________________
શબ્દ વાંચીને–સાંભળીને સાવ અજાણી વ્યક્તિને પહેલી વાર મળતા હોય તેવી લાગણી લગભગ દરેક ગુજરાતીને થશે. આપણી સ્મૃતિના પહેરણ પરથી આપણે આપણા ‘બોરિયાં’ ને અને ‘બુતાન’ને સાવ ઊખેડી નાંખ્યું છે ! અંગ્રેજીના ફિરસ્તાઓને ‘ગાજ’નો આબેહૂબ અંગ્રેજી પર્યાયવાચક શબ્દ શોધી આપવા નમ્ર અરજ. ગાજ-બટન જેવું જ એક કજોડું :
કપ-રકાબી.
કપ અંગ્રેજી શબ્દ છે. કપ એટલે પ્યાલો.
રકાબી ગુજરાતી શબ્દ છે. તેનો અંગ્રેજી પર્યાય છે : સૉસર.
કપમાં રહેલ ‘ટી’ ને રકાબીમાં કાઢો ત્યારે ‘ચા’ બની જાય !
વેર ટેબલ, રાઉન્ડ ટેબલ, ડાઈનિંગ ટેબલ, કોન્ફરન્સ ટેબલ, ઓપરેશન ટેબલ, ઓફિસ ટેબલ, રાઈટિંગ ટેબલ વગેરે શબ્દો અને તે શબ્દો દ્વારા વાચ્ય વસ્તુઓના સંપર્કમાં બધાને વારંવાર આવવાનું થતું હશે. પણ, ટેબલને ગુજરાતીમાં મેજ કહેવાય, તે બહુ ઓછાને ખબર હશે. અને, જે જાણતા હશે તેમાંથી પણ આ શબ્દનો પ્રયોગ કરનારા કેટલા ? હું પણ નહીં. કોઈની પાસે પોતાનું લખવાનું ટેબલ ન હોય તો બીજાનું વાપરે. અંગ્રેજી ભાષા કોષ્ટક કે કોઠો જણાવવા માટે પણ આ મેજ-વાચક ટેબલ’ શબ્દ વાપરે
છે.
હું શાળામાં ભણતો હતો ત્યારે પાઠ્યપુસ્તકમાં ગાંધીજીનો એક પાઠ આવતો હતો. તેમાં લખ્યું હતું : ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા.
આ વાંચીને એક વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું :
સાહેબ, ગાંધીજી કોણ હતા એ ખબર છે. ગોડસેજી કોણ હતા એ પણ ખબર છે. ગોખલેજી કોણ હતા એ પણ જાણું છું. પણ, આ ગોળમેજી કોણ છે કે જેમના નામથી આટલી મોટી પરિષદ ભરાઈ હતી?
મેજનું ટેબલીકરણ એ ઘણી જૂની ઘટના છે.
૩૦
ભવ્ય ભાષા : માતૃભાષા