________________
ઘોડેસવારી નથી શીખતા, હોર્સ-રાઈડિંગ શીખે છે. કૂતરો નથી પાળતા, ડોગી પાળે છે. તેમને કાંઈ અઘરું નથી હોતું, હાર્ડ અથવા ટફ હોય છે. કાંઈ સહેલું નથી હોતું, ઈઝી કે સિંપલ હોય છે. કાંઈ બરછટ નથી હોતું, રફ હોય છે. કાંઈ સુંવાળું નથી હોતું, ફાઈન કે
સ્મથ હોય છે. કાંઈ મીઠું નથી હોતું, સ્વીટ હોય છે. કોઈ સરસ નથી હોતું, ફાઈન કે નાઈસ હોય છે.કોઈ રૂપાળું નથી હોતું, બ્યુટિલ હોય છે. તેઓ હોંશિયાર નથી હોતા, ફ્લેવરબ્રિલ્યન્ટ કે ઈન્ટેલિજન્ટ હોય છે. કોઈ તેજસ્વી નથી હોતું, સ્માર્ટ હોય છે. કોઈ નાજુક કે પતલું નથી હોતું, સ્લિમ કે થિન હોય છે. ટૂંકો રસ્તો નથી હોતો, શૉર્ટ-કટ હોય છે. કોઈ ખાનદાન નથી હોતું, રૉયલ હોય છે. કોઈ વફાદાર નથી હોતું, લૉયલ હોય છે. કાંઈ સાચું કે ખોટું નથી હોતું, રાઈટ કે રોંગ હોય છે. કાંઈ સારું કે ખરાબ નથી હોતું, ગુડ કે બેડ હોય છે. કાંઈ ચોખ્ખું કે ગંદું નથી હોતું, કલીન કે ડર્ટી હોય છે. કોઈ માણસ સરળ નથી હોતો, સ્ટ્રેટ ફૉર્વડ હોય છે. કોઈ માણસ નિખાલસ નથી હોતો, ટ્રાન્સપરન્ટ હોય છે.
કોઈ શરત નથી કરતું, કન્ડિશન કરે છે. પરિસ્થિતિ બદલાતી નથી, સિમ્યુએશન બદલાય છે. સંયોગ બદલાતા નથી, સર્કમસ્ટન્સિસ બદલાય છે. કોઈને મોભો નથી હોતો, પોઝિશન હોય છે. દરજ્જો નથી હોતો, સ્ટેટસ હોય છે. કાર્યરીતિ નથી હોતી, પરફોર્મન્સ હોય છે. સફળતા કે નિષ્ફળતા નથી મળતી, સક્સેસ કે ફેલ્યોર મળે છે. સિદ્ધિ નથી મેળવતા, ઍચિવમેન્ટ મેળવે છે. અપેક્ષા નથી રાખતા, એકસ્પેકટેશન રાખે છે. તે પૂરી નથી થતી, ફૂલફિલ થાય છે. લાગણી નથી હોતી, ફિલિંગ્સ હોય છે. વિચાર નથી હોતા, થિન્કિંગ હોય છે. પૃથક્કરણ નથી કરતા, ઍનાલિસિસ કરે છે. બુદ્ધિ તીક્ષ્ણ નથી હોતી, શાર્પ હોય છે. વસ્તુ પૂરેપૂરી કે સંપૂર્ણ નથી હોતી, પરફેક્ટ હોય છે. કોઈ આધુનિક નથી હોતું, મૉર્ડન હોય છે. આગળ વધેલું નથી હોતું, વાન્ડ હોય છે. પછાત નથી હોતું, બૅકવર્ડ હોય છે. વિચિત્ર નથી હોતું, ઓકવર્ડ હોય છે. નિષ્ઠા નથી હોતી, કમિટમેન્ટ હોય છે. કોઈ નિષ્ણાત નથી હોતું, ઍક્રસ્પર્ટ હોય છે. કોઈ નબળું નથી હોતું, વીક હોય છે.
તારીખ નથી હોતી, ડેટ હોય છે. રાત નથી હોતી, નાઈટ હોય છે. સવાર નથી હોતી, મૉર્નિંગ હોય છે. સૂર્યાસ્ત નથી થતો, સન-સેટ થાય છે. અઠવાડિયું કે સપ્તાહ નથી હોતું, વીક હોય છે. મહિનો નથી હોતો, મન્થ હોય છે. વર્ષ નથી હોતું, યર હોય છે.
ભવ્ય ભાષા: માતૃભાષા
૨૧