________________
પણ એવું જ છે. બસના કંડકટર, ટેક્સીના ડ્રાઈવર, નાના-મોટા દુકાનદાર, શો-રૂમના સેલ્સમેન, બિલ્ડિંગનો ગુરખો, સરકારી કચેરીના કર્મચારીઓ કે પટાવાળા, ઘરમાં કામ કરવા આવતી કામવાળી બાઈ કે કામવાળો ભાઈ.. આમાંથી કોણ અંગ્રેજી સમજવાનું છે? કોની સાથે તમારે અંગ્રેજીમાં વાત કરવાની છે? માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં જ તેમની સાથે વાત-વ્યવહાર કરવાનો છે. અને, તો જ તે બધાને આત્મીયભાવ લાગશે. અંગ્રેજી માધ્યમમાં ભણેલું બાળક સ્થાનિક ભાષા નહિ આવડવાને કારણે બધા સાથે પોતાપણાનો ભાવ કેવી રીતે કેળવી શકશે ? બધાનો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરી શકશે ? તે અતડું નહીં પડી જાય ?
૨-૫ ટકા પ્રજાની અંગ્રેજીની અનિવાર્યતાને ખાતર સમગ્ર પ્રજાને અંગ્રેજી માધ્યમનું ઘેલું લાગે તે ઘણી વિચિત્ર વાત છે. ૨૦ રોટલી માટે કોઈ ૨૦ મણ લોટની કણક બાંધે તેના જેવી આ વાત છે.
અંગ્રેજી કવિ કટ્સ કહે છે :
શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બૂરાઈ હતી. તેણે એક ગૌરવવાન પ્રજાને આત્મગૌરવવિહીન બનાવી દીધી.”
વિજયાલક્ષ્મી પંડિત રશિયાના ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયા હતા. તેમણે રશિયા જઈને અંગ્રેજી ભાષામાં લખેલો પોતાનો પરિચય-પત્ર રજૂ કર્યો. સ્ટાલિને તેમનો તે પરિચયપત્ર ફાડીને તેના ટુકડા કરી નાંખ્યાં અને આક્રોશથી કહ્યું : “તમારા દેશની પોતાની કોઈ ભાષા નથી ? અંગ્રેજી ભાષામાં આ પરિચય-પત્ર લખીને તમે તમારા રાષ્ટ્રની અને તમારી ભાષાની ગૌરવહાનિ કરી છે.”
પીઢ ગુજરાતી સાક્ષર શ્રી બળવંતરાય ઠાકોરે મહાત્મા ગાંધીને અંગ્રેજીમાં પત્ર લખ્યો. ગાંધીજી આ પત્ર જોઈને ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પ્રત્યુત્તરમાં પોતાનો આક્રોશ ઠાલવતા લખ્યું: “એક ગુજરાતીએ બીજા ગુજરાતી સાથે ગુજરાતી ભાષામાં જ વ્યવહાર કરવો જોઈએ. ગુજરાતીઓ એક-બીજા વચ્ચે અંગ્રેજી બોલે તે અધમ દશા સૂચવે છે તેમ કહ્યા વિના રહેવાતું નથી. આ રીતે આપણે જ આપણી માતૃભાષાનું અપમાન કરીએ છીએ અને તેને કંગાલ બનાવીએ છીએ. હું મારા વિચારો ગુજરાતીમાં વ્યવસ્થિત રજૂ ન કરી શકું અને અંગ્રેજીમાં રજૂ કરી શકું તે અવદશાના વિચારથી જ મને કંપારી છૂટે છે.
કિજી
ભવ્ય ભાષા માતૃભાષા
૮૫