________________
આસ્થા, આસ્તિક્ય અને અધ્યાત્મની સુગંધથી ભરેલા શબ્દોથી આપણો શબ્દકોષ છલકાય છે. અંગ્રેજી ડિક્શનરી તે સંદર્ભમાં ઘણી દરિદ્ર છે.
વિજ્ઞાન, આધુનિક વિકાસ કે આધુનિક વ્યવસ્થાઓને લગતા શબ્દોની સમૃદ્ધિ અંગ્રેજી ભાષા પાસે વિશેષ ભલે હોય, પરંતુ ધર્મ-સંસ્કૃતિ-સામાજિક વ્યવસ્થા અને કૌટુંબિક ભાવનાઓને લગતા શબ્દવૈભવના સંદર્ભમાં આપણી ભાષાઓને કોઈ પહોંચી નહિ શકે.
-
પ્રભા
કોઈ વ્યક્તિની નાડી બંધ પડી ગયેલી જોઈને વૈદ્યરાજ કહેશે : તે પ્રભુના પ્યારા થઈ ગયા છે. અથવા તે શાન્ત થઈ ગયા છે.' siszzail me la cual sal : He is no more.
પ્રભુના પ્યારા થયા... મૃત્યુ પામ્યા... અવસાન પામ્યા... સ્વર્ગવાસ પામ્યા. આ શબ્દોમાંથી સહાનુભૂતિ નીતરે છે. અને, મૃત્યુ અંગેનો આધ્યાત્મિક અભિગમ છતો થાય છે કે, મૃત્યુ પણ પામવા જેવી ચીજ છે. સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ પુરુષાર્થ જોઈએ. તેમ, મૃત્યુને પામવું એટલે મૃત્યુને જીતવું, મૃત્યુને સમતાથી સહર્ષ સ્વીકારવું મરણ સમાધિ પ્રાપ્ત કરવી. મૃત્યુને પામવા માટે પણ ખૂબ ઊંચી સજ્જતા જોઈએ.
અંગ્રેજીમાં તો કહેવાશે : He passed away.
અંગ્રજોના શાસનકાળમાં વાઈસરૉય વેકેશન ગાળવા શ્રીનગર જઈ રહ્યા હતા. દિલ્હીથી ટ્રેનમાં પ્રવાસ શરૂ થયો. દરેક સ્ટેશનેથી ગાડી પસાર થઈ જાય એટલે તેની જાણ કરતો ટેલીગ્રામ દરેક સ્ટેશનના સ્ટેશનમાસ્તરે દિલ્હી રેલ્વે સ્ટેશન પર કરવો પડે. આ શિષ્ટાચાર દરેક સ્ટેશનમાસ્તરે જાળવવો પડે.
એક નાના સ્ટેશન પરથી દિલ્હી સ્ટેશન માસ્તર પર ટેલીગ્રામ આવ્યો : His Excellency passed away peacefully.
વેવાણ ને અંગ્રેજીમાં શું કહેશો ? ‘નણદોઈ કે સાઢુ નામના સંબંધીને પશ્ચિમી સમાજ-વ્યવસ્થામાં કોઈ સ્થાન
નથી.
ભવ્ય ભાષા માતૃભાષા
૬૧