________________
ફિમેલ હોય છે.
લોકો બેચેન નથી થતા, નરવસ કે અપસેટ થાય છે. નિષ્ફળ નથી જતા, ફેઈલ થાય છે. તેમને તાણ નથી હોતી, સ્ટ્રેસ હોય છે. ચિંતા નથી હોતી, ટેન્શન હોય છે. તેઓ ગમગીન નથી બનતા, ડિપ્રેસ થાય છે. લોકો વીમો નથી ઉતારતા, ઈશ્યોરન્સ ઉતારે છે. તેનો વીમાનત નથી હોતો, પૉલિસી હોય છે. તે વીમો પાકતો નથી, મૅચ્યોર થાય છે. ત્યારે તેઓ તેનો દાવો નથી કરતા, ક્લેઈમ કરે છે. વીમો પાકે ત્યારે વીમાની રકમ નથી મળતી, અમાઉન્ટ મળે છે.
તેઓ મંદિરમાં નથી જતા, ટેમ્પલમાં જાય છે. ભગવાનને પૂજતા નથી, ગાંડને વર્શિપ કરે છે. તેઓ પ્રાર્થના નથી કરતા, પ્રેયર કરે છે. તેમને આશીર્વાદ નથી મળતા, બ્લેસિંસ મળે છે.
દુકાનના માલિક નથી હોતા, પ્રોપ્રાઈટર હોય છે. કોઈ સંસ્થામાં મંત્રી નથી હોતા, સેક્રેટરી હોય છે. ખજાનચી નથી હોતા, ટ્રેઝરર હોય છે.
લોકો કપડાં દરજી પાસે નથી સીવડાવતા, ટેલર પાસે સીવડાવે છે. દરજી માપ નથી લેતા, મેઝરમેન્ટ લે છે. તૈયાર કપડાં નથી મળતા, રેડિમૅડ ગાર્મેન્ટ મળે છે. લાકડાનું કામ સુથાર પાસે નથી કરાવતા, કાર્પેન્ટર પાસે કરાવે છે. રંગવાનું કામ રંગારા નથી કરતા, પેઈન્ટર કરે છે. તે લોકો હજામની દુકાને વાળ નથી કપાવતા, હેર કટિંગ સલૂનમાં ટ્રિમિંગ કરાવે છે. માથામાં તેલ નથી નાંખતા, હેર-ઈલ નાંખે છે. દર્પણ, આયના કે અરીસામાં નથી જોતા, મિરરમાં જુએ છે. તેઓ શરીરશોભા નથી કરતા, મેકઅપ કરે છે. તે માટે સૌંદર્ય પ્રસાધનો નથી વાપરતા, કૌંસમેટિકસ વાપરે છે. અત્તર નથી છાંટતા, સેન્ટ અથવા પફ્યુમ છાટે છે. તે લોકો ઘરનો શણગાર નથી કરતા, ડેકોરેશન કરે છે. તેઓ શિસ્તનો આગ્રહ નથી રાખતા, ડિસિપ્લિનનો આગ્રહ રાખે છે. ભણવાથી જ્ઞાન નથી વધતું, નૉલેંજ વધે છે. તેઓ માહિતી ભેગી નથી કરતા, ઈન્ફર્મેશન ભેગી કરે છે. વસ્તુઓ મૂકવા તે થેલી કે પેટી નથી વાપરતા, બૅગ વાપરે છે. તેઓ સારી રીતે વર્તતા નથી, સારી રીતે બિહેવ કરે છે. તેમનું સારું વર્તન વખણાતું નથી, ગુડ કન્ડક્ટ વખણાય છે. તેમને ઈનામ નથી મળતું, પ્રાઈઝ મળે છે. તેઓ કોઈને ભેટ નથી આપતા, ગિફ્ટ કે પ્રેઝન્ટ આપે છે. તેઓ કોઈને
૧૮
આ ભવ્ય ભાષાઃ માતૃભાષા