________________
ગામડાનાં ઘરોમાં પાણિયારાનાં બે સ્તર રહેતા. ઉપલા સ્તરનાં માટલાંમાં પાણી ભરેલું હોય. આજના માટલાનું વધેલું પાણી આવતી કાલે સવારે ફરી બીજા માટલામાં ગાળવામાં આવે. ખાલી થયેલાં માટલાં નીચેના સ્તરમાં કોરા કરવા માટે મૂકી દેવામાં આવે. બીજા દિવસે તે ન વપરાય. તેનો વારો ત્રીજો દિવસે.
જ
જે કૂવાનું પાણી હોય તે જ કૂવામાં તેનો સંખારો નાંખવામાં આવે. સંખારો’ શબ્દનો અંગ્રેજી પર્યાય શું થાય ?
ગામના ગોંદરે (પાદરે, ભાગોળે, નાકે, છેવાડે) રહેલા વામાંથી રાંઢવાની મદદથી પાણી ખેંચીને, પાણીનું બેડું માથે ઉપાડી પાણિયારી ઘરે લઈ આવે. તે આંગણમાં પહોંચે ત્યારે તેના સાસુ તેને બેડું ઉતરાવે. કોઈ શુભ કાર્યમાં સામે પાણિયારી મળે તો શુભ શુકન ગણવામાં આવે છે.
‘પાણિયારી’ શબ્દને કેન્દ્ર બનાવી વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ ઘણું મોટું બને. તે વર્તુળના ઘેરાવામાં મહિલાના શરીરશ્રમનો મહિમા, તે શરીરશ્રમને કારણે સહજ જળવાતી સ્વાસ્થ્યની સુખાકારિતા, પાણીના વપરાશમાં સહજ-સંયમ, કૂવાના કાંઠે થતા મેળાપ દ્વારા ગામની સ્ત્રીઓ વચ્ચે સધાતો ભગિનીભાવ વગેરે અનેક લાભો સમાયા છે. માથે આખું બેડું ઊચકીને બંને હાથ છૂટા રાખી તાલી વગાડતી, વાતો કરતી, ચાલતી પાણિયારી એ ગામડાનું બહુ સામાન્ય દશ્ય હતું. તાલી વગાડતી, વાતો કરતી ચાલે છતાં પણ બેડામાં એકાગ્રતા અને સ્થિરતા કેટલી જોરદાર હશે.
“ચાર પાંચ સાહેલી મળીને, હીલમીલ પાણી જાય;
તાલી દિયે. ખડ ખડ હસે, વાંકુ ચિત્તડું ગાગરિયા માય.’’
બે હાથ છૂટા મૂકીને સાયકલ કે સ્કુટર દોડાવનારની બહાદુરી પર અંજાઈ જનારને કદાચ આ દશ્ય જોવામાં નહિ આવ્યું હોય.
પાઈપ-લાઈન, વૉટર કુલર અને મિનરલ વૉટરની સંસ્કૃતિમાં ઊછરતી આજની પેઢી માત્ર પાણિયારી, રાંઢવું, પાણિયારું કે સંખારો જેવા શબ્દોથી જ વિખૂટી નથી પડી, તે શબ્દોની આસપાસના અને આરપારના સાંસ્કૃતિક વારસાથી પણ વેગળી બની છે.
‘ઈંઢોણી’ને અંગ્રેજીમાં શું કહેવાય ?
એક શબ્દ તો ક્યાંથી મળે ? લાંબી વ્યાખ્યા કરવી પડે.
ભવ્ય ભાષા : માતૃભાષા
ભવ્ય
૫૫