________________
પગ ઉપર પ્રહાર
“તમે તો રૂઢિચુસ્ત ગુજરાતી છો. તમારા દીકરાના પંજાબી કન્યા સાથે લગ્ન કેમ કરાવ્યા?” “આજ કાલ પંજાબી વાનગીનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ઘરમાં પંજાબી પુત્રવધૂ હોય તો વાંધો ન આવે.”
પંજાબી વાનગીનો જ પ્રશ્ન છે, તે રાંધતા શીખી લેવાય, પણ માત્ર તે કારણથી કોઈ પંજાબી કન્યા સાથે પોતાના પુત્રને પરણાવવા તૈયાર થઈ જાય તે કેવું કહેવાય ?
સેલફોન કદાચ વર્તમાન જીવનમાં વ્યવસાયાદિ પ્રયોજનથી જરૂરી જણાય તો માણસ એક સેલફોન વસાવી લે છે. પણ, તે ખાતર આખી કંપની ખરીદી લેવાની ન હોય.
આટલી સીધી સાદી વાત અંગ્રેજી-માધ્યમના પુરસ્કર્તાઓને કે પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં જે ભણાવવાનો આગ્રહ રાખતા માતા-પિતાઓને કેમ નહિ સમજાતી હોય? વર્તમાન વિશ્વપ્રવાહ સાથે તાલ મેળવવા માટે કદાચ અંગ્રેજી ભાષા જરૂરી જણાતી હોય અને તે માટે અંગ્રેજી ભાષામાં કોઈ નિષ્ણાત બને, તેનો વિરોધ નથી. પણ, તે માટે માધ્યમ અંગ્રેજી અપનાવવાની વાત યુક્તિગમ્ય અને બુદ્ધિપૂર્વકની જણાતી નથી.
કોઈ પણ બાળક તેની માતા, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણથી વેગળો ન
Pભવ્ય ભાષા માતૃભાષા
૬૭