________________
A circular thing placed by women over their heads while carrying water-pots with a view of relieving impact of weight.
ઈંઢોણીને માથા પરના બોજનું વજન હળવું કરવા માટેના વૈજ્ઞાનિક ઉપકરણ તરીકે ઓળખી શકાય. વાંસની છાલ જેવા દ્રવ્યમાંથી કલાત્મક ઈંઢોણી બનાવવાનો ભારતીય કારીગરોનો કસબ પણ હવે ઈંઢોણીની સાથે ગાયબ થઈ ગયો છે.
વજનદાર બેડાંના ભારને આસાનીથી સહી લેનાર ઈંઢોણી પશ્ચિમી સંસ્કૃતિના ભાર નીચે અને ઈંઢોણી' શબ્દ અંગ્રેજી ભાષાના ભાર નીચે કચડાઈ ગયા છે. કોઈ અખબાર આ દુર્ઘટનાને મથાળે ચમકાવશે?
માટલાને ભૂમિ પર મૂકવાનું હોય ત્યારે ઈંઢોણીને બદલે કાંઠલા ઉપર મૂકવામાં આવે છે. સ્ટેન્ડ એ કાંઠલાનું આબેહૂબ ભાષાંતર નથી.
સૌભાગ્ય, શુકન, શુભ, મંગલ, શુભેચ્છા, બહુમાન, અનુમોદના, અભિનંદન, આશીર્વાદ જેવી કેટલીય શુભ લાગણીઓની અભિવ્યક્તિ માટે આપણી સંસ્કૃતિ-પરંપરામાં પ્રસંગે પ્રસંગે ઉપયોગમાં લેવાતું દ્રવ્ય અને સાધન એટલે કંકુ અને કંકાવટી.
કંકાવટીની આકૃતિ પણ માંગલિક ! કંકાવટીનો ઉપયોગ પણ માંગલિક ! કંકાવટી' નામ પણ માંગલિક !
ઓક્સફર્ડ અને કૅબ્રિજની ડિક્શનેરી ફેંદી નાંખવા છતાં શુભ અને મંગલની આ ઉઘોષિકાનો અંગ્રેજી પર્યાય નહિ મળે.
કંકાવટીના નાનડા ક્યારામાં ‘ભાવનાનું ભવ્ય વિથ કેદ થયેલું છે. અંગ્રેજી ભાષાના દળદાર અને સમૃદ્ધ શબ્દકોષ પણ “કંકુ” અને “કંકાવટી' જેવા શબ્દો વગર બિચ્ચારા, બાપડા અને દરિદ્ર લાગે !
અંગ્રેજી ડિકશનરી કંકાવટી' નો પરિચય આ રીતે આપે છે :
A small bowl to keep the red paste used for making auspicious mark on the forehead.
આટલી લાંબી મોટી વ્યાખ્યામાં અંગ્રેજી ભાષાની અને પશ્ચિમી સંસ્કૃતિની કારમી કંગાલિયત ગંધાય છે!
પ૬
ભવ્ય ભાષા માતૃભા