતીમાં મોદકનો મો'; “મોહનથાળ” નો મો’ કે ‘મોત નો મો’.. દરેક મો’ એક સરખો લખાય. અંગ્રેજીમાં વાત ન્યારી છે. Boy Hi Bo = c 242 Ball Hi Ba =cí. wander = વૉન્ડર. wa નો ઉચ્ચાર વૉ થયો. wonder =વન્ડર. We નો ઉચ્ચાર ‘વ’ થયો. Woman = વુમન. wo નો ઉચ્ચાર “વુ થયો. અને તેનું બહુવચન : Women = વિમેન. We નો ઉચ્ચાર વિ’ થયો. અંગ્રેજી 2' નો થયો તેમાં ઉચ્ચારમાં “નો “વિ’ કેવી રીતે થઈ ગયો? બાળક મૂંઝાતો હોય છે. S mtes Boxનું બહુવચન Boxes થાય પણ, ox નું Oxes ન થાય, oxen થાય. Goose(કલહંસ)નું બહુવચન Geese થાય. પણ, Moose (મોટું હરણ)નું બહુવચન Meese ન થાય. Mouse નું બહુવચન Mise થાય, પણ, House નું બહુવચન Hise ન થાય. Man નું બહુવચન Men થાય, પણ, Pan (તવી)નું બહુવચન Pen ન થાય. Foot નું બહુવચન Feet થાય, પણ, Boot નું બહુવચન Beet ન થાય. Tooth નું બહુવચન Teeth થાય, પણ, Booth નું બહુવચન Beeth ન થાય. Pભવ્ય ભાષા માતૃભાષા ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ cose ન થાય. That નું બહુવચન Those થાય, પણ, cat નું બહુવચન cose ન થાય. Teach નું ભૂતકાળ Taught થાય, પણ, Preach નું ભૂતકાળ Praught ન થાય. ' વેજિટેબલ્સ ખાય તેને વેજિટેરિઅન કહેવાય, પણ, Humanitarian શબ્દ તેવી રીતે નથી બન્યો. Girl = ગર્લ. “G” નો ઉચ્ચાર ગ થયો. Giraffe = જિરાફ. 'G' નો ઉચ્ચાર જ થયો. તે જ રીતે Honey = હનિ. “Ho' નો ઉચ્ચાર હ થાય. Holy = હોલી. “Ho” નો ઉચ્ચાર હો થાય. * Ghost = ઘોસ્ટ. 'Gh' નો ઉચ્ચાર ઘથાય. Enough = ઈનફ. sh' નો ઉચ્ચાર 'ફ થાય. Neighbour = નેબર. ‘Gh” સાયલન્ટ જણાય છે. લશ્કરી અધિકારી માટે અંગ્રેજીમાં શબ્દ છે - કર્નલ. તેનો સ્પેલિંગ છે : colonel. Man = મેન = માણસ. તેનું બહુવચન Men. પણ તેનો ઉચ્ચાર એ જ રહ્યો. બોલતી વખતે કોઈ વ્યક્તિ એકવચન મેન બોલે છે કે બહુવચન તે તો ક્રિયાપદ સાંભળ્યા પછી ખબર પડે. ales como eles અંગ્રેજીમાં જે બોલાય તે લખાતું નથી, જે લખાય તે બોલાતું નથી. આપણી ભાષામાં લખવા-બોલવાનું સમાન છે. ગાય. લખવાનું પણ ગાય અને બોલવાનું પણ ગાય. અંગ્રેજીમાં આવું નથી. તેથી મૂંઝવણ થવાની જ. Put = પુટ. But = બટ Do = ડુ. Go = ગો. ભવ્ય ભાષા માતૃભાષા ૪૨ gછે - Page #52 -------------------------------------------------------------------------- ________________ Monkey = મન્કિ. Donkey = ડોલ્કિ. Prague = પ્રાગ. Fatigue = ફિટિંગ. પણ Argue = આગ્યું Best = બેસ્ટ થાય. પણ Gest = ગેસ્ટ ન થાય. Duty = ડ્યુટી થાય. પણ Buty = બ્યુટી ન થાય. ગુજરાતી વિદ્યાર્થી શબ્દ જોઈને આપમેળે ઉચ્ચાર કરવા જાય તો Fatigue નો ઉચ્ચાર શું કરે ? ફાટિગ્ય! Salles escales como એક વેપારી પેઢીમાં હવે નવા જવાનિયા ગાદીએ આવ્યા. વેપારનો વિસ્તાર કર્યો. વહીવટની પદ્ધતિ બદલી. નામાંની જૂની પદ્ધતિના સ્થાને નવી એકાઉન્ટ સિસ્ટમ દાખલ - એક વાર જૂના શેઠ નવા ચોપડા હાથમાં લઈને નજર ફેરવતા હતા. ચોપડા જોતા ચોંકી ઊઠ્યા. જૂના મહેતાજીને બોલાવ્યા. મારા દીકરા તો આડી લાઈને ચડી ગયા છે. સુંદરીઓ પાછળ બેફામ ખર્ચા કરે છે. " મહેતાજી આ વાત માનવા તૈયાર ન થયા. શેઠજી, આપની કાંઈ ભૂલ થાય છે. બન્ને નાના શેઠ બહુ સારા છે. તે આવા ખોટા ધંધા ન કરે.” “અરે, આ જુઓ તો ખરા. ચોપડામાં ઠેર-ઠેર સુંદરીના ખર્ચા ઉધાર્યા છે. વાંચો.” મહેતાજીએ વાંચ્યું: ઠેર ઠેર લખેલું હતું: sundry Expenses. લખેલું હોય તે રીતે વાંચવા જાઓ તો કેવી ગરબડ થઈ જાય! વિદ્યાર્થીને શીખવવામાં આવ્યું હોય છે કે આપણી બારાખડીના કાનાનો ઉચ્ચાર કરવા અંગ્રેજીમાં A લખાય. દા.ત.-રામ” માં “રા' લખવા “Ra' કરવું પડે. આવું સમજેલો વિદ્યાર્થી sky = સ્કાય, Buy = બાય કે cry = ક્રાયમાં 'A' શોધ્યા જ કરે પણ ન મળે. ભવ્ય ભાષાઃ માતૃભાષા ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધ્વનિફેરથી ઉચ્ચાર ફરકવાળા અક્ષરો માટે અંગ્રેજીમાં અલગ અલગ આલ્ફાબેટ નથી. તેથી વ્યક્તિ, વસ્તુ, સ્થળ વગેરેનાં નામ અંગ્રેજીમાં લખવાકે અંગ્રેજીમાં લખેલા નામ વાંચવામાં ગોટાળો થવાની શક્યતા ઘણી. ગુજરાતી ટ અને તે બન્ને માટે અંગ્રેજીમાં Ta લખાયઃ ગુજરાતી અને થ બન્ને માટે અંગ્રેજીમાં Tha લખાય. ગુજરાતી ડ અને દ બન્ને માટે અંગ્રેજીમાં Da લખાય. ગુજરાતી ઢ અને ધ બન્ને માટે અંગ્રેજીમાં Dha લખાય. ગુજરાતી ણ અને ન બન્ને માટે અંગ્રેજીમાં Na લખાય. ગુજરાતી શ અને ષ બન્ને માટે અંગ્રેજીમાં sha લખાય. ગુજરાતી માં અને આ બન્ને માટે અંગ્રેજીમાં લખાય. હવે જુઓ અંગ્રેજીમાં લખેલા નામો વાંચવામાં ક્યારેક કેવી ગરબડ થઈ શકે. Tokarshi નું તોકરશી વાંચશે અને Tansukh નું ટનસુખ. Thakkar નું થર વાંચશે અને Matheran નું માહેરાન. Dahyalal નું દાહ્યાલાલ વાંચશે અને Deepak નું ડીપક. Dhebarbhai નું ઘેબરભાઈ વાંચશે અને Dharmesh નું ઢર્મેશ. Manilal નું મનીલાલ વાંચશે અને chinubhai નું ચીણુભાઈ. Ramaben નું રામાબેન વાંચશે અને Rajesh નું રજેશ. Narmada નું કોઈ નરમાદા વાંચશે, કોઈ નારમદા અને કોઈ વાંચશે નર્મડા. gueses que solo અંગ્રેજીમાં ઉચ્ચારનું કદ નાનું હોય અને સ્પેલિંગનું કદ ઘણું મોટું. તેથી બોલવામાં શબ્દ ટૂંકો અને લખવામાં લાંબો. children આઠ અક્ષરનો સ્પેલિંગ છે. તેનો ઉચ્ચાર 'ચિલ્ડ્રન ત્રણ અક્ષરનો છે. weigh(વજન કરવું) પાંચ અક્ષરનો સ્પેલિંગ છે અને ઉચ્ચાર વે’ એક અક્ષરનો છે. Neighbour નવ અક્ષરનો સ્પેલિંગ છે અને ઉચ્ચાર નેબર’ ત્રણ અક્ષરનો. ૪૪ ભવ્ય ભાષા માતૃભાષા Page #54 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજીમાં સાયલન્ટ અક્ષરથી ઘણા વિદ્યાર્થી મુંઝાઈ જતા હોય છે. જેનો કોઈ ઉચ્ચાર નહિ, તેનું સ્પેલિંગ માં સ્થાન કેમ ? Knife માં 'K' સાયલન્ટ છે. Knowledge માં પણ 'K'સાયલન્ટ છે. Wrong માં w' સાયલન્ટ છે. એક કિશોર ગંભીર માનસિક સમસ્યાનો ભોગ બન્યો તેને માનસચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ચિકિત્સકે તેની ઊલટતપાસ કરી. તેમની જાણમાં આવ્યું કે, કેટલાય દિવસથી આ વિદ્યાર્થી આખો દિવસ એ વિચાર્યા કરતો હતો કે, સાયકોલોજી - Psychology ના સ્પેલિંગમાં 'P' ક્યાંથી ટપકી પડ્યો ? તેમાંથી તેને વિચારવાયુ થઈ ગયો. મનુ શેખચલ્લીએ તેમના એક લેખમાં એક સત્ય ઘટના ટકેલી છે. ગુજરાતના કોઈ નાના શહેરની આર્ટ્સ કોલેજમાં તાજા સ્નાતક બનેલા કોઈ પ્રાધ્યાપક નિયુક્ત થયા. તે વર્ગમાં અંગ્રેજી ભણાવતા હતા. પ્રાચાર્યશ્રીએ તેમને સૂચના કરી કે, ડિક્શનરીનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિદ્યાર્થીઓને શીખવો. | ડિકશનરીનું પુસ્તક લઈને વર્ગમાં ગયા. વિદ્યાર્થીઓને કહ્યું: ડિક્શનરીનો ઉપયોગ કરતાં તમને શીખવાડું. કોઈ શબ્દ બોલો હું તમને ડિક્શનરીમાંથી શોધી દઉં. પેરટ્સ, ગવર્મેન્ટ, ડાઈનિંગ ટેબલ, કોમ્પિટિશન.... વિદ્યાર્થીઓ પૂછતા ગયા અને એ નવા પ્રાધ્યાપક ડિક્શનરીમાંથી શબ્દ શોધીને બતાવતા ગયા. પછી એક વિદ્યાર્થીએ શબ્દ કહ્યો : ન્યુમોનિયા. શિક્ષકે તરત ડિકશનરી ખોલીને 'N' નો વિભાગ જોવાનો શરૂ ર્યો. Na, Ne, Ni, Nu, બધા પરથી શબ્દો જોતા ગયા. આખો 'N' નો વિભાગ ફેરવી નાંખ્યો પણ ન્યુમોનિયાનો પત્તો ન લાગ્યો. પછી વિદ્યાર્થીઓને કહ્યું : આ ડિક્શનરી નાની છે. આમાં ન્યુમોનિયા નથી. લાયબ્રેરીમાંથી મોટી ડિક્શનરી લઈ આવો. તરત એક વિદ્યાર્થી પુસ્તકાલયમાંથી ડિક્શનરીનું મોટું થોથું લઈ આવ્યો. તે ખોલીને તેમાં પણ આખો ' નો વિભાગ ફંફોળી નાંખ્યો તેમાં પણ ન્યુમોનિયા’ ન જડ્યું. Pભવ્ય ભાષા માતૃભાષા ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ “આ રોગવાચક શબ્દ છે. તેથી જનરલ ડિક્શનરીમાં તે શબ્દ ન હોય. મેડિકલ ડિક્શનરીમાં મળે.” ‘ન્યુમોનિયા નો ઈલાજ તે વખતે તેમણે આ રીતે કરી નાખ્યો. અઠવાડિયા પછી'' ઉપરનો કોઈ શબ્દ ડિકશનરીમાંથી શોધતા અચાનક તેમની નજર એક શબ્દ પર પડી. Pneumonia તરત હરખઘેલા થતા વર્ગમાં આવ્યા. વિદ્યાર્થીઓને ડિક્શનરીમાંથી‘ન્યુમોનિયા’ શબ્દ બતાવી તેનો સ્પેલિંગ કહ્યો. પછી ઉમેર્યું આપણે ગુજરાતીઓ શબ્દોના ખોટા ઉચ્ચાર કરી કરીને શબ્દને મરડી નાખીએ છીએ શબ્દ છે “ન્યુમોનિયા.” આપણને બોલવામાં તકલીફ પડે એટલે આપણે ‘ન્યુમોનિયા કરી નાંખ્યું. આપણને થાય, શબ્દ જડી ગયા પછી Pneumonia ના “P' ની જેમ આ. પ્રાધ્યાપક સાહેબ પણ સાયલન્ટ રહ્યા હોત તો કેટલું સારું હતું! ક te અંગ્રેજી ભાષાની બીજી એક કઠિનાઈ એક છે કે તેના સ્પેલિંગ અઘરા છે. તેમ ઉચ્ચાર પણ અઘરા છે. ઉચ્ચારને અંગ્રેજીમાં Pronunciation કહેવાય છે. તેનો ઉચ્ચાર થાય છે – પ્રોસિએશન. આ ઉચ્ચાર જ કેટલો અઘરો છે! અંગ્રેજી શબ્દોના ઉચ્ચારોમાં જોડાક્ષર - સંયુક્તાક્ષર બહુ સામાન્ય બાબત છે. જોડાક્ષર વગરના અંગ્રેજી શબ્દોચ્ચારો બહુ ઓછા મળશે. બ્રધર, સિસ્ટર, અન્કલ, હસબન્ડ, નેવ્યુ, સ્કૂલ, સ્ટેજ, સ્ટીલ, ક્લીન, પ્લાન, મન્કિ, ડોન્કિ, પ્રોજેક્ટ, સ્ટેશન, ટ્યુશન, એટેન્શન, એટ્રેક્શન... બોલાતા ૧૦ શબ્દોમાંથી ઓછામાં ઓછા ૬ શબ્દો જોડાક્ષરવાળા હોવાના. વળી, ઉચ્ચારના મતાંતર પણ બહુ સામાન્ય બાબત છે. કોઈ એક શબ્દના યુરોપિઅન ઉચ્ચાર અલગ હોય, અમેરિકન ઉચ્ચાર અલગ હોય અને આપણા ભારતીય ઉચ્ચાર અલગ હોય. જો કે, આપણી ભાષાઓમાં પણ બાર ગાઉએ બોલી બદલાય છે. પણ, સ્થાનિક ભાષા-બોલી બોલનારાના તે ભાષા-બોલીના વ્યવહાર પણ સ્થાનિક હોય છે. જ્યારે અંગ્રેજીનુ વ્યાપક સ્તરે કે વૈશ્વિક સ્તરે ચલણ હોવાથી ઉચ્ચારભેદ સમસ્યા સર્જી શકે. | ગુજરાતીમાં દરેક નામવાચક શબ્દને પોતાનું લિંગ હોય છે. તે પુંલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ હોઈ શકે. પરંતુ, અંગ્રેજીમાં આવી લિંગ-વ્યવસ્થા નથી. ભવ્ય ભાષા : માતૃભાષા -૪૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ તેથી, ગુજરાતી-અંગ્રેજીનો ખીચડો કરીને બોલાતી ગુજલિશ ભાષામાં અંગ્રેજી શબ્દોનો પ્રચુર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વચ્ચે વચ્ચે વપરાતા અંગ્રેજી શબ્દોના લિંગનો કોઈ નિયમ રહેતો નથી. દા.ત. - “સમસ્યા” ગુજરાતીમાં સ્ત્રીલિંગ છે. તેના બદલે “પ્રોબ્લેમ” શબ્દ ગુજરાતીમાં કોઈ વાપરે ત્યારે કેવી રીતે બોલાવું જોઈએ ? મારો પ્રોબ્લેમ આ છે. તે રીતે પ્રયોગ પ્રચલિત છે. હજુ થોડા ઉદાહરણો: સ્વતંત્રતા કેવી ? ફ્રિડમ કેવું? મંદી કેવી ? રિસેસન કેવું? યાદી કેવી ? લીસ્ટ કેવું? ઉચ્ચાર કેવો ? કોનન્સિએશન કેવું? ગુજલિશ ભાષા બોલનારા મોટે ભાગે બન્ને ભાષાનો અપલાપ કરતા હોય છે. સાંભળનારને પ્રતીત થાય છે, તેમને શુદ્ધ ગુજરાતી પણ નથી આવડતી અને શુદ્ધ અંગ્રેજી પણ નથી આવડતી અને તેથી શુદ્ધ (?) ગુજલિશ પણ નથી આવડતી. ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો પ્રચુર ઉપયોગ કરવાની આદતવાળા કેવા છબરડા કરતા હોય છે, તેના સગા કાને સાંભળેલા કેટલાક નમૂના: શબ્દ અંગ્રેજી બોલે અને તેનું બહુવચન ગુજરાતી પદ્ધતિથી કરે. દા.ત. - ફ્રેન્ડ- ફ્રેન્ડે, સ્કૂલ-સ્કૂલો, ટીચર-ટીચરો. એક ભાઈને કહેતા સાંભળેલા. આ વિઝિટર્સો માટેના ટોઈલેટો છે.' કેટલાક લોકો અંગ્રેજી શબ્દને ગુજરાતી ભાવવાચક પ્રત્યય સહજતાથી લગાડી દેતા હોય છે. હમણાં એક જગ્યાએ પ્રવચન પૂરું થયું. પછી આગેવાનભાઈ જાહેરાત કરવા ઊભા થયા. તેમણે જાહેરાત કરી : ભવ્ય ભાષા માતૃભાષા ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ આવતી કાલે આપણો પ્રોગ્રામ સાડા આઠ વાગે સ્ટાર્ટ થઈ જશે. બધાએ પન્કર્ચ્યુઅલતા જાળવવાની છે. બીજો એક નમૂનો છે : તમે પરિસ્થિતિની સિરિયસતા સમજતા નથી. , હજુ ત્રીજો એક નમૂનો : ચીમનભાઈની આપણા સમાજમાં પોપ્યુલરતા ઘણી છે. બીજા કેટલાક નમૂના: એક સભામાં સંસ્થાના ટ્રસ્ટીવર્ય પોતાના સ્વાગત-પ્રવચનમાં બોલ્યા : “આ સંસ્થાના તમામ ઉદારદિલ ડોનેટરોનું હાર્દિક અભિવાદન કરું છું.” એક ભાઈ એક વિશાળ પ્રચારસભાનો અહેવાલ આપી રહ્યા હતા “વિશાળ મંડપમાં ઠેર ઠેર અનેક શૉટ-સર્કીટ ટી.વી. ગોઠવવામાં આવ્યા હતા....” તેમનો અહેવાલ સાંભળીને ત્યારે વિદ્યુ-આંચકો અનુભવ્યો. એક ભાઈએ પોતાની પેન ચેક કરવા કાગળ ઉપર પેનથી એક શબ્દ લખ્યો RAMA. તેમણે તેમના ઉપાસ્ય “રામ”નું નામ લખ્યું, તેમની પત્ની રમાનું નામ લખ્યું કે તેમના ઘરના નોકરને ઉદ્દેશીને સંબોધન લખ્યું? તે તો RAMA જાણે! - testos કેટલીક વાર કોઈ એક અભિવ્યક્તિ માટે એક જ વાક્યમાં એક જ અર્થના અંગ્રેજી અને ગુજરાતી બન્ને શબ્દોનો પ્રયોગ કેટલાક કરતા હોય છે : “ક્યારનો ટ્રાય કરું છું. પણ તેમનો ફોન આઉટ ઑફ કવરેજ એરિઆની બહાર આવે છે.” સોરી, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ.” “સ્ટેજની પાછળનું બેકગ્રાઉન્ડ બહુ સારું છે.” “મારી આંખનાં આયડ્રોપ્સ ક્યાં છે?” “હું સીટિંગમાં બેસીને આવ્યો.” ભવ્ય ભાષા માતૃભાષા ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ “આ ઘી પ્યોર ચોખું છે.” “સડનલી એકાએક તેમની એન્ટ્રી થતા હું ડરી ગયો.” તમારા બંગલાની કમ્પાઉન્ડ-વૉલની દીવાલ ખૂબ ઊંચી છે.” કચ્છ અન્યના મુખેથી સાંભળેલા અંગ્રેજી શબ્દો કે પ્રયોગો સાંભળીને તેમાંથી ભળતું જ પકડીને કેટલાક બોલી નાખતા હોય છે. સાચો શબ્દ કે સાચો ઉચ્ચાર તેમને ખ્યાલમાં જ નથી હોતો. દા.ત. – મારા પપ્પાને એન્જિયોગ્રાફી કરાવી. બેનળીમાં બ્લોકેજ હતું. ડૉકટરના કહેવાથી સ્ટેન્ડ મુકાવ્યું. સ્ટેન્ડ શબ્દ ખોટો છે. સાચો શબ્દ stent (સ્ટેટ) છે. “ગરમી ઘણી છે. ખૂબ બફોકેશન થાય છે.” “શું થાય છે? સમજાયું નહિ.” “એ તો એમને ખૂબ સફારો થાય છે.” બાજુમાં બેઠેલા ભાઈએ મજાક કરી. અંગ્રેજી સફીકેશન અને ગુજરાતી બફારો” ની ખીચડી થઈ ગઈ ! આ વાતમાં એક અક્ષર મારા ઘરનો નથી. તેમણે જે કહ્યું તે ઈન્ટ ઈન્વાઈટેડ કોમામાં તમને કહું છું.” અવતરણ ચિહ માટે અંગ્રેજીમાં ઈન્ટ ઈન્વર્ટેડ કોમાં પ્રયોગ છે. પણ, સાંભળીને ભળતું પકડી લેવાથી આવી ગરબડ થતી હોય છે. એક વાર એક કાર્યકર્તા આગેવાને કાર્યકરોને સૂચના કરી. “આ બધા પેપરોનું ફાઈબરકેશન કરી નાંખો.” વિભાગીકરણ માટે અંગ્રેજીમાં બાઈફકેશન’ શબ્દ છે. tee કી નીચેના કેટલાક ઉદાહરણો વાંચો. * મને પેટમાં ખૂબ હેડેક છે. * આજે જ એક ભાઈ બોલ્યા: હું ૧૯૮૦માં ગ્રેજ્યુએશન થયો છું. મને વિચાર આવ્યો. તેમને ગ્રેજ્યુએટ થવાનું તો બાકી રહી ગયું! * એક ભાઈએ કહ્યું : પ્રેક્ટિકલી રીતે તો આ પ્રમાણે થવું જોઈએ.... ભવ્ય ભાષા માતૃભાષા ૪૯ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ * અમારી ફેક્ટરીમાં બસો લેબર છે. ક્યારેક કેટલાક ગુજરાતીનું બેઠું અંગ્રેજી કરતાં હોય છે. તે ભાષાની દષ્ટિએ ખોટું હોવા ઉપરાંત હાસ્યાસ્પદ પણ બની રહે છે. નીચેના નમૂના વાંચો : Going going station came. What goes of your father in this ? Do not talk in the middle when I am speeching. We are underwear friends.. Stop the door. Walk there Meet me behind the programme. Why is this tap not walking ? I shall wash your money in milk and return you back. Do whatever your father can do ! tesses અંગ્રેજી શબ્દોના બહુવચન, ક્રિયાપદ પરથી બનતા ભાવવાચક નામ કે અમુક વિશેષ પ્રયોગો બધા શબ્દ કે ક્રિયાપદના સંદર્ભમાં સરખા નથી થતા. અમુક શબ્દ માટે જે પદ્ધતિથી પ્રક્યિા થતી હોય તે પદ્ધતિથી દરેક શબ્દ પર તે પ્રક્રિયા ન કરાય. પણ ઘણા, સમજણના અભાવે કરી દેતા હોય છે. દા.ત. - ગઈ કાલે ક્લાસમાં તેની ઍબ્સન્ટ પૂરાઈ (સાચો શબ્દ - ઍબ્સન્સ) ૫૦ ૫૦. ભવ્ય ભાષા માતૃભાષા Page #60 -------------------------------------------------------------------------- ________________ તમે મેક્સિમમ સાત વાગ્યા સુધીમાં આવી જજો. (સાચો પ્રયોગ – લેટેસ્ટ) - ★ At that time, five mans were there. (સાચો પ્રયોગ -Men ) I gived him 100 Rupees. (સાચો પ્રયોગ -Gave) ગુજરાતી પરિવારોના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની ઘરની ભાષા ગુજરાતી હોય છે. તેમની સ્થિતિ બાવાના બેય બગડયા જેવી હોય છે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ નથી આવતું અને ગુજરાતી ભાષાના પણ કોઈ ઠેકાણાં નથી હોતા. તેમની બન્ને ભાષા લગભગ અશુદ્ધ હોય છે. આ બાળકો ગુજરાતી તો ઘણીવાર બિલકુલ કઢંગી બોલતા હોય છે. ભાષાપ્રયોગમાં લિંગવ્યત્યય અને વચન વ્યત્યય પુષ્કળ થતો હોય છે. ★ એક ઘરમાં ભિક્ષા માટે જવાનું થયું. છોકરાએ મને જોઈ મોટેથી બોલીને ઘરમાં સંદેશ પહોંચાડચો : પપ્પા, મહારાજ સાહેબ આવ્યું. આ ભેળ બહુ સારો છે. મારે થેપલાં ખાવું છે. ક્યારેક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનો શંભુ મેળો કરી દેતા હોય છે. ‘‘ફિફ્ટીન તલક લેસન મેં વાંચી લીધા.’’ હું ફિટીનમો લેશન વાંચું છું. સોચ્યું કે હું ટુમોરો સ્કૂલે નહિ જા એ કુત્તો ભોંક્વાની રેડીમાં છે. એક જગ્યાએ ઘાસ ઊગેલું હતું. તે વાત કરતા કોન્વેન્ટમાં ભણેલો ગુજરાતી કિશોર બોલ્યો : સ્મોલ સ્મોલ ઝાડ ઊગી ગયા છે. Pryce ‘ભવ્ય ભાષા : માતૃભાષા ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ * એક છોકરાને મેં પૂછ્યું. “તને ગુજરાતીમાં ૧ થી ૧૦૦ સુધીના આંકડા બોલતા આવડે ? તેણે હા પાડી. મેં પૂછ્યું. એકોત્તેરથી બોલ. તેણે શરૂછ્યું: ઈક્યોતેર, બિન્યોતેર, તિત્યોતેર, ચિત્યોતેર, પિંચ્યોતેર, છિન્યોતેર... * એક ધાર્મિક સમારંભમાં બધાને એક કૂપન આપવામાં આવી હતી. તે કૂપનમાં દરેકે તેમાં પૂછેલી પોતાની વિગતો ભરવાની હતી. તેમાં એક છોકરાએ નીચે મુજબ વિગતો લખી હતી. નામ : Harsh. સરનામું : Shah. અહીં કોઈ ભાષાની કે વ્યક્તિઓની ખોડખાંપણ કાઢવાનો ઈરાદો નથી. દરેક ભાષાનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. વતન ગુજરાત હોય, માતા-પિતાપરિવાર ગુજરાતી હોય, પરિવારનું વાતાવરણ ગુજરાતી હોય, જે સમાજ અને વર્તુળમાં રહેવાનું છે તે પણ ગુજરાતી હોય તેવા સંયોગોમાં અન્ય ભાષા તેના વાતાવરણને, મગજને, હૃદયને અને જીભને બહુ માફક નથી આવતી. છતાં, સામાન્ય વ્યવહારમાં પણ અંગ્રેજી ભાષાનો કે અંગ્રેજી શબ્દોનો પુષ્કળ ઉપયોગ કરવાની ઘેલછા ઊપડી છે, તેથી અહીં અંગ્રેજી ભાષાની મર્યાદાઓ તરફ ધ્યાન દોર્યું છે. આપણે એક ભાષાના અમુક ચોક્કસ બંધારણથી ટેવાયેલા છીએ તેથી તેનાથી અલગ પ્રકારના બંધારણવાળી ભાષા જલ્દી સહજ ન બને તે સહજ છે. અંગ્રેજી ભાષાની વિલક્ષણતાઓ કે વિચિત્રતાઓને કેટલાક જલ્દી પકડી શકતા નથી. તેથી તેમાં તકલીફ અનુભવે છે અને તે છતાં તે ભાષાનો ઉપયોગ કરવા લલચાય છે. ત્યારે બન્ને ભાષાનો અજાણતા પણ દ્રોહ કરી બેસે છે. પ૨ ભવ્ય ભાષા માતૃભાગ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ સંસ્કૃતિનું સરનામું રશિયાના કોઈ પ્રદેશની આ ઘટના છે. પાણીના મામલે બે સ્ત્રીઓ વચ્ચે ઝગડો થયો. ઝગડાએ થોડું ઉગ્ર સ્વરૂપ પકડશું. બોલાચાલીનો દોર ગાળાગાળી સુધી લંબાયો, અને પછી તો શરૂ થઈ શાપાશાપી. “અરે ડાકણ ! તને અને તારા આખા ખાનદાનને મહારોગ ભરખી જાય...!'' “અરે નાગણ ! તારું આખું કુળ...તું...તારો વર...તારાં સંતાન...બધે બધા માતૃભાષા ભૂલી જાય...!'' આ સાંભળતા જ સામેવાળી સ્ત્રી ભાંગી પડી. ‘‘મારી બેન ! તારા પગમાં પડું. આવો શાપ ન આપ. મારાથી એ નહીં જીરવાય. તારા શબ્દો પાછા ખેંચી લે.’’ ગુજરાતની સમગ્ર પ્રજા આવા કોઈના અભિશાપથી અભિશપ્ત બની હશે શું ? માતા, માતૃભૂમિ અને માતૃભાષા : ત્રણેયમાં માતૃત્વની સુગંધ મહેંકે છે. એક સંસ્કૃત સૂક્તિ : जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी । માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતાં છે. ‘‘માતૃભાષા’’ને પણ આવા જ ઊંચા આસને બેસાડી શકાય. ભવ્ય ભાષા : માતૃભાષા ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ શબ્દ એ બારાખડીના કેટલાક અક્ષરોનો જથ્થોમાત્ર નથી. વ્યાકરણના નિયમોને આધારે વ્યુત્પન્ન થયેલું ફરજંદમાત્ર નથી. શબ્દાનુશાસનની મર્યાદામાં વર્તનારું એક સીમિત અસ્તિત્વમાત્ર નથી. દરેક શબ્દને પોતીકું સ્વરૂપ-સૌંદર્ય છે, અર્થ-ઐશ્વર્યા છે, ભાવ-માધુર્ય છે અને દરેક શબ્દમાંથી જે તે પ્રદેશની સંસ્કૃતિ તથા સભ્યતાની સુગંધ વહે છે. ત્રણ-ચાર-પાંચ અક્ષરોનો સમૂહ તે શબ્દનું અસ્તિત્વ છે. પરંતુ, કોઈ પણ શબ્દનું વ્યક્તિત્વ તેના અસ્તિત્વ કરતાં ઘણું વિરાટ હોય છે. “પાણિયારું' શબ્દનો પર્યાય અંગ્રેજીમાં મળી શકે? Awater -place or water room in a house એ તો “પાણિયારું શબ્દનું વિવેચન થયું. પાણિયારું એટલે પાણીનું સરનામું ઘરમાં દીવાનખાના કે રસોડા કરતાં પાણિયારાનો મોભો ઊંચો ગણાય. પીવાનાં પાણીનાં માટલાં મૂકવાનું આ સ્થાન પવિત્ર ગણાય. ગોત્રજ જારવાની હોય કે કુલદેવીને પ્રસાદ ધરવાનો હોય ત્યારે પાણિયારે તે પવિત્ર વિધિ થાય. વારતહેવારે પાણિયારે દીવો થાય. પાણી એ જીવ માત્રની જીવાદોરી છે. તેથી નદી, કૂવો, તલાવ વગેરે જલાશયોને આર્યદેશમાં આદરભાવથી જોવામાં આવે છે. હિંદુઓ નદી વગેરે જલાશયોને પૂજ્યભાવથી જુએ છે. પાણિયારું પણ ઘરનો પવિત્ર ખૂણો ગણાય છે. પાણીનાં માટલાં સારી રીતે ગોઠવી શકાય તેવી બેઠક પાણિયારામાં બનાવેલી હોય છે. પાણિયારું એટલે પાણીના માટલાનું રાજાશાહી સિંહાસન! ઉપરથી કોઈ જીવજંતુ પાણીના માટલામાં ન પડે માટે ઉપર ચંદરવો (ચંદની) બાંધેલો રાખતા. જીવરક્ષાની ભાવના અને કાળજી જીવનના દરેક વ્યવહારમાં જોડાયેલી હતી. માટલા ઉપર બુઝારું (A metalic lid for a water-pot) ઢાકેલું હોય. પાણીના માટલા પાસે બે-ત્રણ પવાલાં મૂકેલાં હોય. પાણિયારા પાસે એક ડોયો (લાંબા હાથાવાળો કડછો) માટલાની બાજુમાં લટકાવેલો હોય. પાણી પીવું હોય ત્યારે માટલામાંથી ડોયા દ્વારા પાણી પવાલામાં ભરવાનું. કોઈના એંઠા પવાલાથી આખું માટલું એઠું ન થાય! ભવ્ય ભાષા માતૃભાષા *િ ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગામડાનાં ઘરોમાં પાણિયારાનાં બે સ્તર રહેતા. ઉપલા સ્તરનાં માટલાંમાં પાણી ભરેલું હોય. આજના માટલાનું વધેલું પાણી આવતી કાલે સવારે ફરી બીજા માટલામાં ગાળવામાં આવે. ખાલી થયેલાં માટલાં નીચેના સ્તરમાં કોરા કરવા માટે મૂકી દેવામાં આવે. બીજા દિવસે તે ન વપરાય. તેનો વારો ત્રીજો દિવસે. જ જે કૂવાનું પાણી હોય તે જ કૂવામાં તેનો સંખારો નાંખવામાં આવે. સંખારો’ શબ્દનો અંગ્રેજી પર્યાય શું થાય ? ગામના ગોંદરે (પાદરે, ભાગોળે, નાકે, છેવાડે) રહેલા વામાંથી રાંઢવાની મદદથી પાણી ખેંચીને, પાણીનું બેડું માથે ઉપાડી પાણિયારી ઘરે લઈ આવે. તે આંગણમાં પહોંચે ત્યારે તેના સાસુ તેને બેડું ઉતરાવે. કોઈ શુભ કાર્યમાં સામે પાણિયારી મળે તો શુભ શુકન ગણવામાં આવે છે. ‘પાણિયારી’ શબ્દને કેન્દ્ર બનાવી વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ ઘણું મોટું બને. તે વર્તુળના ઘેરાવામાં મહિલાના શરીરશ્રમનો મહિમા, તે શરીરશ્રમને કારણે સહજ જળવાતી સ્વાસ્થ્યની સુખાકારિતા, પાણીના વપરાશમાં સહજ-સંયમ, કૂવાના કાંઠે થતા મેળાપ દ્વારા ગામની સ્ત્રીઓ વચ્ચે સધાતો ભગિનીભાવ વગેરે અનેક લાભો સમાયા છે. માથે આખું બેડું ઊચકીને બંને હાથ છૂટા રાખી તાલી વગાડતી, વાતો કરતી, ચાલતી પાણિયારી એ ગામડાનું બહુ સામાન્ય દશ્ય હતું. તાલી વગાડતી, વાતો કરતી ચાલે છતાં પણ બેડામાં એકાગ્રતા અને સ્થિરતા કેટલી જોરદાર હશે. “ચાર પાંચ સાહેલી મળીને, હીલમીલ પાણી જાય; તાલી દિયે. ખડ ખડ હસે, વાંકુ ચિત્તડું ગાગરિયા માય.’’ બે હાથ છૂટા મૂકીને સાયકલ કે સ્કુટર દોડાવનારની બહાદુરી પર અંજાઈ જનારને કદાચ આ દશ્ય જોવામાં નહિ આવ્યું હોય. પાઈપ-લાઈન, વૉટર કુલર અને મિનરલ વૉટરની સંસ્કૃતિમાં ઊછરતી આજની પેઢી માત્ર પાણિયારી, રાંઢવું, પાણિયારું કે સંખારો જેવા શબ્દોથી જ વિખૂટી નથી પડી, તે શબ્દોની આસપાસના અને આરપારના સાંસ્કૃતિક વારસાથી પણ વેગળી બની છે. ‘ઈંઢોણી’ને અંગ્રેજીમાં શું કહેવાય ? એક શબ્દ તો ક્યાંથી મળે ? લાંબી વ્યાખ્યા કરવી પડે. ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ A circular thing placed by women over their heads while carrying water-pots with a view of relieving impact of weight. ઈંઢોણીને માથા પરના બોજનું વજન હળવું કરવા માટેના વૈજ્ઞાનિક ઉપકરણ તરીકે ઓળખી શકાય. વાંસની છાલ જેવા દ્રવ્યમાંથી કલાત્મક ઈંઢોણી બનાવવાનો ભારતીય કારીગરોનો કસબ પણ હવે ઈંઢોણીની સાથે ગાયબ થઈ ગયો છે. વજનદાર બેડાંના ભારને આસાનીથી સહી લેનાર ઈંઢોણી પશ્ચિમી સંસ્કૃતિના ભાર નીચે અને ઈંઢોણી' શબ્દ અંગ્રેજી ભાષાના ભાર નીચે કચડાઈ ગયા છે. કોઈ અખબાર આ દુર્ઘટનાને મથાળે ચમકાવશે? માટલાને ભૂમિ પર મૂકવાનું હોય ત્યારે ઈંઢોણીને બદલે કાંઠલા ઉપર મૂકવામાં આવે છે. સ્ટેન્ડ એ કાંઠલાનું આબેહૂબ ભાષાંતર નથી. સૌભાગ્ય, શુકન, શુભ, મંગલ, શુભેચ્છા, બહુમાન, અનુમોદના, અભિનંદન, આશીર્વાદ જેવી કેટલીય શુભ લાગણીઓની અભિવ્યક્તિ માટે આપણી સંસ્કૃતિ-પરંપરામાં પ્રસંગે પ્રસંગે ઉપયોગમાં લેવાતું દ્રવ્ય અને સાધન એટલે કંકુ અને કંકાવટી. કંકાવટીની આકૃતિ પણ માંગલિક ! કંકાવટીનો ઉપયોગ પણ માંગલિક ! કંકાવટી' નામ પણ માંગલિક ! ઓક્સફર્ડ અને કૅબ્રિજની ડિક્શનેરી ફેંદી નાંખવા છતાં શુભ અને મંગલની આ ઉઘોષિકાનો અંગ્રેજી પર્યાય નહિ મળે. કંકાવટીના નાનડા ક્યારામાં ‘ભાવનાનું ભવ્ય વિથ કેદ થયેલું છે. અંગ્રેજી ભાષાના દળદાર અને સમૃદ્ધ શબ્દકોષ પણ “કંકુ” અને “કંકાવટી' જેવા શબ્દો વગર બિચ્ચારા, બાપડા અને દરિદ્ર લાગે ! અંગ્રેજી ડિકશનરી કંકાવટી' નો પરિચય આ રીતે આપે છે : A small bowl to keep the red paste used for making auspicious mark on the forehead. આટલી લાંબી મોટી વ્યાખ્યામાં અંગ્રેજી ભાષાની અને પશ્ચિમી સંસ્કૃતિની કારમી કંગાલિયત ગંધાય છે! પ૬ ભવ્ય ભાષા માતૃભા Page #66 -------------------------------------------------------------------------- ________________ માતૃભાષાની અવગણના થાય છે ત્યારે માત્ર ભાષા નથી સુકાતી ભાવના પણ સુકાય છે. ‘પાંજરાપોળ’ નો આબેહૂબ અંગ્રેજી પર્યાય ન મળી શકે. અબોલ-અપંગ પશુઓ પ્રત્યેની નીતરતી દયાભાવનાનો પડઘો પાડનારી પાંજરાપોળ એ આપણી ધરતી પરનું ઘરેણું છે. બિન-ઉપયોગી અને બિન-ઉપજાઉ પશુને કતલખાને મોકલી દેવાની ક્રૂર સ્વાર્થ ભાવનાને સામે છેડે જીવદયાની આ ઉન્નત ભાવના છે. માતૃભાષાને અવગણીને બાળક એક નવી ભાષાના શરણે જાય છે. ત્યારે તે કરુણાપ્રધાન જીવનશૈલીથી વિમુખ બની સ્વાર્થપ્રધાન સંવેદનબધિર જીવન પદ્ધતિના શરણે જાય છે. પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા રાખનારા મા-બાપને પોતાના સંતાન પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પશ્ચિમી વિચારધારા સવાર થઈ જાય તે માન્ય છે ખરું ? ટુથપેસ્ટ અને ટુથ-બ્રશ બંને ભેગા થાય ત્યારે ‘દાતણ’ ની બરાબરી કરી શકે. આધુનિક પ્રચારશૈલીમાં દાતણની જાહેરાત આ રીતે થઈ શકે : પેસ્ટ કમ બ્રશ, ટુ ઈન વન. ‘દાતણ’ નો અંગ્રેજી પર્યાય નહિ મળે. ‘બ્રશ’નો ગુજરાતી પર્યાય નહિ મળે. રંગવાના બ્રશ માટે પીંછી કે કૂચડો જેવા શબ્દો છે. પણ, ટુથ-બ્રશ કે વૉશિંગ - બ્રશને સમજવા ગુજરાતી શબ્દકોષમાં ‘બ્રશ’નો કોઈ પર્યાય નહિ મળે. ‘દાતણ’ શબ્દની સાથે વનસ્પતિશાસ્ત્ર, વનસ્પતિના ઔષધીય ગુણો, પ્રકૃતિ સાથેનો માનવજીવનનો સંદર્ભ વગેરે અનેક બાબતો સંકળાયેલી છે. ટુથપેસ્ટ કે ટુથબ્રશનો સંબંધ આધુનિક યંત્રવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન સાથે છે. શબ્દ બદલાય છે તેની સાથે વિચારની અને જીવનપદ્ધતિની દિશા બદલાય છે. ભવ્ય ભાષા : માતૃભાષા ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી સંસ્કૃતિમાં કે અંગ્રેજી શબ્દકોષમાં ઉતરડ’ને કોઈ અવકાશ નથી. આપણી પરંપરાગત જીવન-પદ્ધતિમાં ઘરના એક ઓરડામાં પાંચ-સાત ઉતરડ હોય જ. ઉતરડ એટલે ઉત્તરોત્તર કદમાં નાના થતા જતા ધાતુના દેગડાઓની ઊભી શ્રેણિ. લગ્નની ચોરીમાં ચાર ખૂણે ચાર ઉતરડ મૂકવામાં આવે છે. “ઉતરડ એક મંગલ પ્રતિક ગણાય છે. | કિંમતી ઘરેણાં મૂકવા માટે સેફ ડિપૉઝિટ વોલ્ટ કે સ્ટ્રોન્ગ રૂમની જરૂર નહોતી પડતી. પાંચ-સાત ઉતરડમાંથી કોઈ પણ એક ઉતરડના નીચેના કોઈ એક વાસણમાં આ ઘરેણાં વ્યવસ્થિત સચવાયેલાં રહેતાં. ઉપરના વાસણોમાં અનાજ વગેરે જીવનાવશ્યક ચીજ વસ્તુઓ ભરેલી હોય. ભાષામાંથી અને ઘરમાંથી ઉતરડીને એક સાથે જાકારો મળ્યો છે. પૉટ, વેસલ, પ્લેટ, કે, ડીશ, બાઉલ, બકેટ, ડ્રમ, ગ્લાસ, કપ, સોંસર, જગ, મગ, લિડ, જાર, ફોર્ક, વૉટરબૅગ, સ્પેન, પેન (Pan) ..બસ આ છે વાસણવાચક અંગ્રેજી શબ્દોની આખી નાત. પારસી કોમની સામે પટેલ કોમને ખડી કરી દીધી હોય તેટલો વિશાળ છે ગુજરાતી વાસણ ભંડાર. થાળ, થાળી, તાસક, રકાબી, અડાળી, વાટકી, વાડકી, વાડકો, તાંસળી, કચોળું, ચલાણું છાલિયું, પવાલું, પ્યાલો, વાલી, કળશો, લોડો, લોટી, ટોયલી, કટોરો, કુંજે, ચંબૂજામ, ચમચો, ચમચી, કડછો, કડછી, ભાતિયું, ડોયો, ડોઈ, ઝારો, તપેલી, તપેલું, ટોપ, બઘોલું, ગરખું, ડાઈ, કઢાઈ, કઢાયું, છીબું, ઢાંકણું, બઝાર, બાલદી, ડોલ, બરણી, ડોલચું, વાઢી, કમંડળ, કીટલી, ચારખાનું, ઝારી, લોઢી, તવી, તવો, તાવડો, પેણી, પેણો, ઠીબડી, નળી, નળો, કોઠી, પવાલી, પીપ, દેગડો, દેગડી, બોઘેણી, બોઘેણું, ગોળો, ગોળી, બેડું, ઘડો, ઘડી, હાંડો, હાંડી, ગાગર, ઉનામણું, મોરિયો, બંબો, મટકું, મટકી, ઢોચકું, ઢોચકી, ગટફુડું, બતક, ભંભલી, પરાત, કથરોટ, અડાલી, તાટ, તાસ, ચોકી, બખડિયું, તગારું, તબક, તબકડી, તબકડું, ચકોરું, બટેરું, માટલું, હાંડલું, હાંડલી, દોણી, રામપાતર, કું, કુંડી, કુલડી, કોડિયું, ચપણિયું તવેતો, સાણસી, ચીપિયો, ઓરસિયો, વેલણ, ગળણી, ખાયણી, દસ્તો, પરાઈ, સાંબેલું, રવૈઓ, રવાઈ, ઝેરણી, ચાળણી, સૂપડું, ટોપલી, ટોપલો, સૂંડલો, છાબડી, મશક, પખાલ, છીણી, ખમણી. ભવ્ય ભાષાઃ માતૃભાષા પ૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ આ માત્ર શબ્દવૈભવ નથી. આપણી જીવન પરંપરાનો સંદેશ આ શબ્દસમૃદ્ધિમાંથી વહે છે. સ્ટીલપ્લેટ, પ્લાસ્ટિકડીશ કે પેપરડીશના પનારે પડેલી પેઢીને જાણ થાય કે, આપણે ત્યાં મુખ્યત્વે ધાતુનાં અને માટીનાં વાસણોનો વપરાશ હતો. ધાતુમાં પણ મુખ્યત્વે કાંસાનાં, તાંબાનાં અને પિત્તળનાં વાસણો વપરાતા. શ્રીમંત પરિવારો ચાંદીનાં વાસણો પણ વસાવતા અને તેમાં જ રોજનું ભોજન કરતા. આ પ્રકારનાં વાસણો વાપરવાની પાછળ આરોગ્યનો હેતુ રહેલો હતો. માટીનાં વાસણો આરોગ્યપોષક હોવાની સાથે સ્વાદપોષક પણ હતા. માટીની હાંડલીમાં રાંધેલી ખીચડી કે માટીની તાવડી પર બનાવેલા બાજરીના રોટલાની મીઠાશ જૂદી જ હોય. ધાતુનાં વાસણો સમૃદ્ધિનું પ્રતિક ગણાતા. લોકો પોતાની બચત કે મૂડીનું રોકાણ વાસણોમાં કરતાં. શ્રીમંતોનાં ઘરની અભરાઈઓ પર વાસણોની લાંબી પંક્તિ ગોઠવાયેલી રહેતી. વાસણો કિંમતી ધાતુનાં હોવાથી તે વાસણો જીર્ણશીર્ણ થતા તેના ભંગારની પણ પૂરી રકમ ઊપજે. ગામમાં કોઈના ઘરે લગ્નાદિ પ્રસંગો હોય ત્યારે જમણવાર માટે થાળી-વાટકાવાસણો પરસ્પર એકબીજાને ઉપયોગી બનતા. સહાયકભાવના જળવાયેલી રહેતી. * વિવિધ આકારનાં, વિવિધ પ્રકારનાં અને નકશીકામ વગેરેથી યુક્ત કલાત્મક વાસણોના નિર્માણ દ્વારા કંસારાકોમ અને કુંભારકોમની કલાકસબની પરંપરા વહેતી રહી. - કેટલાય વાસણોની સાથે કેટલીક સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓ જોડાયેલી હતી. રામપાતર, કોડિયું કે કુલડીનો ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગ થતો. તે જ રીતે તાંબાના લોટા કે લોટીનો પણ. કોડિયાના સંપુટ લગ્નાદિની વિધિમાં જરૂરી બને. કોઈ મૃત્યુ પામે ત્યારે તેની અંતિમયાત્રામાં દોણીમાં દેવતા લઈને એક વ્યક્તિ આગળ ચાલે. માથે બેડું લઈને પાણિયારી સામે મળે તેને શુભ શુકન ગણવામાં આવે છે. ભાષાની સાથે સંસ્કૃતિ કેટલી સંલગ્ન હોય છે, તેનો અંદાજ આવી શકે છે. આપણી સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં ક્યારેક સંઘર્ષ થાય ત્યારે સમાધાન માટે કહેવાતું 'વાસણ થોડા ખખડે પણ ખરા. આજે વિભક્ત કુટુંબ વ્યવસ્થા અને પ્લાસ્ટિક સંસ્કૃતિ સમાંતર ચાલે છે. Pભવ્ય ભાષા માતૃભાષા પ૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઢીંચણિયું શબ્દનો અંગ્રેજી પર્યાય નહીં મળે, ડાઈનિંગ ટેબલ અને બુફે પદ્ધતિની આબોહવામાં ઊછરેલી આજની પેઢી માટે “ઢીંચણિયું સાવ અજાણ્યું છે. ‘ભુવા નું અંગ્રેજી શું ? ‘હોમ-હવનને અંગ્રેજીમાં શું કહેવાય ? “પુષ્ય નો અંગ્રેજી પર્યાય શું? ચિત્ત, અંતઃકરણ, પરબ્રહ્મ વગેરે શબ્દોનો અંગ્રેજી પર્યાય મળે ? 'કર્મ'નું આબેહૂબ અંગ્રેજી શું? સ્થિતપ્રજ્ઞ, સોહં અને પ્રશમ જેવી આધ્યાત્મિક અવસ્થા કે ગુણવૈભવને જે ધર્મસંસ્કૃતિમાં સ્થાન ન હોય, તેની ભાષામાં તે શબ્દો પણ શા માટે હોય ? પરમાત્માનું દર્શન’ seeing કે viewing શબ્દથી અભિવ્યક્ત ન થઈ શકે. જde tes ભગવાન માટે અંગ્રેજી શબ્દકોષ કેટલા શબ્દો પૂરા પાડી શકે ? ગોડ, ઓલ્માઈટી, લોર્ડ...બસ. આપણો શબ્દ ભંડોળ ઉઘાડો. ઈશ્વર, પરમેશ્વર, જગદીશ્વર, યોગીશ્વર, મહેશ્વર, વિશ્વેશ્વર, ભુવનેશ્વર, નાથ, વિશ્વનાથ, ત્રિલોકનાથ, જગન્નાથ, દીનાનાથ, પરમાત્મા, પ્રભુ, પ્રીતમ, પુરુષોત્તમ, પરમતારક, પરમબ્રહ્મ, દયાનિધિ, દયાસિંધુ, દીનદયાલ, દેવાધિદેવ, વિભુ, વિધાતા, વિશ્વભર, વીતરાગ, સચ્ચિદાનંદ, જંગલ્સર, જગતબંધુ, જગતાત, સ્વામી, સર્વજ્ઞ, ખુદા, હરિ, ભગવાન, લોકોત્તમ, અજરામર, અંતર્યામી, વિશ્વનાયક, પતિતપાવન, તરણતારણ, ગરીબનિવાજ, ખિજમતગાર, પરવરદિગાર, આ યાદી હજુ ઘણી લાંબી થઈ શકે. આ તો ઈશ્વરવાચક અથવા પ્રાર્થના આદિમાં ઈશ્વરને સંબોધન કરવા માટે વપરાતા શબ્દો થયા. કરુણાસાગર, કૃપાસાગર વગેરે વિશેષણોનો તો કોઈ પાર નથી અને અરિહંત, જિનેશ્વર, બુદ્ધ, શંકર, વિષ્ણુ વગેરે સાંપ્રદાયિક ઈશ્વરવાચક શબ્દો તો જૂદા. ભવ્ય ભાષા : માતૃભાષા So Page #70 -------------------------------------------------------------------------- ________________ આસ્થા, આસ્તિક્ય અને અધ્યાત્મની સુગંધથી ભરેલા શબ્દોથી આપણો શબ્દકોષ છલકાય છે. અંગ્રેજી ડિક્શનરી તે સંદર્ભમાં ઘણી દરિદ્ર છે. વિજ્ઞાન, આધુનિક વિકાસ કે આધુનિક વ્યવસ્થાઓને લગતા શબ્દોની સમૃદ્ધિ અંગ્રેજી ભાષા પાસે વિશેષ ભલે હોય, પરંતુ ધર્મ-સંસ્કૃતિ-સામાજિક વ્યવસ્થા અને કૌટુંબિક ભાવનાઓને લગતા શબ્દવૈભવના સંદર્ભમાં આપણી ભાષાઓને કોઈ પહોંચી નહિ શકે. - પ્રભા કોઈ વ્યક્તિની નાડી બંધ પડી ગયેલી જોઈને વૈદ્યરાજ કહેશે : તે પ્રભુના પ્યારા થઈ ગયા છે. અથવા તે શાન્ત થઈ ગયા છે.' siszzail me la cual sal : He is no more. પ્રભુના પ્યારા થયા... મૃત્યુ પામ્યા... અવસાન પામ્યા... સ્વર્ગવાસ પામ્યા. આ શબ્દોમાંથી સહાનુભૂતિ નીતરે છે. અને, મૃત્યુ અંગેનો આધ્યાત્મિક અભિગમ છતો થાય છે કે, મૃત્યુ પણ પામવા જેવી ચીજ છે. સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ પુરુષાર્થ જોઈએ. તેમ, મૃત્યુને પામવું એટલે મૃત્યુને જીતવું, મૃત્યુને સમતાથી સહર્ષ સ્વીકારવું મરણ સમાધિ પ્રાપ્ત કરવી. મૃત્યુને પામવા માટે પણ ખૂબ ઊંચી સજ્જતા જોઈએ. અંગ્રેજીમાં તો કહેવાશે : He passed away. અંગ્રજોના શાસનકાળમાં વાઈસરૉય વેકેશન ગાળવા શ્રીનગર જઈ રહ્યા હતા. દિલ્હીથી ટ્રેનમાં પ્રવાસ શરૂ થયો. દરેક સ્ટેશનેથી ગાડી પસાર થઈ જાય એટલે તેની જાણ કરતો ટેલીગ્રામ દરેક સ્ટેશનના સ્ટેશનમાસ્તરે દિલ્હી રેલ્વે સ્ટેશન પર કરવો પડે. આ શિષ્ટાચાર દરેક સ્ટેશનમાસ્તરે જાળવવો પડે. એક નાના સ્ટેશન પરથી દિલ્હી સ્ટેશન માસ્તર પર ટેલીગ્રામ આવ્યો : His Excellency passed away peacefully. વેવાણ ને અંગ્રેજીમાં શું કહેશો ? ‘નણદોઈ કે સાઢુ નામના સંબંધીને પશ્ચિમી સમાજ-વ્યવસ્થામાં કોઈ સ્થાન નથી. ભવ્ય ભાષા માતૃભાષા ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ એક જુનવાણી ગુજરાતી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. લગ્ન પ્રસંગે બધા સગાંસ્નેહીઓ આવેલા. પ્રસંગના આગલા દિવસે બધા ભેગા થઈને વાતોનાં વડાં કરી રહ્યા હતા. કોઈને કૌતુક સૂઝયું. એક કોન્વેટિયા ટાબરિયાને પૂછવામાં આવ્યું : “તારે અન્કલ કેટલા ?” તેણે શાંતિથી ગણીને જવાબ આપ્યો : નાઈન. તરત તેના પપ્પાને આશ્ચર્યથી પૂછવામાં આવ્યું. શું તમે દસ ભાઈ છો ?” ના, અમે કુલ ત્રણ ભાઈ છીએ. મારે ત્રણ બેન છે. ત્રણેય પરણેલી છે. મારે બે સાળા છે અને બે સાઢું છે. પેલા ભાઈ હોશિયાર હતા એટલે સમજી ગયા કે, પેલા ટાબરિયાએ આપેલો જવાબ તેના પપ્પાએ મૂકેલા કોયડાનો ઉકેલ હતો. “પ્રણયભાઈ પરાગભાઈના બ્રધર ઈન લૉ છે. પરાગભાઈ પ્રણયભાઈના બ્રધર ઈન લૉ છે.” “પ્રણયભાઈની બેનના પરાગભાઈ સાથે અને પરાગભાઈની બેનના પ્રણયભાઈની સાથે લગ્ન થયા છે ?” “ના, એવું નથી.” “તો બને એકબીજાના બ્રધર ઈન લૉ કેવી રીતે બની શકે ?” “અંગ્રેજીમાં બની શકે. અંગ્રેજીમાં સાળો અને બનેવી, બન્ને માટે એક જ શબ્દ બ્રધર ઈન લૉ વપરાય છે.” પણ તેમાં કોણ સાળો અને કોણ બનેવી તે કેવી રીતે ખબર પડે ?” “ખબર પાડવાની જરૂર પણ નથી. કારણકે, તે લોકોની લાગણી, સંબંધ અને વ્યવહારને ત્યાં સુધી વિસ્તરવાનું જ નથી હોતું.” કોઈ રૂઢિપ્રયોગો અને કહેવતોમાં પણ તે દેશની સંસ્કૃતિનું પ્રતિબિંબકેવું પડતું હોય છે, તેના પણ એક-બે ઉદાહરણો જોઈ લઈએ. ૬૨ Pભવ્ય ભાષા માતૃભાગ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી કહેવત : અંગ્રેજી : અંગ્રેજી : આંગળીથી નખ વેગળા તે વેગળા. ગુજરાતી કહેવત : Blood is thicker than water. અંગ્રેજી : સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો. Every dog has its day. ગુજરાતી કહેવત : ગરજ સરી કે વૈદ્ય વેરી. When cow is old, she is soon sold. એક વડીલ બીજાની ઈચ્છા, લાગણી, ભાવનાને અવગણીને પોતાનું ધાર્યું કરે અને પોતાની ઈચ્છા બીજા પર ઠોકી બેસાડે. તેમના ડાહ્યા ભત્રીજાએ તેમને પ્રેમથી સમજાવ્યા : કાકા, બધાના દિલ તૂટે તેવું ન કરો. બધાને સંતોષ થાય તે રીતે નિર્ણય લેવો જોઈએ. જ્યારે કોઈ આ રીતે સમજાવે ત્યારે તેના જવાબમાં તે કાયમ એક પ્રચલિત અંગ્રેજી વાક્ય સંભળાવી દેતા. You cannot please every-body. તેમનો ભત્રીજો તેમને ત્યારે કહેતો ! “કાકા, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નથી જીવતા. આપણું વલણ આપણી સંસ્કૃતિને શોભે તેવું જોઈએ.. આપે કહેલા અંગ્રેજી વાક્યની સામે આપણે ત્યાં એક સંસ્કૃત સૂક્તિ છે : ‘‘૩પાયે સતિ ર્તવ્ય સર્વેમાં ચિત્તરંઞનમ્ ।' શક્ય બને ત્યાં સુધી બધાના દિલ સાચવવા. ગુજરાતીમાં આપણે બોલીએ : વરસાદ મુશળધાર વરસે છે. અંગ્રેજીમાં બોલાશે : It's raining cats and dogs. કહેવાતો, રૂઢિપ્રયોગો અને ભાષાપ્રયોગોમાં સંસ્કૃતિ કેટલી વણાયેલી હોય છે, તે સ્વયં સ્પષ્ટ છે. માતૃભાષાથી વિમુખ થઈ અંગ્રેજી ભાષાના શરણે જનાર શું ગુમાવે છે અને શું મેળવે છે તે ખૂબ ગંભીરતાથી દરેકે વિચારવાની જરૂર છે. ભવ્ય ભવ્ય ભાષા : માતૃભાષા ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ સંબંધદર્શક, અધ્યાત્મદર્શી, પ્રાચીન કલા-કસબને લગતા કે પરમાત્મવાચક શબ્દોની બાબતમાં આપણો શબ્દભંડોળ ભલે ખૂબ સમૃદ્ધ હોય, પરંતુ કેટલીક બાબતમાં તે ખૂબ દરિદ્ર પણ છે. | મારા આત્મીય ગુરુબંધુ પંન્યાસ શ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજે વર્તમાન શિક્ષણ-પદ્ધતિની સમાલોચના કરતું એક સુંદર પુસ્તક લખ્યું છે. શિક્ષણની સોનોગ્રાફી આ પુસ્તકમાં શિક્ષણના માધ્યમ વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી છે. શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાને અપનાવીને આપણે નવી પેઢીને આપણા પરંપરાગત સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોથી કેટલી દૂર હડસેલી દઈએ છીએ, તેની ખૂબ અસરકારક રજૂઆત તેમણે કરી છે. ‘ભાષા નામે દર્પણ' નામના પ્રકરણમાં તેમણે હત્યા” વાચક ઘણા અંગ્રેજી . શબ્દોની યાદી મૂકી છે : મેટ્રિસાઈડ એટલે માતાની હત્યા. પેટ્રિસાઈડ એટલે પિતાની હત્યા. ફેપ્રિસાઈડ એટલે ભાઈની હત્યા. હોમિસાઈડ એટલે માનવહત્યા. રેજિસાઈડ એટલે રાજાની હત્યા. જેનોસાઈડ એટલે સંપૂર્ણ જાતિની હત્યા. સ્યુસાઈડ એટલે આત્મહત્યા. હજુ આ યાદીને ઘણી લંબાવી શકાય: મર્ડર એટલે ખૂન. કિલિંગ એટલે હત્યા. સ્લોટર એટલે કતલ. એસસિનેશન એટલે અંગત અદાવત કે રાજકીય હેતુથી કૂરતાપૂર્વક કરાતી હત્યા. એક્સટર્મિનેશન એટલે સંહાર કરવો. કાર્નેજ એટલે સમૂહહત્યા. મેસેકર એટલે નિર્દય હત્યાકાંડ. એબોર્શન એટલે ગર્ભહત્યા. મેડિકલ ટર્મિનેશન ઑફ મૅગ્નન્સિ એટલે ગર્ભપાત. હોટેલ, મોટેલ, રેસ્ટોરન્ટ વગેરે શબ્દો અંગ્રેજી ભાષાના છે. ભોજનશાળા, ભોજનાલય, વીશી જેવા શબ્દો આપણી ભાષામાં પ્રચલિત છે. પણ આ શબ્દો અંગ્રેજીના હોટેલ વગેરે શબ્દોના પર્યાય ન બની શકે. “ભોજનશાળા’ ની સાથે હોટલની જેમ ધંધાદારી અભિગમ, ફટાટોપ કે વાનગી-વૈવિધ્ય જોવા ન મળે. ત્યાં તો જોવા મળે – સગવડતા આપવાની ગણતરી, આતિથ્યની ભાવના અને આરોગ્ય તથા ભોજન સંબંધી ધાર્મિક અને નૈતિક મર્યાદાઓનું પાલન. ૬૪ ભવ્ય ભાષા માતૃભાષણ Page #74 -------------------------------------------------------------------------- ________________ ‘અન્નક્ષેત્ર’ અને ‘સદાવ્રત’ નું અંગ્રેજી શું થાય ? ટ્રેન, બસ, નાટક, સિનેમાની ટિકિટ એ રોજિંદા જીવન-વ્યવહારની બહુ સામાન્ય બાબત છે. તે ‘ટિકિટ' અંગ્રેજી શબ્દ છે. આપણી પરંપરાગત જીવન-વ્યવસ્થામાં આ પ્રકારની ચીજનું કોઈ પ્રયોજન નહોતું, અત્યારે આ અંગ્રેજી શબ્દને આપણે બિલકુલ પોતીકો બનાવી દીધો છે. ગુજરાતીમાં તેનો ચોક્કસ પર્યાય નહિ મળે. ‘ભદ્રંભદ્ર’માં ટિકિટ માટે ‘મૂલ્યપત્રિકા’ શબ્દ વપરાયો છે. તેવા જ પ્રકારના અર્થમાં ‘પાસ’ શબ્દ વપરાય છે. તે પણ અંગ્રેજી શબ્દ છે. તેને માટે ગુજરાતીમાં ‘પરવાનો’ કે રજાચિટ્ઠિ' પર્યાય ઉપલબ્ધ છે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજિયત જીવનના સર્વ ક્ષેત્રોમાં એટલી હદે પ્રવેશી ચૂક્યા કે ગણના કે માપ માટે પણ વિદેશી ધોરણો જ સ્વીકારી લીધા. તોલો, નવટાંક, અધોર, પાશેર, અધશેર, રતલ અને શેરથી માંડીને મણ કે ઘડી સુધીના વજનના માપ આજની પેઢીને જરાય ખ્યાલમાં નથી. પ્રસ્થ, આઢક, દ્રોણ, ખારી વગેરે તોલમાપ તો આજની જૂની પેઢી માટે પણ અજાણી બાબત હશે. આજે તો ગ્રામ અને કિલોગ્રામની પરિભાષા જ બધા સમજે છે. દૂધ લીટરમાં અને કપડું મીટરમાં ખરીદાય છે. ગજ અને વારના માપ ગયા. સૅન્ટિમીટર, ઇંચ, ફ્રૂટ અને મીટરના ધોરણ સ્વીકૃત બન્યા. કોશ-ગાઉના સ્થાને આજે કિલોમીટરનો એકમ જ વપરાય છે. Sve મિનિટ અને સેકન્ડનું ગુજરાતી શું થાય ? પાશ્ચાત્ય સંસ્કૃતિ અને અંગ્રેજી ભાષાના પ્રભાવથી તિથિનું ચલણ ઘટયું, તારીખનું વધ્યું, તેમ વાથી કદાચ સરળતા વધી પણ તિથિના સાથે જોડાયેલા તહેવારો, ધાર્મિક વિધિઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાઓ, સામાજિક કે સાંસ્કૃતિક રિવાજો વગેરે બધાનો લોપ થયો. દિવાળીની દીપ જ્યોત ઝાંખી પડી અને ૩૧ ડીસેમ્બરની ઝાકઝમાળ વધારે ઉત્તેજક બની. બેસતા વર્ષની માંગલિકતાના બદલે ન્યૂ યરની ઔપચારિકતાનું મહત્વ વધ્યું. ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ એક જુનવાણી ગુજરાતી પરિવારના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાએ કહ્યું “મને આશીર્વાદ આપો, આજે મારો બર્થ-ડે છે.” મેં પૂછ્યું: તારીખ પ્રમાણે કે તિથિ પ્રમાણે ? તેણે કહ્યું: તારીખ પ્રમાણે. મારી બર્થ-ડેટ ૧૧ ઓક્ટોબર છે. મેં કહ્યું: તિથિ પ્રમાણે ખ્યાલ છે ? છોકરાએ કહ્યું: હા, તિથિ પ્રમાણે ૩૦ તારીખે મારો બર્થ-ડે ગયો. એક છોકરાને પૂછેલું: તિથિનું અંગ્રેજી શું થાય ? “તારીખ” જવાબમાં તેણે ગુજરાતી શબ્દનો પ્રયોગ કર્યો, તેટલો સંતોષ માન્યો. કદાચ, કોઈ વિદ્યાર્થી માગસરનું અંગ્રેજી ડીસેમ્બર અને વૈશાખનું મે કરે તો નવાઈ ન પામતા. અમદાવાદમાં એક ભાઈએ પોતાના ઘરની વાત કરી. “દીવાનખાનામાં બેઠો હતો. મારા થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણતા દીકરાને મેં કહ્યું જો તો અંદર કીચનમાં તારી મમ્મી શું કરે છે ? છોકરો અંદર જોઈને બોલ્યો : પપ્પા, મમ્મી લેડીઝ ફિંગર ટ કરે છે.” હું તેની વાત સાંભળી એકદમ ગભરાઇ ગયો. હાંફળો-ફાંફળો થયો.રસોડામાં જઈને જોયું તો મારી પત્ની ભીંડા સમારતી હતી. તરત મને વિચાર આવ્યો કે, બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકીને મેં ગંભીર ભૂલ કરી છે. અંગ્રેજી ભાષા આપણી સંસ્કારિતા અને સંસ્કૃતિ સાથે મેચ થાય તેવી નથી. મેં બીજા જ દિવસે તેને તે સ્કૂલ છોડાવીને ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કર્યો અને મારી ભૂલ સુધારી લીધી. tઈtes ભવ્ય ભાષા માતૃભાષા Page #76 -------------------------------------------------------------------------- ________________ પગ ઉપર પ્રહાર “તમે તો રૂઢિચુસ્ત ગુજરાતી છો. તમારા દીકરાના પંજાબી કન્યા સાથે લગ્ન કેમ કરાવ્યા?” “આજ કાલ પંજાબી વાનગીનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ઘરમાં પંજાબી પુત્રવધૂ હોય તો વાંધો ન આવે.” પંજાબી વાનગીનો જ પ્રશ્ન છે, તે રાંધતા શીખી લેવાય, પણ માત્ર તે કારણથી કોઈ પંજાબી કન્યા સાથે પોતાના પુત્રને પરણાવવા તૈયાર થઈ જાય તે કેવું કહેવાય ? સેલફોન કદાચ વર્તમાન જીવનમાં વ્યવસાયાદિ પ્રયોજનથી જરૂરી જણાય તો માણસ એક સેલફોન વસાવી લે છે. પણ, તે ખાતર આખી કંપની ખરીદી લેવાની ન હોય. આટલી સીધી સાદી વાત અંગ્રેજી-માધ્યમના પુરસ્કર્તાઓને કે પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં જે ભણાવવાનો આગ્રહ રાખતા માતા-પિતાઓને કેમ નહિ સમજાતી હોય? વર્તમાન વિશ્વપ્રવાહ સાથે તાલ મેળવવા માટે કદાચ અંગ્રેજી ભાષા જરૂરી જણાતી હોય અને તે માટે અંગ્રેજી ભાષામાં કોઈ નિષ્ણાત બને, તેનો વિરોધ નથી. પણ, તે માટે માધ્યમ અંગ્રેજી અપનાવવાની વાત યુક્તિગમ્ય અને બુદ્ધિપૂર્વકની જણાતી નથી. કોઈ પણ બાળક તેની માતા, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણથી વેગળો ન Pભવ્ય ભાષા માતૃભાષા ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ બને તે તેના પારમાર્થિક અને સાંસ્કારિક કલ્યાણ માટે બહુ જરૂરી છે. આ ત્રણેય તત્ત્વો તેની સંસ્કારિતા અને સાત્ત્વિકતાની માવજત કરનારા છે. માતાના વાત્સલ્યમાં, માતૃભાષાની અભિવ્યક્તિમાં અને માતૃભૂમિની આબોહવામાં એવો જાદુ છે કે, બાળકનું કલ્યાણજલના વહેતાં ઝરણાંઓ સાથે જોડાણ સધાય છે અને ટકી રહે છે. ગુજરાતની પ્રજા સાથે સંલગ્ન ધર્મોની વાત કરીએ તો ધર્મક્ષેત્રનું માધ્યમ ગુજરાતી છે. બધા ધર્મસ્થાનોમાં સૂચનાના કે સુવિચારના પાટિયાં ગુજરાતીમાં જ લખાય છે. ધર્મીજનો વચ્ચે પરસ્પર વાર્તા-વ્યવહાર ગુજરાતીમાં થાય છે. ધર્મગુરુઓનાં પ્રવચનો ગુજરાતીમાં થાય છે. ધાર્મિક સાહિત્ય મુખ્યત્વે ગુજરાતીમાં લખાય છે, છપાય છે. કદાચ કોઈ દલીલ કરે કે, અમે સમજી શકીએ તે માટે આ બધું અંગ્રેજીમાં થવું જોઈએ, તો તેને ‘‘ગાડું ફરે, ગામ ન ફ્રે’” એ ગુજરાતી કહેવત સમજવા જેટલું ગુજરાતી સત્વરે શીખી લેવાની ભલામણ કરવી પડે. તમે તમારી ભાષા બદલી નાંખો અને પછી તમારી અનુકૂળતા માટે આખું માળખું બદલવાની હિમાયત કરો તે કેટલું ઉચિત ગણાય ? કોન્વેન્ટ સ્કુલમાં ભણનારો બાળક માત્ર પોતાની માતૃભાષાથી વિમુખ નથી બનતો, પોતાના ફુલપરંપરાગત ધર્મથી પણ દૂર ફેંકાય છે. તે ભાષાથી અંગ્રેજીભાષી બને છે, જીવનશૈલીથી યુરોપિયન કે અમેરિકન બને છે અને ધર્મથી ક્રિશ્ચિયન બનતો જાય છે. પિંડ દેશી અને પ્રકૃતિ વિદેશી. કલેવર આર્ય અને પોત અનાર્ય. શ્રાવણ કે આસો માસમાં જ્યારે હિન્દુ પ્રજાના વિવિધ ધાર્મિક તહેવારો આવે છે, ત્યારે કોન્વેન્ટ શાળાઓના બાળકો પરીક્ષામાં વ્યસ્ત હોય છે અને નાતાલમાં તેમને છુટ્ટી મળે છે. કપાળ પર ધર્મનું તિલક કે બાળાના કપાળનો ચાંદલો કોન્વેન્ટ શાળામાં ચાલતો નથી, ભૂંસી નાંખવા પડે છે, મેંદી મૂકીને અથવા ઝાંઝર જેવા આપણા પરંપરાગત ઘરેણાં પહેરીને શાળામાં જઈ શકતી નથી. મોટાભાગે કોન્વેન્ટ શાળાના પટાંગણમાં સાથે દેવળ (ચર્ચા) હોય છે. ખ્રિસ્તી પાદરીઓ કે સાધ્વીઓ આ શાળાનું સંચાલન કરતા હોય છે. ઈશુ ખ્રિસ્તની પ્રાર્થના ગવાતી હોય છે. આપણી હિન્દુવિધિથી મસ્તક નમાવી પ્રણામ કરવા તે શાળામાં માન્ય નથી બનતું. કોન્વેન્ટનો વિદ્યાર્થી હિન્દુ મંદિર કે જૈન દેરાસરમાં જાય છે ત્યારે મસ્તક નમાવી નમસ્કાર નથી કરતો, ક્રોસ પદ્ધતિની ઔપચારિકતા ત્યાં પણ તે ૬૮ ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય Page #78 -------------------------------------------------------------------------- ________________ આચરે છે. વટલાયેલી વાણિયણ તરકડીથી ભૂંડી. કોન્વેન્ટ શાળામાં ભણીને અને આધુનિક શિક્ષણ લઈને શિક્ષિત બનેલા ઘણા તો ભારતીય અંગ્રેજ કે કાળા ગોરા બની જાય છે. અને, આ સવાઈ અંગ્રજોને પોતાના ધર્મ, ધાર્મિક વિધિઓ અને ધાર્મિક માન્યતાઓ પ્રત્યે વિદેશીઓ કરતાં પણ વધારે ચીતરી ચડે છે. આજની શાળા-કોલેજોને સરસ્વતી મંદિર કહી શકાય કે નહિ તે વિચારણીય છે. પરંતુ કોન્વેન્ટ સ્કુલને ચર્ચનો દરજ્જો આપવામાં હરકત ન લાગે. સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવનાર દરેક વાલીએ સમજી રાખવું જોઈએ કે, પોતે પોતાના સંતાન અને ધર્મ વચ્ચેના સેતુ પર ઘણના ઘા ઝીકી રહ્યા છે. માતૃભાષામાં શાળાનું શિક્ષણ લઈ મુંબઈની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલો એક તેજસ્વી વિદ્યાર્થી અમેરિકા ગયો. ત્યાંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી તે એમ.બી.એ. થયો. બધી રીતે સુયોગ્ય આ યુવાન મુંબઈના એક પરિવારને પોતાની કન્યા માટે પસંદ તો પડચો. પરંતુ, જ્યારે ખબર પડી કે તે કોન્વેન્ટ સ્કુલમાં નથી ભણ્યો, માતૃભાષામાં તેણે શાળાનું શિક્ષણ લીધું છે, ત્યારે માત્ર તે મુદ્દા પર વાત પડી ભાંગી. માત્ર પોતાના સંતાનો નહિ, બીજાના સંતાનો પણ કોન્વેન્ટમાં ભણવા જોઈએ, એવી અપેક્ષા રાખનાર એ પરિવારની અંગ્રેજી માધ્યમ સાથેની લગ્નગ્રન્થિ કેટલી મજબૂત હશે ! ભાષા એ સંસ્કૃતિની વાહક છે. આપણી સંસ્કૃતિ દયા અને પરોપકારની સંસ્કૃતિ છે, સંયમ અને સદાચારની સંસ્કૃતિ છે, શ્રદ્ધા અને ભક્તિની સંસ્કૃતિ છે, સ્નેહ અને સંબંધની સંસ્કૃતિ છે, નીતિ અને નિષ્ઠાની સંસ્કૃતિ છે. ખૂબ ઉમદા જીવનમૂલ્યોને વરેલી આ સંસ્કૃતિ છે. ખૂબ ઊંચા આદર્શોને અભિમુખ રહેલી આ સંસ્કૃતિ છે. ઈશ્વરીય વિભૂતિઓ તથા સંત-મહંતોથી પ્રાદુર્ભૂત થયેલી અને સિંચન પામેલી આ સંસ્કૃતિ છે. આપણી ભાષાઓમાંથી સંસ્કૃતિની સુગંધ પ્રસરે છે. ભાષા સાસ્કૃતિક પ્રતિકોને પ્રકાશિત કરે છે અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રવાહિત કરે છે. ભવ્ય ભાષા : માતૃભાષા SC Page #79 -------------------------------------------------------------------------- ________________ “કીડીનાં નગરાં પૂરવાં” આ પ્રયોગનો અંગ્રેજી અનુવાદ કરી શકાશે ? સાથિયા કે સ્વસ્તિક માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ નથી. તોરણ અને માંડવો કે મંડપ આપણી સંસ્કૃતિનાં પ્રતિકો છે. તેની પાછળ આતિથ્ય સત્કાર અને માંગલિક ઉત્સવની શુભ ભાવના સમાયેલી છે. બેસતા વર્ષની બોણીનો આપણી સંસ્કૃતિમાં ખૂબ મહિમા છે. બોણી’ શુભ-લાભની આપણી સંસ્કૃતિનું અંગ છે. અંગ્રેજી ભાષા પાસે તેની કોઈ અભિવ્યક્તિ નથી. સંવતના સ્થાને સનનો મહિમા વધી જતા બોણીનો મહિમા દબાઈ ગયો. સાલમુબારક અને નૂતનવર્ષાભિનંદનનાં શુભેચ્છા-વચનો વીસરાવા લાગ્યા છે. લાપસીને અંગ્રેજીમાં શું કહેશો? દાળઢોકળીનું અંગ્રેજી શું કરશો? પૂરણપોળીનો કોઈ અંગ્રેજી-પર્યાય નથી. અંગ્રેજી ડિક્શનરીમાં લાડુ માટે સ્વીટ-બૉલ, રાઉન્ડ લમ્પ અને ગ્લોબ્યુલર માસ જેવા શબ્દો આપ્યા છે. પરંતુ, આ ત્રણમાંનો એકેય શબ્દ લાડુ” નું આબેહૂબ પ્રતિનિધિત્વ કરી શક્તો નથી. લાડુમાંથી ઘીની સોડમ પ્રસરે છે, ‘લાડુ શબ્દમાંથી આપણી સંસ્કૃતિની ! વાર-તહેવાર અને જમણવારના પ્રમુખસ્થાને લાડુ હોય. પૂજા અને પ્રસાદમાં પણ લાડુનું ખાસ સ્થાન. લાડુ શબ્દની સાથે બ્રાહ્મણ, તહેવાર, સમૂહ-જમણ, પ્રસાદ વગેરે ઘણું ઘણું યાદ આવે. ચૂરમાના, બુંદીના, મોતીચૂર, લાકડશી વગેરે અનેક પ્રકારના લાડુઓની જમાત સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાય, બાજરીની કુલેર અને સૂંઠપીપરામૂળની લાડુડી-લાડવાના લઘુસ્વરૂપ. સુખડીનો કોઈ અંગ્રેજી પર્યાય નથી, ગોળપાપડી, તલસાંકળી, સીંગની ચીકી, કાજુની ચીકી, બદામની ચીકી, મમરાની ચીકી, ચણાની દાળની ચીકી વગેરે સુખડીની નાત અને પેટાનાત છે. આપણા ભોજનની રોજની વાનગી એટલે રોટલી, રોટલી માટે અંગ્રેજી પાસે કોઈ પોતીકો શબ્દ નથી. ભાવનગરના પ્રસિદ્ધ લોકકથાકાર સ્વ. શ્રી રામભાઈ કાગનો શિકાગોમાં કાર્યક્રમ હતો. તળપદી શૈલીમાં તેમણે દસ મિનિટ સુધી રોટલાનું વર્ણન કર્યું. સભામાંથી કોઈએ પૂછ્યું : વૉટ ઈઝ ધિસ “રોટલા” ? રામભાઈ ક્ષણવાર તો વિચારમાં પડી ગયા કે આ અંગ્રેજી પરણેલાઓને રોટલા માટે ક્યો શબ્દ આપવો! પણ ગઢવીને “સરસ્વતી-સપૂત” કહેવાય. તરત તેમને સૂઝી આવ્યું અને જવાબ આપી દીધો : "ફાધર ઓફ બિસ્કિટ.' - બિસ્કિટ, બ્રેડ, પિલ્ઝાકે બર્ગર માટે આપણો શબ્દકોષ કોઈ શબ્દ નહિ આપી ભવ્ય ભાષા: માતૃભાષા ૭૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ શકે. ધોતીને અંગ્રેજીમાં શું કહેશો? બંડીનું અંગ્રેજી શું? ઝભ્ભાનો અંગ્રેજી પર્યાય ખરો? ચોરણો કે સૂરવાલનો તમે આબેહૂબ અંગ્રેજી અનુવાદ કરી શકશો ?“પાનેતર” ને અંગ્રેજીમાં શું કહેશો? 'પિયર” અને “મોસળ” નું અંગ્રેજી શું ? “મામેરું' નો અંગ્રેજી પર્યાય શું? આણું, ઝિયાણું અને કરિયાવર માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દ નથી. “યજ્ઞોપવીત (જનોઈ) અને દીક્ષા માટે અંગ્રેજી શબ્દ નહીં મળે. “આરતી’ નું અંગ્રેજી શું? | ‘ટાઈ ને ગુજરાતીમાં શું કહેવાય ? તેને માટે ફાંસો” શબ્દ કેવો લાગે છે ? કે પછી, “ટૂંપો” શબ્દ સારો લાગે ? કે “ગાળિયો’ શબ્દ ઠીક લાગે ? એ વસ્તુ જ આપણી સંસ્કૃતિ અને આબોહવાની સાથે તાલમેલવાળી નથી. તે છતાં કોન્વેન્ટમાં ભણતા વિદ્યાર્થીઓ ઉનાળાની બપોરે પણ શાળાના ગણવેશમાં ગળે ટાઈ બાંધીને બફાતા હોય છે. આપણી ભાષાઓમાં બીજા પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામ અલગ છે. તું અને તમે. વિશેષ માનવાચક સ્વરૂપે ‘આપ’ પણ વપરાય છે. આપ જમવા બેસો. આપ આરામ ફરમાવો. આપ કુશળ છો ? બે અક્ષરના એક સર્વનામમાંથી પણ કેટલો આદર અને વિનય નીતરે છે! અંગ્રેજી ભાષામાં બીજા પુરુષ એકવચન અને બહુવચનનાં બન્નેમાં એક જ સર્વનામ છે : You. પોતાના પિતાજી સાથે વાત કરતા હોય ત્યારે પણ You અને દીકરાને પણ You. Papa, you don't worry. Papu, you don't worry. મીડિયમ, મીડિઆ, મીડિએટર કે મિડલમેન. આ ચારેયનું કાર્ય આમ તો મધ્યમાં રહીને માધ્યમ બનવાનું છે. માધ્યમની ભૂમિકા આમ તો માત્ર સેતુ કે સાંકળ તરીકેની જ હોવી જોઈએ. પણ, તેવું નિયંત્રણ રહી શકે નહિ. ન્યૂઝની સાથે ન્યૂઝ આવવાના જ. માધ્યમની ભાષા સાથે ભાવનાઓ આવવાની જ. મીડિએટરની વાણીમાં તેના વિચારો ભળેલા હોવાના જ. મિડલમેનની ખટપટમાં તેમના અંગત ખ્યાલોની ભેળસેળ હોવાની ભવ્ય ભાષાઃ માતૃભાષામાં જી ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ જ. ચૂલાના અગ્નિ અને રંધાતી વાનગી વચ્ચે તાંબા, પિત્તળ, સ્ટીલ કે એલ્યુમિનિયમની તપેલી તો માત્ર માધ્યમ જ બને છે. તો પણ તે ધાતુની અસર વાનગીમાં ઊતરે જ છે. ભાષા ક્યારેય નિરાવરણ ન હોઈ શકે. ભાષા પોતાના દેશ-પ્રદેશની ભૌગોલિક અને પ્રાકૃતિક સ્થિતિ, રૂઢિઓ, પ્રણાલીઓ, માન્યતાઓ, ભાવનાઓ અને સંસ્કારોનો સ્પર્શ પામેલી હોય છે. માત્ર અભિવ્યક્તિ કરીને ભાષા છૂટી નથી જતી. તે વક્તા, શ્રોતા અને અધ્યેતા ઉપર પોતાની અસર અને પ્રભાવ પાથરતી રહે છે. વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ગણિત, ઈતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાન શીખે છે. ત્યારે માત્ર તે વિષય જ નથી શીખતો, સાથે માત્ર અંગ્રેજી પણ નથી શીખતો, અંગ્રેજી ભાષામાંથી પ્રતિબિંબિત થતી જીવનની દષ્ટિ અને ભાવનાઓનું પણ તેને સાથે શિક્ષણ મળતું હોય છે. તે ગણિતના દાખલાઓની સાથે જીવનનું તે પ્રકારનું ગણિત પણ તેની જાણ બહાર તે શીખતો હોય છે. તમે માતૃભાષાની અવગણના કરીને તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકો છો ત્યારે માત્ર તેનું ભાષા-પરિવર્તન નથી થતું. ભૂષા-પરિવર્તન થાય છે, ભોજનપરિવર્તન થાય છે અને ભાવના-પરિવર્તન પણ થાય છે. આટલું ગંભીર નુકસાન વેઠીને પણ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જીદે ચડેલા ગુજરાતી માતા-પિતાઓ માટે ખૂબ શરમની અને તેમના તે બિચ્ચારા સંતાનો માટે કરુણાની લાગણી થઈ આવે છે. બાળક ધર્મથી વિખૂટું પડે છે, સાંસ્કૃતિક પ્રણાલીઓથી વિખૂટું પડે છે અને તેથીય આગળ વધીને આખા પરિવારથી વિખૂટું પડે છે. દાદા-દાદી બિલકુલ અંગ્રેજી સમજતા નથી, પપ્પા-મમ્મી અધકચરું અંગ્રેજી સમજે છે અને કોન્વેટિયું ટાબર અધકચરું ગુજરાતી ! જ્યાં ભાષાની સંવાદિતા પણ ન હોય તે પરિવારમાં સંબંધની, લાગણીની અને ભાવનાની સંવાદિતાને અસર તો પહોંચે છે. દાદા-દાદી અને પૌત્ર-પૌત્રી કદાચ એક જ ઘરમાં રહેતા હોય તો પણ તે બે પેઢી વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ જેટલું અંતર ઊભું થઈ શકે છે! કાકા-કાકી, મામા-મામી કે ફોઈ-આ જેવા નિકટના સગાં પણ ઘરે પધારે ત્યારે નવી અંગ્રેજી પેઢીને ઉમળકાનો આવેગ નથી જનમતો. પપ્પાકે મમ્મીના કોઈ મહેમાન આવ્યા હોય તેમાં તેને શું? માતાપિતાના અસીમ ઉપકારોને સંતાન તેમણે બજાવેલી ફરજ રૂપે ખતવી નાંખે તો દોષ તેનો નથી, તેને પરણાવવામાં આવેલી ભાષા અને તે ભાષામાં પ્રતિબિંબિત થતી સંસ્કૃતિનો છે. તે ભાષા સાથે તેનો પનારો પાડનારને કદાચ દોષિત ગણી શકાય. ભવ્ય ભાષાઃ માતૃભાષા ૭૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણનું માધ્યમ નક્કી કરતી વખતે જેને ભણવાનું છે તેની પસંદગી ક્યારેય પૂછવામાં નથી આવતી. પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકનારા માતા-પિતા તેના પર જરૂર કરતાં વધારે બોજો લાદી દીધાનો અપરાધભાવ કદાચ અનુભવતા હશે. તેમની નોંધમાં પણ આવતું તો હશે જ કે, બાળક કરમાય છે, સીદાય છે, અંદરથી અકળાય છે, તેના મુખ પર સ્મિતની પાનખર છવાય છે. ઘણાં માતાપિતાએ કદાચ એવું પણ અનુભવ્યું હશે કે, તેનો સ્વભાવ ચીડિયો થઈ રહ્યો છે. મંદાગ્નિ અને અનિદ્રા રોજિંદા બનતા જાય છે. બાળક અશક્તિની ફરિયાદ કરે છે. નિરુત્સાહ બનતું જાય છે. તેના શરીરનો બાંધો બનતો નથી. જો અંગ્રેજી માધ્યમની બાળકના શારીરિક સ્વાથ્ય ઉપર પણ વિપરીત અસર થતી હોય, તે છતાં મા-બાપનો અંગ્રેજી માધ્યમનો આગ્રહ ન છૂટે તો કોનો ઉપચાર પહેલો કરાવવાની જરૂર લાગે ? ૮ એe ) 8 - ઉદયન ઠક્કરની એક નાની જાહેરખબર વાંચી લઈએ : ગુમાઈ છે. ગુમાઈ છે. ગુમાઈ છે. કૉન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા-પિતાની બેદરકારીના કારણે પલક મીંચવા ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે... - ગુજરાતી વાંચતી-લખતી એક આખે આખી પેઢી ! ઉદયન ઠક્કરને આપણે તેમની શોધમાં કાંઈ મદદ કરી શકીએ ? * e ses Pવ્ય ભાષા માતૃભાષA ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ માધ્યમ અને મગજનું સગપણ ‘“તમે બન્ને રોજ આ સમયે ક્યાં જાઓ છો ?'’ ‘‘મરાઠી ભાષાના વર્ગ ભરવા.’’ “કેમ ? તમારે મરાઠી શીખવાની શું જરૂર પડી ?’’ “અમે હમણાં એક બાળક દત્તક લીધું છે. તે બાળક મરાઠી દંપતિનું છે. તે બોલતા શીખશે ત્યારે મરાઠી બોલશે એટલે તેની સાથે વાત કરવા અમારે મરાઠી શીખી લેવું જરૂરી છે.’’ આ ટુચકાની રમૂજ માણી લીધા પછી ફરી આ વાત પર થોડો વિચાર કરીએ. ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટેભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભળાતી ભાષા ઉપરથી ભાષાને ઝીલવાની, સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળીસાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા ભવ્ય ભાષા : માતૃભાષા ७४ Page #84 -------------------------------------------------------------------------- ________________ લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો. ૧૪ વર્ષની ઉમરે “ધ પ્રોફેટ’ની વિશ્વને ભેટ ધરનાર ખલીલ જિબ્રાન કહે છે : બાળક ગર્ભમાં જ ભાષા અને સંસ્કારો ઝીલતું હોય છે. જે ભાષામાં પિંડ ઘડાય એ જ ભાષા એના વિકાસમાં સહુથી વધુ ઉપયોગી થઈ શકે. મારી માતાએ જો મારો અભ્યાસ માતૃભાષામાં જ થાય એવો આગ્રહ ન રાખ્યો હોત તો આજે ઉન્નતિના આ શિખરોને હું સર ન કરી શક્યો હોત.” માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજણશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્યુટર છે. આ કપ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે. ગાંધીજી માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવે છે. પ્રારંભમાં બકરીનું કે ગાય-ભેંસનું દૂધ ન ચાલે. શરીરનો વિકાસ માતાના દૂધથી જ થાય. માતાના દૂધથી વિકસિત થયેલા શરીરમાં જ ગાય-ભેંસના દૂધને પચાવવાની ક્ષમતા પ્રગટે છે. ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાળરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જૂદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મૂરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. * ઘરમાં જેને તે કેળા તરીકે ઓળખે છે, શાળામાં તેની ઓળખાણ તેને બનાના તરીકે મળે છે. કેળા અને બનાના વચ્ચે, સફરજન અને એપલ વચ્ચે, ચમચી અને પૂન વચ્ચે તથા મંદિર અને ટેમ્પલ વચ્ચે બાળમાનસ ગૂંચવાય છે. મહાન શિક્ષણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પ્રો. યશપાલ કહે છે કે, બાળક નાનપણમાં સહુથી વધુ સમય પોતાની માતૃભાષા બોલે છે અને સાંભળે છે. આવા સમયે જો બાળક અન્ય ભાષા શીખવાની શરૂ કરે તો દ્વિધામાં મૂકાઈ જાય છે. બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા ભવ્ય ભાષા માતૃભાષા ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ બેસ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ, મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય. સમગ્ર વિશ્વમાં કદાચ આપણા દેશ જેટલી ટ્યુશન અને ક્લાસિસની બોલબાલા બીજે ક્યાંય નહિ હોય. બાળક શાળામાં ભણે છે પછી ટયુશન-ક્લાસ શા માટે ? માતૃભાષામાં વિષયવસ્તુ શીરાની જેમ ઊતરી જાય, અંગ્રેજીમાં ડચૂરા વળે. ડચૂરા વળે ત્યારે પાણીની જરૂર પડે, તેમ ટયુશન અને ક્લાસની જરૂર ઊભી થાય છે. માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે? જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્રેસ બેરિંગકેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. | મોરારિબાપુ કહે છે : અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય. ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, માતૃભાષા છોડીને પરાયી ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. છતાં, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખનારા માતા-પિતા પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેમ નહિ કરતા હોય ? ચંદ્રકાન્ત બક્ષીએ એક જગ્યાએ લખ્યું છે કે, જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી. Quluegos galegos વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય. એક મહારાષ્ટ્રિયન યુવક જર્મનીમાં સ્થિર થયો. જર્મન ભાષા શીખી ગયો. ૨૦ ૭૬ ભવ્ય ભાષા: માતૃભાષા Page #86 -------------------------------------------------------------------------- ________________ વર્ષ તેને જર્મનીમાં થઈ ગયા. તે પછી તે એક ગંભીર માંદગીનો ભોગ બન્યો. તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. તેને સનેપાત જેવું થઈ ગયું હતું. ઊંઘમાં પણ ખૂબ બબડવા લાગ્યો. જાગ્રત અને સ્વસ્થ હોય ત્યારે જર્મન ભાષામાં વાત કરે તે બધું ડૉક્ટરને સમજાય. પણ ઊંઘમાં શું બબડે છે તે ડૉક્ટર સમજી નહોતા શકતા. ભારતથી તેનો ભાઈ તેની ખબર પૂછવા જર્મની ગયો. પોતાના ભાઈના ઊંઘનો બબડાટ તે તરત સમજવા લાગ્યો, કારણકે તે દરદી અજાગ્રત અવસ્થામાં પોતાની માતૃભાષા મરાઠી બોલતો હતો ! elegates EFA Global Monitoring Report - 2005 The Quality Imperative માટે સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડૉ. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો : “The importance of mother tongue-based schooling for educational quality”- તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ૧૯૭૦ થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો અને અભ્યાસોના સંદર્ભો પોતાના શોધલેખમાં ટાંક્યા છે. આ શોધલેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે. * માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી. પરંતુ, અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારા પરિણામો દેખાયા છે. * માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે. માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે. બંને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે. * વિદ્યાર્થી માતૃભાષામાં વર્ગની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અભિવ્યક્તિ ખૂલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે. પોતાના જ્ઞાન અને અનુભવને નિઃસંકોચ રજૂ કરવાની બાળકને તક મળે * દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે. * માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ ભવ્ય ભાષા માતૃભાષા ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ રસ લેતા થાય છે. પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમાં આવે છે. વાલીઓનો શિક્ષકો અને શાળા સાથે બંધાતો નાતો બાળકોના લાભ માટે થાય છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી ભણવામાં બાળાઓનો રસ અને ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ખૂબ ઘટાડો નોંધાયો * વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત બાળકમાં ખૂલે છે. * શ્રી પટ્ટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડૉ. કેરોલ બેન્સને ભારતની પણ વાત કરી છે. ભારતમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે. પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા-હિન્દી અને આંતરરાષ્ટ્રીયભાષા-અંગ્રેજી. જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવા વિદ્યાર્થીઓ ખૂબ તકલીફ અનુભવે છે. દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તેની માતૃભાષા તો ગુજરાતી છે. Pole je ogledalo World Declaration on Education For ALL૧૯૯૯લ્માં Jomtien દ્વારા રજૂ કરાયેલા પેપરમાં જણાવાયું હતું : Literacy in the mother tongue strengthens cultural identity and heritage. જૂન, ૨૦૦૭માં બાંગ્લાદેશના ઢાકામાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળી હતી. આ કોન્ફરન્સમાં ૧૮ રાષ્ટ્રોના નિષ્ણાતો એકત્ર થયા હતા. આ કોન્ફરન્સનો ઉદ્દેશ માતૃભાષા અને માતૃભાષાના માધ્યમથી શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવાનો હતો. તાઃ-૧૮ થી ૨૨ જૂન સુધી ચાલેલા આ વર્કશોપમાં માતૃભાષાના પ્રાથમિક શિક્ષણ દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. ek ek ગડ આપણા દેશની વિવિધ ક્ષેત્રની ઊચ્ચ પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચો. મોટેભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે. ૭૮, ભવ્ય ભાષાઃ માતૃભાષા Page #88 -------------------------------------------------------------------------- ________________ ગીતાંજલિ' કાવ્યસંગ્રહ માટે નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. ટાગોર તો કહેતા હતા કે, અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે તેમણે લખ્યું છે કે :નાનપણમાં બંગાળી શીખ્યો હતો માટે જ આખું ચિત્ત ગતિમાન થઈ શકે છે. શરૂઆતથી જ જો ચિત્તને ગતિમાન કરવાની તક ન મળે તો તેની ચલનશક્તિ મંદ પડી જાય છે. જ્યારે ચારે બાજુ ખૂબ-ખૂબ અંગ્રેજી ભણાવવાનો વાયરો વાતો’તો ત્યારે હિંમતપૂર્વક જેમણે અમને લાંબા વખત સુધી બંગાળી ભણાવવાની વ્યવસ્થા કરી તે મારા સેજ દાદા (ત્રીજા ભાઈ હેમેન્દ્રનાથ) ને હું કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું.” આ પ્રકારની કૃતજ્ઞતાની ભાવ-સંવેદનાનો મોકો મેળવવાનું સદ્ભાગ્ય આજના મોટાભાગના બાળકોને નથી સાંપડતું. - વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાન્ત વિષે પીએચ.ડી. કરીને તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે રહેલા ડૉ. પંકજ જોષીએ ભાવનગરમાં ગુજરાતી માધ્યમની શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. તેમણે ૫-૭ વર્ષની ઉમરે ગુજરાતીમાં વાલ્મિકી રામાયણના ગુર્જર અનુવાદના બે ભાગ ખૂબ રસ અને ઉત્કંઠાથી વાંચ્યા. તેનાથી ભાષા, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન તથા બ્રહ્માંડ વિષેના રસને ભારે પોષણ મળ્યું. ડૉ. પંકજ જોષીએ નવનીત-સમર્પણને આપેલી એક મુલાકાતમાં પોતાનો અનુભવ ટાંકીને જણાવ્યું હતું કે, શરૂઆતના ૫-૭ વર્ષ ગુજરાતી જ બોલતા, સમજતા અને વિચારતા બાળકને અભ્યાસની શરૂઆતમાં સીધા અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો ખ્યાલ મને બરાબર લાગતો નથી. જો માતૃભાષાનું શિક્ષણ અને વાંચન બરાબર હોય તો દસેક વર્ષની ઉંમર પછી અંગ્રેજી અથવા બીજી કોઈ પણ ભાષા શીખી લેતા તેને વાર લાગતી નથી. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ વગેરે અનેક ખિતાબો, એવોર્ડસ અને ઈનામો ભવ્ય ભાષા: માતૃભાષા Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એજીન્યરિંગનાં વિષયમાં ૨૫ જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોકટરેટ કરેલું છે અને વિશ્વભરની ૩૩ જેટલી સંસ્થાઓની જે ફેલોશિષ ધરાવે છે તે વિખ્યાત વિજ્ઞાની ડૉ. રઘુનાથ મિશેલકરે તાજેતરમાં તા. ૨૬/૭/૨૦૧૧ ના દિવસે “વર્ચ્યુઅલ ક્લાસરૂમના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું મુંબઈની મ્યુનિસિપલ શાળામાં મારી માતૃભાષા મરાઠીમાં ભણ્યો હતો. તેથી જ હું ખૂબ પ્રગતિ સાધી શક્યો છું. જે વ્યક્તિને પોતાની માતૃભાષા માટે ગૌરવ નથી તેને તેના રાષ્ટ્ર માટે ગૌરવ નથી. અરૂણભાઈ ગાંધી તાતા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રતન તાતાના જમણા હાથ સમા અરૂણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કુલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો. અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લીધું હતું. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતીમાં ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. અંગ્રેજી માધ્યમ પાછળની આજની ગાંડી અને આંધળી દોટને કારણે પ્રાદેશિક ભાષામાં ભણનારની સંખ્યામાં જબ્બર કડાકો બોલાયા પછી પણ આજે પ્રતિવર્ષ જાહેર થતા ૧૦મા અને ૧૨મા ધોરણના પરિણામોના મેરિટ લીસ્ટમાં પ્રાદેશિક ભાષામાં ભણનારા વિદ્યાર્થીઓના નામ ખૂબ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને સીધો સંબંધ છે, તે સ્પષ્ટપણે પુરવાર થાય છે. અમારા પરમ તારક પૂ.ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની બુદ્ધિપ્રતિભા ભવ્ય ભાષા માતૃભાષા ૮૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ અસાધારણ કક્ષાની હતી. દીક્ષા પૂર્વે, આજથી આઠ દાયકા પહેલાં આજના સી.એ.ની સમકક્ષ ઈંગ્લેન્ડની જી.ડી.એ.ની પરીક્ષા તેમણે સપુરસ્કાર ઉર્જાણ કરી હતી. પણ, તેમણે પોતાનું શિક્ષણ તો માતૃભાષામાં જ લીધું હતું. પ્રૌઢ અંગ્રેજી ભાષામાં તે અમ્મલિત અને અસરકારક પ્રવચન કરી શકતા હતા. cક એક કચ્છ મગજના કમ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કપ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે. પછી, વિષયવસ્તુને સમજ્યા માટે મગજનો ઉપયોગ કરશે. તેથી મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે. મારું તો એવું માનવું છે કે, પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષાનો પાયો મજબૂત ર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક થાય અને પછી જ તે અંગ્રેજી ભાષા શીખે તો બીજા વિષયોની જેમ અંગ્રેજી ઉપર પણ તેનું ખૂબ પ્રભુત્વ આવે છે. | ગુજરાતી વ્યવસ્થાતંત્ર દ્વારા સંચાલિત મુંબઈની એક ખ્યાતનામ વાણિજ્યકોલેજમાં ગુજરાતી માધ્યમમાં એસ.એસ.સી. સુધી ભણીને આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી રહેતી. પરીક્ષાના પરિણામોમાં નોંધમાં આવ્યું કે, અંગ્રેજી વિષયમાં પણ અંગ્રેજી માધ્યમમાં શાળાનું શિક્ષણ લઈને આવેલા વિદ્યાર્થીઓ કરતાં ગુજરાતી માધ્યમમાં ભણીને આવેલા વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારું હતું. અંગ્રેજી વિષયમાં પ્રથમ પાંચ ક્રમાંકે ગુજરાતી માધ્યમવાળા જ હતા. કાવ્ય અને વાર્તામાં જ રસ માતૃભાષાવાળાને પડે છે અને તેમાંથી જીવનદષ્ટિ પામવાની સૂઝ જે તેમની પાસે હોય છે, તે બાબતોમાં અંગ્રેજી માધ્યમવાળા અત્યંત ઊણપ અનુભવે છે. બૌદ્ધિકતાની સાથે સર્જનાત્મક્તાનો વિકાસ પણ માતૃભાષામાં જે વધારે થાય છે. અમદાવાદ નગરની આંતરશાળા - વસ્તૃત્વ સ્પર્ધામાં તપોવન સંસ્કાર પીઠની શાળાનો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી "Burning Problems of India” વિષય ઉપર અંગ્રેજી ભાષામાં ધારદાર વક્તવ્ય આપીને પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ સ્માર્ટ બને છે, ખૂબ વિકાસ પામે છે, ભવ્ય ભાષા: માતૃભાષા ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ખૂબ હોંશિયાર અને સફળ થાય છે તે નર્યો ભ્રમ છે. સફળતા કે સિદ્ધિને ભાષા નહિ, જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોઈ શકે. બધા જ અંગ્રેજો અને અમેરિકનો સિદ્ધિના શિખરે છે તેવું નથી અને બધા બિનઅંગ્રેજીભાષકો બેહાલ છે, તેવું પણ નથી. ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર ચીન અને જાપાન જેવા દેશોએ માતૃભાષાનો જ મહિમા કર્યો છે. સંસ્કૃત ભાષામાં તમામ વિષયોનું અઢળક સાહિત્ય રચાયેલું છે. વિજ્ઞાનના જેટલા પુસ્તકો રશિયન ભાષામાં છે તેટલા બીજી કોઈ ભાષામાં નથી. દાર્શનિક ગ્રંથો જર્મન ભાષામાં ભરપૂર છે. કલા અને સંગીતનું સાહિત્ય ફ્રેન્ચ ભાષામાં પુષ્કળ છે. દુનિયાનો કોઈ વિષય કે જ્ઞાનનું કોઈ ક્ષેત્ર અંગ્રેજી ભાષાનું ઓશિયાળું નથી. સિંહ વનનો રાજા ભલે હોય, તે અને તેની ભાષા ભલે ખૂબ પ્રતાપી હોય તે છતાં ભેંસ પોતાના બચ્ચાને ભાંભરતા જ અને ગધેડું ભૂંકતા જ શીખવાડે છે. જ અંગ્રેજી અને અંગ્રેજિયતથી અંજાઈ ગયેલાઓએ આ પ્રાણીઓ પાસેથી પ્રેરણા લેવા જેવી છે. અંગ્રેજીના ગાંડપણ પાછળ બુદ્ધિમત્તા ઓછી અને અનુકરણશીલતા વધારે ભાગ ભજવતી લાગે છે. અનુકરણશીલતાની બાબતમાં ઘેટાને ખોટું બદનામ કરવામાં આવે છે! બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની બે ફલશ્રુતિ બહાર તરી આવે છે. બાળક લઘુતા ગ્રન્થિથી પીડાય છે અને મા-બાપ ગુરુતાગ્રન્થિથી ! અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. મહાવીર સ્વામી લોકભાષા પ્રાકૃતમાં જ ધર્મદેશના આપતા હતા. તીર્થંકર પરમાત્માની વાણીનો એવો પ્રભાવ હોય છે કે, તેમની વાણી શ્રોતાને પોતાની ભાષામાં સમજાઈ જાય. પ્રભાવનું સ્વરૂપ પણ ખૂબ સૂચક છે. પોતે જે ભાષામાં દેશના આપે છે, તે ભાષા શ્રોતાને આવડી જાય તેવો પ્રભાવ નહિ; શ્રોતાને પોતાની ભાષામાં સમજાય તેવો પ્રભાવ. સમજવા માટેની શ્રેષ્ઠ ભાષા - માતૃભાષા. ભવ્ય ભાષા : માતૃભાષા ૮૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ સંત તુલસીદાસે રામચરિત માનસની રચના લોકભાષા અવધીમાં કરી. સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી મરાઠીમાં રચ્યું. એક સરેરાશ અંગ્રેજ કરતાં પણ મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું. તે છતાં પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી. માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે ! હિન્દુસ્તાન ટાઈમ્સમાં લંડનના એક વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. વારવિક જેસ્સના સંશોધનનો એક અહેવાલ પ્રગટ થયો હતો. આ વિદ્વાનનું તારણ છે કે- યુરોપિયન ભાષાઓના ઉચ્ચારણમાં મુખના સર્વ અવયવો-સ્નાયુઓનો પર્યાપ્ત રીતે ઉપયોગ થતો નથી. તે જ રીતે લખતી વખતે પણ આંગળીઓનું વિવિધ રીતે પ્રવર્તન થતું નથી. સંસ્કૃત આધારિત ભાષાઓ અને દેવનાગરી લિપિની વિશેષ ખાસિયતને કારણે તે ભાષાઓના ઉચ્ચારણમાં મુખના સ્નાયુઓ અને લેખનમાં આંગળીઓને પૂરો વ્યાયામ મળે છે. ઉચ્ચારણ દ્વારા મુખના સ્નાયુઓને મળતા વિશેષ વ્યાયામને કારણે મસ્તિષ્કનો પણ સારો વિકાસ થાય છે. મેન્સર પ્રદેશના રાષ્ટ્રીય મસ્તિષ્ક સંશોધન કેન્દ્ર (National Brain Research Centre) ના નિષ્ણાતોએ ભારતીય લિપિના અધ્યયનથી મસ્તિષ્કમાં ઉત્પન્ન થતા પરિણામોના આધારે નિષ્કર્ષ કાઢ્યો છે કે, દેવનાગરી લિપિમાં વપરાતાં અમુક સ્વરવ્યંજનો ડાબેથી જમણે અને અમુક જમણેથી ડાબે લખાય છે. માત્રા વગેરે સ્વરચિહ્નો ઉપર-નીચે લખાય છે. તેથી વાંચતી વખતે અદ્ધગોળાકારે રહેલા મગજનાં ચારે દિશાના કોષો પૂર્ણ કાર્યશીલ થવાથી, અને બોલતી વખતે પણ તેની ઉચ્ચારની પદ્ધતિથી મસ્તિષ્કનો પૂર્ણ વિકાસ થાય છે. પરંતુ, અંગ્રેજી ભાષામાં મોટા ભાગના અક્ષરો ડાબેથી જમણે લખાય છે. તેથી મગજના વિકાસનો આ વિશેષ લાભ અંગ્રેજી ભાષામાં મળતો નથી. સંશોધક નંદિની ચેટરજીનો આ વિષયનો શોધલેખ Current Science નામના એક વિજ્ઞાન-મૅગેઝિનમાં પ્રગટ થયો છે. ઈન્ડિયા - ટુડે એ આ સંશોધનના સમાચાર પ્રગટ ર્યા હતા. ભવ્ય ભાષા માતૃભા ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ - ગરવી ગિરા ગુજરાતની અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી ભાષાના આટલા બધા ગાંડપણનું કોઈ પ્રયોજન સમજાતું નથી. આવતા વર્ષોમાં જ શું બધી પ્રજાએ ભારતમાંથી હિજરત કરીને અમેરિકાયુરોપમાં સ્થાયી થવાનું છે ? શું બધાએ દર વર્ષે વિશ્વપ્રવાસે ભમવા નીકળવાનું છે ? ધંધાકીય, સામાજિક અને જીવનનો તમામ વ્યવહાર વિદેશીઓ કે અંગ્રેજીભાષીઓ સાથે જ નભાવવો પડે છે ? આ દેશની આજે પણ ૩૪ ટકા પ્રજા નિરક્ષર છે. ૭૮. ૮૧ ટકા લોકો અંગ્રેજી બોલી શક્તા નથી. ૦.૫ ટકા લોકો જ વિદેશ જાય છે. મુખ્યત્વે વિશ્વના ૧૨ દેશોમાં જ અંગ્રેજી ભાષા બોલાય છે. આજે પણ ધંધા વ્યવસાયાર્થે ચીન જનારને દુભાષિયાની મદદ લેવી પડે છે. વિશ્વરભરમાં વેપાર ખેડતી ચીની કંપનીના મેનેજર પણ અંગ્રેજીમાં વાત નથી કરતા, ચીની ભાષામાં જ વાત કરે છે. જે ગુજરાતીએ ગુજરાતમાં કે મુંબઈમાં જ રહેવાનું છે અને ત્યાં જ સ્થિર થવાનું છે, તેને માતૃભાષા ગુજરાતીના ભોગે અંગ્રેજી માધ્યમનું ઘેલું લગાડવાથી તેનો જીવન-વ્યવહાર મુશ્કેલ નહીં બને ? પોતાના નોકરી-ધંધામાં સંપૂર્ણ વ્યવહાર અંગ્રેજીમાં જ કરવો પડે, બીજી ભાષા ન ચાલે તેવી પરવશતા માત્ર બે ટકા પ્રજાને હશે. તેવા લોકો માતૃભાષાના માધ્યમમાં શિક્ષણ લઈને પણ સારું અંગ્રેજી શીખવા દ્વારા પોતાનું કાર્ય પાર પાડી શકે છે. કુટુંબીઓ ગુજરાતી છે, સ્વજનો ગુજરાતી છે, મિત્રવર્તુળ ગુજરાતી કે ભારતીય છે, ચોપાસનું સમગ્ર વાતાવરણ ८४ ભવ્ય ભાષા: માતૃભાષા - Page #94 -------------------------------------------------------------------------- ________________ પણ એવું જ છે. બસના કંડકટર, ટેક્સીના ડ્રાઈવર, નાના-મોટા દુકાનદાર, શો-રૂમના સેલ્સમેન, બિલ્ડિંગનો ગુરખો, સરકારી કચેરીના કર્મચારીઓ કે પટાવાળા, ઘરમાં કામ કરવા આવતી કામવાળી બાઈ કે કામવાળો ભાઈ.. આમાંથી કોણ અંગ્રેજી સમજવાનું છે? કોની સાથે તમારે અંગ્રેજીમાં વાત કરવાની છે? માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં જ તેમની સાથે વાત-વ્યવહાર કરવાનો છે. અને, તો જ તે બધાને આત્મીયભાવ લાગશે. અંગ્રેજી માધ્યમમાં ભણેલું બાળક સ્થાનિક ભાષા નહિ આવડવાને કારણે બધા સાથે પોતાપણાનો ભાવ કેવી રીતે કેળવી શકશે ? બધાનો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરી શકશે ? તે અતડું નહીં પડી જાય ? ૨-૫ ટકા પ્રજાની અંગ્રેજીની અનિવાર્યતાને ખાતર સમગ્ર પ્રજાને અંગ્રેજી માધ્યમનું ઘેલું લાગે તે ઘણી વિચિત્ર વાત છે. ૨૦ રોટલી માટે કોઈ ૨૦ મણ લોટની કણક બાંધે તેના જેવી આ વાત છે. અંગ્રેજી કવિ કટ્સ કહે છે : શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બૂરાઈ હતી. તેણે એક ગૌરવવાન પ્રજાને આત્મગૌરવવિહીન બનાવી દીધી.” વિજયાલક્ષ્મી પંડિત રશિયાના ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયા હતા. તેમણે રશિયા જઈને અંગ્રેજી ભાષામાં લખેલો પોતાનો પરિચય-પત્ર રજૂ કર્યો. સ્ટાલિને તેમનો તે પરિચયપત્ર ફાડીને તેના ટુકડા કરી નાંખ્યાં અને આક્રોશથી કહ્યું : “તમારા દેશની પોતાની કોઈ ભાષા નથી ? અંગ્રેજી ભાષામાં આ પરિચય-પત્ર લખીને તમે તમારા રાષ્ટ્રની અને તમારી ભાષાની ગૌરવહાનિ કરી છે.” પીઢ ગુજરાતી સાક્ષર શ્રી બળવંતરાય ઠાકોરે મહાત્મા ગાંધીને અંગ્રેજીમાં પત્ર લખ્યો. ગાંધીજી આ પત્ર જોઈને ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પ્રત્યુત્તરમાં પોતાનો આક્રોશ ઠાલવતા લખ્યું: “એક ગુજરાતીએ બીજા ગુજરાતી સાથે ગુજરાતી ભાષામાં જ વ્યવહાર કરવો જોઈએ. ગુજરાતીઓ એક-બીજા વચ્ચે અંગ્રેજી બોલે તે અધમ દશા સૂચવે છે તેમ કહ્યા વિના રહેવાતું નથી. આ રીતે આપણે જ આપણી માતૃભાષાનું અપમાન કરીએ છીએ અને તેને કંગાલ બનાવીએ છીએ. હું મારા વિચારો ગુજરાતીમાં વ્યવસ્થિત રજૂ ન કરી શકું અને અંગ્રેજીમાં રજૂ કરી શકું તે અવદશાના વિચારથી જ મને કંપારી છૂટે છે. કિજી ભવ્ય ભાષા માતૃભાષા ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ જેણે પોતાની ભાષાનો અનાદર કર્યો છે, તે પોતાના દેશનું શું ભલું કરી શકશે ? મારું ચાલે તો ગુજરાતીની સાથે અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરનાર ગુજરાતીને છ મહિનાની કાળા પાણીની સજા કરું.” બ.ક.ઠાકોરે તેમની ભૂલ સ્વીકારીને ક્ષમા માંગી. ગાંધીજીની ઈચ્છા મુજબ આવો કાયદો જો ઘડાયો હોત તો અત્યારે આ દેશના દ્વિપ કારાવાસોમાં પુષ્કળ વસતિ હોત! glezalecane તાજેતરમાં જ ધંધાર્થે ચીનની મુલાકાતે જઈને આવેલા એક ભાઈએ પોતાના અનુભવની વાત કરી. વર્ષે ૩૦ હજાર કરોડનું ટર્નઓવર કરતી ચીની કંપનીના એક ઊચ્ચ અધિકારી સાથે તેમની રોજ મિટિંગ થતી. મિટિંગની સુગમતા માટે ઈન્ટરપ્રીટર (દુભાષિયા) ની ગોઠવણ કરેલી. તે અધિકારી સાથે થોડી નિકટતા થતા અહીંના પેલા ભારતીય વેપારીએ તેમને કહ્યું: “તમે વિશ્વભરના દેશોમાં પ્રવાસ કરી ચૂકેલા છો. તમને અંગ્રેજી બોલતા ન આવડે તેમ હું માની શકતો નથી. જો તમે અંગ્રેજી બોલી જ શકો છો તો તમે અમારી સાથે અંગ્રેજીમાં જ વાત કરો ને ! વચ્ચે આ ઈન્ટરપ્રીટરની જરૂર ક્યાં છે?” અને હસતા હસતા કહ્યું : “કરોડોની કિંમતનો મોટો સોદો કરવા અમે આવ્યા છીએ, તમે જાણો છો. જો તમે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરશો તો જ અમે સોદો કરશું.” પેલા ચીની અધિકારીએ તરત જ પ્રત્યુત્તર વાળ્યો : ધંધો નહિ થાય તો કોઈ હરકત નથી. પરંતુ, ધંધા અને કમાણી ખાતર મારા રાષ્ટ્રગૌરવ અને આત્મસન્માનને હું ન વેચી શકું. હું અંગ્રેજી ભાષા જાણું છું. પરંતુ, મારા દેશની ભાષાના ગૌરવને તેના દ્વારા હણવાનો મને કોઈ અધિકાર નથી.” cક મસ્જિcess અંગ્રેજીમાં જ ભણવું, અંગ્રેજીમાં જ વાંચવું, અંગ્રેજી જ બોલવું, અંગ્રેજી જ સાંભળવું અને સમજવું, અંગ્રેજીમાં જ વાત કરવી અને અંગ્રેજી ન જાણનારને હીણા માનવા તે અંગ્રેજીની આસક્તિ નથી, અંગ્રેજીની ગુલામી છે. દેખીતી રીતે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે દેશ આઝાદ થયો. પણ, ગુલામ માનસિક્તાના મૂળિયાં ખૂબ ઊંડા ને ઊંડા ઊતરતા જ જાય છે. ભવ્ય ભાષા માતૃભાષા ૮૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ એક મોટા ખેતરમાં કેટલાક હરણોને રાખવામાં આવ્યા. હરણો આ ખેતર છોડીને બીજા ખેતરમાં દોડીને ચાલ્યા ન જાય તે માટે તે ખેતરની ફરતે વાડ કરવામાં આવી. હરણો આખો દિવસ દોડાદોડ કરી ખેતરના આ છેડેથી પેલા છેડે જાય અને વાડ આવે એટલે અટકી જાય. આ રીતનો રોજનો ક્રમ. થોડા દિવસો બાદ ખેતરની વાડ કાઢી નાંખવામાં આવી. હરણો તે ખેતરમાં જ છે, પહેલાની જેમ જ દોડાદોડ કરે છે, આ છેડેથી પેલા છેડે જાય છે અને વાડનું સ્થાન આવે ત્યાં અટકી જાય છે. ખેતરમાં હવે વાડ નથી પણ ખેતરને તેમના માટે હવે વાડની જરૂર પણ નથી. કારણકે, તેમના મનમાં વાડ થઈ ગઈ છે. આ હરણો કદાચ આપણું જ પ્રતિનિધિત્વ નથી કરતા ને? જે પ્રજા પોતાના આત્મગૌરવ અને આત્મસન્માનને સ્વયં સર્વથા ગુમાવી બેસે તે તેની ખૂબ દરિદ્ર અવદશા ગણાય. કોઈ જાગીર લૂંટી લે તે દયાપાત્ર અવસ્થા છે. પણ કોઈ વ્યક્તિ પોતે પોતાની કિંમતી જાગીર બેદરકારીથી ખોઈ નાંખે તો તે વ્યક્તિ કડક ઠપકાપાત્ર છે અને ચિકિત્સાપાત્ર છે. અંગ્રેજી પરસ્ત આપણી પ્રજાને પોતાના ગૌરવ અને સન્માનની રક્ષા કાજે શીધ્ર કોઈ અકસીર ચિકિત્સાની જરૂર ભાસે છે. - પેપ્સી કે કોલા જીભને ગમે તેટલા ભાવી જાય તો પણ તેને પાણીનું સ્થાન ક્યારેય આપી ન શકાય. પાણી એ પાણી છે. પાણી એ જીવાદોરી છે. પેપ્સી કદાચ થોડીવાર પૂરતી તરસ મડાટશે. પરંતુ, કોઠાને ટાઢક જે પાણી આપી શકે તે બીજું કોઈ ન આપી શકે. પેપ્સી હાથ-પગ-મુખ ધોવામાં કામ લાગશે ? તેનાથી સ્નાન કરી શકશો ? તેનાથી કપડાં અને વાસણની શુદ્ધિ કરી શકાશે અને પેલી પેપ્સી કેટલાય દરદો નોંતરશે. પાણી તો ઔષધ છે, સંજીવની છે, અમૃત છે. માતૃભાષાને અવગણીને અંગ્રેજીની આરતી ઉતારવી એટલે પાણીના માટલાને ફોડીને પેપ્સીના બાટલાને રવાડે ચડવા જેવી ઘટના ગણી શકાય. માતૃભાષા માત્ર અભિવ્યક્તિ માટે જ ઉપયોગી નથી બનતી, એ તો આપણી ગૌરવવંતી સંસ્કૃતિને પોતાના પેટાળમાં સંઘરીને અને સાચવીને બેઠેલી તિજોરી છે. ગુણવંત શાહનું તારણ છે - સમગ્ર વિશ્વમાં પોતાની માતૃભાષા માટે ઓછામાં ઓછું ગૌરવ ગુજરાતી પ્રજાને છે. જે પહેલા અંગ્રેજીમાં લખો અને પુસ્તકો લખતા હતા, પરંતુ પછી આત્મગૌરવની ભાવના ઉજાગર થતા અંગ્રેજીમાં લખવાનું બંધ કર્યું અને પોતાની માતૃભાષામાં લખવાનું ભવ્ય ભાષા માતૃભાષણ Page #97 -------------------------------------------------------------------------- ________________ શરૂ કર્યું તે આફ્રિકી લેખક ન્યુગીવા ર્યોગો માને છે કે, અંગ્રેજી શીખવામાં કોઈ હરકત નથી. પરંતુ, પોતાની ભાષા છોડીને રોજિંદા વ્યવહારમાં વિદેશી ભાષાનો ઉપયોગ કરવો અને તેમાં ગર્વ અનુભવવો તે ગુલામ માનસિકતાનું લક્ષણ છે. વિદેશી ભાષા આપણી ઉપર સવાર થવાની સાથે વિદેશી સંસ્કૃતિ પણ આપણી ઉપર સવાર થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય માધ્યમ તરીકે અંગ્રેજી કોઈ ભલે શીખે પરંતુ તેને પોતાની ભાષાના વિકલ્પ તરીકે સ્થાન આપવું તે આપણી સમગ્ર ઐતિહાસિક એકતા, અનુભવ અને રાષ્ટ્રીય અસ્મિતાનો નિષેધ કરવા તુલ્ય છે. મદનકુમાર અંજારિયાએ પોતાના નિબંધમાં એક પ્રસંગ ટાંક્યો છે : યુદ્ધમાં જર્મની સામે ફ્રાન્સ હારી ગયું. કબજા હેઠળ આવેલા ફ્રાન્સના વિસ્તારોની શાળા-કોલેજોમાં ફ્રેન્ચને હટાવીને જર્મન ભાષા ઠોકી બેસાડવામાં આવી. એકવાર જર્મનીના રાણી કેસરઈન એક શાળાની મુલાકાતે ગયા. એક વિદ્યાર્થીની ચિત્રકૃતિ જોઈને રાણી પ્રસન્ન થયા. તેની પીઠ થાબડી અને તેની પ્રશંસા કરીને મનગમતી ભેટ માંગવા આમંત્રણ આપ્યું. પેલી બાલિકાએ કહ્યું: આપ જો ખરેખર ખુશ થયા હો અને મારી મનગમતી ચીજ મને આપવા માંગતા હો તો મને મારી ફ્રેન્ચ ભાષા પાછી આપો. આ નાનકડી બાલિકાની ભાષાગૌરવની લાગણીથી રાણી અત્યંત પ્રભાવિત થયા અને તેમણે શાળાઓમાં ફ્રેન્ચ ભાષા ભણાવવાનો આદેશ જાહેર કર્યો. | ગુજરાતી નવી પેઢીમાં આત્મગૌરવની આવી સંવેદના સૂતેલી અવસ્થામાં પણ જીવતી હોય તો તે ક્યારેક જાગવાની આશા જરૂર રાખી શકાય. કte ડેન્માર્કમાં ડેનિશ ભાષાના સ્થાને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ. શરૂઆત તો થઈ પણ તેની અસરોનો ખ્યાલ આવતા વાલીઓ ચિંતાતુર બન્યા. અંગ્રેજી માધ્યમનું આયુષ્ય ચાર વર્ષથી વધુ ન ટકી શક્યુ. ફરી ડેનિશ ભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થયું. | ગુજરાતી બાળકોના વાલીઓ ચિંતાતુર બને તેવું તે બાળકોનું સૌભાગ્ય ક્યારે ઊઘડશે ? “મારું દાધેસ્તાનપુસ્તકમાં તેના લેખકે એક પ્રસંગ નોંધ્યો છે : એક રશિયન માતાનો એક દીકરો ફાન્સ જઈને સ્થિર થયેલો. એકવાર તે માતાને કોઈએ કહ્યું કે – “તમારો દીકરો તો ત્યાં આખો દિવસ ફ્રેન્ચ ભાષામાં વાતચીત કરે છે. તે માતાએ તે વાત ૮૮ ભવ્ય ભાષા : માતૃભાષા Page #98 -------------------------------------------------------------------------- ________________ ન સ્વીકારી. “મારો દીકરો માતૃભાષા છોડીને ફ્રેન્ચ ભાષાને વાતચીતનું માધ્યમ બનાવે નહિ. અને, જો ફ્રેન્ચમાં વાતો કરતો હોય તો તે મારો દીકરો નહિ. મારો દીકરો માએ શીખવેલી ભાષાને ક્યારેય ભૂલે નહિ.” જો શક્ય બનતું હોય તો પેલી રશિયન માતા પાસેથી ભાષાગૌરવનાં થોડાં પડીકાં મંગાવીને તેનું મફત વિતરણ ગુજરાતની ગલીએ ગલીએ ગોઠવવા જેવું છે. આપણું ભાષા-ગૌરવતો કેટલી હદે ઘાત પામ્યું છે કે, ગુજરાતી ભાષાના જોડણીના નિયમો આપણને નડે છે. તે નિયમો અને નિયંત્રણોને હટાવી દેવાની ખૂબ હીલચાલો ચાલે છે. ખોટી જોડણી લખનારને તેમાં કાંઈ ખોટું પ્રતીત નથી થતું અને અંગ્રેજી ભાષામાં દરેક શબ્દનો સ્પેલિંગ સાચો જ લખવાનો આગ્રહ રખાય છે. અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ ગોખવા માટે બાળકોને મજબૂર કરવામાં આવે છે. સ્પેલિંગ ખોટો લખે તો પરીક્ષામાં માર્કસ પાય * કોઈ ભાષા આ પૃથ્વીતલ પર જન્મે છે. ઊછરે છે અને વિકસે છે – તેની પાછળ સમગ્ર પ્રજાની સેંકડો પેઢીઓનું પ્રચંડ યોગદાન હોય છે. સ્વયં અને સહજ કોઈ ભાષા ઊગતી નથી. હજારો લોકો ભાષાને પોતાના વચન વ્યવહારમાં ગૂંથે છે ત્યારે તે ભાષાનાં મૂળિયાં ઊંડા ઊતરે છે. ભાષાના શબ્દો, ત્રણેય કાળના, ત્રણેય પુરુષના, ત્રણેય જાતિના અને સાતેય વિભક્તિના વિવિધ પ્રયોગો લોકજીભે ચડીને દીર્ધાયુ પામે છે. રૂઢિપ્રયોગો અને કહેવતો લોકવાણીનું ફરજંદ છે. લોકકથાઓ અને લોકગીતો લોકના હૈયેથી પ્રગટી, લોકની જીભેથી પ્રસરી અને લોકના કાને ઝીલાઈને દાયકાઓ અને સૈકાઓ સુધી કાળના પંથ ઉપર પ્રવાસ કરતા ફરે છે. કેટલાક શબ્દો કદાચ શબ્દકોષનાં પાનાંઓ ઉપર નહિ નોંધાયા હોય છતાં લોકજીભે સચવાયા છે. ભગવસિંહજીએ અથાગ પરિશ્રમ કરીને લોકજીભે ફરતા આ શબ્દોને એકત્ર કરી ‘ભગવદ્ગોમંડલમાં સંગ્રહિત કર્યા. આ જ્ઞાનકોશમાં આઠ લાખથી વધુ શબ્દોનો ખજાનો છે. તેમાંથી પોણા ત્રણ લાખથી વધુ શબ્દો તો વિશેષ અર્થ અને સંદર્ભ સાથે મૂકવામાં આવ્યા છે. કમ્યુટરની શોધ નહોતી થઈ તે કાળમાં અનેક વિદ્વાનોને રોકીને ૨૬ વર્ષના સખત પરિશ્રમથી આ જ્ઞાનકોષ તૈયાર કરાવ્યો હતો. નૈરોબીમાં જન્મેલા અને પાછલી ઉંમરમાં લંડનમાં સ્થાયી થયેલા રતીલાલ ચંદરીયાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૨૦ વર્ષના સખત પરિશ્રમ બાદ ભવ્ય ભાષા : માતૃભાષા ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી લેક્સિકન-ગુજરાતી ડિજિટલ ડિક્સનરી તૈયાર કરી છે, જેમાં ૨૫ લાખથી વધુ શબ્દો સંગૃહિત કરવામાં આવ્યા છે. ઋષિઓ, સંતો, કથાકારો, આખ્યાનકારો, ગઢવીઓ, ચારણો, લેખકો, કવિઓ, સાક્ષરો, સાહિત્યકારો, પત્રકારો, પ્રકાશકો, સંપાદકો, વક્તાઓ, શ્રોતાઓ, વાચકો, વિદ્વાનો, અભ્યાસીઓ, ગાયકો વગેરે અનેક પ્રકારના ભાષા-ઉપાસકો ભાષાના ક્યારામાં ખાતર-પાણી સીંચતા રહે છે અને ભાષાને લીલીછમ રાખતા રહે છે. કવિવર્ય શ્રી ઉમાશંકર જોષીએ એક કાવ્યમાં ગુર્જરગિરાની વિકાસયાત્રાનું આ રીતે વર્ણન કર્યું છે : જે જન્મતા આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓએ જેનાં હીંચોળ્યાં મમતાથી પારણાં રસપ્રભા ભાલણથી લહી જે ૯૦ નાચી અભંગે નરસિંહ-મીરાં અખા તણે નાદે ચડી ઉમંગે. આયુષ્યમતી લાડલી પ્રેમ ભટ્ટની દઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચલ કાન્તે દલપત પુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતંભરો ગાંધીમુખે વિશ્વમાંગલ્ય ધાત્રી. સંસ્કૃત જેવી મહાન જનનીની કુક્ષિમાંથી જન્મેલી આ મહાન ભાષાની અત્યારે આ અવદશા ! પેઢીઓની પેઢીઓ દ્વારા લાડ અને વહાલ પામેલી લાડકી ગુર્જરી અત્યારે આટલી બધી દવલી ! કેટલાય સૈકાઓનો વણથંભ્યો પ્રવાસ કરીને અહીં સુધી પહોંચેલા આ વેગવંતા ભાષાયાનનો વેગ અચાનક તૂટી રહ્યો છે ! સેંકડો-હજારો સાહિત્ય-ઉપાસકોએ માળી બનીને જેના ક્યારામાં સતત ખાતર-પાણી સીંચ્યાં છે, તે આમ્રવૃક્ષની અત્યારે આ બેહાલ સ્થિતિ ! આજની ગુજરાતી પેઢી માતૃભાષાની અવગણના કરીને ભૂતકાળની ભવ્ય ભાષા : માતૃભાષા Page #100 -------------------------------------------------------------------------- ________________ જાજરમાન પેઢી અને આવનારી આશાસ્પદ પેઢી – બન્ને પ્રત્યે અપરાધ તો નથી સેવી રહી ને? આશા પુરોહિતનું કાવ્ય ગુજરાતી પ્રજાની રુગ્ણ મનોદશાનું પ્રતિબિંબ ઝીલે છે: “થેંક્યુ ને વેલકમ ને સોરી, ઈટ્સ ઓ કે; હાવ ડુ યુ ડુ કહેનારને બોલો કોણ રોકે ? ને મમ્મીને મોમ અને પપ્પાને પોપ, અને પપ્પાના પોપ સોંગ ગાવાના રોજ, કે, ડિઅર ને ડાર્લિંગમાં વાતો વ્હાલ, ને, ડિસ્કો ને ખિસ્કોમાં મળતો ક્યાં તાલ ? વેલ અને વાઉ એમ કૂવા ને વાવ, ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ.’’ આંતરરાષ્ટ્રીય રાજનીતિના વિષય ઉપર પીએચ.ડી.કરનાર ડૉ. વેદપ્રતાપ વૈદિકે વિશ્વના ૫૦ દેશોમાં પ્રવાસ કરેલો છે. અનેક ભાષાઓના તે જાણકાર છે. તેમની દૃઢ માન્યતા છે કે ભાષાગત આઝાદી વિના રાજનૈતિક આઝાદી અપૂર્ણ છે. તેમણે ‘‘હિન્દી લાવો, અંગ્રેજી હટાવો’’ નામના હિન્દી પુસ્તકમાં સ્વભાષાગૌરવના હેતુઓ અને અંગ્રેજીની ભ્રાન્તિઓ દૂર કરી છે. તેમના આ પુસ્તકની એક લાખથી વધુ નકલો વેચાઈ છે. તેમણે લખ્યું છે : છેલ્લા ૨૦૦ વર્ષોથી આપણા વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજીનું સતત રટણ ચાલુ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ શેક્સપિયર, મિલ્ટન, વર્ડ્ઝવર્થ નથી પાડ્યો. ૨૦૦ વર્ષ નહિ, બે હજાર વર્ષે પણ ન પાકી શકે. શેક્સપિયર, કાલિદાસ કે તુલસીદાસ જેવા ગુલાબો પોતાની જમીન, પોતાની આબોહવા અને પોતાની ભાષામાં જ ખીલી શકે. જેને તમે વિશ્વભાષા માનો છો તેમાં કારકુનો અને અમલદારો જ પેદા થઈ શકે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, જો ભારતના વિદ્વાનો અંગ્રેજીને પ્રભાવશાળી વિશ્વભાષા માની તેના ભાર નીચે દબાયા ન હોત અને તેને અન્ય વિદેશી ભાષાની જેમ એક ઉપયોગી ભાષા માની શીખ્યા હોત તો કદાચ ભારતનું વધારે ભલું થાત. ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વર્ષો પૂર્વે એક પ્રસંગ બન્યો. કમલ કિશોર સિંઘલ નામના એક યુવાનને સરકારી કચેરીમાં હિન્દી ભાષાના ટાઈપિસ્ટ તરીંકની નોકરી ન મળી કારણકે તેનું અંગ્રેજી નબળું હતું ! ન આપણા દેશમાં ડિફેન્સ અકાદમીની પરીક્ષામાં અંગ્રેજી ભાષા તો ફરજિયાત હોય છે, અન્ય વિષયોની પરીક્ષા પણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું ફરજિયાત છે. સુરક્ષાફોજ અને અંગ્રેજીને શું લેવા દેવા ? સૈનિક બનવા માટે બહાદુરી, નેતૃત્વ, શારીરિક ક્ષમતા, દેશદાઝ કે યુદ્ધ લડવાની આવડતની પરીક્ષા મહત્વની છે કે અંગ્રેજીની ? વૈદિકજીએ લખ્યું છે કે – મારા આંતરરાષ્ટ્રીય પરિપત્ર પર એક ડઝન જેટલા દેશોના સિક્કા લાગેલા છે, તેમાં માત્ર એક મારો પોતાનો ભારત દેશ જ એવો છે જેના સિક્કા તેની પોતાની ભાષામાં નથી. તેમણે લખ્યું છે : મેં અડધો ડઝન હવાઈ કંપનીઓમાં પ્રવાસ કર્યો છે, માત્ર એર-ઈંડિયાની જ વિમાન-પરિચારિકાઓ એવી હતી જે પોતાના દેશવાસીઓ સાથે પણ પરદેશી ભાષામાં વાતચીત કરતી હતી. તેમણે નોંધ્યું છે કે, મેં એશિયા, યુરોપ અને અમેરિકાના વિવિધ દેશોની મુલાકાત લીધી છે. તેમાંથી એક પણ દેશ એવો નહોતો કે જ્યાં સરકારી કામકાજમાં એ દેશની સ્થાનિક ભાષાનો ઉપયોગ ન થતો હોય ! આ પુસ્તકનાં પાને પાને લેખકની રાષ્ટ્રદાઝ અને ભાષાદાઝના તણખા ઝરે છે. અને આપણી ગુલામ મનોદશા માટેનો અત્યંત આક્રોશ ! કેલિફોર્નિયામાં ફિઝિશિયન અને સર્જન તરીકે તબીબી વ્યવસાય કરતા ડૉ. ફિરોઝ કાઝીએ ત્યાં બેસીને ગુજરાતી ભાષાના પ્રસાર અને સંરક્ષણ માટે ભેખ ધર્યો છે. ગુજરાતી ભાષાને બચાવી લેવા તે રીતસર ઝઝૂમે છે. ગુજરાત-મુંબઈના ગુજરાતીઓએ કેલિફોર્નિયાના ડૉ. ફિરોઝ કાઝી પાસેથી ભાષાગૌરવ અને માતૃભાષાપ્રેમની લાગણીઓ આયાત કરવા જેવી ખરી. અંગ્રેજી ભાષાને મોભા સાથે જોડી દઈને આપણે અકુદરતી મોભા માટે આપણા કુદરતી વ્યક્તિત્વને હાનિ પહોંચાડતા રહીએ છીએ. ટ્રેઈનમાં કેટલાય લોકો પોતાની બેગમાંથી ભવ્ય ભાષા : માતૃભાષા ૯૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી છાપું બહાર કાઢીને વાંચતા જોવા મળે છે. તેમાંથી કેટલાકને અંગ્રેજી આવડે છે માટે અંગ્રેજી છાપું વાંચે છે. કેટલાકને નથી આવડતું માટે ! પાંચ રૂપિયાના ટાઈમ્સથી ‘મોભો’ સચવાઈ જાય છે. આજુબાજુમાં ચાર વ્યક્તિ અંગ્રેજી અખબાર વાંચતા હોય ત્યારે તેમની વચ્ચે બેસીને ગુજરાત સમાચાર કે મુંબઈ-સમાચાર વાંચનાર શરમની લાગણી અનુભવતો હોય છે. માતૃભાષા ગૌરવનો વિષય મટી શરમનો વિષય બનવા લાગ્યો છે, તે કેટલું શરમજનક! વાત તો . હજુ એથી પણ આગળ વધી રહી છે. કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષણ લઈને અંગ્રેજીમાં જ બધો વ્યવહાર કરનારા કેટલાય યુવાનો તો પોતાની ‘માતૃભાષા’ નહિ જાણવાનો જાણે ગર્વ અનુભવતા હોય તે રીતે વર્તતા હોય છે. જ્ઞાન પણ ગર્વનો વિષય ન બને તે માટે સંતો ઉપદેશ આપતા હોય છે. અજ્ઞાન પણ ગર્વનો વિષય બને ત્યાં ઈલાજ શું કરવો ? અને, આવી ગર્વની લાગણીમાં માતૃભાષામાં બોલનાર-વાત કરનાર પ્રત્યેનો છૂપો તિરસ્કાર પણ કદાચ ભળેલો હોઈ શકે ! અત્યારે સમગ્ર વિશ્વમાં સાડા ચાર કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલે છે. આ સંખ્યા કદાચ વધે નહિ તો પણ જળવાઈ રહેશે ખરી ? ભાષકોની સંખ્યાની ગણતરીએ ગુજરાતી ભાષાનો વિશ્વમાં ૨૬મો ક્રમાંક છે. ગુજરાતી ભાષા આ ક્રમાંક ટકાવી રાખશે ખરી ? ભારતના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સ્વામી દયાનંદ સરસ્વતીની માતૃભાષા પણ ગુજરાતી હતી. ઈશરત મનજી અને અઝીમ પ્રેમજી જેવા વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિની માતૃભાષા ગુજરાતી હતી. આવતી પેઢીના બાળકો અંગ્રેજી ભાષાના હિસ્ટ્રીના પુસ્તકમાં જ શું ગુજરાતીની આ બધી ગૌરવગાથાઓ ભણશે ? ભવ્ય ‘ભવ્ય ભાષા : માતૃભાષા de\ \j ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ आयुष्यमती भव । સ્વજન બીમાર પડે તો તરત તેના સુયોગ્ય ઉપચારો માટે પ્રયત્ન શરૂ કરી દઈએ છીએ. કદાચ, સ્થિતિ અત્યંત ગંભીર બને અને નાજુક પરિસ્થિતિ સર્જાય તો પણ છેવટ સુધીના તમામ ઉપાયો તેમને બચાવી લેવા માટે કરવામાં આવે છે. ૯૦ વર્ષના વૃદ્ધ દાદાના મૃત્યુને પણ શક્ય બધા પ્રયત્નોથી ઠેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘડિયાળ કે ગાડી પણ ખોટવાય તો તરત તેનું સમારકામ કરી તેને સક્રિય કરી દેવાનો પ્રયાસ થાય છે. ઘરમાં સીધું-સામાન પણ સડી-બગડી ન જાય અને લાંબું ચાલે તેની તમામ તજવીજ કરવામાં આવે છે. તો જે માતૃભાષા સંસ્કારિતાનું સરનામું છે, પવિત્ર આર્ય સંસ્કૃતિનો આયનો છે, આપણી પરંપરાગત જીવનશૈલીનો પ્રતિધ્વનિ છે, આપણા કૌટુંબિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનપ્રવાસનો પંથ છે...તે માતૃભાષા અત્યારે બિમાર હાલતમાં છે, ગંભીર સ્થિતિમાં છે કે મૃતપ્રાયઃ અવસ્થામાં છે.... તેની બીમારીની કક્ષા અત્યારે નકકી ન કરી શકીએ તો પણ એટલું તો ચોક્કસ છે કે, તેનું આયુષ્ય ઘટી રહ્યું છે. તેને તાત્કાલિક સઘન સારવારની જરૂર છે. આપણી સંસ્કારલક્ષ્મી માતા સમી માતૃભાષા ગુજરાતીનું આયખું લંબાવવા તથા તેના ખૂટી ગયેલા-તૂટી ગયેલા સ્વમાન, સન્માન અને ગૌરવને પુનર્જીવિત કરવા શું ૯૪ ‘ભવ્ય ભાષા : માતૃભાષા ભ Page #104 -------------------------------------------------------------------------- ________________ આપણે કશું ન કરી શકીએ ? ઘણું કરી શકીએ. અહીં કેટલાક ઈલાજો તરફ દિશાચીંધણું કર્યું છે. અંગ્રેજી ભાષાનું આજે ખૂબ ચલણ છે. તે માટે અંગ્રેજી શીખવું અથવા અંગ્રેજી પર પ્રભુત્વ હોવું જરૂરી પણ છે. પણ, તેથી ભણતરનું માધ્યમ અંગ્રેજી અપનાવવાની લેશમાત્ર જરૂર નથી. પરંતુ, હજારો ભૂવા ભેગા થઈને પણ ન કાઢી શકે તેવું અંગ્રેજી માધ્યમનું ભૂત આજના મા-બાપોના મગજમાં ભરાઈ ગયું છે. આ ભૂત ભાષાને તો નુકસાન કરે છે, પરંતુ તમને અને તમારા બાળકને પણ કેટલું પજવી શકે તેની થોડી ચર્ચા આ પુસ્તકમાં અન્યત્ર કરી છે. અંગ્રેજી માધ્યમનો મોહ છોડવો તે સહુથી વધુ જરૂરી ઉપાય છે. આજે ગુજરાતી માધ્યમની શાળાઓ જ ખાસ કોઈ રહી નથી. આ હકીક્ત ગુજરાતી માધ્યમમાં બાળકને નહીં ભણાવવાનું કારણ ન બની શકે, આ તો પ્રતિક્રિયા છે. આપણા દેશના બંધારણની ૩૫૦-A ની કલમ અનુસાર દરેક રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રની ભાષાની દષ્ટિએ લઘુમતિ ધરાવનાર લોકોને પણ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી છે. પાંચ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ, માતૃભાષામાં જ ફરજિયાત કરી દેવાનો કાયદો રાજ્ય સરકાર ન ઘડી શકે ? કર્ણાટક સરકારે આ દિશામાં ખૂબ સારી પહેલ કરી છે. સાહિત્યકારો અને પત્રકારોએ ચલાવેલી ઝુંબેશને પરિણામે કર્ણાટક સરકારે ઈ.સ.૧૯૮લ્માં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું ફરજિયાત કર્યું. તેના આ કાયદાને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ માન્યતા આપી છે. ગુજરાત સરકાર તથા ગુજરાતના સાહિત્યકારો-પત્રકારોએ કર્ણાટક પાસેથી પ્રેરણા લેવા જેવી છે. ગુજરાતની અસ્મિતા અને સ્વર્ણિમ ગુજરાતના પ્રખર પુરસ્કર્તા વિદ્યમાન મુખ્યમંત્રીશ્રી પાસેથી આ અપેક્ષા જરૂર રાખી શકાય. છેવટે ગણિત અને અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષાના માધ્યમમાં જ ભણાવાય તો શું વાંધો આવે ? મહાન વિજ્ઞાની ડૉ. જયંત નારલીકરે તો ગણિત અને વિજ્ઞાન પણ માતૃભાષામાં જ શીખવવાનો આગ્રહ સેવ્યો છે, તેમનું દઢપણે માનવું હતું કે, વિજ્ઞાનના ક્લિષ્ટ સિદ્ધાંતો બાળક માતૃભાષામાં સુગમતાથી સમજી શકે છે. Colleges allegro આધુનિક શિક્ષણમાં મૂલ્યશિક્ષા અને સંસ્કારશિક્ષાને કોઈ અવકાશ નથી. બલ્ક ભવ્ય ભાષા : માતૃભાષા ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ આજનું શિક્ષણ બાલમાનસ ઉપર વિપરીત અસરો પણ ઉપજાવી શકે છે. આવું શિક્ષણ બાળકનું સાચુકલું હિત કેટલું કરી શકે તે એક મોટો પ્રશ્ન છે. સાન્તાક્રુઝના એક સુખી પરિવારના બે સંતાનો સંયમ અને જણાએ શાળાનું પટાંગણ ક્યારેય જોયું નથી. શાળાના વર્ગની ચાર દિવાલોમાં પૂરાયા વગર ઘરે બેસીને આવશ્યક ભાષા, ગણિત આદિ વિષયોનું જ્ઞાન મેળવી લીધું. સાથે સાથે સિદ્ધહેમશબ્દાનુશાસન નામનું સંસ્કૃત વ્યાકરણ સંયમ ઘરે રહીને ભણ્યો. રઘુવંશ, કરાતાર્જુનીય, હીરસૌભાગ્ય, કાદંબરી અને તિલકમંજરી જેવા સંસ્કૃત કાવ્યગ્રન્થોનું તેણે અધ્યયન કર્યું. તદુપરાંત, પ્રાકૃત વ્યાકરણ, પ્રાકૃત સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મના અનેક ગ્રન્થોનો અભ્યાસ કર્યો. અત્યારે તે ન્યાય-દર્શનનો અભ્યાસ કરી રહ્યો છે અને, આ વર્ષે જ બન્ને ભાઈ-બહેને બહારથી દસમા ધોરણની પરીક્ષા આપી અને ઊચ્ચ ગુણાંક સાથે ઉર્તીણ થયા. તેવી જ વાત વરિષ્ઠ ગુજરાતી પત્રકાર શ્રી સંજય વોરાના સુપુત્ર વિતાનની છે. તેણે પણ શાળાના પગથિયાં ચડ્યા વિના દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. આધુનિક શિક્ષણના ભયસ્થાનોથી પોતાના સંતાનોને બચાવી લેવા ઘણા મા-બાપ આજકાલ આવો વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. પણ, છતાં જ્યારે શિક્ષણને સહુએ અનિવાર્ય માની જ લીધું છે ત્યારે માધ્યમની બાબતમાં તો ખૂબ ગંભીર બનવું જ જોઈએ. આજે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે. પણ તે કેઝ કોણે ઊભો કર્યો? ક્રેઝ ઊભો કરવો અને કેઝ બદલવો તે કઈ મોટી વાત છે? ટકુજીની વાડી કે અમદાવાદની વિશાલાના કૃત્રિમ ગામઠી વાતાવરણમાં બાજરીનો રોટલો-ખીચડી અને કઢી ખાવાનો ક્રેઝ જો શ્રીમંતો અને શહેરીજનો ઊભો કરી શકે, તો તેમને માટે આ કોઈ મોટી વાત નથી. ઉપલા વર્ગનું અનુકરણ કરવા નીચેનો વર્ગ હમેશા તત્પર જ હોય છે. | ગુજરાતી માધ્યમની સાથે બાળકનું અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ આવે તે માટે તે વિષય ઉપર ખાસ વિશેષ ધ્યાન આપીને બાળકોને અંગ્રેજીમાં પણ પાવરધા બનાવી શકાય. ગુજરાતી માધ્યમની શાળાઓ પણ ધીમે-ધીમે અંગ્રેજી માધ્યમની શાળામાં રૂપાંતરિત થતી જાય છે. તે શાળાના વહીવટદારો પરિસ્થિતિ સામે હાર સ્વીકારીને ગુજરાતી માધ્યમ બંધ કરવાને બદલે પડકાર ઝીલીને ગુજરાતી માધ્યમનું આકર્ષણ ટકી રહે તેવું સુયોગ્ય વાતાવરણ અને ઊંચી ગુણવત્તા પૂરી પાડે તો પારોઠનાં પગલાં ભરવા ન પડે. tee ભિવ્ય ભાષા : માતૃભાષા ૯૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી માધ્યમની શાળાઓને અને ગુજરાતી માધ્યમ સ્વીકારનાર વિદ્યાર્થીઓને સરકાર તરફ્થી વિશેષ નક્કર પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો પણ ગુજરાતી ભાષાની ગરિમા ઘણી જળવાયેલી રહે. ભાષાની સુરક્ષા અને પ્રચાર માટે સહુથી વધુ આવશ્યક છે – સરકારી પ્રોત્સાહન. જે દેશની સરકારોએ અંગ્રેજી ભાષાને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે ત્યાં જ તે વધુ ફૂલી-ફાલી છે. લૅટિન ભાષા કોઈની પણ માતૃભાષા નથી. છતાં પણ પ્રાચીન રોમની આ ભાષાને અનેક દેશની સરકારો દ્વારા વિવિધ રીતે ખૂબ પ્રોત્સાહન મળે છે. તેની સામે કદાચ કોઈ ભાષા માતૃભાષાનો દરજ્જો ધરાવતી હોય પણ સરકારની મીઠી નજર તેના પ્રત્યે ન હાય તો તે કરમાવાની. હાલના સંયોગોમાં અંગ્રેજી માધ્યમની પક્કડ છૂટે તેવી ન જ હોય તો બાળકને શાળામાં પોતાની માતૃભાષા ગુજરાતીનો વિષય ભણી શકે તેવી અનુકૂળતા આપવામાં આવે. જે શાળામાં તે વિષય ન હોય ત્યાં દાખલ કરવા વાલીઓ શાળાના સંચાલકો પર દાણ લાવી શકે. ૧ થી ૧૦ ધોરણ સુધી એક સ્વતંત્ર વિષય તરીકે પણ ગુજરાતી ભાષા શીખવવામાં આવે તો બાળકનો માતૃભાષા સાથેનો નાતો જોડાયેલો રહે. ધોરણ ૧ થી ૫ સુધી ભણતા બાળકોને શાળાના અભ્યાસક્રમ ઉપરાંત ડ્રોઈંગ, ડાન્સિંગ, જનરલ નોલેજ, ફોનિક્સ, સંગીત વગેરે ઈતર વિષયોના વર્ગો કરાવવામાં આવે છે. તો, તેમને માતૃભાષા ગુજરાતીના વર્ગ ન કરાવી શકાય ? ઉનાળાની લાંબી રજાઓમાં મા-બાપ બાળકોને કમ્પ્યુટર વગેરે જુદા જુદા વિષયના ઈતર કોર્સ કરાવતા હોય છે. તો, અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો પોતાની માતૃભાષા ગુજરાતી સારી રીતે શીખી -સમજી શકે તે માટે રજાઓમાં ગુજરાતીના ખાસ વર્ગ તેને કરાવી ન શકાય ? મુંબઈના કેટલાક પરાંઓમાં ઉનાળાની રજાઓમાં આવા ગુજરાતીના વર્ગ ચાલતા હોય છે. દર શિન-રવિ બાળકો અને મોટેરાઓ માટે ગુજરાતી ભાષાના વર્ગો ઠેર-ઠેર ચાલુ કરવામાં આવે અને તેમાં વિશાળ સંખ્યામાં પોતાની ભાષા શીખવા માટે ગુજરાતી પ્રજા તત્પરતા દાખવે તો આ પ્રયોગ દ્વારા ઘણું સારું પરિણામ આવી શકે. ભાષા બચે, સંસ્કૃતિ બચે, સંસ્કારો બચે. ‘ભવ્ય ભાષા : માતૃભાષા 609 Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાંથી પહેલા આફ્રિકા જઈને વસેલા અને તે પછી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ પોતાની વ્યથા ઠાલવે છે : અમે આફ્રિકામાં અમારી સંપત્તિ ગુમાવી અને ઈંગ્લેન્ડમાં આવીને અમારી સંતતિ ગુમાવી. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિના પ્રભાવમાં આવેલા અમારા સંતાનો સંસ્કારભ્રષ્ટ બન્યા છે. ' આ રીતે થયેલા નુકસાનથી ચેતેલા ઈંગ્લેન્ડના ગુજરાતીઓ વર્ષોથી શનિ-રવિવારે ગુજરાતી વર્ગ ચલાવે છે અને હજુ આગળ વધીને ગુજરાતી માધ્યમની નિયમિત શાળાઓ ખોલવાનું વિચારી રહ્યા છે. વિદેશ જઈને વસેલા ગુજરાતીઓ પાસેથી ગુજરાત-મુંબઈના ગુજરાતીઓ કાંઈ પ્રેરણા લેશે ? ogles desplegame એક તો બાળક શાળામાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને બીજી બાજુ ઘરમાં તેને સંપૂર્ણ ગુજરાતી વાતાવરણ મળતું નથી,તેથી બાળક માતૃભાષાની સુગંધથી વંચિત રહે છે. ઘરનું માધ્યમ પણ જો શુદ્ધ ગુજરાતી રહે તો આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ સાથેનો બાળકનો સંબંધ અકબંધ રહી શકે. ઘરમાં જો અંગ્રેજીની ભેળસેળ વગરની સંપૂર્ણ શુદ્ધ ગુજરાતી બોલાય તો તે બાળકના, પરિવારના અને માતૃભાષાના હિતમાં છે. રાજસ્થાની લોકો વેપાર-વ્યવસાયાર્થે ભારતના ખૂણે-ખૂણે પહોંચેલા છે. રાજસ્થાન છોડીને અમદાવાદ, મુંબઈ, પૂના, કોલ્હાપુર, ઈન્દોર, વિજયવાડા, હૈદ્રાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ કે દિલ્હી-કલકત્તા જઈને વસેલા રાજસ્થાની પરિવારોના ઘરમાં તો મારવાડી ભાષા જ બોલાતી હોય છે. તે દૂરના પ્રદેશમાં ગયાને કદાચ પાંચ પેઢીઓ પસાર થઈ ગઈ હોય તોય મારવાડી ભૂલ્યા નથી. ઘરના માધ્યમ તરીકેનું પણ માતૃભાષાનું ગૌરવ પણ જો અકબંધ રહે તોય તેની આવરદા ઘણી લાંબી ચાલે. કચ્છી પ્રજા પણ દૂર-સુદૂર જઈને વસવા છતાં ઘરના માધ્યમ તરકે તો મોટેભાગે કચ્છી બોલીને જ સ્થાન આપે છે. | ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. તેમની કુલ વસતી સાડા ચાર કરોડથી વધુ છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેનિયા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ક્ઝિી, કેનેડા, ઝિમ્બાવે, ઝાંબિયા વગેરે અનેક રાષ્ટ્રમાં વસતા ગુજરાતી પરિવારો ગુજરાત છોડીને ત્યાં રહેવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે અને તેમાંના ઘણા લોકો ઘરમાં ગુજરાતી જ બોલે છે. ઘરનું માધ્યમ તો ગુજરાતી જ. આ ગુજરાતી ભાષાને બચાવી લેવાનો સૌથી સક્ષમ ઉપાય છે. ૯૮ જ ભવ્ય ભાષા : માતૃભાષા Page #108 -------------------------------------------------------------------------- ________________ સદ્વાંચન એ વિચારશુદ્ધિ સાથે ભાષાશુદ્ધિ માટેનો અકસીર ઉપાય છે. જૂની પેઢી પાસે વાંચન-વૈભવ ઘણો હતો. આજે વ્યસ્ત જીવનચર્યાથી અનુભવાતા સમયસંકોચ અને દશ્ય માધ્યમોએ વાંચનના શોખને ખૂબ માઠી અસર પહોંચાડી છે. અને, કદાચ થોડાં - ઘણાં વંચાતાં હોય તો દૈનિકો અને સામાહિકો. બાકી, વધારે પડતો સંપર્ક તો અંગ્રેજીનો જ રહે. ગુજરાતી પ્રજાએ ગુજરાતી સદ્વાંચનના શોખને ઉજાગર કરવાની તાતી જરૂર છે. | ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી “વાંચે ગુજરાતની આહલેકને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાતી ભાષામાં સાત્વિક, સંસ્કારી, સદ્વિચાર પોષક પુષ્કળ સાહિત્ય લખાયેલું છે. તે સાહિત્યનું વાંચન કરવું તે જ તે સાહિત્યને અને તેના રચયિતાને અર્પણ થતી શ્રેષ્ઠ ભાવાંજલિ છે. - ધર્મગુરુઓ, સદ્વિચારકો વગેરેનાં ગુજરાતી ભાષાના પ્રવચનો અને વાર્તાલાપોનું શ્રવણ પણ તમારી ભાષાનું ઊંજણ કરી શકે. સદુપદેશ, પ્રેરણા અને સદ્વિચાર મળે તે તો મુખ્ય લાભ. cક કચ્છ બાળકોને ગુજરાતી ભાષા પ્રત્યે રસ, રુચિ, લગાવ વધે તે રીતે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. પાંચ મહેમાનોની વચ્ચે ગુજરાતી મમ્મી-પપ્પા બાળકને કહેતા હોય છે. “જો, ગેસ્ટ આવ્યા છે. તેમને તારી પેલી પોએમ સાંભળવી છે. બેટા! સંભળાવીશ ને ? “ટ્વિન્કલ વિન્કલ લીટલ સ્ટાર” બોલીશ કે “જેક એન્ડ જલ” બોલીશ ? કે બન્ને બોલીશ ?” આવું કહેવાને બદલે બાળકને કોઈ ગુજરાતી કવિતા, જોડકણું, સ્તુતિ કે ભક્તિગીત સંભળાવવાનું ન કહી શકાય ? તમે જે બાબત માટે તેને પ્રેરિત અને પ્રોત્સાહિત કરશો, તે બાબતનો મહિમા તેના મનમાં દઢ થશે. બાળકોને નવરાશના સમયમાં અંતાક્ષરી વગેરે રમતો રમાડવામાં આવે છે. ગુજરાતી સંસ્કારગીતો, ભક્તિગીતો કે ગુજરાતી શબ્દોની અંતાક્ષરી કે તે પ્રકારની ગુજરાતી શબ્દો ભવ્ય ભાષાઃ માતૃભાષા CC Page #109 -------------------------------------------------------------------------- ________________ પરની નિર્દોષ રમતથી બાળકને જ્ઞાન સાથે ગમ્મત મળશે. આજકાલ ક્રોસવર્ડ ભરવાનો નાના-મોટા સહુને ખૂબ શોખ હોય છે. ગુજરાતીમાં આડી ચાવી-ઊભી ચાવીનાં ચોકઠાં પૂરીને પોતાની ગુજરાતી શબ્દ-સમૃદ્ધિનો વિકાસ કરી શકાય. જ્યારે ગુજરાતીમાં લખવાનું કે બોલવાનું થાય ત્યારે બને ત્યાં સુધી ઓછામાં ઓછા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરવાની ટેવ પાડવી જોઈએ. alegos llegan બાળકોને રોજ રાત્રે પ્રેરક વાર્તાઓ કહેવાની આદત પાડવી જોઈએ. આ વાર્તા ગુજરાતીમાં કહેવી. આ સુંદર આદતથી અનેક લાભ થશે. બાળકોને વાત્સલ્ય અને હું મળશે. સુંદર સંસ્કારનું વાવેતર થશે. વાર્તા-કથાના માધ્યમથી સરસ નવી જાણકારી મળશે. અને, કહેનાર તથા સાંભળનાર બન્નેની ગુજરાતી ભાષા સુદઢ બનશે. te @les બોલનાર અને સાંભળનાર બંન્ને ગુજરાતી હોય ત્યારે બીજી ભાષામાં શા માટે વાત કરવી જોઈએ ? પાંચ-પાંચ ડિગ્રીઓ ધરાવતા હોય તેવા પણ બે રાજસ્થાની કે બે કચ્છી ભેગા થાય ત્યારે મારવાડી અને કચ્છીમાં વાત કરતા હોય છે. દાઉદી વહોરા સમાજના જગદ્ગર સૈયદના સાહેબે ધર્મની આણ આપીને હાકલ કરી હતી કે, બાળકોને અવશ્ય ગુજરાતી શીખવાડો. ગુજરાતી આવડે તે જ સાચો દાઉદી વહોરા. દરેક સમાજના, કોમના, જ્ઞાતિના આગેવાનો અને આદરણીય વ્યક્તિઓ ભાષાને ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાગત સામાજિક વ્યવસ્થાઓનું મહત્ત્વનું વાહક પરિબળ સમજી પોતાની પ્રભાવછાયામાં રહેલા જનસમૂહને પોતાની મર્યાદામાં રહીને યોગ્ય પ્રેરણા કે માર્ગદર્શન આપે તો તેનો પ્રતિભાવ ચોક્કસ સારો મળે. le zonsoles ૧૦૦ ભવ્ય ભાષા : માતૃભાષા Page #110 -------------------------------------------------------------------------- ________________ ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક, બંગાળ વગેરે અનેક રાજ્યોમાં આજના અંગ્રેજી ભાષાના આટલા બધા પ્રભુત્વ અને પ્રભાવના સમયમાં પણ સ્થાનિક ભાષાઓનું સન્માન ઘણું સચવાયેલું છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રિયન પ્રજાને હજુ અંગ્રેજીનું વળગણ ગુજરાતીઓ જેટલું નથી વળગ્યું. મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ કરતાં મરાઠી માધ્યમની શાળાઓ વધારે છે અને ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં માતૃભાષાના માધ્યમની શાળાઓ ઘણી છે. ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરના અમુક વિસ્તારોમાં લગભગ બધો વ્યવહાર ગુજરાતીમાં ચાલે છે. ત્યાં દુકાનનાં પાટિયાં પણ ગુજરાતીમાં હોય છે. સરકારી કે ઉપ-સરકારી કચેરીઓનો વ્યવહાર-વહીવટ માતૃભાષામાં જ થાય તો માતૃભાષાનું પ્રાથમિક જ્ઞાન બધાને જરૂરી જણાય અને માતૃભાષા સાથેનો સંપર્ક જીવંત રહે.. les seves - સંસ્કૃત ભાષાના પ્રચાર માટે સંસ્કૃત ભારતી જેવી સંસ્થાઓ પરિણામલક્ષી નોંધમાત્ર કાર્ય કરી રહી છે. તે પ્રયાસોને પરિણામે હજારો વ્યક્તિઓએ અને હજારો પરિવારોએ સંસ્કૃત ભાષાને વાતચીતનું માધ્યમ બનાવ્યું છે. સંસ્કૃત વાંચન પણ ખૂબ વધ્યું છે. ગુજરાતી વિચારમંચ ગુજરાતી ભાષાના જતન અને ઉત્થાન માટે કાર્યરત છે. પરંતુ, આ દિશામાં હજુ પ્રબળ પ્રયાસો આવશ્યક છે. ગજાનન કનૈયાલાલ નામના એક સંસ્કૃતપ્રેમી સદ્ગહસ્થ ૨ માર્ચ, ૨૦૧૦ના દિવસે સુરતની રઘુનંદન માર્કેટમાં એક દુકાન ખરીદી. તેમણે આ દુકાનનું રજિસ્ટ્રેશન સંસ્કૃત ભાષામાં જ કરાવવાનો આગ્રહ રાખ્યો. તેમની વાત સરકારી કચેરીમાં સરળતાથી સ્વીકૃત ન થઈ. તેમણે આગ્રહ ન છોડ્યો. આખરે સંસ્કૃતમાં જ રજિસ્ટ્રેશન થયું. સુરત મહાનગરપાલિકા કે કદાચ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રજિસ્ટ્રેશનની આ પ્રથમ ઘટના હશે. આ પ્રસંગ જાણ્યા પછી અનેક કાયદાશાસ્ત્રીઓનું માનવું છે કે, ભારતમાં માન્યતા પ્રાપ્ત કોઈ પણ ભાષામાં સરકારી કચેરીની કોઈ પણ કાર્યવાહી કરાવી શકાય. આવી જ બીજી એક રસપ્રદ ઘટના છે. મુંબઈ ઘાટકોપરમાં વસતા શ્રી ગાયત્રી મુરલીકૃષ્ણ સોમૈયા કોલેજના પ્રાધ્યાપક છે. તેમણે મોબાઈલ કંપનીને સંસ્કૃતમાં જ સંદેશ આપ્યો કે, હું અને મારા અનેક મિત્રોનું વાતચીતનું માધ્યમ સંસ્કૃત છે. તમારી મોબાઈલ ભવ્ય ભાષાઃ માતૃભાષા ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ કંપની જો અમને સંસ્કૃતમાં સેવા આપવાની વ્યવસ્થા કરે તો જ અમે તમારા ગ્રાહક રહીએ. કંપનીએ સંસ્કૃત ભાષાના જાણકાર ખાસ કર્મચારીને રોકી તેમને સંસ્કૃતની સુવિધા પૂરી પાડી. ભાષાનો પ્રેમ હોય તો ક્યાંય અવરોધ નડતા નથી. હું એક ભાઈને ખૂબ નિકટતાથી ઓળખું છું. મુંબઈ ઝવેરી બજારમાં ધંધો કરતા કુમારભાઈએ બેન્ક ઓફ ઓમાનમાં પોતાનું ખાતું ખોલાવ્યું. સહી ગુજરાતીમાં કરી. બેન્કે તેમને સહી અંગ્રેજીમાં કરવા સૂચવ્યું. ગુજરાતી સહીની ચકાસણી કરી શકે તેવો કોઈ કર્મચારી બેન્ક પાસે નહોતો. આ ભાઈએ બેન્કને સ્પષ્ટ જણાવ્યું – “હું ગુજરાતી છું. સહી મારી માતૃભાષા ગુજરાતીમાં જ કરીશ. સહીની ચકાસણી કરવાની શું વ્યવસ્થા કરવી તે તમારો વિષય છે. તમે મને અંગ્રેજીમાં જ સહી કરવાની ફરજ ન પાડી શકો.’’ છેવટે બેન્કને નમતું જોખવું પડયું. તેણે ગુજરાર્તીભાષી એક કર્મચારીને ખાસ નિયુક્ત કર્યો. સહી ગુજરાતીમાં જ કરવાનો સંકલ્પ દરેક ગુજરાતી ન કરી શકે? આ ભાઈ પાસેથી તમામ ગુજરાતીઓએ માતૃભાષા-પ્રેમનું ટયુશન લેવું જોઈએ. આ પ્રકારની ભાષાગૌરવની લાગણી બધે પ્રગટે તો માતૃભાષાની આયુષ્યદોરી ઘણી લંબાઈ જાય. વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિઓ, સમાજો વગેરે તરફ્થી નિબંધસ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાસત્ર, વાદસભા કે સંવાદસભા જેવા કાર્યક્રમોનું અવારનવાર આયોજન થતું હોય છે. તેવા આયોજનોમાં ભાષાનું માધ્યમ માતૃભાષા ફરજિયાતરૂપે રાખવામાં આવે અથવા માતૃભાષાના માધ્યમની પસંદગી કરનારને પસંદગીના વિશેષ ગુણાંક આપવામાં આવે તો પણ માતૃભાષાનું આકર્ષણ અને લાગણી સચવાય. કવિ નર્મદના જન્મદિવસ ૨૪ ઓગષ્ટને દર વર્ષે ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે ઊજવવાનું મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ નક્કી કર્યું છે. આ ઊજવણીના અનુસંધાનમાં સાહિત્ય અકાદમી અને ‘મુંબઇ સમાચાર’ ના સંયુક્ત ઉપક્રમે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલું. તે નિબંધનો વિષય હતો : ‘‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઊજવણી શા માટે? કઇ રીતે?’’ ‘“કચ્છ શક્તિ” દ્વારા પણ એક જાહેર નિબંધસ્પર્ધાનું આયોજન થયું હતું. તેનો વિષય હતો, ‘‘શા માટે માતૃભાષામાં શિક્ષણ જરૂરી?'' ‘ભવ્ય ભાષા : માતૃભાષા ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ ‘‘મુંબઇ સમાચાર’” અને બૃહદ્ મુંબઇ ગુજરાતી સમાજના સંયુક્ત ઉપક્રમે પણ આવી એક નિબંધસ્પર્ધાનું તાજેતરમાં આયોજન થયેલું. તેનો વિષય હતો : ગુજરાતી ભાષાનું ભવિષ્ય. માતૃભાષા ત્રણેય સ્પર્ધાઓને ભારતભરમાંથી ખૂબ ઊષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો. અંગે જાગૃતિ ફેલાવવા આવા ઉપાયો અસરકારક નીવડી શકે. શ્રી હેમરાજ શાહે આ ત્રણે સ્પર્ધાના કેટલાક પસંદગીના નિબંધોને સંગૃહિત કરીને પુસ્તક રૂપે પ્રકાશતિ કર્યા છે. ભાષા એક લૌકિક બાબત છે. પણ, જ્યારે માણસની ભાષા વટલાય છે ત્યારે માણસ આખેઆખો વટલાઈ જવાની સંભાવનાઓ ઘેરી બને છે. તેનો વચનવ્યવહાર માત્ર નથી બદલાતો, સમગ્ર જીવન-વ્યવહાર બદલાય છે. માત્ર તેની જીભ અલગ બોલવાનું શીખે છે એવું નથી રહેતું. પણ, તેની આંખ જુદું જોવાનું, તેના કાન જુદું સાંભળવાનું અને તેની બુદ્ધિ જુદું વિચારવાનું શીખે છે. જે આધુનિક શિક્ષણ ઈશ્વરીય શ્રદ્ધાના પાયાને ડગમગાવી દેતું હોય, આસ્તિક્તાના રંગને ભૂંસી નાંખવાના સામર્થ્યવાળું હોય, મૂલ્યોનું અવમૂલ્યન કરનારું હોય, માત્ર માહિતી પ્રધાન અને રોજગારલક્ષી હોય, ઉમદા જીવનસિદ્ધાન્તોનો કે ઊચ્ચ જીવન-આદર્શોનો મહિમા જેમાં ન થતો હોય; એક જૈન મુનિ તરીકે તેની વકીલાત તો શું, લેશમાત્ર પક્ષપાત પણ દિલમાં નથી જ. પરંતુ, વર્તમાન જીવન-વ્યવસ્થાના અનિવાર્ય અંગ રૂપે તે સહુએ સ્વીકારેલું જ છે અને તેથી સહુ પોતાના સંતાનોને આ શિક્ષણ આપવાના જ છે માટે તેના માધ્યમની બાબતમાં થોડું દિશાસૂચન કર્યું છે અને અન્ય પણ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. દિલ દાઝે છે માતૃભાષા માટે. કારણકે દિલ દાઝે છે પવિત્ર સંસ્કૃતિ માટે. દિલ દાઝે છે નવી પેઢીની ધર્મચેતના માટે. સામે કિનારે ભવ્ય ધર્મ-પ્રાસાદ છે. પણ, પુલ તૂટું તૂટું થઈ રહ્યો છે. એ પ્રાસાદ સાથેના સંપર્કને ટકાવી રાખવા પુલ ટકી રહે તે ખૂબ જરૂરી છે. ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મા ગુર્જરી ! કાલની કલ્પના આજનું આક્રંદ તારી મરણશય્યા કને બેસી પોસ-પોસ આંસુ સારું છું. વસ્તુમાત્રની વિનશ્વરતા જેને વિદિત હોય તેને વહાલાના વિનાશની વેળામાં વલોપાત બહુ ન હોય... પણ, કાલકૃત સહજ મૃત્યુને સમતાથી સ્વીકારવું કદાચ સરળ હશે... પરંતુ, સગા સંતાન દ્વારા પેટમાં ખંજર ભોંકાયું હોય અને કણસતી માતા છેલ્લાં ડચકાં લેતી હોય ત્યારે તેના મા-ઘેલા બીજા સંતાનને વસમું તો લાગે ! |૧૦૪ અંગ્રેજી માધ્યમની કટારી તારા પેટમાં ખોસીને તારા આ નિવૃણ સંતાનો માથે મોડર્ન અને એડવાન્સ્ડના ખિતાબ પહેરીને ફરે છે ! મધરનું મર્ડર કરનારા દીકરા પાકે તે યુગને કલિયુગ કહેવાતો હશે. પરંતુ, મધરનો મર્ડરર મોડર્ન ગણાય એ યુગને માટેનો કોઇ શબ્દ તેં મને ક્યારેય શીખવ્યો નથી. તારા હૈયાં જેવા શબ્દકોષમાં પણ તેં ક્યારેય તેવા શબ્દને સ્થાન આપ્યું નહિ. મારી વહાલી મમ્મી ! ધર્મપ્રસાદનાં પગથિયાં હું તારી આંગળી પકડીને ચડ્યો છું. સંસ્કારશાળાના ચોકમાં તેં મને કેડે તેડીને ફેરવ્યો છે ! ભવ્ય ભાષા ઃ માતૃભાષા Page #114 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિદેવીના મંદિરીએ તેં મને અમૃતનાં આચમન અને પ્રીતિનાં પ્રસાદ-ભોજન કરાવ્યાં છે. મારા રક્તમાં વહેતા ખમીરનું ઘોલ તારા જ ખરલમાં ચૂંટાયું છે. મારી આંખોમાં ચમકતા નૂરનું અંજન તારા જ તેજમાંથી નીપજ્યું છે. મારા હૈયામાં વહેતા હેતના સરોવરનો વિસ્તરેલો વ્યાપતો તારા વિશાળ વ્યક્તિત્વનું એક નાનુંશું પ્રતિબિંબ છે! મારા વ્યવહારમાં પ્રસરતો પરાર્થનો પમરાટ તારા સુવાસિત પુષ્પોદ્યાનની જ મહેંક છે. | મારા જીવનમાં દીપતા મૂલ્યો તારી તેજક્રાન્તિનો એક પડછાયો માત્ર છે! મારી દિનચર્યામાં વણાયેલા સાત્વિક અને સાંસ્કારિક આચારો તો તારો ખોળો ખૂંદતા મળેલી પાયાની શિક્ષા છે. | મા ગુર્જરગિરા! તારા ઉપકારોની યાદીઓ લખી લખાય તેવી નથી. તારા ઋણના સરવાળા માંડ્યા મંડાય તેવા નથી. તારા ગુણનાં ગાણલાં ગાયા ગવાય તેવા નથી. તારી સમૃદ્ધિનાં સરવૈયાં ચોપડામાં ચીતરાય તેવા નથી. તારા પ્રતાપનાં પ્રતિબિંબ પંક્તિઓમાં પડે તેવા નથી. તારા નૂરના નકશા દોર્યા દોરાય તેવા નથી. તારી ઊંચાઇના માપ માપપટ્ટીથી નીકળે તેવા નથી. તારી ગરિમાના વજન ત્રાજવે તોળાય તેવા નથી. શું આ સમૃદ્ધ શબ્દકોષો કાળની ગર્તામાં દટાઈ જશે ? માર્મિક કહેવતોના ઢગલા વિસ્મૃતિના વાયરાથી વેરાઈ જશે ? રૂડા રૂઢિપ્રયોગોનો રસાળ રસવૈભવ વિનાશની ખાઇમાં ધકેલાઈ જશે? પરંપરાગત પવિત્ર સંસ્કૃતિનું મોહક પ્રતિબિંબ પાડતો આ મનોહર આયનોબસ, તૂટીને ટુકડા થઈ જશે? Pભવ્ય ભાષા માતૃભાષા ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ અને ખમીરનું આ જીવંત કાવ્ય-બસ, કબ્રસ્તાનનો મકબરો બની જશે ? ઉપાધ્યાય યશોવિજય અને વિનયવિજયજીની સમૃદ્ધ સાહિત્યસૃષ્ટિ શું જ્ઞાનભંડારનો ભાર બની જશે ? આનંદઘનજી અને દેવચંદ્રજીનો આધ્યાત્મિક શ્રુત-ખજાનો-બસ, હવે અગ્રાહ્ય અને અગમ્ય બની જશે ? ઋષભદાસના રાસડાઓ હવે કાનને પજવતો કોલાહલ બની જશે? રાસ કે ફાગુકાવ્યો પસ્તીભંડારનો માલ બની જશે ? મીરાંબાઈ અને નરસિંહ મેહતાના માર્મિક પદોની સ્થિતિ હવે મર્મ પર ઘા ઝીકનારી બની જશે? પૂજાની એ રસાળ ઢાળો કાળના ઢાળ પરથી - બસ, હવે ગબડી પડશે ? ભક્તિસભર સ્તવનો અને વૈરાગ્યપ્રેરક સક્ઝાયોનો ખજાનો હવે - બસ, પ્રાચીન અવશેષ બની જશે? નાનાલાલ અને દલપતરામનો કાવ્યકલાપ-બસ, હવે કરમાઈ જશે? કલાપીનો કેકારવ હવે વિરામ પામી જશે ? પાવૈયાને પણ પાનો ચડાવે તેવું મેઘાણીનું શૌર્યસાહિત્ય-બસ, હવે શહાદત પામી જશે? ગોવર્ધનદાસ ત્રિપાઠી મૃત્યુ પામ્યા ત્યારે સહુ કહેતા હતા : સરસ્વતીચંદ્ર જીવંત છે ત્યાં સુધી ગોવર્ધનરામ ત્રિપાઠી જીવતા છે. હવે તેમને મૃત જાહેર કરવા પડશે? ક. મા. મુનશીની ઐતિહાસિક નવલકથાઓ સ્વયં ઈતિહાસનું એક ખંડેર બની જશે? સ્નેહરશ્મિ અને સુન્દરમ્ ઉશનસ્ અને કાન્ત કલાપી અને દ્વિરેફ તે બધાય તખલ્લુસો હવે સર્વથા - બસ, ખરી પડશે ? મા! મા! મા! નથી જોવાતી આ તારી દુર્દશા ! ૧૦૬ 'ભવ્ય ભાષા મધ્ય ભાષા માતૃભાષણ Page #116 -------------------------------------------------------------------------- ________________ તારી અંતિમ ક્ષણોમાં તારો ગૌરવવંતો સુવર્ણકાળ સ્મૃતિપટ પર અવતરતા તારી સાથે હું પણ તરફડું છું. એક નવું પુસ્તક લખું છું ત્યારે મને ખબર નથી પડતી કે, હું તે પુસ્તક દ્વારા તને નિર્યામણાં કરાવું છું, કે દાઝયા પર તને ડામ દઉં છું ? તારું આયુષ્ય થોડું લંબાય તે માટે તને આ પુસ્તક દ્વારા થોડો ઑક્સિજન પૂરો પાડું છું, કે, બચેલું આયુષ્ય પણ ક્ષણમાં સમેટાઇ જાય તેવો વજ્રાઘાત તને હું આપું છું ? નવું પુસ્તક લખું છું ત્યારે મને જણાય છે કે, નિબિડ ઘોર જંગલમાં હું એક સુવાસિત પુષ્પનો છોડ ઉગાડું છું, જેના પુષ્પને કોઇ સૂંઘવાનું નથી. નવું પુસ્તક લખું છું ત્યારે હું પ્રતીત કરું છું કે, અગાધ ખારા મહાસાગરની વચ્ચે હું એક લોટો મીઠું પાણી ઢોળું છું, જે કોઇ પીવાનું નથી. હું નવું પુસ્તક લખું છું ત્યારે મને મહેસૂસ થાય છે કે, આ તો તારી ઠાઠડી ઉપર એક રેશમની રસ્સી બાંધી રહ્યો છું. હું નવું એક પુસ્તક લખું છું ત્યારે હું અનુભવું છું કે, આ તો મા ગુર્જરીની નનામીને હું એક કાંધ આપી રહ્યો છું. ના... મા! .... ની ..... મારા મરતા પહેલાં તો તારું મોત નહિ જ થવા દઉં.... અંગ્રેજી માધ્યમની એ ધારદાર કટારી હાથમાં લઇને પ્રહાર કરી રહેલા તે ઘાતકી હત્યારાઓને તો હું કાંઇ કરી શકું તેમ નથી. નમાલો છું અને હવે નમાયો બનવાનો છું. તેમને તારા નાજુક દેહ પર કારમા પ્રહાર કરતાં રોકી શકું તેમ પણ નથી... વધુ ને વધુ તીક્ષ્ણ બનતી તે કટારીની ધારને બુઠ્ઠી બનાવવાનું પણ મારું કોઇ સામર્થ્ય નથી.... તે કટારી તારા અંગને અડે નહિ તેવું કોઇ પોલાદી બખતર પણ મારી પાસે નથી – કે, તને સાચવીને હું તે પહેરાવી દઉં. મારી પાસે એવી કોઇ લાઇફ-સેવિંગ-ડ્રગ પણ નથી કે, આ જીવલેણ પ્રહારો પડવા છતાં તું જીવંત રહી શકે. ભવ્ય ભાષા : માતૃભાષા ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ હું માત્ર એક જ કાર્ય કરી શકું..... પોસ પોસ આંસું પાડી શકું..... તે ઘટ્ટ આંસુનાં બુંદનો તારા જખમી બનેલા અંગને લેપ કરી શકું...... તે લેપ તને શાતા તો ન આપે. મરતા મરતા તારી બળતરા થોડી વધારે કે, મારી આ દયનીય દુર્દશા જોઈને મારા કાળજાના કટકા જેવો એક બાલુડો બિચ્ચારો કેટલો દુ:ખી થઈ રહ્યો છે ! તારા લાખો સંતાનો ખૂની બનીને તારા પર ત્રાટક્યા છે ત્યારે તારા દુ:ખથી દુ:ખી થતા તારા આ સંતાનના દુ:ખથી તને થતું દુ:ખ જરૂર તારા પેલા જીવલેણ જખમના દુ:ખને થોડુંક હળવું કરશે. |૧૦૮ મા...... ! હું મરું તે પહેલાં તને નહિ મરવા દેવાના શપથ લીધા છે. તેથી તારા મૃત્યુના મરસિયા ગાવા હું હાજર નહિ હો...... તેથી આજે જ ગાઈ લઉં ! પાણીને વૉટર ભરખી ગયું..... હાય માવડી ! હાય. હૂંડીને ચેક ભરખી ગયો..... હાય માવડી ! હાય. દિવાળીને ક્રિસમસ ગળી ગયું..... હાય માવડી ! હાય. કારતકને જાન્યુઆરીએ જલાવી દીધો..... હાય માવડી ! હાય. બાપાને ડેડસાહેબે દાટી દીધો..... હાય માવડી ! હાય. તિથિને તારીખે ટક્કર મારી..... હાય માવડી ! હાય. સહુનું ખાણું ગયું, સહુનું વાળુ ગયું; ડીનરની ડીશમાં એ બધું ચવાઈ ગયું.... હાય માવડી ! હાય. ‘આવો’ ગયું, ‘પધારો’ ગયું, ‘જયશ્રી કૃષ્ણ’ અને ‘જય જિનેન્દ્ર’ ગયું; હાય ને હલ્લોના હાહાકારમાં, સ્નેહભીના શબ્દોનું સંગીત ગયું. ભવ્ય ભાષા ઃ માતૃભાષા Page #118 -------------------------------------------------------------------------- ________________ મહેમાન ગયા, પરોણા ગયા, અતિથિના અશ્રુભીના આવકાર ગયા; બુફે ડીનર અને સોલ્જર સિસ્ટમમાં, ખવડાવીને ખુશ થવાના સંસ્કાર ગયા. કાકા ગયા, મામા ગયા, માસા અને આ ગયા; એક અન્કલના પેટમાં એ બધા ગરકાવ થયા. કાકી, મામી-માસી, ફોઈ, સ્વજનોના વિસ્તાર ગયા. ખાણી ફરી, પીણી ફરી, ચાલ અને ચલગત ફરી ; રહેણી ફરી, કહેણી ફરી, રીત અને રીતભાત ફરી. શ્રદ્ધાની શ્રદ્ધા ટળી, સમતાની મમતા ટળી; ભાગદોડ અને ભાંગફોડમાં, આખી દુનિયા મરે બળી. ટાણાં ગયા, ગાણાં ગયા, ભાઈ-ભાંડુનાં ભાણાં ગયા; મરણ પછીના કાણાં ગયા, બળતણમાંથી છાણાં ગયા. હાલરડાના હાલા ગયા, લગનના ટાણાં ગયા. આઈસક્રીમના આડંબરમાં; મીઠા ગોળ ને ધાણા ગયા. ભવ્ય ભાષા માતૃભાષા ૧૦૯ કે Page #119 -------------------------------------------------------------------------- ________________ જન ગયા. પર્વ ગયા, તહેવાર ગયા, ઉત્સવના વ્યવહાર ગયા; ફેસ્ટિવલ ને ડે ઊજવતા, આપણે જ આપણી બહાર ગયા. પંચ ગયા, મહાજન ગયા, ન્યાય-નીતિના વજન ગયા; કોર્ટ-કચેરીના આંટાફેરામાં, સ્વજનથી દૂર સ્વજન ગયા. લાપસી ગયા, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા; બ્રેડ-પાઉના બ્રેકફાસ્ટમાં, ખાખરા-પુરીના નાસ્તા ગયા. ધોતી અને કફની ગયા, ટોપી-પાઘડી-ખેસ ગયા; નિત બદલાતી ફેશનોમાં, પુરુષ-સ્ત્રીના ભેદ ગયા. ાતા ગયા. સંસ્કારોની પડતીનું એક પગથિયું ભાષા-પરિવર્તન છે. મા ગુર્જરી! તારા મોતમાં મા સંસ્કૃતિનું મોત છે. તારા મોતમાં મા સંસ્કારિતાનું મોત છે. તારા મોતમાં મા સભ્યતાનું મોત છે. તારા મોતમાં મા સજ્જનતાનું મોત છે. તારા મોતમાં મા ધાર્મિકતાનું મોત છે. ૧૧૦ ભવ્ય ભાષા માતૃભાષા Page #120 -------------------------------------------------------------------------- ________________ તું જીન્દા, તો તે બધી જીન્દા. નથી રહેવાતું, નથી સહેવાતું. મા ગુર્જરીનું મોત મારાથી નથી જોવાતું. કમળનો ‘ક’ બિચારો કરમાઈ જશે. ખટારાનો ખ” બિચારો અંગ્રેજી માધ્યમના ખટારા નીચે કચડાઈ જશે. ગણપતિના ગ” ને ગધેડાનો “ગ” બનાવીને અમે મંદિરમાંથી બહાર કાઢી ઉકરડે મૂક્યો.... આજે તે બિચારો “ગ” હવે ક્યાંયનો ય ન રહ્યો. અંગ્રેજી આલ્ફાબેટનો ધક્કો લાગતા આ કક્કો હવે ગબડી રહ્યો છે..... કો'ક તો તેને ઝાલો...... કો'ક તો તેને પકડો. કોની સામે હત્યાનો આરોપ મૂકું ? કોની સામે તહોમતનામું ઘડું ? કોની સામે હું યુદ્ધે ચડું? - પણ, યુદ્ધે ચડું કે પછી આ મરણતોલ માની બાજુમાં બેસી તેને સાંત્વનાના બે શબ્દો સંભળાવું? tetછઠ્ઠ Pભય ભાષા માતૃભાષA ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * પ્રજ્ઞા પ્રબોધ પરિવારનાં પ્રકાશનો. પૂ.પંન્યાસ શ્રી મુક્તિવલ્લભ વિજય મ.સા. લિખિત પુસ્તકો * બુઝ બુઝ ચંડકોસિઆ. * શબ્દોનું સૌંદર્ય. હૃદય કંપ. સમાધિની સીડી. મનને મહેકતું રાખો. કૃતજ્ઞતાની કેડી. નિસર્ગનું મહાસંગીત. ઢોળાયેલો આનંદ. પળોનું સૌંદર્ય. ક્ષણોનું સ્મિત. ઊર્મિનો ઉત્સવ. અંતરનું ઐશ્વર્ય. મનનો મહોત્સવ. ગૌતમ ગીતા. ગૌતમ ગોષ્ઠિ. ગૌતમ ગાથા. • * ભવ્ય ભાષા: માતૃભાષા. પૂ.પંન્યાસ શ્રી ઉદયવલ્લભ વિજય મ.સા. લિખિત પુસ્તકો. * સુખનું સરનામું. * શિક્ષણની સોનોગ્રાફી. મનનો મેડિક્લેઈમ. ઘરશાળા. શત્રુંજય સત્કાર. શેરબજારની સિસ્મોલોજી. * અરિહંત ડોટ કોમ. #મથ ભાયા : માતૃભાષા ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ જન્મજાત બાળકને માતાની હંફ અને કાળજી ન મળે તો પણ કદાચ તે લાંબું જીવી જાય. પરંતુ.... માતૃભાષા એવી માતા છે કે, સંતાનના હંફ અને કાળજી તેને ન મળે તો તે લાંબું જીવી ન શકે ! 'Ekta : 9930404725/ 9920795799