________________
તમે મેક્સિમમ સાત વાગ્યા સુધીમાં આવી જજો. (સાચો પ્રયોગ – લેટેસ્ટ)
-
★
At that time, five mans were there.
(સાચો પ્રયોગ -Men )
I gived him 100 Rupees. (સાચો પ્રયોગ -Gave)
ગુજરાતી પરિવારોના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની ઘરની ભાષા ગુજરાતી હોય છે. તેમની સ્થિતિ બાવાના બેય બગડયા જેવી હોય છે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ નથી આવતું અને ગુજરાતી ભાષાના પણ કોઈ ઠેકાણાં નથી હોતા. તેમની બન્ને ભાષા લગભગ અશુદ્ધ હોય છે. આ બાળકો ગુજરાતી તો ઘણીવાર બિલકુલ કઢંગી બોલતા હોય છે. ભાષાપ્રયોગમાં લિંગવ્યત્યય અને વચન વ્યત્યય પુષ્કળ થતો હોય છે.
★
એક ઘરમાં ભિક્ષા માટે જવાનું થયું. છોકરાએ મને જોઈ મોટેથી બોલીને ઘરમાં સંદેશ પહોંચાડચો : પપ્પા, મહારાજ સાહેબ આવ્યું.
આ ભેળ બહુ સારો છે.
મારે થેપલાં ખાવું છે.
ક્યારેક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનો શંભુ મેળો કરી દેતા હોય છે. ‘‘ફિફ્ટીન તલક લેસન મેં વાંચી લીધા.’’
હું ફિટીનમો લેશન વાંચું છું.
સોચ્યું કે હું ટુમોરો સ્કૂલે નહિ જા એ કુત્તો ભોંક્વાની રેડીમાં છે.
એક જગ્યાએ ઘાસ ઊગેલું હતું. તે વાત કરતા કોન્વેન્ટમાં ભણેલો ગુજરાતી કિશોર બોલ્યો :
સ્મોલ સ્મોલ ઝાડ ઊગી ગયા છે.
Pryce
‘ભવ્ય ભાષા : માતૃભાષા
૫૧