________________
હોતા, મશીન હોય છે. જેનું ઉત્પાદન થાય તે માલ નથી હોતો, પ્રોડકટ હોય છે. તેનું વિતરણ નથી થતું, ડિસ્ટ્રીબ્યુશન થાય છે. માલની ઉપર બારદાન નથી હોતું, પેકિંગ હોય છે. તે માલને ખોખામાં ભરવામાં નથી આવતો, બોક્સમાં ભરવામાં આવે છે. તેને ખટારામાં ભરીને મોકલવામાં નથી આવતો, ટ્રકમાં ભરવામાં આવે છે. કેટલીક માલ રેલ મારફત મોકલવામાં નથી આવતો, ટ્રેન દ્વારા મોકલાય છે. તે માલગાડી કે ભારખાનું નથી હોતું, ગુડ્ઝ ટ્રેન હોય છે.
વસ્તુ કિંમતી નથી હોતી, કૉર્લી હોય છે. માલ પહોંચાડવામાં નથી આવતો, માલની ડિલિવરી થાય છે. તેણે જથ્થામાં નહિ, બલ્કમાં માલ ખરીદ્યો કારણકે તે જથ્થાબંધ વેપારી નહિ, હોલસેલ ડીલર છે. પણ, મગનભાઈ પરચૂરણ વેપારી નહિ, રિટેલર છે. તે ખૂબ વ્યસ્ત નહિ, બિઝિ હોય છે. તેની દુકાનનું ઉદ્ઘાટન નહિ, ઓપનિંગ હતું. તે દુકાનમાં ૧૦ ટકા વળતર નહિ, ડિસ્કાઉન્ટ મળે છે. રાત્રે ૮ વાગે તે દુકાન બંધ નહિ, ક્લોઝ કરે છે. તેમને માંદગીની રજા નથી મળતી, સિકલીવ મળે છે. હક્કની રજા નથી મળતી, પી.એલ. મળે છે. તેમને નિવૃત્તિ વેતન નથી મળતું, પેન્શન મળે છે.
- બાળકનો જન્મ પ્રસૂતિગૃહમાં નથી થતો, મેટરનિટીહોમમાં થાય છે. કોઈને દુઃખાવો નથી થતો, પેઈન થાય છે. તે ક્યારેય રક્ત-પરીક્ષણ કે મૂત્ર-પરીક્ષણ નથી કરાવતા, બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરાવે છે. તેમને તાવ નથી આવતો, ફીવર આવે છે. તેમને કબજિયાત નથી થતી, કૉન્સ્ટિપેશન થાય છે. તેમને ઝાડો સાફ નથી આવતો, ટુલ પાસ થાય છે. તેમને વા-છૂટ નથી થતી, ગેસ પાસ થાય છે. તેમને ઝાડા નથી થતા, ડાયેરિયા થાય છે. તે ચિકિત્સા નથી કરાવતા, ટ્રીટમેન્ટ કરાવે છે. તે માટે તે દવાખાને નથી જતા, ક્લિનિક કે ડિસ્પેન્સરી પર જાય છે. જરૂર પડે ઈસ્પિતાલમાં કે રુણાલયમાં દાખલ નથી થતા, હૉસ્પિટલમાં ઍડમિટ થાય છે. ત્યાં પરિચારિકા નથી હોતી, નર્સ હોય છે. ઉપચારથી તે સાજા નથી થતા, ક્યોર થાય છે. તે પછી તેમને ઈસ્પિતાલમાંથી રજા નથી મળતી, ડિસ્ચાર્જ મળે છે. જરૂર પડે તો તેમને પ્રાણવાયુ આપવામાં નથી આવતો, ઓક્સિજન અપાય છે. તેમને સઘન સારવાર કક્ષમાં રાખવામાં નથી આવતા, ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવે છે. તે દરદી નથી કહેવાતા, પેશન્ટ કહેવાય છે. તેમને ગોળી આપવામાં નથી આવતી, ટેબ્લેટ આપવામાં આવે છે.
ભવ્ય ભાષા માતૃભાય
૧૪