________________
અંગ્રેજીમાં સાયલન્ટ અક્ષરથી ઘણા વિદ્યાર્થી મુંઝાઈ જતા હોય છે. જેનો કોઈ ઉચ્ચાર નહિ, તેનું સ્પેલિંગ માં સ્થાન કેમ ?
Knife માં 'K' સાયલન્ટ છે. Knowledge માં પણ 'K'સાયલન્ટ છે. Wrong માં w' સાયલન્ટ છે.
એક કિશોર ગંભીર માનસિક સમસ્યાનો ભોગ બન્યો તેને માનસચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ચિકિત્સકે તેની ઊલટતપાસ કરી. તેમની જાણમાં આવ્યું કે, કેટલાય દિવસથી આ વિદ્યાર્થી આખો દિવસ એ વિચાર્યા કરતો હતો કે, સાયકોલોજી - Psychology ના સ્પેલિંગમાં 'P' ક્યાંથી ટપકી પડ્યો ? તેમાંથી તેને વિચારવાયુ થઈ ગયો.
મનુ શેખચલ્લીએ તેમના એક લેખમાં એક સત્ય ઘટના ટકેલી છે.
ગુજરાતના કોઈ નાના શહેરની આર્ટ્સ કોલેજમાં તાજા સ્નાતક બનેલા કોઈ પ્રાધ્યાપક નિયુક્ત થયા. તે વર્ગમાં અંગ્રેજી ભણાવતા હતા. પ્રાચાર્યશ્રીએ તેમને સૂચના કરી કે, ડિક્શનરીનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિદ્યાર્થીઓને શીખવો.
| ડિકશનરીનું પુસ્તક લઈને વર્ગમાં ગયા. વિદ્યાર્થીઓને કહ્યું: ડિક્શનરીનો ઉપયોગ કરતાં તમને શીખવાડું. કોઈ શબ્દ બોલો હું તમને ડિક્શનરીમાંથી શોધી દઉં.
પેરટ્સ, ગવર્મેન્ટ, ડાઈનિંગ ટેબલ, કોમ્પિટિશન.... વિદ્યાર્થીઓ પૂછતા ગયા અને એ નવા પ્રાધ્યાપક ડિક્શનરીમાંથી શબ્દ શોધીને બતાવતા ગયા.
પછી એક વિદ્યાર્થીએ શબ્દ કહ્યો : ન્યુમોનિયા.
શિક્ષકે તરત ડિકશનરી ખોલીને 'N' નો વિભાગ જોવાનો શરૂ ર્યો. Na, Ne, Ni, Nu, બધા પરથી શબ્દો જોતા ગયા. આખો 'N' નો વિભાગ ફેરવી નાંખ્યો પણ ન્યુમોનિયાનો પત્તો ન લાગ્યો.
પછી વિદ્યાર્થીઓને કહ્યું : આ ડિક્શનરી નાની છે. આમાં ન્યુમોનિયા નથી. લાયબ્રેરીમાંથી મોટી ડિક્શનરી લઈ આવો.
તરત એક વિદ્યાર્થી પુસ્તકાલયમાંથી ડિક્શનરીનું મોટું થોથું લઈ આવ્યો. તે ખોલીને તેમાં પણ આખો ' નો વિભાગ ફંફોળી નાંખ્યો તેમાં પણ ન્યુમોનિયા’ ન જડ્યું.
Pભવ્ય ભાષા માતૃભાષા
૪૫