________________
તેમને દલાલી નથી મળતી, બ્રોકરેજ મળે છે. આડતિયા નથી હોતા, કમિશન એજન્ટ હોય છે. તેમને આડત નથી મળતી, કમિશન મળે છે. તેઓ રકમ થાપણ નથી મૂકતા, ડિપૉઝિટ કરે છે. તે બચતખાતામાં-ચાલખાતામાં અથવા મુદ્દતી અનામતખાતામાં નહિ પણ સેવિંસકરન્ટ કે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાં ભરે છે. ત્યાં સુરક્ષિત અનામત કક્ષની સુવિધા નહિ, પણ સેઈફ ડિપોઝિટ વૉલ્ટની ફેસિલિટી હોય છે. લોકો પાસે મિલ્કત નથી હોતી, ઍસેટ્સ હોય છે. દેવું નથી હોતું, લાયબિલિટિઝ હોય છે.
તેઓ વાંચન નથી કરતા, રીડિંગ કરે છે. તેઓ આગેવાની નથી લેતા, લીડિંગ કરે છે. તેથી તે આગેવાન કે નેતા નથી, લીડર છે. સિનેમામાં અભિનેતા નથી હોતા, ઍક્ટરી હોય છે. રમત નથી રમતા, ગેઈમ રમે છે. ખેલાડી નથી હોતા, પ્લેયર હોય છે. રમતનું મેદાન નથી હોતું, પ્લે-ગ્રાઉન્ડ હોય છે. સભાખંડ નથી હોતો, ઑડિટોરિયમ હોય છે. મંચ નથી હોતો, સ્ટેજ કે પ્લેટફોર્મ હોય છે. વક્તા નથી હોતા, સ્પીકર હોય છે. પ્રેક્ષકગણ કે શ્રોતાગણ નથી હોતો, ઑડિયન્સ હોય છે. સભાખંડમાં પ્રવેશનો દરવાજો નથી હોતો, એન્ટ્રન્સ ગેટ હોય છે. બહાર નીકળવાનો દરવાજો નથી હોતો, ઍક્ઝિટ ગેટ હોય છે.
કાપડ બજાર નથી હોતી, કલોથ માર્કેટ હોય છે. હીરા બજાર નથી હોતી, ડાયમંડ માર્કેટ હોય છે. સટ્ટાબજાર નથી હોતી, સ્ટોક માર્કેટ હોય છે. - | દિશા પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ નથી હોતી, ઈસ્ટ-વેસ્ટ-નૉર્થ-સાઉથ હોય છે. બજારમાં માંગ અને પુરવઠો નથી હોતા, ડિમાન્ડ એન્ડ સપ્લાય હોય છે. દેશનો વિકાસ નથી થતો, ડેવલપમેન્ટ થાય છે. અમેરિકા વિકસિત નહિ, ડેવલષ્ઠ ગણાય છે. ભારત વિકાસશીલનહિ, ડેવલપિંગ ગણાય છે. કોઈ શાકાહારી કે માંસાહારી નથી હોતું વેજિટેરિયન અને નોનવેજિટેરિયન હોય છે. કાંઈ મફત નથી મળતું, ફ્રિી મળે છે. રોકડા ચૂકવવા નથી પડતા, કૅશ ચૂકવાય છે.
કોઈને કોઈનું આકર્ષણ નથી થતું, અટ્રેક્શન થાય છે. લગાવ નથી થતો, અટૅચમેન્ટ થાય છે. કોઈ વાંધો નથી લેતા, ઓંજેક્શન ઉઠાવે છે. વિરોધ નથી કરતા, ઓપોઝ કરે છે. અભિનંદન નથી આપતા, કૉન્ચેપ્યુલેશન આપે છે. પ્રદર્શન નથી ભરતા, ઍક્ઝિબિશન ભરે છે. ગાવાનું નથી શીખતા, સિગિંગ શીખે છે. નૃત્ય નથી શીખતા, ડાન્સિંગ શીખે છે. (૨૦)
ભિવ્ય ભાષાઃ માતૃભાષા