________________
કાગડાને કા - કા કરવામાં હવે મજા નથી આવતી. કોયલને પંચમ સૂર છેડવામાં હવે નાનપ લાગવા માંડી. કાબરને કલબલ હવે નથી ગમતું. મોરને પોતાનો ટહુકો કઠવા લાગ્યો. ભેંસને ભાંભરવામાં હવે મજા નથી આવતી. ગધેડાને ભૂંકવામાં હવે શરમ લાગવા માંડી. ઘોડાને હણહણવામાં હવે બેચેની અનુભવાય છે.
કૂકડાને હવે એવી લાગણી થાય છે કે વહેલી સવારે કૂકડે કૂક કરીને હું ધ્વનિપ્રદૂષણ કરું છું, લોકોની ઊંઘ બગાડું છું, મારામાં સભ્યતા નથી.
બકરીને બેં-બેં કરવામાં શોભા હણાતી લાગવા માંડી. બિલાડીને મિયાઉમિયા વિચિત્ર લાગવા માંડ્યું.
બધાએ ભસવાનો પ્રયોગ શરૂ કર્યો. પણ, ગળામાં સ્વરપેટી ચકલીની, કોયલની, મોરની, ભેંસની, ગધેડાની, ઘોડાની, કૂકડાની, બકરીની કે બિલાડીની હોય તેને ભસવાનું કેમ ફાવે ? ભસવા માટે તો સ્વરપેટી કૂતરાની જોઈએ. કૂતરાની સ્વરપેટીને ભસવાનો અવાજ અનુકૂળ થાય અને આપણી સ્વરપેટીને આપણું ચીં ચીં, કા –કા, કૂકડે કૂક....કે મિયાઉં-મિયાઉં અનુકૂળ થાય, હાઉ-હાઉ અનુકૂળ ન થાય! એવો લાંબો વિચાર કોઈએ કર્યો નહિ. ધોળિયા કૂતરાથી અને તેના ભસવાથી બધાય અંજાઈ ગયેલા હતા. ફાવટ ન આવી તોય ભસવાનો પ્રયોગ ચાલુ રાખ્યો.
તેમાં તકલીફ એ થઈ ગઈ કે, ભસવાનું તો પૂરું ન આવડ્યું પરંતુ, ચીંચીં, કાકા, કૂકડે કૂક, બેં-બેં, કે મિયાઉં-મિયાઉમાં પણ ભૂલ પડવા માંડી. ભસવામાં ગોથા ખાય અને પોતાના મૂળભૂત અવાજમાં પણ ગોટાળા થવા લાગ્યા. તોય ભસવાનો અભરખો વધવા જ લાગ્યો.
અમને ભલે ભસવામાં તકલીફ પડે, અમારી નવી પેઢીને અમે બરાબર પાછું ભસતા શીખવાડશું - તેવા નિર્ધાર સાથે સહુએ પોત-પોતાના બચ્ચાંઓને પહેલેથી જ Pભવ્ય ભાષા માતૃભાષા
૩