________________
શિક્ષણનું માધ્યમ નક્કી કરતી વખતે જેને ભણવાનું છે તેની પસંદગી ક્યારેય પૂછવામાં નથી આવતી.
પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકનારા માતા-પિતા તેના પર જરૂર કરતાં વધારે બોજો લાદી દીધાનો અપરાધભાવ કદાચ અનુભવતા હશે. તેમની નોંધમાં પણ આવતું તો હશે જ કે, બાળક કરમાય છે, સીદાય છે, અંદરથી અકળાય છે, તેના મુખ પર સ્મિતની પાનખર છવાય છે. ઘણાં માતાપિતાએ કદાચ એવું પણ અનુભવ્યું હશે કે, તેનો સ્વભાવ ચીડિયો થઈ રહ્યો છે. મંદાગ્નિ અને અનિદ્રા રોજિંદા બનતા જાય છે. બાળક અશક્તિની ફરિયાદ કરે છે. નિરુત્સાહ બનતું જાય છે. તેના શરીરનો બાંધો બનતો નથી.
જો અંગ્રેજી માધ્યમની બાળકના શારીરિક સ્વાથ્ય ઉપર પણ વિપરીત અસર થતી હોય, તે છતાં મા-બાપનો અંગ્રેજી માધ્યમનો આગ્રહ ન છૂટે તો કોનો ઉપચાર પહેલો કરાવવાની જરૂર લાગે ?
૮
એe ) 8 - ઉદયન ઠક્કરની એક નાની જાહેરખબર વાંચી લઈએ :
ગુમાઈ છે. ગુમાઈ છે. ગુમાઈ છે.
કૉન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા-પિતાની બેદરકારીના કારણે
પલક મીંચવા ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે... - ગુજરાતી વાંચતી-લખતી એક આખે આખી પેઢી ! ઉદયન ઠક્કરને આપણે તેમની શોધમાં કાંઈ મદદ કરી શકીએ ?
*
e
ses
Pવ્ય ભાષા માતૃભાષA
૭૩