________________
શકે. ધોતીને અંગ્રેજીમાં શું કહેશો? બંડીનું અંગ્રેજી શું? ઝભ્ભાનો અંગ્રેજી પર્યાય ખરો? ચોરણો કે સૂરવાલનો તમે આબેહૂબ અંગ્રેજી અનુવાદ કરી શકશો ?“પાનેતર” ને અંગ્રેજીમાં શું કહેશો? 'પિયર” અને “મોસળ” નું અંગ્રેજી શું ? “મામેરું' નો અંગ્રેજી પર્યાય શું? આણું, ઝિયાણું અને કરિયાવર માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દ નથી. “યજ્ઞોપવીત (જનોઈ) અને દીક્ષા માટે અંગ્રેજી શબ્દ નહીં મળે. “આરતી’ નું અંગ્રેજી શું? | ‘ટાઈ ને ગુજરાતીમાં શું કહેવાય ? તેને માટે ફાંસો” શબ્દ કેવો લાગે છે ? કે પછી, “ટૂંપો” શબ્દ સારો લાગે ? કે “ગાળિયો’ શબ્દ ઠીક લાગે ? એ વસ્તુ જ આપણી સંસ્કૃતિ અને આબોહવાની સાથે તાલમેલવાળી નથી. તે છતાં કોન્વેન્ટમાં ભણતા વિદ્યાર્થીઓ ઉનાળાની બપોરે પણ શાળાના ગણવેશમાં ગળે ટાઈ બાંધીને બફાતા હોય છે.
આપણી ભાષાઓમાં બીજા પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામ અલગ છે. તું અને તમે. વિશેષ માનવાચક સ્વરૂપે ‘આપ’ પણ વપરાય છે.
આપ જમવા બેસો. આપ આરામ ફરમાવો. આપ કુશળ છો ? બે અક્ષરના એક સર્વનામમાંથી પણ કેટલો આદર અને વિનય નીતરે છે!
અંગ્રેજી ભાષામાં બીજા પુરુષ એકવચન અને બહુવચનનાં બન્નેમાં એક જ સર્વનામ છે : You.
પોતાના પિતાજી સાથે વાત કરતા હોય ત્યારે પણ You અને દીકરાને પણ You. Papa, you don't worry. Papu, you don't worry.
મીડિયમ, મીડિઆ, મીડિએટર કે મિડલમેન. આ ચારેયનું કાર્ય આમ તો મધ્યમાં રહીને માધ્યમ બનવાનું છે. માધ્યમની ભૂમિકા આમ તો માત્ર સેતુ કે સાંકળ તરીકેની જ હોવી જોઈએ. પણ, તેવું નિયંત્રણ રહી શકે નહિ. ન્યૂઝની સાથે ન્યૂઝ આવવાના જ. માધ્યમની ભાષા સાથે ભાવનાઓ આવવાની જ. મીડિએટરની વાણીમાં તેના વિચારો ભળેલા હોવાના જ. મિડલમેનની ખટપટમાં તેમના અંગત ખ્યાલોની ભેળસેળ હોવાની ભવ્ય ભાષાઃ માતૃભાષામાં
જી
૭૧