________________
“આ રોગવાચક શબ્દ છે. તેથી જનરલ ડિક્શનરીમાં તે શબ્દ ન હોય. મેડિકલ ડિક્શનરીમાં મળે.”
‘ન્યુમોનિયા નો ઈલાજ તે વખતે તેમણે આ રીતે કરી નાખ્યો.
અઠવાડિયા પછી'' ઉપરનો કોઈ શબ્દ ડિકશનરીમાંથી શોધતા અચાનક તેમની નજર એક શબ્દ પર પડી. Pneumonia તરત હરખઘેલા થતા વર્ગમાં આવ્યા. વિદ્યાર્થીઓને ડિક્શનરીમાંથી‘ન્યુમોનિયા’ શબ્દ બતાવી તેનો સ્પેલિંગ કહ્યો. પછી ઉમેર્યું
આપણે ગુજરાતીઓ શબ્દોના ખોટા ઉચ્ચાર કરી કરીને શબ્દને મરડી નાખીએ છીએ શબ્દ છે “ન્યુમોનિયા.” આપણને બોલવામાં તકલીફ પડે એટલે આપણે ‘ન્યુમોનિયા કરી નાંખ્યું.
આપણને થાય, શબ્દ જડી ગયા પછી Pneumonia ના “P' ની જેમ આ. પ્રાધ્યાપક સાહેબ પણ સાયલન્ટ રહ્યા હોત તો કેટલું સારું હતું!
ક te અંગ્રેજી ભાષાની બીજી એક કઠિનાઈ એક છે કે તેના સ્પેલિંગ અઘરા છે. તેમ ઉચ્ચાર પણ અઘરા છે. ઉચ્ચારને અંગ્રેજીમાં Pronunciation કહેવાય છે. તેનો ઉચ્ચાર થાય છે – પ્રોસિએશન. આ ઉચ્ચાર જ કેટલો અઘરો છે! અંગ્રેજી શબ્દોના ઉચ્ચારોમાં જોડાક્ષર - સંયુક્તાક્ષર બહુ સામાન્ય બાબત છે. જોડાક્ષર વગરના અંગ્રેજી શબ્દોચ્ચારો બહુ ઓછા મળશે. બ્રધર, સિસ્ટર, અન્કલ, હસબન્ડ, નેવ્યુ, સ્કૂલ, સ્ટેજ, સ્ટીલ, ક્લીન, પ્લાન, મન્કિ, ડોન્કિ, પ્રોજેક્ટ, સ્ટેશન, ટ્યુશન, એટેન્શન, એટ્રેક્શન... બોલાતા ૧૦ શબ્દોમાંથી ઓછામાં ઓછા ૬ શબ્દો જોડાક્ષરવાળા હોવાના.
વળી, ઉચ્ચારના મતાંતર પણ બહુ સામાન્ય બાબત છે. કોઈ એક શબ્દના યુરોપિઅન ઉચ્ચાર અલગ હોય, અમેરિકન ઉચ્ચાર અલગ હોય અને આપણા ભારતીય ઉચ્ચાર અલગ હોય.
જો કે, આપણી ભાષાઓમાં પણ બાર ગાઉએ બોલી બદલાય છે. પણ, સ્થાનિક ભાષા-બોલી બોલનારાના તે ભાષા-બોલીના વ્યવહાર પણ સ્થાનિક હોય છે. જ્યારે અંગ્રેજીનુ વ્યાપક સ્તરે કે વૈશ્વિક સ્તરે ચલણ હોવાથી ઉચ્ચારભેદ સમસ્યા સર્જી શકે. | ગુજરાતીમાં દરેક નામવાચક શબ્દને પોતાનું લિંગ હોય છે. તે પુંલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ હોઈ શકે. પરંતુ, અંગ્રેજીમાં આવી લિંગ-વ્યવસ્થા નથી.
ભવ્ય ભાષા : માતૃભાષા
-૪૬