________________
કોઈ પણ શબ્દ એ બારાખડીના કેટલાક અક્ષરોનો જથ્થોમાત્ર નથી. વ્યાકરણના નિયમોને આધારે વ્યુત્પન્ન થયેલું ફરજંદમાત્ર નથી. શબ્દાનુશાસનની મર્યાદામાં વર્તનારું એક સીમિત અસ્તિત્વમાત્ર નથી.
દરેક શબ્દને પોતીકું સ્વરૂપ-સૌંદર્ય છે, અર્થ-ઐશ્વર્યા છે, ભાવ-માધુર્ય છે અને દરેક શબ્દમાંથી જે તે પ્રદેશની સંસ્કૃતિ તથા સભ્યતાની સુગંધ વહે છે. ત્રણ-ચાર-પાંચ અક્ષરોનો સમૂહ તે શબ્દનું અસ્તિત્વ છે. પરંતુ, કોઈ પણ શબ્દનું વ્યક્તિત્વ તેના અસ્તિત્વ કરતાં ઘણું વિરાટ હોય છે.
“પાણિયારું' શબ્દનો પર્યાય અંગ્રેજીમાં મળી શકે?
Awater -place or water room in a house એ તો “પાણિયારું શબ્દનું વિવેચન થયું.
પાણિયારું એટલે પાણીનું સરનામું ઘરમાં દીવાનખાના કે રસોડા કરતાં પાણિયારાનો મોભો ઊંચો ગણાય.
પીવાનાં પાણીનાં માટલાં મૂકવાનું આ સ્થાન પવિત્ર ગણાય. ગોત્રજ જારવાની હોય કે કુલદેવીને પ્રસાદ ધરવાનો હોય ત્યારે પાણિયારે તે પવિત્ર વિધિ થાય. વારતહેવારે પાણિયારે દીવો થાય.
પાણી એ જીવ માત્રની જીવાદોરી છે. તેથી નદી, કૂવો, તલાવ વગેરે જલાશયોને આર્યદેશમાં આદરભાવથી જોવામાં આવે છે. હિંદુઓ નદી વગેરે જલાશયોને પૂજ્યભાવથી જુએ છે. પાણિયારું પણ ઘરનો પવિત્ર ખૂણો ગણાય છે.
પાણીનાં માટલાં સારી રીતે ગોઠવી શકાય તેવી બેઠક પાણિયારામાં બનાવેલી હોય છે. પાણિયારું એટલે પાણીના માટલાનું રાજાશાહી સિંહાસન! ઉપરથી કોઈ જીવજંતુ પાણીના માટલામાં ન પડે માટે ઉપર ચંદરવો (ચંદની) બાંધેલો રાખતા. જીવરક્ષાની ભાવના અને કાળજી જીવનના દરેક વ્યવહારમાં જોડાયેલી હતી. માટલા ઉપર બુઝારું (A metalic lid for a water-pot) ઢાકેલું હોય. પાણીના માટલા પાસે બે-ત્રણ પવાલાં મૂકેલાં હોય. પાણિયારા પાસે એક ડોયો (લાંબા હાથાવાળો કડછો) માટલાની બાજુમાં લટકાવેલો હોય. પાણી પીવું હોય ત્યારે માટલામાંથી ડોયા દ્વારા પાણી પવાલામાં ભરવાનું. કોઈના એંઠા પવાલાથી આખું માટલું એઠું ન થાય!
ભવ્ય ભાષા માતૃભાષા
*િ
૫૪