________________
આપણે કશું ન કરી શકીએ ? ઘણું કરી શકીએ. અહીં કેટલાક ઈલાજો તરફ દિશાચીંધણું
કર્યું છે.
અંગ્રેજી ભાષાનું આજે ખૂબ ચલણ છે. તે માટે અંગ્રેજી શીખવું અથવા અંગ્રેજી પર પ્રભુત્વ હોવું જરૂરી પણ છે. પણ, તેથી ભણતરનું માધ્યમ અંગ્રેજી અપનાવવાની લેશમાત્ર જરૂર નથી. પરંતુ, હજારો ભૂવા ભેગા થઈને પણ ન કાઢી શકે તેવું અંગ્રેજી માધ્યમનું ભૂત આજના મા-બાપોના મગજમાં ભરાઈ ગયું છે. આ ભૂત ભાષાને તો નુકસાન કરે છે, પરંતુ તમને અને તમારા બાળકને પણ કેટલું પજવી શકે તેની થોડી ચર્ચા આ પુસ્તકમાં અન્યત્ર કરી છે. અંગ્રેજી માધ્યમનો મોહ છોડવો તે સહુથી વધુ જરૂરી ઉપાય છે.
આજે ગુજરાતી માધ્યમની શાળાઓ જ ખાસ કોઈ રહી નથી. આ હકીક્ત ગુજરાતી માધ્યમમાં બાળકને નહીં ભણાવવાનું કારણ ન બની શકે, આ તો પ્રતિક્રિયા છે.
આપણા દેશના બંધારણની ૩૫૦-A ની કલમ અનુસાર દરેક રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રની ભાષાની દષ્ટિએ લઘુમતિ ધરાવનાર લોકોને પણ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી છે.
પાંચ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ, માતૃભાષામાં જ ફરજિયાત કરી દેવાનો કાયદો રાજ્ય સરકાર ન ઘડી શકે ? કર્ણાટક સરકારે આ દિશામાં ખૂબ સારી પહેલ કરી છે.
સાહિત્યકારો અને પત્રકારોએ ચલાવેલી ઝુંબેશને પરિણામે કર્ણાટક સરકારે ઈ.સ.૧૯૮લ્માં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું ફરજિયાત કર્યું. તેના આ કાયદાને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ માન્યતા આપી છે. ગુજરાત સરકાર તથા ગુજરાતના સાહિત્યકારો-પત્રકારોએ કર્ણાટક પાસેથી પ્રેરણા લેવા જેવી છે. ગુજરાતની અસ્મિતા અને સ્વર્ણિમ ગુજરાતના પ્રખર પુરસ્કર્તા વિદ્યમાન મુખ્યમંત્રીશ્રી પાસેથી આ અપેક્ષા જરૂર રાખી શકાય. છેવટે ગણિત અને અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષાના માધ્યમમાં જ ભણાવાય તો શું વાંધો આવે ? મહાન વિજ્ઞાની ડૉ. જયંત નારલીકરે તો ગણિત અને વિજ્ઞાન પણ માતૃભાષામાં જ શીખવવાનો આગ્રહ સેવ્યો છે, તેમનું દઢપણે માનવું હતું કે, વિજ્ઞાનના ક્લિષ્ટ સિદ્ધાંતો બાળક માતૃભાષામાં સુગમતાથી સમજી શકે છે.
Colleges allegro આધુનિક શિક્ષણમાં મૂલ્યશિક્ષા અને સંસ્કારશિક્ષાને કોઈ અવકાશ નથી. બલ્ક
ભવ્ય ભાષા : માતૃભાષા
૯૫