________________
લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.
૧૪ વર્ષની ઉમરે “ધ પ્રોફેટ’ની વિશ્વને ભેટ ધરનાર ખલીલ જિબ્રાન કહે છે :
બાળક ગર્ભમાં જ ભાષા અને સંસ્કારો ઝીલતું હોય છે. જે ભાષામાં પિંડ ઘડાય એ જ ભાષા એના વિકાસમાં સહુથી વધુ ઉપયોગી થઈ શકે. મારી માતાએ જો મારો અભ્યાસ માતૃભાષામાં જ થાય એવો આગ્રહ ન રાખ્યો હોત તો આજે ઉન્નતિના આ શિખરોને હું સર ન કરી શક્યો હોત.”
માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજણશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્યુટર છે. આ કપ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે. ગાંધીજી માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવે છે. પ્રારંભમાં બકરીનું કે ગાય-ભેંસનું દૂધ ન ચાલે. શરીરનો વિકાસ માતાના દૂધથી જ થાય. માતાના દૂધથી વિકસિત થયેલા શરીરમાં જ ગાય-ભેંસના દૂધને પચાવવાની ક્ષમતા પ્રગટે છે.
ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાળરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જૂદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મૂરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. * ઘરમાં જેને તે કેળા તરીકે ઓળખે છે, શાળામાં તેની ઓળખાણ તેને બનાના તરીકે મળે છે. કેળા અને બનાના વચ્ચે, સફરજન અને એપલ વચ્ચે, ચમચી અને પૂન વચ્ચે તથા મંદિર અને ટેમ્પલ વચ્ચે બાળમાનસ ગૂંચવાય છે.
મહાન શિક્ષણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પ્રો. યશપાલ કહે છે કે, બાળક નાનપણમાં સહુથી વધુ સમય પોતાની માતૃભાષા બોલે છે અને સાંભળે છે. આવા સમયે જો બાળક અન્ય ભાષા શીખવાની શરૂ કરે તો દ્વિધામાં મૂકાઈ જાય છે.
બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા
ભવ્ય ભાષા માતૃભાષા
૫