________________
ધ્વનિફેરથી ઉચ્ચાર ફરકવાળા અક્ષરો માટે અંગ્રેજીમાં અલગ અલગ આલ્ફાબેટ નથી. તેથી વ્યક્તિ, વસ્તુ, સ્થળ વગેરેનાં નામ અંગ્રેજીમાં લખવાકે અંગ્રેજીમાં લખેલા નામ વાંચવામાં ગોટાળો થવાની શક્યતા ઘણી.
ગુજરાતી ટ અને તે બન્ને માટે અંગ્રેજીમાં Ta લખાયઃ ગુજરાતી અને થ બન્ને માટે અંગ્રેજીમાં Tha લખાય. ગુજરાતી ડ અને દ બન્ને માટે અંગ્રેજીમાં Da લખાય. ગુજરાતી ઢ અને ધ બન્ને માટે અંગ્રેજીમાં Dha લખાય. ગુજરાતી ણ અને ન બન્ને માટે અંગ્રેજીમાં Na લખાય. ગુજરાતી શ અને ષ બન્ને માટે અંગ્રેજીમાં sha લખાય. ગુજરાતી માં અને આ બન્ને માટે અંગ્રેજીમાં લખાય. હવે જુઓ અંગ્રેજીમાં લખેલા નામો વાંચવામાં ક્યારેક કેવી ગરબડ થઈ શકે. Tokarshi નું તોકરશી વાંચશે અને Tansukh નું ટનસુખ. Thakkar નું થર વાંચશે અને Matheran નું માહેરાન. Dahyalal નું દાહ્યાલાલ વાંચશે અને Deepak નું ડીપક. Dhebarbhai નું ઘેબરભાઈ વાંચશે અને Dharmesh નું ઢર્મેશ. Manilal નું મનીલાલ વાંચશે અને chinubhai નું ચીણુભાઈ. Ramaben નું રામાબેન વાંચશે અને Rajesh નું રજેશ. Narmada નું કોઈ નરમાદા વાંચશે, કોઈ નારમદા અને કોઈ વાંચશે નર્મડા.
gueses que solo અંગ્રેજીમાં ઉચ્ચારનું કદ નાનું હોય અને સ્પેલિંગનું કદ ઘણું મોટું. તેથી બોલવામાં શબ્દ ટૂંકો અને લખવામાં લાંબો.
children આઠ અક્ષરનો સ્પેલિંગ છે. તેનો ઉચ્ચાર 'ચિલ્ડ્રન ત્રણ અક્ષરનો છે. weigh(વજન કરવું) પાંચ અક્ષરનો સ્પેલિંગ છે અને ઉચ્ચાર વે’ એક અક્ષરનો છે.
Neighbour નવ અક્ષરનો સ્પેલિંગ છે અને ઉચ્ચાર નેબર’ ત્રણ અક્ષરનો.
૪૪
ભવ્ય ભાષા માતૃભાષા