________________
બર્થ-ડે આવે છે. કોઈ જન્મે છે જ ક્યાં ? બોર્ન થાય છે. કોઈનું મૃત્યુ નથી થતું, ડેથ થાય
કોઈ કોઈને આમંત્રણ નથી આપતા, ઈન્વિટેશન આપે છે. તે માટે આમંત્રણપત્રિકા નથી લખતા, ઈન્વિટેશન કાર્ડ લખે છે. કોઈની સગાઈ નથી થતી, ઍન્ગજમૅન્ટ થાય છે. લગ્ન નથી થતા, મેરેજ થાય છે. લગ્નની વાડી નથી હોતી, મેરેજ હોલ હોય છે. છૂટાછેડા નથી થતા, ડિવોર્સ થાય છે.
કોઈ ગુનો નથી કરતું, ક્રાઈમ આચરે છે. તે ગુનેગાર નથી કહેવાતો, ક્રિમિનલ કહેવાય છે. તેને કેદમાં નથી પુરાતો, જેલમાં પુરાય છે. તેને જામીન પર છોડવામાં નથી આવતો, બેલ પર છોડવામાં આવે છે. તેને દંડ નથી થતો, પેનલ્ટી થાય છે. સજા નથી થતી, પનિશમૅન્ટ થાય છે.
કોઈ ખરીદી કરવા નથી નીકળતું, શૉપિંગ કરવા નીકળે છે. પાકિટ લઈને નથી જતા, વૉલેટ કે પર્સ લઈને જાય છે. વેપારી સાથે રકઝક નથી કરતા, બાર્ગેનિંગ કરે છે. લોકો બગીચામાં ફરવા નથી જતા, ગાર્ડનમાં જાય છે. ચોપાટી પર નથી જતા, બીચ પર જાય છે. સંગ્રહાલય જોવા નથી જતા, મ્યુઝિયમ જોવા જાય છે. પ્રાણીસંગ્રહાલય જોવા નથી જતા, ઝૂ જેવા જાય છે. ચલચિત્ર જોવા નથી જતા, સિનેમા-ફિલ્મ-મુવી કે પિશ્ચર જેવા જાય છે. નાટક જોવા નથી જતા, ડ્રામા જોવા જાય છે. ગુજરાતીઓ મોટેભાગે ગુજરાતી ડ્રામા જોતા હોય છે, ઇંગ્લિશ નાટક ક્યારેય નથી જોતા ! લોકો સંગીત નથી સાંભળતા, મ્યુઝિક સાંભળે છે. તેઓ ભાષણ કે વક્તવ્ય નથી આપતા, લેફ્ટર કે સ્પીચ આપે છે. તેઓ પ્રચાર નથી કરતા, પબ્લિસિટી કરે છે. જાહેરાત નથી આપતા, ઍડ્વર્ટાઈઝમૅન્ટ આપે છે. તેઓ લોકપ્રિય નથી બનતા, પૉપ્યુલર બને છે.
તેમને પિતા-માતાજી કે બાપા-બા નથી હોતા, ફાધર-મધર, પપ્પા-મમ્મીકે ઠંડ-મામ હોય છે. તેમને કાકા-મામા નથી હોતા, અન્કલ હોય છે. કાકી-મામી નથી હોતા, આન્ટી હોય છે. દીકરો નથી હોતો, સન હોય છે. દીકરી નથી હોતી, ડૉટર હોય છે. ભાઈનથી હોતો, બ્રધર હોય છે. બહેન નથી હોતી, સિસ્ટર હોય છે. ભાઈઓ અને બહેનો નથી હોતા, જે એન્ડ લેડીઝ હોય છે. પુરૂષો અને સ્ત્રીઓ નથી હોતા, એલ એન્ડ ભવ્ય ભાષા: માતૃભાષા
૧૭