________________
કેટલાં ? અહીં ‘શુદ્ધ’ નો અર્થ બે પ્રકારે કરવાનો છે. શુદ્ધ ગુજરાતી એટલે અંગ્રેજીની ભેળસેળ વગરનું ગુજરાતી અને શુદ્ધ ગુજરાતી એટલે વ્યાકરણ-શુદ્ધ ગુજરાતી.
દૈનિક વ્યવહારુ ભાષામાં કેટલા બધા અંગ્રેજી શબ્દોએ ઘુસણખોરી કરી છે, તેનો અંદાજ તે શબ્દોનો ઉપયોગ કરનારાઓને ભાગ્યે જ હશે. અને, એટલી હદે તે અંગ્રેજી શબ્દોએ પોતાનું વર્ચસ્વ ગુજરાતી માનસ પર જમાવ્યું છે કે, તે વપરાતા અંગ્રેજી શબ્દોનો ગુજરાતી પર્યાય શું થાય તે પણ લગભગ વિસરાતું જાય છે.
ઘણા બધા ગુજરાતીભાષી પરિવારો મકાનમાં નથી રહેતા, બિલ્ડિંગમાં રહે છે. બિલ્ડિંગના પણ કોઈ માળ પર નહિ, ફ્લોર પર રહેતા હોય છે. તે પહેલો, બીજો, ત્રીજો કે ચોથો ફ્લોર નથી હોતો પણ 1st, 2nd, 3rd કે 4th ફ્લોર હોય છે. તે ફ્લોર પર જવા માટે દાદરો નથી હોતો, સ્ટેરકેસ હોય છે. તે ફ્લોર ઉપર પણ તેમનો નિવાસખંડ નથી હોતો, ફ્લૅટ હોય છે. તે ફ્લૅટને દરવાજો ભાગ્યે જ હોય છે, મેઈન ગેટ હોય છે. તે ફ્લૅટમાં ભોંયતળિયું નથી હોતું, ફ્લોરિંગ હોય છે. છત નથી હોતી, સીલિંગ હોય છે, દીવાલ કે ભીંત નથી હોતી, વૉલ હોય છે. રસોડું નથી હોતું, કિચન હોય છે. દીવાનખાનું નથી હોતું, ડ્રોઈંગરૂમ હોય છે. કોઠાર નથી હોતો, સ્ટોરરૂમ હોય છે. શયનખંડ નથી હોતો, બેડરૂમ હોય છે. સ્નાનખંડ કે નહાવાની ઓરડી નથી હોતી, બાથરૂમ હોય છે. જાજરૂ નથી હોતું, ટોઈલેટ હોય છે. તેમના ઘરમાં એકેય ઓરડો નથી હોતો, બધી રૂમ જ હોય છે. ઝરૂખો નથી હોતો, બાલ્કની કે ગૅલેરી હોય છે, મકાનને અગાસી કે ધાબું નથી હોતા, ટેરેસ હોય છે. બારી નથી હોતી, વિન્ડો હોય છે. બાંકડો નથી હોતો, સોફા હોય છે. તેમના ઘરમાં ઘરની દીવાલો રંગેલી નથી હોતી, પેઈન્ટ કરેલી હોય છે. તેમના ઘરમાં ફૂલદાની નથી હોતી, ફ્લાવરપોટ હોય છે. ઘરમાં કબાટ નથી હોતો, વૉર્ડરોબ કે કપબોર્ડ હોય છે. કાચનું કબાટ નથી હોતું, શૉ-કેસ હોય છે. અભરાઈ કે છાજલી નથી હોતી, સેલ્ફ હોય છે. રાચરચીલું નથી હોતું, ફર્નિચર હોય છે. બાંધકામ નથી કરતા, કન્સ્ટ્રક્શન કરે છે. તેઓ ઘરને તાળું નથી મારતા, લૉક મારે છે. ગુરખો નથી રાખતા, વૉચમેન રાખે છે. તેઓ નિવાસગૃહમાં નથી રહેતા, ઍપાર્ટમૅન્ટમાં રહે છે. મકાન માલિકીનું નથી હોતું, ઑનરશિપનું હોય છે. ભાડા પર નથી હોતું, રેન્ટ પર હોય છે. મકાનને હદ નથી હોતી, બાઉન્ડરી હોય
ભવ્ય ભાષા : માતૃભાષા
७