________________
“આ અટકણ કેમ બંધ નથી થતી ?” “મને આંત્રપુચ્છનો દુઃખાવો ઊપડ્યો છે.” “મને દાકતરે વાઢકાપની સલાહ આપી છે.”
તારા પગરખાં સરખા મૂક” “તમારું નખિયું મને આપશો ?” “આ અંગૂછો બહુ બરછટ છે.”
આ અંદર ઘુસી ગયેલા એકાદ અજાણી ભાષાના શબ્દને કારણે આ વાક્યો નથી સમજાતા, તેવું ઘણાને પ્રતીત થશે.
હવે, આ વાક્યો વાંચો :
આ સ્ટોપર કેમ બંધ નથી થતી ?” મને એપેન્ડિક્સનો દુઃખાવો ઉપડ્યો છે.” “મને ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી છે.”
તારા બૂટ સરખા મૂક” “તમારું નેકટર મને આપશો ?” “આ ટૉવેલ બહુ રફ છે.” હવે પોતીકી ભાષા જેવું લાગે છે ને? એક નવાઈની વાત : અંગ્રેજીમાં બૂટ એટલે જોડાં. ગુજરાતીમાં કાનના નીચેના ભાગને બૂટ કહેવામાં આવે છે. તેથી કાન પર પહેરવાનાં ઘરેણાને બુટ્ટી કહેવાય છે. અંગ્રેજીમાં બૂટ પગમાં હોય છે, ગુજરાતીમાં કાનમાં.
“ગટર’ શબ્દને આપણે એટલો બધો પોતીકો બનાવી દીધો છે કે, આપણો પોતીકો ખાળ” શબ્દ સાવ અજાણ્યો અને પરાયો બની ગયો છે.
ટ્રાફિક ખૂબ જામ થઈ ગયો છે. મારું પેટ આજે એકદમ જામ થઈ ગયું છે. ગટરલાઈન જામ થઈ ગઈ છે.
૩૨
ભવ્ય ભાષા માતૃભાષા