________________
રજતાંતિ-સુવર્ણજયંતિકે હીરક જયંતિ નથી હોતી. સિલ્વર જ્યુબિલી-ગોલ્ડન જ્યુબિલી કે ડાયમંડ જ્યુબિલી હોય છે. સદી કે શતાબ્દી નથી હોતી, સેંચુરી હોય છે. સહસ્ત્રાબ્દી નથી હોતી, મિલેનિયમ હોય છે.
રંગ નથી હોતો, કલર હોય છે. તે સફેદ-કાળો-લાલ-પીળો-વાદળી-ગુલાબીરાખોડી-કેશરી કે લીલો નથી હોતો, વાઈટ-બ્લેક-રેડ-ચલ-લૂ-પિંક-એશ-ઓરેન્જ કે ગ્રીન હોય છે. નાકેથી ગંધ નથી આવતી, મેલ આવે છે.
પૃથ્વી ગોળ નથી, રાઉન્ડ છે. દિવસે સૂર્યપ્રકાશ નથી આવતો, સનલાઈટ આવે છે. રાત્રે ચાંદની નથી હોતી, મૂનલાઈટ હોય છે. ઘરમાં બત્તી નથી હોતી, લાઈટ હોય છે. પંખો નથી હોતો, ફૅન હોય છે.
તેમને સરનામું નથી હોતું, એડ્રેસ હોય છે. આંકડા નથી હોતા, નંબર હોય છે. શૂન્ય નથી હોતું ઝીરો હોય છે. એક-બે-ત્રણ નથી હોતું, વન-ટુ-થ્રી હોય છે. ખેલાડી ચોગ્ગો કે છગ્ગો નથી ફટકારતો, ફોર અને સિક્સર ફટકારે છે. રમતની સ્પર્ધા નથી હોતી, મૅચ કે ટૂર્નામેન્ટ હોય છે. આજે જીવનમાં સ્પર્ધાનથી વધી, કૉમ્પિટિશન વધી છે. જિંદગી ઝક્ષી નથી બની, લાઈફ ફાસ્ટ બની છે. કોઈ ધીમું નથી ચાલતું, સ્લો ચાલે છે. ઓછામાં ઓછું કે વધુમાં વધુ નથી હોતું, મિનિમમકે મૅક્સિમમ હોય છે. કાંઈ શ્રેષ્ઠ નથી હોતું, બેસ્ટ હોય છે. ગુણવત્તા અને પરિમાણ કોઈ નથી જોતું, ક્વૉલિટી અને ક્વૉન્ટિટી જુએ છે.
| સામાન્ય કાંઈ નથી હોતું, બધું કોમન હોય છે. સાધારણ કાંઈ નથી હોતું, બધું જનરલ હોય છે. ખાસ કાંઈ નથી હોતું, સ્પેશિયલ હોય છે. સ્પષ્ટતા નહિ, ક્લેરિટી હોય છે. વિશેષ નહિ, સ્પેસિફિક હોય છે. ગૂંચવણ નહિ, કફ્યુઝન હોય છે. કોઈ નિર્ણય નથી કરતું, ડિસાઈડ કરે છે. ખરેખર નહિ, ડેફિનેટલી કરે છે. સલામતિનો આગ્રહ નથી હોતો, સેફ્ટીનો હોય છે. સુરક્ષાની ચિંતા નથી, સિક્યુરિટીની છે. ભાગ્ય કે નસીબ નહિ, લક ઉપર બધો આધાર હોય છે.
સમાજ નહિ, સોસાયટી હોય છે. સમૂહ નહિ, ગ્રુપ હોય છે. ટોળકી નહિ, ગેંગ હોય છે. કોઈ પણ બાબત વ્યક્તિગત નહિ, ઈન્ડિવિજ્યુઅલ અને અંગત નહિ, પર્સનલ કે
૨૨
ભવ્ય ભાષા માતૃભાષા