________________
પશ્ચિમી સંસ્કૃતિમાં કે અંગ્રેજી શબ્દકોષમાં ઉતરડ’ને કોઈ અવકાશ નથી. આપણી પરંપરાગત જીવન-પદ્ધતિમાં ઘરના એક ઓરડામાં પાંચ-સાત ઉતરડ હોય જ. ઉતરડ એટલે ઉત્તરોત્તર કદમાં નાના થતા જતા ધાતુના દેગડાઓની ઊભી શ્રેણિ.
લગ્નની ચોરીમાં ચાર ખૂણે ચાર ઉતરડ મૂકવામાં આવે છે. “ઉતરડ એક મંગલ પ્રતિક ગણાય છે. | કિંમતી ઘરેણાં મૂકવા માટે સેફ ડિપૉઝિટ વોલ્ટ કે સ્ટ્રોન્ગ રૂમની જરૂર નહોતી પડતી. પાંચ-સાત ઉતરડમાંથી કોઈ પણ એક ઉતરડના નીચેના કોઈ એક વાસણમાં આ ઘરેણાં વ્યવસ્થિત સચવાયેલાં રહેતાં. ઉપરના વાસણોમાં અનાજ વગેરે જીવનાવશ્યક ચીજ વસ્તુઓ ભરેલી હોય.
ભાષામાંથી અને ઘરમાંથી ઉતરડીને એક સાથે જાકારો મળ્યો છે.
પૉટ, વેસલ, પ્લેટ, કે, ડીશ, બાઉલ, બકેટ, ડ્રમ, ગ્લાસ, કપ, સોંસર, જગ, મગ, લિડ, જાર, ફોર્ક, વૉટરબૅગ, સ્પેન, પેન (Pan) ..બસ આ છે વાસણવાચક અંગ્રેજી શબ્દોની આખી નાત.
પારસી કોમની સામે પટેલ કોમને ખડી કરી દીધી હોય તેટલો વિશાળ છે ગુજરાતી વાસણ ભંડાર.
થાળ, થાળી, તાસક, રકાબી, અડાળી, વાટકી, વાડકી, વાડકો, તાંસળી, કચોળું, ચલાણું છાલિયું, પવાલું, પ્યાલો, વાલી, કળશો, લોડો, લોટી, ટોયલી, કટોરો, કુંજે, ચંબૂજામ, ચમચો, ચમચી, કડછો, કડછી, ભાતિયું, ડોયો, ડોઈ, ઝારો, તપેલી, તપેલું, ટોપ, બઘોલું, ગરખું, ડાઈ, કઢાઈ, કઢાયું, છીબું, ઢાંકણું, બઝાર, બાલદી, ડોલ, બરણી, ડોલચું, વાઢી, કમંડળ, કીટલી, ચારખાનું, ઝારી, લોઢી, તવી, તવો, તાવડો, પેણી, પેણો, ઠીબડી, નળી, નળો, કોઠી, પવાલી, પીપ, દેગડો, દેગડી, બોઘેણી, બોઘેણું, ગોળો, ગોળી, બેડું, ઘડો, ઘડી, હાંડો, હાંડી, ગાગર, ઉનામણું, મોરિયો, બંબો, મટકું, મટકી, ઢોચકું, ઢોચકી, ગટફુડું, બતક, ભંભલી, પરાત, કથરોટ, અડાલી, તાટ, તાસ, ચોકી, બખડિયું, તગારું, તબક, તબકડી, તબકડું, ચકોરું, બટેરું, માટલું, હાંડલું, હાંડલી, દોણી, રામપાતર, કું, કુંડી, કુલડી, કોડિયું, ચપણિયું તવેતો, સાણસી, ચીપિયો, ઓરસિયો, વેલણ, ગળણી, ખાયણી, દસ્તો, પરાઈ, સાંબેલું, રવૈઓ, રવાઈ, ઝેરણી, ચાળણી, સૂપડું, ટોપલી, ટોપલો, સૂંડલો, છાબડી, મશક, પખાલ, છીણી, ખમણી.
ભવ્ય ભાષાઃ માતૃભાષા
પ૮