________________
બને તે તેના પારમાર્થિક અને સાંસ્કારિક કલ્યાણ માટે બહુ જરૂરી છે. આ ત્રણેય તત્ત્વો તેની સંસ્કારિતા અને સાત્ત્વિકતાની માવજત કરનારા છે. માતાના વાત્સલ્યમાં, માતૃભાષાની અભિવ્યક્તિમાં અને માતૃભૂમિની આબોહવામાં એવો જાદુ છે કે, બાળકનું કલ્યાણજલના વહેતાં ઝરણાંઓ સાથે જોડાણ સધાય છે અને ટકી રહે છે.
ગુજરાતની પ્રજા સાથે સંલગ્ન ધર્મોની વાત કરીએ તો ધર્મક્ષેત્રનું માધ્યમ ગુજરાતી છે. બધા ધર્મસ્થાનોમાં સૂચનાના કે સુવિચારના પાટિયાં ગુજરાતીમાં જ લખાય છે. ધર્મીજનો વચ્ચે પરસ્પર વાર્તા-વ્યવહાર ગુજરાતીમાં થાય છે. ધર્મગુરુઓનાં પ્રવચનો ગુજરાતીમાં થાય છે. ધાર્મિક સાહિત્ય મુખ્યત્વે ગુજરાતીમાં લખાય છે, છપાય છે.
કદાચ કોઈ દલીલ કરે કે, અમે સમજી શકીએ તે માટે આ બધું અંગ્રેજીમાં થવું જોઈએ, તો તેને ‘‘ગાડું ફરે, ગામ ન ફ્રે’” એ ગુજરાતી કહેવત સમજવા જેટલું ગુજરાતી સત્વરે શીખી લેવાની ભલામણ કરવી પડે. તમે તમારી ભાષા બદલી નાંખો અને પછી તમારી અનુકૂળતા માટે આખું માળખું બદલવાની હિમાયત કરો તે કેટલું ઉચિત ગણાય ?
કોન્વેન્ટ સ્કુલમાં ભણનારો બાળક માત્ર પોતાની માતૃભાષાથી વિમુખ નથી બનતો, પોતાના ફુલપરંપરાગત ધર્મથી પણ દૂર ફેંકાય છે. તે ભાષાથી અંગ્રેજીભાષી બને છે, જીવનશૈલીથી યુરોપિયન કે અમેરિકન બને છે અને ધર્મથી ક્રિશ્ચિયન બનતો જાય છે. પિંડ દેશી અને પ્રકૃતિ વિદેશી. કલેવર આર્ય અને પોત અનાર્ય.
શ્રાવણ કે આસો માસમાં જ્યારે હિન્દુ પ્રજાના વિવિધ ધાર્મિક તહેવારો આવે છે, ત્યારે કોન્વેન્ટ શાળાઓના બાળકો પરીક્ષામાં વ્યસ્ત હોય છે અને નાતાલમાં તેમને છુટ્ટી મળે છે. કપાળ પર ધર્મનું તિલક કે બાળાના કપાળનો ચાંદલો કોન્વેન્ટ શાળામાં ચાલતો નથી, ભૂંસી નાંખવા પડે છે, મેંદી મૂકીને અથવા ઝાંઝર જેવા આપણા પરંપરાગત ઘરેણાં પહેરીને શાળામાં જઈ શકતી નથી. મોટાભાગે કોન્વેન્ટ શાળાના પટાંગણમાં સાથે દેવળ (ચર્ચા) હોય છે. ખ્રિસ્તી પાદરીઓ કે સાધ્વીઓ આ શાળાનું સંચાલન કરતા હોય છે. ઈશુ ખ્રિસ્તની પ્રાર્થના ગવાતી હોય છે. આપણી હિન્દુવિધિથી મસ્તક નમાવી પ્રણામ કરવા તે શાળામાં માન્ય નથી બનતું. કોન્વેન્ટનો વિદ્યાર્થી હિન્દુ મંદિર કે જૈન દેરાસરમાં જાય છે ત્યારે મસ્તક નમાવી નમસ્કાર નથી કરતો, ક્રોસ પદ્ધતિની ઔપચારિકતા ત્યાં પણ તે
૬૮
ભવ્ય ભાષા : માતૃભાષા
ભવ્ય