________________
૫
સંસ્કૃતિનું સરનામું
રશિયાના કોઈ પ્રદેશની આ ઘટના છે. પાણીના મામલે બે સ્ત્રીઓ વચ્ચે ઝગડો થયો. ઝગડાએ થોડું ઉગ્ર સ્વરૂપ પકડશું. બોલાચાલીનો દોર ગાળાગાળી સુધી લંબાયો, અને પછી તો શરૂ થઈ શાપાશાપી.
“અરે ડાકણ ! તને અને તારા આખા ખાનદાનને મહારોગ ભરખી જાય...!'' “અરે નાગણ ! તારું આખું કુળ...તું...તારો વર...તારાં સંતાન...બધે બધા માતૃભાષા ભૂલી જાય...!''
આ સાંભળતા જ સામેવાળી સ્ત્રી ભાંગી પડી.
‘‘મારી બેન ! તારા પગમાં પડું. આવો શાપ ન આપ. મારાથી એ નહીં જીરવાય. તારા શબ્દો પાછા ખેંચી લે.’’
ગુજરાતની સમગ્ર પ્રજા આવા કોઈના અભિશાપથી અભિશપ્ત બની હશે શું ? માતા, માતૃભૂમિ અને માતૃભાષા : ત્રણેયમાં માતૃત્વની સુગંધ મહેંકે છે.
એક સંસ્કૃત સૂક્તિ :
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी ।
માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતાં છે.
‘‘માતૃભાષા’’ને પણ આવા જ ઊંચા આસને બેસાડી શકાય.
ભવ્ય ભાષા : માતૃભાષા
૫૩