________________
આ તો મધરટંગ ગુજરાતીમાં નહિ... માતૃભાષા ગુજરાતીમાં... મોસ્ટ કૉમનલી યુઝ્ડ નહિ...સૌથી વધુ વપરાતા...
ઈંગ્લિશ વર્ડ્ઝ નહિ...અંગ્રેજી શબ્દોની... લીસ્ટ નહિ... યાદી છે.
આ લીસ્ટ નહિ, યાદી... હજુ વેરિમચ નહિ, ઘણી બધી...લેન્ધી નહિ, લાંબી થઈ શકે. બટ નહિ, પરંતુ... હાર્ટ નહિ, હૃદય... શૉક નહિ, ખૂબ આઘાત... અનુભવે છે, નહિ કે... ફીલ કરે છે. સો ધેટ નહિ, તેથી... હું સ્ટૉપ નથી થતો, અટકું છું.
સહુને રિઅલાઈઝ નહિ, ભાન થશે કે... ઈંગ્લિશ લેન્ગ્વેજ નહિ, અંગ્રેજી ભાષાએ... આપણી લેન્ગ્વેજમાં નહિ, આપણી ભાષામાં... કેટલું બધું ટ્રેસપાર્સિંગ નહિ, અતિક્રમણ કર્યું છે ! ગ્રેજ્યુઅલી નહિ, ધીમે – ધીમે... આપણે હાઉમચ નહિ, કેટલા બધા... અંગ્રેજી શબ્દોને એડપટ નથી કર્યા, અપનાવી લીધા છે ! ઈન ધીસ વે નહિ, આ રીતે... આપણી ભાષાનો ડેડ એન્ડ નહિ, સંપૂર્ણ અંત આવી જશે ! તેનું એક્ઝિસ્ટન્સ નહિ, અસ્તિત્વ જ નહિ રહે. ભાષાના આ ટ્રેજિક એન્ડ નહિ, કરુણ અંત માટે... એક્સેપ્ટ અસ નહિ, આપણી સિવાય... રિસ્પોન્સિબલ નહિ, જવાબદાર કોણ ગણાશે ?
દરેક ગુજરાતીએ સમજી રાખવું જોઈએ કે, ગુજરાતી ભાષા બોલતી વખતે જ્યારે તે બેફામ અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરે છે. ત્યારે પોતાની આ ભેળસેળવાળી ભાષા માતૃભાષા માટે ધીમા ઝેરનો એક ઘૂંટડો પુરવાર થઈ રહ્યો છે.
૨૮
ભવ્ય ભાષા : માતૃભાષા
FAS