________________
*
અમારી ફેક્ટરીમાં બસો લેબર છે.
ક્યારેક કેટલાક ગુજરાતીનું બેઠું અંગ્રેજી કરતાં હોય છે. તે ભાષાની દષ્ટિએ ખોટું હોવા ઉપરાંત હાસ્યાસ્પદ પણ બની રહે છે. નીચેના નમૂના વાંચો :
Going going station came. What goes of your father in this ? Do not talk in the middle when I am speeching. We are underwear friends.. Stop the door. Walk there Meet me behind the programme. Why is this tap not walking ? I shall wash your money in milk and return you back. Do whatever your father can do !
tesses અંગ્રેજી શબ્દોના બહુવચન, ક્રિયાપદ પરથી બનતા ભાવવાચક નામ કે અમુક વિશેષ પ્રયોગો બધા શબ્દ કે ક્રિયાપદના સંદર્ભમાં સરખા નથી થતા. અમુક શબ્દ માટે જે પદ્ધતિથી પ્રક્યિા થતી હોય તે પદ્ધતિથી દરેક શબ્દ પર તે પ્રક્રિયા ન કરાય. પણ ઘણા, સમજણના અભાવે કરી દેતા હોય છે. દા.ત. - ગઈ કાલે ક્લાસમાં તેની ઍબ્સન્ટ પૂરાઈ
(સાચો શબ્દ - ઍબ્સન્સ)
૫૦
૫૦.
ભવ્ય ભાષા માતૃભાષા