________________
ગુજરાતી લેક્સિકન-ગુજરાતી ડિજિટલ ડિક્સનરી તૈયાર કરી છે, જેમાં ૨૫ લાખથી વધુ શબ્દો સંગૃહિત કરવામાં આવ્યા છે. ઋષિઓ, સંતો, કથાકારો, આખ્યાનકારો, ગઢવીઓ, ચારણો, લેખકો, કવિઓ, સાક્ષરો, સાહિત્યકારો, પત્રકારો, પ્રકાશકો, સંપાદકો, વક્તાઓ, શ્રોતાઓ, વાચકો, વિદ્વાનો, અભ્યાસીઓ, ગાયકો વગેરે અનેક પ્રકારના ભાષા-ઉપાસકો ભાષાના ક્યારામાં ખાતર-પાણી સીંચતા રહે છે અને ભાષાને લીલીછમ રાખતા રહે છે. કવિવર્ય શ્રી ઉમાશંકર જોષીએ એક કાવ્યમાં ગુર્જરગિરાની વિકાસયાત્રાનું આ રીતે વર્ણન કર્યું છે :
જે જન્મતા આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓએ જેનાં હીંચોળ્યાં મમતાથી પારણાં રસપ્રભા ભાલણથી લહી જે
૯૦
નાચી અભંગે નરસિંહ-મીરાં અખા તણે નાદે ચડી ઉમંગે. આયુષ્યમતી લાડલી પ્રેમ ભટ્ટની દઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચલ કાન્તે દલપત પુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતંભરો ગાંધીમુખે વિશ્વમાંગલ્ય ધાત્રી.
સંસ્કૃત જેવી મહાન જનનીની કુક્ષિમાંથી જન્મેલી આ મહાન ભાષાની અત્યારે આ અવદશા ! પેઢીઓની પેઢીઓ દ્વારા લાડ અને વહાલ પામેલી લાડકી ગુર્જરી અત્યારે આટલી બધી દવલી ! કેટલાય સૈકાઓનો વણથંભ્યો પ્રવાસ કરીને અહીં સુધી પહોંચેલા આ વેગવંતા ભાષાયાનનો વેગ અચાનક તૂટી રહ્યો છે ! સેંકડો-હજારો સાહિત્ય-ઉપાસકોએ માળી બનીને જેના ક્યારામાં સતત ખાતર-પાણી સીંચ્યાં છે, તે આમ્રવૃક્ષની અત્યારે આ બેહાલ સ્થિતિ ! આજની ગુજરાતી પેઢી માતૃભાષાની અવગણના કરીને ભૂતકાળની
ભવ્ય ભાષા : માતૃભાષા