________________
ઊંટ અંદર,
આરબ બહાર.
સાચું અને સારું ગુજરાતી બોલી શકે તેવા ગુજરાતી કેટલા ? સાચું અને સારું અંગ્રેજી બોલી શકે તેવા પણ ગુજરાતી કેટલા ? મારું એવું અનુમાન છે કે સાચું અને સારું ગુજરાતી બોલી-લખી ન શકે તે કદાચ અંગ્રેજી ભણે કે અંગ્રેજીમાં ભણે તો પણ સાચુંસારું અંગ્રેજી પણ પ્રાયઃ બોલી-લખી ન શકે. અંગ્રેજીનું ગાંડપણ વધ્યું છે પણ શુદ્ધ અંગ્રેજી બોલનારા તો વધ્યા નહિ, શુદ્ધ ગુજરાતી બોલનારા અદશ્ય થવા લાગ્યા. આ દુર્ઘટનામાંથી એક નવી ભાષાનો પ્રસવ થયો. કેટલાક તેને ગુજરેજી કહે છે. કોઈ તેને ગુજલિશ નામ આપે છે. તેને ઈંગ્રાતી અથવા અંગ્રાતી પણ કહી શકાય.
જે લોકો ગુજરાતી બોલે છે તે માતૃભાષા પ્રત્યેની ગૌરવભાવનાથી ગુજરાતી બોલે છે કે અંગ્રેજી નહિ આવડવાને કારણે ? તે કળવું અને કહેવું થોડું અઘરું છે. ખોરાકી પદાર્થમાં ભેળસેળ કરવી તે કાયદેસરનો ગુનો ગણાય છે. તો ભાષાની ભેળસેળ ભલે કાયદાની દૃષ્ટિએ અપરાધ ન ગણાતો હોય પણ, એક ગૌરવવંતી ભાષાનો અપલાપ તો જરૂર ગણાય. દરેક ભાષાને પોતાનું ગૌરવ હોય છે. તેના ગૌરવનું ખંડન કરવાનો અધિકાર કોઈને પણ કેવી રીતે હોઈ શકે ?
૬
આખા દિવસમાં તમારા કાને પડતાં ગુજરાતી વાક્યોમાંથી શુદ્ધ ગુજરાતી વાક્યો
ભવ્ય ભાષા : માતૃભાષા
ભવ્ય