SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વના કુલ ૩૫ દેશોમાં આજે પણ ૪૫૦ વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષા ભણવી ફરજિયાત છે. લંડનની ચાર શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે. અમેરિકાના ન્યૂયોર્કની અબ્રાહમ લિંકન સ્કુલમાં સંસ્કૃત અને પ્રાચીન ગણિત ભણાવવામાં આવે છે. તુર્કસ્તાન, ઈરાન, તહેરાન વગેરે મુસ્લિમ દેશોમાં પણ સંસ્કૃત અભ્યાસક્રમો ચાલે છે. ડૉ. રાધાકૃષ્ણ જ્યારે તુર્કસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંના વડાપ્રધાને સંસ્કૃત ભાષામાં વક્તવ્ય કરીને તેમનું સ્વાગત કર્યું હતું તે જ રીતે વિદેશી ભાષાઓ શીખવી તે પણ ઉત્તમ છે. અને તેમાંય જ્યારે આજે અંગ્રેજી ભાષાનું ખૂબ ચલણ હોય ત્યારે તે અવશ્ય શીખવી જોઈએ. આજે અંગ્રેજી ભાષા એ આદાન અને પ્રદાન બન્ને માટેનું પ્રબળ માધ્યમ છે. પરંતુ, ઘર બાળીને તીરથ કરવા જેવો આજે ઘાટ છે, તે ચિંતાનો વિષય છે. અજાણ્યા પ્રદેશમાં વિચરવાનું આમેય આકરું લાગે. જેટલી વતનમાં વિહરવામાં સુગમતા અને નિર્ભયતા હોય એટલી પરાયા પ્રદેશમાં તો ન જ હોય. તેમાંય જો તે પરાયો પ્રદેશ વિષમ ભૂમિવાળો, પહાડીઓ અને ટેકરીઓવાળો કે દુર્ગમ રસ્તાઓવાળો હોય તો સ્વાભાવિક રીતે તકલીફ વિશેષ પડવાની અને ભૂલા પડવાની કે પડવા-આખડવાની સંભાવનાઓ રહેવાની. અંગ્રેજી ભાષાને પણ પોતાનું એક આગવું અને નિરાળું વ્યક્તિત્વ છે. તેને પણ પોતાનું ઐશ્વર્ય અને સૌંદર્ય છે. ખૂબ સુંદર વર્ણાનુપ્રાસ-શબ્દાનુપ્રાસ, શ્લેષ વગેરે અંગ્રેજી ભાષામાં પણ થઈ શકે છે. ખૂબ આકર્ષક અને અસરકારક રજૂઆત પણ અંગ્રેજી ભાષામાં થઈ શકે છે. આ ભાષાના પ્રદેશને પોતાનો આગવો વૈભવ છે. તો સાથે કેટલીય વિષમતાઓ પણ છે. આ ભાષાને ઘણી મર્યાદાઓ પણ છે. આ વિષમતાઓ કે મર્યાદાઓ અંગ્રેજી શીખવા-બોલવાવાળાને અવરોધરૂપ બની શકે. અહીં, માતૃભાષાની અવગણના કરીને અંગ્રેજીની તરફદારી કરનારાઓને કહેવું છે કે, અંગ્રેજી ભાષા તમારે મન કદાચ સફળ હશે પણ માતૃભાષા જેવી સરળ નથી. અંગ્રેજી ભાષામાં અનિયતતા, જટિલતા વગેરે અનેક વિષમતાઓ છે. જે વાણીપ્રવાહને અલિત કરી શકે. અહીં કોઈ ભીતિ કે હાઉ પેદા કરવાની વાત નથી. પરંતુ, સરળ અને સહજ માતૃભાષા તરફ પીઠ ફેરવીને અંગ્રેજી તરફ દોડનારા સમાજનું માત્ર ધ્યાન દોરવાનો આયાસ છે. ભવ્ય ભાષા: માતૃભાષા ૩૯
SR No.006089
Book TitleBhavya Bhasha Matrubhasha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2011
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy