________________
એક કે બમણું નહિ, સિંગલ કે ડબલ હોય છે. કોઈ દવા એકવાર-બેવાર કે ત્રણવાર લેવાની નથી, વન્સ-સ્વાઈસ કે ગ્રાઈસ લેવાની છે. દવાના ભાગ નથી લેવાના, ડોઝ લેવાના છે. દવાની દુકાન નથી હોતી, મેડિકલ સ્ટોર હોય છે. તાવ ઉપરાઉપરી કે વારંવાર નથી આવતો, ફ્રિક્વન્ટલી તથા ઑન એન્ડ ઓન આવે છે.
તેમને મતભેદ નથી થતા, ડિપ્યુટ થાય છે. તે અદાલતમાં નથી જતા, કોર્ટમાં જાય છે. ત્યાં વકીલ નથી હોતા, લૉયર હોય છે અને ન્યાયાધીશ નથી હોતા, જજ હોય છે. ત્યાં મુકો કે ખટલો નથી ચાલતો, કેસ ચાલે છે. તેની સુનાવણી નહીં, હિઅરિંગ થાય છે. તેમાં દલીલો નથી થતી, આર્ગ્યુમેન્ટ્સ થાય છે. છેવટે ચુકાદો નથી અપાતો, જજમેન્ટ અપાય છે. આ બધા ખટલા વિભાગીય અદાલત, વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં નથી ચાલતા સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટમાં ચાલે છે.
રાષ્ટ્રના વડાપ્રધાન નથી હોતા, પ્રાઈમ મિનિસ્ટર હોય છે. રાજ્યના મુખ્યપ્રધાન નથી હોતા, ચીફ મિનિસ્ટર હોય છે. રાજ્ય જ ક્યાં હોય છે? સ્ટેટ હોય છે. સરકાર રાજ્ય નથી ચલાવતી, ગવર્મેન્ટ રાજ્ય ચલાવે છે. રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યના વડા રાજ્યપાલ નથી હોતા, પણ પ્રેસિડેન્ટ અને ગર્વનર હોય છે. સરકાર રચવા માટે ચૂંટણી નથી થતી, ઈલેક્શન થાય છે. જે ચૂંટાય તે સંસદસભ્ય કે વિધાનસભ્ય નથી હોતા, પણ એમ.પી. અને એમ.એલ.એ. હોય છે. તે બધા ચૂંટાઈને સંસદમાં કે વિધાનસભામાં નથી જતા, પણ પાર્લામેન્ટ કે લેજિસ્લેટિવ ઍસેલ્ફીમાં જાય છે. તે સંસદ કે વિધાનસભાના સત્ર નથી ચાલતા, સેશન ચાલે છે. ત્યાં કાયદાના મુસદ્દા રજૂ નથી થતા, ડ્રાફટ રજૂ થાય છે. તે મુસદ્દા પસાર નથી થતા, પાસ થાય છે. પછી તે કાયદા નથી બનતા લૉ બને છે. તે કાયદામાં સુધારો નથી કરતા, એમેન્ડમેન્ટ કરે છે. તેમને કોઈ કાયદાકીય બાબત નથી હોતી, લીગલ મેટર હોય છે. તેમને કોઈ ચાય સંબદ્ધ બાબત નથી હોતી, જ્યુડિશ્યલ મેટર હોય છે. કોઈ રાજકીય બાબત નથી હોતી, પોલિટિકલ મેટર હોય છે. તેઓ રાજકારણ નથી રમતા, પોલિટિક્સ રમે છે. તેઓ વટહુકમ બહાર નથી પાડતા, ઑર્ડિનન્સ બહાર પાડે છે. તે કોઈ જાહેરનામું બહાર નથી પાડતા, નોટિફિકેશન બહાર પાડે છે. તે લોકો આયોજન નથી કરતા, પ્લાનિંગ કરે છે. તે માટે આયોજન પંચ નથી હોતું, પ્લાનિંગ Pભવ્ય ભાષા માતૃભાષા
૧૫